Saturday, 31 August 2019

બીમારીનાં પડીકા!

ભારતમાં મળતી પેકેજ્ડ કે ડબ્બાબંધ ખાદ્યચીજો આરોગ્યની દ્રષ્ટિએ હાનિકારક હોય છે. એક વૈશ્વિક સર્વે અનુસાર દુનિયાનાં અન્ય મુલ્કની તુલનામાં ભારતીય પેકેજ્ડ ખાદ્યસામગ્રીનાં નમૂનામાં ભારતીય પેકેજ્ડ ખાદ્યસામગ્રીનાં નમૂનામાં સેચ્યુરેટેડ ફેટ, ખાંડ અને ઉર્જા ઘનત્વ જરૂરત કરતાં વધુ પ્રમાણમાં હોય છે. તેનાથી ફક્ત મેદસ્વીતા જ નહીં પણ ટાઈપ-૨ ડાયાબિટીસ અને હ્રદય સબંધિત રોગો પણ પેદા થઈ શકે છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીનાં જ્યોર્જ ઇન્સ્ટિટયુટ ફોર ગ્લોબલ હેલ્થે આ સર્વે ૧૨ દેશોનાં ૪ લાખથી વધુ ખાનપાનનાં નમૂનાઓની તપસનાં આધારે તૈયાર કર્યો હતો. તેનાં નિષ્કર્ષ ઓબેસિટી રિવ્યુઝ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો; જેમાં ખાણીપીણીનાં ઉત્પાદનોમાં પોષણ માટે જરૂરી એવાં નમક, ખાંડ, ફેટ, પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબરનાં પ્રમાણને માપવામાં આવેલા. દેશોની હેલ્થ સ્ટાર રેટિંગ સિસ્ટમનાં આધારે તેને નંબર આપવામાં આવ્યા હતા. બહેતર પેકેજ્ડ ફૂડ અને બીવરેજનાં મામલે સૌથી ઉપર બ્રિટન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાનાં નામો હતા. અનુક્રમે આ સ્ટાર રેટિંગ ૨.૮૩, ૨.૮૨ અને ૨.૮૧ રહ્યા હતા. ભારતનું રેટિંગ ફક્ત ૨.૨૭ જ હતું જ્યારે ચીનને ૨.૪૩ હતું.

આ સર્વેનાં સંચાલક એલિજાબેથ ડનફર્ડે પોતાનાં નિવેદનમાં કહ્યું છે કે, વૈશ્વિક સ્તરે આપણે પ્રોસેસ્ડ ફૂડનાં વધુને વધુ આદી બન્યા છીએ. આપણાં સુપરમાર્કેટ ખરાબ ફેટ, ખાંડ અને અધિક માત્રામાં નમકવાળા ઉત્પાદનોથી ભર્યા પડ્યા છે, જે આપણને બીમાર પાડવા સક્ષમ છે.

દુર્ભાગ્યવશ આઓને સૌથી ગરીબ દેશો વિશે પણ વાત કરી રહ્યા નથી. વાસ્તવમાં વધતાં શહેરીકરણ અને કામકાજનાં બદલાતાં સ્વરૂપને કારણે આપણાં આહારમાં પણ મોટો ફેરફાર આવ્યો છે. ભારતમાં જ્યારથી મહિલાઓ કામ માટે બહાર નીકળવા લાગી છે ત્યારથી પેકિંગવાળી ખાદ્યવસ્તુઓનાં વેચાણમાં વૃદ્ધિ આવી છે. બાળકોમાં પણ આવી ચીજો ખાવાની આદત કઈંક વધુ પડતી દેખાય છે. આવા આહારમાં સગવડ ઘણી રહે છે પણ તેને બનાવનારી કંપનીઓ પોતાનાં ગ્રાહકોનાં સ્વાસ્થ્ય માટે જોઈએ તેટલી દરકાર દાખવતી નથી એટલે આ ચીજો ખાવાથી કેન્સર સહિતનાં ખતરા પણ ઊભા થઈ શકે છે. 

ભારતમાં આના દુષ્પ્રભાવોથી બચવાની કોશિશ થઈ રહી છે પણ તે અપૂરતી છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માપદંડ પ્રાધિકરણ દ્વારા ખાદ્ય સુરક્ષા માપદંડની નિયમાવલીનો મુસદ્દો બનાવ્યો છે, જેમાં ઉત્પાદકોએ ખાદ્યચીજોમાં રહેલા ફેટ, ખાંડ અને નમકનાં સ્તર લાલ રંગમાં મોટા અક્ષરે દર્શાવવાનાં રહે છે. આ ઉપરાંત જે તે ચીજનાં ઉત્પાદનમાં કઈ કઈ સામગ્રીઓ વાપરવામાં આવી છે તેનો ઉલ્લેખ પણ અનિવાર્ય છે પરંતુ આટલી જાણકારીથી વાત ખતમ થઈ શકે નહીં. આ ઉદ્યોગ ઉપર એક વિશિષ્ટ નિયમન આવશ્યક છે જે ખાદ્યસામગ્રીની ગુણવત્તા અંક કરાવે. આ ઉપરાંત ગ્રાહકોમાં પણ તેનાં પ્રત્યે જાગૃતિ લાવવી અનિવાર્ય છે.

