Saturday, 31 August 2019

બીમારીનાં પડીકા!

ભારતમાં મળતી પેકેજ્ડ કે ડબ્બાબંધ ખાદ્યચીજો આરોગ્યની દ્રષ્ટિએ હાનિકારક હોય છે. એક વૈશ્વિક સર્વે અનુસાર દુનિયાનાં અન્ય મુલ્કની તુલનામાં ભારતીય પેકેજ્ડ ખાદ્યસામગ્રીનાં નમૂનામાં ભારતીય પેકેજ્ડ ખાદ્યસામગ્રીનાં નમૂનામાં સેચ્યુરેટેડ ફેટ, ખાંડ અને ઉર્જા ઘનત્વ જરૂરત કરતાં વધુ પ્રમાણમાં હોય છે. તેનાથી ફક્ત મેદસ્વીતા જ નહીં પણ ટાઈપ-૨ ડાયાબિટીસ અને હ્રદય સબંધિત રોગો પણ પેદા થઈ શકે છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીનાં જ્યોર્જ ઇન્સ્ટિટયુટ ફોર ગ્લોબલ હેલ્થે આ સર્વે ૧૨ દેશોનાં ૪ લાખથી વધુ ખાનપાનનાં નમૂનાઓની તપસનાં આધારે તૈયાર કર્યો હતો. તેનાં નિષ્કર્ષ ઓબેસિટી રિવ્યુઝ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો; જેમાં ખાણીપીણીનાં ઉત્પાદનોમાં પોષણ માટે જરૂરી એવાં નમક, ખાંડ, ફેટ, પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબરનાં પ્રમાણને માપવામાં આવેલા. દેશોની હેલ્થ સ્ટાર રેટિંગ સિસ્ટમનાં આધારે તેને નંબર આપવામાં આવ્યા હતા. બહેતર પેકેજ્ડ ફૂડ અને બીવરેજનાં મામલે સૌથી ઉપર બ્રિટન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાનાં નામો હતા. અનુક્રમે આ સ્ટાર રેટિંગ ૨.૮૩, ૨.૮૨ અને ૨.૮૧ રહ્યા હતા. ભારતનું રેટિંગ ફક્ત ૨.૨૭ જ હતું જ્યારે ચીનને ૨.૪૩ હતું.

આ સર્વેનાં સંચાલક એલિજાબેથ ડનફર્ડે પોતાનાં નિવેદનમાં કહ્યું છે કે, વૈશ્વિક સ્તરે આપણે પ્રોસેસ્ડ ફૂડનાં વધુને વધુ આદી બન્યા છીએ. આપણાં સુપરમાર્કેટ ખરાબ ફેટ, ખાંડ અને અધિક માત્રામાં નમકવાળા ઉત્પાદનોથી ભર્યા પડ્યા છે, જે આપણને બીમાર પાડવા સક્ષમ છે.

દુર્ભાગ્યવશ આઓને સૌથી ગરીબ દેશો વિશે પણ વાત કરી રહ્યા નથી. વાસ્તવમાં વધતાં શહેરીકરણ અને કામકાજનાં બદલાતાં સ્વરૂપને કારણે આપણાં આહારમાં પણ મોટો ફેરફાર આવ્યો છે. ભારતમાં જ્યારથી મહિલાઓ કામ માટે બહાર નીકળવા લાગી છે ત્યારથી પેકિંગવાળી ખાદ્યવસ્તુઓનાં વેચાણમાં વૃદ્ધિ આવી છે. બાળકોમાં પણ આવી ચીજો ખાવાની આદત કઈંક વધુ પડતી દેખાય છે. આવા આહારમાં સગવડ ઘણી રહે છે પણ તેને બનાવનારી કંપનીઓ પોતાનાં ગ્રાહકોનાં સ્વાસ્થ્ય માટે જોઈએ તેટલી દરકાર દાખવતી નથી એટલે આ ચીજો ખાવાથી કેન્સર સહિતનાં ખતરા પણ ઊભા થઈ શકે છે. 

ભારતમાં આના દુષ્પ્રભાવોથી બચવાની કોશિશ થઈ રહી છે પણ તે અપૂરતી છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માપદંડ પ્રાધિકરણ દ્વારા ખાદ્ય સુરક્ષા માપદંડની નિયમાવલીનો મુસદ્દો બનાવ્યો છે, જેમાં ઉત્પાદકોએ ખાદ્યચીજોમાં રહેલા ફેટ, ખાંડ અને નમકનાં સ્તર લાલ રંગમાં મોટા અક્ષરે દર્શાવવાનાં રહે છે. આ ઉપરાંત જે તે ચીજનાં ઉત્પાદનમાં કઈ કઈ સામગ્રીઓ વાપરવામાં આવી છે તેનો ઉલ્લેખ પણ અનિવાર્ય છે પરંતુ આટલી જાણકારીથી વાત ખતમ થઈ શકે નહીં. આ ઉદ્યોગ ઉપર એક વિશિષ્ટ નિયમન આવશ્યક છે જે ખાદ્યસામગ્રીની ગુણવત્તા અંક કરાવે. આ ઉપરાંત ગ્રાહકોમાં પણ તેનાં પ્રત્યે જાગૃતિ લાવવી અનિવાર્ય છે.

No comments:

Post a Comment