ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ વાદળ ફાટવાથી અને ભારે વરસાદની પરિસ્થિતિ ઉભી થઇ છે. પરંતુ શું તમે જાણો છો કે વાદળ ફાટવુ કોણે કહે છે? વાદળ કેમ ફાટે છે? જાણો તેનાથી શું થાય છે.
વાદળ ફાટવાનો મતલબ એ નથી થતો કે વાદળના ટુકડા થયા હોય. હવામાન વૈજ્ઞાનિક અનુસાર, જ્યારે એક જગ્યા પર અચાનક એકસાથે ભારે વરસાદ પડે તેને વાદળ ફાટવુ કહે છે. તમે એમ સમજી શકો છો કે પાણીથી ભરેલા ફૂગ્ગાને ફોડવામાં આવે તો બધુ જ પાણી એક જગ્યાએ જ પડવા લાગે છે. તેવી જ રીતે વાદળ ફાટવાથી પાણી અચાનકથી જમીન પર પડવા લાગે છે. વાદળ ફાટવાને ફ્લેશ ફ્લડ અથવા તો ક્લાઉડ બર્સ્ટ પણ કહેવાય છે. અચાનકથી ઝડપથી ફાટીને વરસાદ કરતા વાદળોને પ્રેગ્નેન્ટ ક્લાઉડ પણ કહે છે.
કેમ અચાનકથી ફાટી જાય છે વાદળ?
જ્યારે પણ વાદળ ફાટવાની ઘટના બને છે ત્યારે વધારે ભેજવાળા વાદળો એકસાથે રોકાઇ જાય છે. આ વાદળોમાં રહેલુ પાણી એકબીજા સાથે મળી જાય છે. પાણીના ભારથી વાદળની ઘનતા વધી જાય છે અને પછી અચાનકથી વરસાદ વધી જાય છે. વાદળ ફાટવા પર 100 મિમી પ્રતિ કલાકની ઝડપથી વરસાદ વરસે છે.
કેમ મોટાભાગે વાદળ પહાડો પર ફાટે છે?
પાણીથી ભરેલા વાદળો પહાડી વિસ્તારમાં ફસાઇ જાય છે. પહોડીની ઉંચાઇના કારણે વાદળ આગળ નથી વધી શકતા. પછી અચાનકથી એક જ સ્થાન પર ભારે વરસાદ થવા લાગે છે. ગણતરીની સેકન્ડમાં 2 સેન્ટીમીટરથી વધારે વરસાદ થઇ જાય છે. પહાડો પર સામાન્ય રીતે 15 કિમીની ઉંચાઇથી વાદળ ફાટવા લાગે છે. જોકે, વાદળ ફાટવાથી મોટે ભાગે એક વર્ગ કિમીથી વધારેનો રેકોર્ડ નથી થયો. પહાડો પર વાદળો ફાટવાથી ઝડપથી વરસાદ પડે છે અને પૂરની સ્થિતિ થાય છે. પહાડો પર પાણી રોકાતુ નથી એટલે ઝડપથી પાણી નીચે આવી જાય છે. નીચે આવનારું પાણી માટી, કિચડ અને પથ્થરના ટુકડાને સાથે લઇને આવે છે. આજ કારણે તેની ગતિ એટલી ઝડપી બની જાય છે કે સામે આવનારી તમામ વસ્તુ કે વ્યકિત તણાઇ જાય છે.
મેદાની વિસ્તારમાં પણ ફાટે છે વાદળો:
પહેલા એવી ધારણા હતી કે વાદળો ફાટવાની દુર્ઘટના પહાડો પર જ થાય છે. પરંતુ મુંબઇ 26 જૂલાઇ 2005એ વાદળ ફાટવાની આ ઘટના પછી ધારણા બદલાઇ ગઇ. હવે માનવામાં આવે છે કે, વાદળો કેટલીક ખાસ સ્થિતિમાં ફાટે છે. આ સ્થિતિ જ્યાં પણ બને ત્યાં વાદળ ફાટે છે. ઘણી વખત વાદળના માર્ગમાં અચાનકથી ગરમ હવા આવી જાય તો વાદળ ફાટી શકે છે. મુંબઇમા આ ઘટના આજ સ્થિતિમાં સર્જાઇ હતી.
Thank you for Sharing This General Knowledge Gujarati Quiz
ReplyDelete