Tuesday, 27 August 2019

જાણો કેમ ફાટે છે વાદળ, શું થાય છે જ્યારે આકાશમાંથી આવે છે આ આફત

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ વાદળ ફાટવાથી અને ભારે વરસાદની પરિસ્થિતિ ઉભી થઇ છે. પરંતુ શું તમે જાણો છો કે વાદળ ફાટવુ કોણે કહે છે? વાદળ કેમ ફાટે છે? જાણો તેનાથી શું થાય છે.

વાદળ ફાટવાનો મતલબ એ નથી થતો કે વાદળના ટુકડા થયા હોય. હવામાન વૈજ્ઞાનિક અનુસાર, જ્યારે એક જગ્યા પર અચાનક એકસાથે ભારે વરસાદ પડે તેને વાદળ ફાટવુ કહે છે. તમે એમ સમજી શકો છો કે પાણીથી ભરેલા ફૂગ્ગાને ફોડવામાં આવે તો બધુ જ પાણી એક જગ્યાએ જ પડવા લાગે છે. તેવી જ રીતે વાદળ ફાટવાથી પાણી અચાનકથી જમીન પર પડવા લાગે છે. વાદળ ફાટવાને ફ્લેશ ફ્લડ અથવા તો ક્લાઉડ બર્સ્ટ પણ કહેવાય છે. અચાનકથી ઝડપથી ફાટીને વરસાદ કરતા વાદળોને પ્રેગ્નેન્ટ ક્લાઉડ પણ કહે છે.


કેમ અચાનકથી ફાટી જાય છે વાદળ?

જ્યારે પણ વાદળ ફાટવાની ઘટના બને છે ત્યારે વધારે ભેજવાળા વાદળો એકસાથે રોકાઇ જાય છે. આ વાદળોમાં રહેલુ પાણી એકબીજા સાથે મળી જાય છે. પાણીના ભારથી વાદળની ઘનતા વધી જાય છે અને પછી અચાનકથી વરસાદ વધી જાય છે. વાદળ ફાટવા પર 100 મિમી પ્રતિ કલાકની ઝડપથી વરસાદ વરસે છે. 

કેમ મોટાભાગે વાદળ પહાડો પર ફાટે છે?

પાણીથી ભરેલા વાદળો પહાડી વિસ્તારમાં ફસાઇ જાય છે. પહોડીની ઉંચાઇના કારણે વાદળ આગળ નથી વધી શકતા. પછી અચાનકથી એક જ સ્થાન પર ભારે વરસાદ થવા લાગે છે. ગણતરીની સેકન્ડમાં 2 સેન્ટીમીટરથી વધારે વરસાદ થઇ જાય છે. પહાડો પર સામાન્ય રીતે 15 કિમીની ઉંચાઇથી વાદળ ફાટવા લાગે છે. જોકે, વાદળ ફાટવાથી મોટે ભાગે એક વર્ગ કિમીથી વધારેનો રેકોર્ડ નથી થયો. પહાડો પર વાદળો ફાટવાથી ઝડપથી વરસાદ પડે છે અને પૂરની સ્થિતિ થાય છે. પહાડો પર પાણી રોકાતુ નથી એટલે ઝડપથી પાણી નીચે આવી જાય છે. નીચે આવનારું પાણી માટી, કિચડ અને પથ્થરના ટુકડાને સાથે લઇને આવે છે. આજ કારણે તેની ગતિ એટલી ઝડપી બની જાય છે કે સામે આવનારી તમામ વસ્તુ કે વ્યકિત તણાઇ જાય છે.

મેદાની વિસ્તારમાં પણ ફાટે છે વાદળો:

પહેલા એવી ધારણા હતી કે વાદળો ફાટવાની દુર્ઘટના પહાડો પર જ થાય છે. પરંતુ મુંબઇ 26 જૂલાઇ 2005એ વાદળ ફાટવાની આ ઘટના પછી ધારણા બદલાઇ ગઇ. હવે માનવામાં આવે છે કે, વાદળો કેટલીક ખાસ સ્થિતિમાં ફાટે છે. આ સ્થિતિ જ્યાં પણ બને ત્યાં વાદળ ફાટે છે. ઘણી વખત વાદળના માર્ગમાં અચાનકથી ગરમ હવા આવી જાય તો વાદળ ફાટી શકે છે. મુંબઇમા આ ઘટના આજ સ્થિતિમાં સર્જાઇ હતી.

Thursday, 22 August 2019

શું તમે જાણો છો ઝાડના થડને કેમ રંગવામાં આવે છે?

જયારે પણ તમે કોઈ રસ્તા પરથી પસાર થાવ, ત્યારે તમે જોયું હશે કે રસ્તાની આજુ બાજુ ઉગેલા દરેક ઝાડના થડ પર સફેદ અને છીંકણી રંગ કરેલો હોય છે. પણ શું તમે જાણો છો કે એવું શા માટે કરવામાં આવે છે? 

કદાચ નહીં! 

ઝાડના થડ પર લગાવવામાં આવતા રંગમાં ગેરુ, ચુનો અને મોરથુથુ હોય છે. એનાથી ઝાડને જીવાતોથી રક્ષણ મળે છે. આમ તો ઉધઈ જેવી ‘જીવાત’ થી ઝાડના રક્ષણ માટે જ ગેરુ અને ચુનો લગાડવામાં આવે છે. અને મોટા ભાગે ગવર્મેન્ટ જેવી કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, વન વિભાગ વગેરે સરકારી ખાતા દ્વારા જ આવી કામગીરી કરવામાં આવે છે. 

