પોલિયો અને ત્રિગુણી જેવી કેટલીક રસીના માત્ર એક જ ડોઝથી, જિંદગીભર જળવાઈ રહે એવી, અડીખમ રોગપ્રતિકારક શક્તિ ઊભી થતી નથી. એટલે એના એકથી વધારે ડોઝ આપવામાં આવે છે. સૈન્યમાં ભરતી કેમ્પ દ્વારા સમયાંતરે જેમ નવી નવી બટાલિયન ઊભી કરી, સૈન્યશક્તિ વધારવામાં આવે છે એ રીતે, રસીના એક પછી એક ડોઝ ઉત્તરોત્તર આપી આખરે પર્યાપ્તમાત્રામાં રોગપ્રતિકારક શક્તિ મેળવી શકાય છે. શરૂઆતમાં આપવામાં આવતા આવા એક, બે કે તેથી વધારે ડોઝને પ્રાથમિક રસીકરણ કહે છે.
બૂસ્ટર ડોઝ એટલે શું?
સૈન્યમાંથી કેટલાક સૈનિકો રિટાયર્ડ થાય અને સૈન્યબળ ઘટે એ રીતે, પ્રાથમિક રસીકરણ દ્વારા પ્રાપ્ત કરેલ રોગપ્રતિકારક શક્તિમાં કાળક્રમે ઓટ આવવા લાગે છે. આ રીતે જો રોગપ્રતિકારક શક્તિ ઘટતાં ઘટતાં તળિયે બેસી જાય તો રસીકરણનો ઉદ્દેશ માર્યો જાય, હતા ત્યાં ને ત્યાં! એટલે જ તો રોગપ્રતિકારક શક્તિ એકધારી જળવાઈ રહે એવા હેતુથી કેટલીક રસીના ફરી એક કે બે પૂરક ડોઝ આપવામાં આવે છે. આવા ડોઝથી ઓસરતી જતી, રોગપ્રતિકારક શક્તિ ઉત્તેજિત થઈ ફરી બેઠી થાય છે. આમ પ્રાથમિક રસીકરણ બાદ, નિશ્ચિત મહિનાઓ કે વર્ષો પશ્ચાત્ આપવામાં આવતા રસીના ડોઝને બૂસ્ટર ડોઝ કહે છે.
પ્રાથમિક રસીકરણના બધા જ ડોઝ બાળકને નિયમિત અપાવ્યા હોય, પણ સમયસર બૂસ્ટર ડોઝ ન આપવામાં આવે તો એમ સમજવું કે, કર્યું કારવ્યું બધું પાણીમાં!
Deputy Section Officer & Deputy Mamlatdar
ReplyDelete