About Us




જ્ઞાનપિપાસા એ બુદ્ધિજીવી માનવીની સહજવૃતિ છે. આ સહજવૃતિને સતોષવા માટે જનરલ નોલેજનું જ્ઞાન હોવું જરૂરી છે. જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીની ક્ષિતિજો સતત વિસ્તાર પામી રહી છે ત્યારે  વર્તમાન જીવનમાં કોઈ પણ ક્ષેત્ર એવું નથી જ્યાં સામાન્ય જ્ઞાનનો ઉપયોગ ન થતો હોય. આજ લગભગ પ્રત્યેક વ્યક્તિના જીવનમાં વિવિધ સ્તરો પર અનેક પરીક્ષાઓમાંથી ગુજરવું પડે છે આ બધી પરીક્ષાઓ સિદ્ધ કરવા માટે સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે. 

આજનો સમય એ ‘સ્પર્ધાનો યુગ’ છે. હજારો સ્પર્ધકો હરીફાઈમાં જોડાયા છે, બધાને પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવું છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરવી છે. કહેવાય છે કે જ્ઞાનની કોઈ સીમા હોતી નથી તેથી જ્ઞાનની એ અસીમ ક્ષિતિજો વરચે સમાઈ શકે તેટલા અનેક પ્રકારના વિષયોને એકસાથે આ દળદાર બ્લોગમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે જેમકે ભૂગોળ, ઈતિહાસ, કળા અને સંસ્કૃતિ, ભારત, વિશ્વ, કમ્પ્યુટર, રાજનીતિ, ધર્મ, ભાષા, સંગીત, સાહિત્ય વગેરે. આ બ્લોગ તમારા જ્ઞાનના ભંડોળની સાથે સાથે તમારા મગજનો પણ વિકાસ કરશે જે તમને UPSC, GPSC, TAT, SSC, IBPS , NDA, Bank, TET વગેરે આ બધી જ મોટાભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાર કરવા માટે ઉપયોગી થશે.

આ બ્લોગ તમને  ખુબ ઉપયોગી બને અને તમારા જ્ઞાનનો ખજાનો વધારે તે બાબતને લક્ષમાં રાખીને આ બ્લોગમાં શક્ય તેટલું જ્ઞાન પીરસવાનો પ્રયાસ કરેલ છે. આમ છતાં પણ કોઈ ભૂલ રહી ગઈ હોય તો કોમેન્ટ્સ અથવા મેલમાં આપનો પ્રતિભાવ આપવા વિનતી.