રસ્તાની બન્ને બાજુ આવેલા ઝાડના થડ પર ગેરુ અને ચુનો રંગેલ ઝાડ વન વિભાગની સંપત્તિ છે અને આખા ભારતમાં એને કાપવાની પરવાનગી ફક્ત ભોપાલથી જ ભલે છે. 


તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે, શા માટે ભોપાલથી જ આની પરવાનગી મળે છે? કોઈ રાજ્ય સરકાર તરફથી કેમ નહિ? ફોરેસ્ટ એક્ટ અંતગર્ત આવું થાય છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની હેડ ઓફિસ ભોપાલમાં આવેલી છે અને ભારતના જંગલોથી સંબંધિત તમામ નીતિ અને બાબતો માત્ર ભોપાલમાં જ નક્કી થાય છે. 

વન વિભાગ દ્વારા આખા ભારતમાં ઝોન વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે, જે પૈકી પશ્વિમ ઝોનમાં વન વિભાગના વન વિસ્તારમાં તથા સેકશન ૪માં આવતી જમીન તથા વૃક્ષો કાપવા માટે પશ્વિમ ઝોન મુખ્ય મથક ભોપાલ હોઇ ત્યાં મંજૂરી માટે મોકલવામાં આવે છે. 

ગુજરાતની વાત કરીએ, તો પોતાની માલિકી હક્ક ધરાવતા વૃક્ષો કાપવા માટે સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા ૧૯૫૧ અંતર્ગત તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી દ્વારા તથા વધારે વૃક્ષો હોય તો કલેકટર કચેરીની મંજૂરી મેળવવાની રહે છે. તેમજ પાંચ અનામત વૃક્ષો પણ છે જે ખાનગી માલિકીની જમીનમાં હોય તો પણ એને કાપવા માટે વન વિભાગની મંજૂરી લેવાની રહે છે. અને તે પાંચ વૃક્ષ સાગ, સીસમ, ચંદન, ખેર, અને મહૂડો છે. એના માટે તાલુકા મથકે આવેલી વન વિભાગની રેન્જ ફોરેસ્ટ ઓફિસર કચેરીમાં અરજી કરવાથી નિયત સમય મર્યાદામાં વિભાગીય કચેરી દ્વારા મંજૂરી આપવામાં આવે છે. 

ઝાડ પર લગાવવામાં આવતા રંગ દીવાલો પર લગાવવામાં આવતા રંગ નથી હોતા. તે હકીકતમાં ગેરુ, મોરથુથુ (કોપર ઓક્સીક્લોરાઈડ) અને ચુનો (કેલ્શિયમ) નું સપ્રમાણ મિશ્રણ હોય છે. તેના ઉપયોગથી ઝાડના થડમાં પાણી લાગતું નથી, જેથી ઉધ‌ઈ તથા અન્ય ફંગસથી ઝાડને નુકસાન નથી થતું. એટલે તમે ભુલથી પણ કોઈ ઝાડને ગેરુ અને ચુના સીવાય કોઈ કલર લગાડતા નહીં, કારણ કે એવા રંગથી ઝાડને નુકશાન થાય છે અને કયારેક તે સુકાઈ પણ જાય છે. 


Monday, 19 August 2019

‘મેન વર્સેઝ વાઇલ્ડ’ માં કીડા ખાતા બેયર ગ્રિલ્સે કર્યા પીએમ મોદી અંગે મોટા ખુલાસા


વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ઑગષ્ટે રાત્ર 9 વાગે ડિસ્કવરી ચેનલ પર ‘મેન વર્સેઝ વાઇલ્ડ’ હોસ્ટ બેયર ગ્રિલ્સના આ ખાસ કાર્યક્રમમાં પીએમ મોદી એક નવા જ અવતારમાં જોવા મળ્યા. 

જૂના અનુભવો જણાવતાં બેયર ગ્રિલ્સ જણાવે છે, “આ મારા માટે બહુ મોટું સૌભાગ્ય છે કે થોડાં વર્ષો પહેલાં મને બરાક ઓબામા સાથે અલસ્કા ટ્રિપ પર જવાની તક મળી હતી. બંને વચ્ચે એક સમાનતા છે. બંને પર્યાવરણ પ્રેમી છે અને બંને લોકો વચ્ચે પર્યાવરણાને બચાવવાનો સંદેશ આપવા ઇચ્છે છે.” 

વધુમાં ગ્રિલ્સે જણાવ્યું કે, પીએમ મોદી દિલથી પર્યાવરણ પ્રેમી છે. આ માટે તેઓ યાત્રા પર મારી સાથે આવ્યા. તેમણે એક યુવાનની જેમ સમય પસાર કર્યો. તેમની ઉર્જા જોઇ હું પણા આશ્ચર્યચકિત હતો, યાત્રા દરમિયાન ખૂબજ શાંત અને સહજ હતા. 


ગ્રિલ્સે જણાવ્યું કે ભારત એક અસાધારણ અને સુંદર છે અને તેને સંભાળીને રાખવાની જરૂર છે. પરંતુ હંમેશાં ખોટું ત્યારે થાય છે, જ્યારે આ માટે પ્રયત્નો કરવામાં નથી આવતા. નાની-નાની વસ્તુઓ જેમ કે, કચરો ન ફેલાવવો, પ્લાસ્ટિકના ઉપયોગથી બચવું જેવાં પગલાં, જેનાથી પર્યાવરણનું રક્ષણ કરી શકાય છે. 

વધુમાં ગ્રિલ્સે જણાવ્યું કે, ટીવી પર પીએમ મોદીનું આવું રૂપ તમે પહેલાં ક્યારેય નહીં જોયું હોય. શૂટિંગ દરમિયાન અમારી સાથેની ટીમનું માનવું છે કે, આ કાર્યક્રમ સૌથી પ્રચલિત શો સાબિત થશે. મને પણ આશા છે કે આ એપિસોડ ખૂબજ ફેમસ થશે. 

ગ્રિલ્સે જણાવ્યું કે, પીએમ મોદી શાકાહારી છે, એટલે આ ખાસ કાર્યક્રમમાં તમે કીડા ખાતા નહીં જુઓ, પરંતુ જંગલમાં ફળ-ફૂલ અને પત્તાં ખાઇને પણ જીવી શકાય છે. પીએમ મોદી જીવનનો શરૂઆતનો થોડો સમય જંગલમાં પણ પસાર કર્યો છે. માટે તે કંદમૂળ સાથે ખૂબજ સહજ જોવા મળ્યા. 

ગ્રિલ્સ જિમ કાર્બેટને દુનિયાની કેટલીક સૌથી સુંદર અને સૌથી ખતરનાક વાઇલ્ડલાઇફ પણ ગણાવે છે. વાઘ,મગર,હાથી અને અનેક સાંપ. તેઓ કહેતા નજરે પડે છે કે પીએમ મોદી ભલે દુનિયાની સૌથી મોટી ડેમોક્રેસીના લીડર છે, અહી માત્ર જંગલનું રાજ ચાલે છે.

Friday, 16 August 2019

ભારત લોકતંત્ર કે ગણતંત્ર?


ભારત દેશની મૂળભૂત વિભાવનાઓ વિશે દરેક નાગરિકને ખ્યાલ હોવો જરૂરી છે. તમને કોઈ પૂછે કે ભારત ગણતંત્ર છે લોકતંત્ર? તો તમે શું જવાબ આપો? 


લોકતંત્ર : 

લોકતંત્રનો સીધોસાદો મતલબ છે, 'લોકો દ્વારા, લોકો થકી અને લોકો માટે ચાલતું શાસન'. 

અબ્રાહમ લિંકને આ વ્યાખ્યા કરેલી. લોકતંત્ર અર્થાત્ લોકો દ્વારા ચાલતું શાસન. જેમાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરેલી પોતાની પસંદગીના નેતાને ચૂંટી કાઢે છે અને શાસન ચાલે છે. લોકતંત્રનો અંગ્રેજી શબ્દ 'Democrasy' છે. 

ગણતંત્ર : 

ગણતંત્રનો મતલબ એવો દેશ કે જે દેશના વડાનું/પ્રમુખનું પદ વંશાનુગત ના હોય. એટલે કે ગણતંત્રમાં રાષ્ટ્રનો જે પ્રમુખ બને છે તે કોઈ એક કુટુંબનો સભ્ય હોતો નથી કે તેને ગાદી વારસામાં મળતી નથી. બલ્કે, જનતા જ ઇચ્છે તેને પદ ઉપર બેસવા મળે છે. ગણતંત્રને અંગ્રેજીમાં 'Republic' કહેવાય છે. 

ભારત ગણતંત્ર કે લોકતંત્ર? 

ઉપરના બે મુખ્ય શબ્દોની પરિભાષા સમજ્યા કહી શકાય કે ભારત એ માત્ર લોકતંત્ર પણ નથી કે નથી માત્ર ગણતંત્ર. ભારત એ લોકતાંત્રિક ગણરાજ્ય છે, એટલે કે 'Democratic Republic' છે. 

અહીં લોકતંત્ર પણ છે અને ગણતંત્ર પણ છે. અહીં લોકો વડે અને લોકો માટે શાસન ચાલે છે અને દેશના ઉચ્ચ વડા અર્થાત્ 'રાષ્ટ્રપતિ'નું સ્થાન વંશાનુગત નથી. તો થયોને ભારત લોકતાંત્રિક ગણરાજ્ય દેશ? 

ગણતંત્ર છે ભારતની પ્રાચીન ધરોહર : 

આજે વિશ્વના ઘણા વિકસીત દેશો એવા પણ છે જે લોકતંત્ર તો ધરાવે છે, પણ ત્યાં ગણતંત્ર નથી. જેમ કે, ઇંગ્લેન્ડ; અહીં લોકો કેબિનેટ અને વડાપ્રધાનને તો ચૂંટી કાઢે છે પણ બ્રિટનના સર્વેસવા તરીકે 'રાણી'નું પદ તો એક જ કુટુંબ પાસે છે. જો કે, એ અલગ વાત છે કે બ્રિટનની રાણીનું પદ હાલ તો સોનાને પાંજરે બેઠેલી મેનાથી વિશેષ કશું નથી! એમ જ જાપાનનું પણ છે. હા, અમેરિકા ભારતની જેમ લોકતાંત્રિક ગણરાજ્ય છે ખરું. 

તમને જાણીને આશ્વર્ય થશે, કે આજે વિશ્વના ઇંગ્લેન્ડ જેવા દેશો પણ પોતાની રૂઢીઓ તોડવા તૈયાર નથી અને ગણરાજ્ય રાખીને બેઠા છે ત્યારે ભારતમાં તો આજથી ૨૫૦૦ વર્ષ પહેલા પણ ગણતંત્ર હતું! 

'લિચ્છવી' રાજ્ય ગણરાજ્ય હતું, જેમના રાજાને પ્રજા ચૂંટી કાઢતી. આજે જેમ આપણે સંસદ છે તેમ જ એ વખતે 'પરિષદ' હતી. જેના સાત હજાર જેટલા સભ્યો વડે લિચ્છવીઓનો વહીવટ ચાલતો. એ જ રીતે 'યૌધેય' પણ એક એવું ગણરાજ્ય હતું. એ બાબત પણ ખરી કે, લિચ્છવીઓએ ગણતંત્રનો મોભો રાખીને જેટલી ખ્યાતિ મેળવી હતી એટલું જ ગણતંત્રને લીધે પાછળથી તેઓનું પતન પણ થયું હતું.

Sunday, 11 August 2019

બિટકૉઇનથી પર્યાવરણને નુકસાન થાય છે!

શું તમને ખબર છ કે બિટકૉઇન પણ પર્યાવરણને અસર કરે છે? તમને થશે કે બિટકૉઇન તો વર્ચ્યુઅલ કરન્સી છે, અર્થાત્ આભાસી ચલણ. તેની પર્યાવરણ પર અસર કેવી રીતે હોઈ શકે? 

બિટકૉઇન આજે વિશ્વનું સૌથી લોકપ્રિય આભાસી ચલણ છે અને ગયા વર્ષે તેની કિંમતમાં ભારે …શક્તિ આપવા માટે જરૂરી ઊર્જાની પર્યાવરણ પર અસર અંગે ચર્ચા પણ છેડી રહ્યું છે. 

બિટકૉઇનનો જન્મ વર્ષ ૨૦૦૯માં થયો હતો. ચૂકવણી પણ થાય અને તેમાં દેશોની કેન્દ્રીય બૅન્કનો સહારો પણ ન લેવો પડે તેવો તેના જન્મ પાછળનો હેતુ હતો. આર્થિક નિષ્ણાતો અને પર્યાવરણવાદીઓ બિટકૉઇનના ટકાઉપણા વિશે જે ચિંતા વ્યક્ત કરતા રહ્યા છે તેમાં ખાણકામ (એટલે ખરા અર્થમાં ખાણકામ નહીં, પરંતુ બિટકૉઇનના વ્યવહારોની ચકાસણી કરવી તેને ખાણકામ કહે છે) એ તેના અસ્તિત્વના કેન્દ્રમાં છે. 


ખાણકામ કરનારાઓ બિટકૉઇનમાં થતી લેવડદેવડની ચકાસણી કરવા જટિલ ગણતરી કરવા કમ્પ્યૂટરોનો ઉપયોગ કરે છે. આ માટે સમગ્ર વિશ્વના કમ્પ્યૂટર અને સર્વર ફાર્મ મારફત ખૂબ જ ઊર્જા વપરાય છે. કમ્પ્યૂટરને વીજ શક્તિ આપવા વીજળી વપરાય છે. આથી કમ્પ્યૂટર ચલાવવા જે વીજળી વપરાય છે તેનું પ્રમાણ જોતાં આ ચિંતા ઉદ્ભવી છે. કેટલાક એવો અંદાજ મૂકે છે કે બિટકૉઇનના સંદર્ભે ઊર્જાની અસર એક નાનકડા દેશની ઊર્જાની અસર કરતાં વધુ છે. 

હવે એ પણ સમજવું પડશે કે દિવસે ને દિવસે બિટકૉઇન વધુ ને વધુ લોકપ્રિય બની રહ્યું છે, કારણકે તે ડિજિટલ મની છે જેને કોઈ બૅન્ક કે સરકાર સાથે કોઈ લેવાદેવા નથી. 

બિટકૉઇનનું અસ્તિત્વ કમ્પ્યૂટર વગર શક્ય નથી અને કમ્પ્યૂટરનું અસ્તિત્વ વીજળી વગર. બિટકૉઇન માટે કમ્પ્યૂટરોની સંખ્યા અને કમ્પ્યૂટરો માટે જરૂરી ઊર્જાનો વપરાશ ખૂબ જ વધી રહ્યો છે. 

બિટકૉઇનની વધતી કિંમતનો સીધો સંબંધ તેના માટે જેટલી ઊર્જા વપરાય તેની સાથે છે. ખાણકામ કરનારાઓ જટિલ અને અદ્વિતીય કોયડાઓ ઉકેલીને બિટકૉઇનનું તાળું ખોલે છે. જેમ જેમ બિટકૉઇનની કિંમત વધે છે, તેમ તેમ કોયડાઓ વધુ ને વધુ અઘરા બને છે અને તેમને ઉકેલવા માટે વધુ કમ્પ્યૂટર શક્તિની જરૂર પડે છે. 

એક અંદાજ પ્રમાણે, ચીનમાં બિટકૉઇનનું ખાણકામ કરવા માટે ૬૦ ટકા પ્રૉસેસિંગ પાવર વપરાય છે. ચીનમાં કોલસાને બાળીને વીજળી ઉત્પન્ન કરાય છે. ચીને જાન્યુઆરીમાં જાહેરાત કરી છે કે તે બિટકૉઇન માઇનિંગ બંધ કરી દેશે કારણકે તેનાથી ઊર્જાનો ઉપભોગ વધે છે. 

કોલસા અને અન્ય ફૉસિલ ફ્યુઅલ શેષ વિશ્વ માટે વીજળીના સૌથી મોટા ઉત્પાદક છે અને કોલસો માણસ દ્વારા હવામાનને-પર્યાવરણને જે રીતે અસર કરાય છે તેમાં મહત્ત્વનું ખોટું યોગદાન આપે છે. કોલસાને બાળવાથી કાર્બન ડાયૉક્સાઇડ ઉત્પન્ન થાય છે અને કાર્બન ડાયૉક્સાઇડ ગ્લૉબલ વૉર્મિંગમાં મુખ્ય યોગદાનકર્તા છે. 

આમ, બિટકૉઇનથી પર્યાવરણને નુકસાન થાય છે.

Wednesday, 7 August 2019

પ્રાથમિક રસીકરણ એટલે શું?

પોલિયો અને ત્રિગુણી જેવી કેટલીક રસીના માત્ર એક જ ડોઝથી, જિંદગીભર જળવાઈ રહે એવી, અડીખમ રોગપ્રતિકારક શક્તિ ઊભી થતી નથી. એટલે એના એકથી વધારે ડોઝ આપવામાં આવે છે. સૈન્યમાં ભરતી કેમ્પ દ્વારા સમયાંતરે જેમ નવી નવી બટાલિયન ઊભી કરી, સૈન્યશક્તિ વધારવામાં આવે છે એ રીતે, રસીના એક પછી એક ડોઝ ઉત્તરોત્તર આપી આખરે પર્યાપ્તમાત્રામાં રોગપ્રતિકારક શક્તિ મેળવી શકાય છે. શરૂઆતમાં આપવામાં આવતા આવા એક, બે કે તેથી વધારે ડોઝને પ્રાથમિક રસીકરણ કહે છે. 


બૂસ્ટર ડોઝ એટલે શું? 

સૈન્યમાંથી કેટલાક સૈનિકો રિટાયર્ડ થાય અને સૈન્યબળ ઘટે એ રીતે, પ્રાથમિક રસીકરણ દ્વારા પ્રાપ્ત કરેલ રોગપ્રતિકારક શક્તિમાં કાળક્રમે ઓટ આવવા લાગે છે. આ રીતે જો રોગપ્રતિકારક શક્તિ ઘટતાં ઘટતાં તળિયે બેસી જાય તો રસીકરણનો ઉદ્દેશ માર્યો જાય, હતા ત્યાં ને ત્યાં! એટલે જ તો રોગપ્રતિકારક શક્તિ એકધારી જળવાઈ રહે એવા હેતુથી કેટલીક રસીના ફરી એક કે બે પૂરક ડોઝ આપવામાં આવે છે. આવા ડોઝથી ઓસરતી જતી, રોગપ્રતિકારક શક્તિ ઉત્તેજિત થઈ ફરી બેઠી થાય છે. આમ પ્રાથમિક રસીકરણ બાદ, નિશ્ચિત મહિનાઓ કે વર્ષો પશ્ચાત્ આપવામાં આવતા રસીના ડોઝને બૂસ્ટર ડોઝ કહે છે. 

પ્રાથમિક રસીકરણના બધા જ ડોઝ બાળકને નિયમિત અપાવ્યા હોય, પણ સમયસર બૂસ્ટર ડોઝ ન આપવામાં આવે તો એમ સમજવું કે, કર્યું કારવ્યું બધું પાણીમાં!

Monday, 5 August 2019

વિશિષ્ટ દરજ્જો આપતી કલમ 370


વિશિષ્‍ટ દરજજો આપવાની જોગવાઇ ધરાવતી બંધારણની કલમ 370નો વિવાદ આજકાલનો નથી, જમાના જૂનો છે.
આર્ટીકલ 370 દર્શાવે છે કે રક્ષણ, વિદેશનીતિ, સંચાર અને અન્ય કેટલીક બાબતો સિવાય ભારત સરકારે કાયદાઓ લાગુ કરવા માટે જમ્મુ અને કાશ્મીરની રાજ્ય સરકારની પરવાનગી લેવી જરૂરી છે. આથી જમ્મુ અને કાશ્મીર રાજ્યના રહેવાસીઓ સામાન્ય ભારતીયો કરતા અલગ કાયદાઓ, નાગરિકતા અને સંપતિની માલિકી બાબતે, મૂળભૂત અધિકારોથી વંચિત રહે છે.

આર્ટીકલ 370 શું છે ?
આર્ટીકલ 370 દર્શાવે છે કે રક્ષણ, વિદેશનીતિ, સંચાર અને અન્ય કેટલીક બાબતો સિવાય ભારત સરકારે કાયદાઓ લાગુ કરવા માટે જમ્મુ અને કાશ્મીરની રાજ્ય સરકારની પરવાનગી લેવી જરૂરી છે. આથી જમ્મુ અને કાશ્મીર રાજ્યના રહેવાસીઓ સામાન્ય ભારતીયો કરતા અલગ કાયદાઓ, નાગરિકતા અને સંપતિની માલિકી બાબતે, મૂળભૂત અધિકારોથી વંચિત રહે છે.
જમ્મુ અને કાશ્મીર રાજ્ય વિશે
આર્ટીકલ – 1(2) સાથે બંધારણની અનુસુચિ- 1ના ક્રમ નંબર-15થી જમ્મુ કાશ્મીર ભારતનુ રાજ્ય માનવામા આવે છે. આ સાથે જમ્મુ અને કાશ્મીરને સંવિધાનના આર્ટિકલ 35(A) અને આર્ટિકલ 370 થી કેટલાક વિશષ અધિકારો આપવામા આવ્યા છે. આ વિશેષ અધિકારો આઝાદીકાળથી વિવાદીત અને લોહિયાળ બની રહ્યા છે.
આર્ટિકલ 370 શુ છે?
ભારતના બંધારણના ભાગ – 21મા કલમ – 370નો ઉલ્લેખ કરવામા આવ્યો છે. આ કલમમાં કરવમા આવેલી જોગવાઈ મુજબ જમ્મુ અને કાશ્મીરને સ્વાયત્ત રાજ્યનો દરજ્જો આપવામા આવ્યો છે. સ્વાયત્ત રાજ્યનો દરજ્જો મળવાના કારણે જમ્મુ કાશ્મીર રાજ્ય સરકાર પોતાના માટે અલગથી કાયદાઓ બનાવી શકે છે તેમજ ભારત સરકારે બનાવેલા કાયદાઓ પોતાના રાજ્યમા લાગુ ન કરવાની પણ સત્તા મળે છે.
આર્ટિકલ 370ની જોગવાઈઓ
- આ આર્ટિકલથી જમ્મુ અને કાશ્મીર રાજ્યની વિધાનસભાને કાયદાઓ બનાવવા તેમજ લાગુ કરવાના વિશેષ અધિકારો પ્રાપ્ત થાય છે.
- આર્ટિકલ 370ની જોગવાઈ મુજબ ભારતની સંસદ સંરક્ષણ, વિદેશની બાબતો તેમજ નાણા અને સંદેશાવ્યવહારને લગતી બાબતોના કોઈપણ કાયદાઓ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ કરી શકે છે. પરંતુ આ સિવાય ભારતની સંસદે કોઈપણ બાબતના કાયદા બનાવે તો તેને જમ્મુ કાશ્મીરમા લાગુ કરી શકાતા નથી. અને જો લાગુ કરવા હોય તો જમ્મુ કાશ્મીર વિધાનસભા દ્વારા ખરડો પસાર કરવો જરૂરી છે.
- કલમ – 370ની જોગવાઈના કારણે ભારતના કાયદાઓ જેવા કે, આરટીઆઈ, ભ્રષ્ટાચાર અધિનિયમ, આરટીઈ, આઈપીસી, સીઆરપીસી તેમજ ભારતની સંસ્થાઓ જેવી કે CBI, CAG, કાશ્મીરમા લાગુ પડતા નથી.
- ભારતીય નાગરિકોને મળતા કાયદાકીય અધિકારો અને કાયદાના રક્ષણ કરતા જમ્મુ અને કાશ્મીરના કાયદાઓ તેમજ કાશ્મીરના કાયમી નાગરિકોને મળતા અધિકારો અલગ છે
- સંવિધાનના આર્ટિકલ – 360માં નાણાકિય કટોકટી લાગુ કરવાની જોગવાઈ કરવામા આવી છે પરંતુ આર્ટિકલ-370ના કારણે જમ્મુ અને કાશ્મીરમા ક્યારેય નાણાકીય કટોકટી લાગુ કરી શકાય નહી.
-જમ્મુ અને કાશ્મીરમા આંતરિક હિંસા કે શાંતિભંગના કિસ્સામા કટોકટી લાગુ કરી શકાય નહી પરંતુ ફક્ત યુદ્ધ અથવા બાહ્ય આક્રમણની પરિસ્થિતિમા જ કટોકટી લાગુ કરી શકાય છે.
- આર્ટિકલ – 370ની જોગવાઈના કારણે ભારત સરકાર જમ્મુ અને કાશ્મીર રાજ્યની ભૌગોલિક હદમા કોઈ વધારો કે ઘટાડો કે કોઈ ફેરફાર કરી શકે નહી.
આર્ટિકલ 35(A) શું છે?
બંધારણના આર્ટિકલ-35(A)ની જોગવાઈ મુજબ જમ્મુ અને કાશ્મીરના કાયમી રહેવાસીઓને કેટલાક વિશષ અધિકારો આપવાની જોગવાઈ છે જેમા કાશ્મીરના સ્થાયી રહેવાસીઓને રાજ્ય સરકારની નોકરી, સ્થાવર મિલકત ધારણ કરવી, કાશ્મીરમા વસવાટ કરવો વગેરે તમામ બાબતોમા કાશ્મીર સરકારના રહેવાસીઓને ભારતના અન્ય નાગરિકો કરતા વિશેષ અધિકારો પ્રાપ્ત થાય છે.
આર્ટિકલ 35(A)ની જોગવાઈઓ
- આ આર્ટિકલથી જમ્મુ અને કાશ્મીર રાજ્યના કાયમી રહેવાસી નાગરિકોએ કેટલાક વિશેષ અધિકારો પ્રાપ્ત થાય છે.
- આર્ટિકલ 35(A) જમ્મુ અને કાશ્મીરના કાયમી રહેવાસી એટલે કે, જમ્મુ/કાશ્મીરના નાગરીકત્વ નક્કી કરવાની વિધાનસભાને સત્તા આપે છે અને આવા નાગરિકોને અધિકારો આપવા માટે વિશેષ કાયદાઓ બનાવાની વિધાનસભાને સત્તા આપે છે.
- આ આર્ટિકલથી કાશ્મીર વિધાનસભાને કાશ્મીર સિવાયના ભારતના નાગરિકો ઉપર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ કે મનાઈ કરતો કાયદો બનાવવાની સત્તા મળેલ છે.
- આ આર્ટિકલ મુજબ જમ્મુ અને કાશ્મીર રાજ્યના કાયમી નિવાસીઓ એક ભારતનુ તેમજ બીજુ જમ્મુ અને કાશ્મીરનુ એમ બે નાગરિકત્વ મળે છે.
- આ આર્ટિકલની જોગવાઈ મુજબ જમ્મુ કાશ્મીર રાજ્યની સરકારી નોકરીઓમાં ફકત જમ્મુ કાશ્મીરન નાગરિકો જ એપ્લાય કરી શકે, ટુંકમાં જમ્મુ કાશ્મીરમા SC/ST/OBC/EWS વગેરે અનામત લાગુ પડતુ નથી.
- જમ્મુ કાશ્મીર વિધાનસભાના નાગરિકત્વ અંગેના કાયદા મુજબ જો કોઈ જમ્મુ/કાશ્મીરની મહિલા ભારતના પુરુષ સાથે લગ્ન કરે તો તેનુ કાશ્મીરી નાગરિકત્વ સમાપ્ત થઈ જાય છે પરંતુ જો કોઈ કાશ્મીરી મહિલા પાકિસ્તાની પુરુષ સાથે લગ્ન કરે તો તેનુ નાગરિક્ત્વ ચાલુ રહે છે.
- આ આર્ટિકલની સત્તાથી જમ્મુ કાશ્મીર વિધાનસભાએ નાગરિકત્વ અંગે કરેલ કાયદા મુજબ જો કોઈ પાકિસ્તાની પુરુશ કાશ્મીરી મહિલા સાથે લગ્ન કરે તો તેને કાશ્મીરનુ નાગરિકત્વ પ્રાપ્ત થાય છે.
- આ આર્ટિકલની સત્તાથી જમ્મુ કાશ્મીર વિધાનસભાએ કરેલ કાયદા કાશ્મીરનુ નાગરિકત્વ ધરાવતી વ્યક્તિ સિવાય ભારતનો કોઈ નાગરિક કાશ્મીરમા મિલકત ખરીદી કે વસાવી શકે નહી.
- આ આર્ટિકલથી રાજ્યની વિધાનસભાએ કરેલ જોગવાઈ મુજબ જમ્મુ અને કાશ્મીર રાજ્યમા ભારતનો કોઈ નાગરિક કાયમી વસવાટ કરી શકતો નથી કે નાગરિક બની શકતો નથી.
વિશેષ રાજ્યનો દરજ્જો એટલે
- સામાન્ય રીતે ભારતના રાજ્યોની વિધાનસભાનો સમયગાળો પાંચ વર્ષનો હોય છે જ્યારે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાનો સમયગાળો છ વર્ષનો હોય છે.
- જમ્મુ અને કાશ્મીર રાજ્યમા બે ધ્વજ હોય છે જેમા એક રાષ્ટ્રધ્વજ અને બીજો જમ્મુ કાશ્મીર રાજ્યનો રાજ્યધ્વજ
- ભારતના રાષ્ટ્રીય ચિહ્નોનુ અપમાન કરવુ એ કાશ્મીરમા ગુનો બનતો નથી.
- જ્યા સુધી જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ન ઈચ્છે ત્યાં સુધી રાજ્યમા ભારતની સંસદે ઘડેલ કોઈ કાયદો લાગુ કરી શકાતો નથી.
- જમ્મુ અને કાશ્મીરમા ભારતની સુપ્રિમ કોર્ટનુ કાર્યક્ષેત્ર લાગુ પડતુ નથી.
- દેશના વિવિધ રાજ્યોની હાઇકોર્ટની જેમ જમ્મુ અને કાશ્મીરની હાઇકોર્ટ કોઈપણ કાયદાને ગેરબંધારણીય ઠેરવી શકે નહી.
- જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટ નાગરિકોના મુળભુત અધિકારોના ભંગ સામે નોટીસ પાઠવી શકે નહી.
- જમ્મુ અને કાશ્મીરનુ નામ, વિસ્તાર અને હદ રાજ્ય સરકારની મંજુરી વગર બદલી શકાય નહી.

Saturday, 3 August 2019

કેન્યાનું ફ્લેમિંગોનું સ્વર્ગ: લેક નાકુસ

આફ્રિકા એટલે વિશ્વભર માટે જંગલી પ્રાણીઓ જોવા માટેનું સફારીનું સ્થળ. આફ્રિકાના દેશો તેના જંગલો, ઘાસિયા મેદાનો અને પ્રાણી પક્ષીઓની વિવિધતા માટે જાણીતા છે. કેન્યાનું લેક નાકુસ પણ તેની વિશેષતાને કારણે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામ્યું છે. આ તળાવ તેમાં આવતા લાખો ફ્લેમિંગો માટે જાણીતું છે. 


આખા શિયાળા દરમિયાન આ વિસ્તારમાં ફ્લેમિંગો સિવાય કંઈ જ નજરે પડતું નથી. તળાવની આસપાસ મેદાનો કાળા ગેંડા, જીરાફ અને જંગલી ભેંસો પુષ્કળ જોવા મળે છે. હિંસક પ્રાણીઓ ઓછા હોવાથી આ વનસ્પતિ આહારી પ્રાણીઓ મુક્ત રીતે ફરતાં જોવા મળે છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.