ઓસ્કર એ મનોરંજનની દુનિયાની સૌથી મોટી ટ્રોફી ગણાય છે. જ્યાં દરેક કલાકાર આ ટ્રોફી માટે સપના જુવે છે ત્યાં આ ટ્રોફીની કિંમત કેટલી હશે?
સોનાની પરતમાં લપેટાયેલ ઓસ્કર ટ્રોફી ભલે જ ખૂબ મોંઘી દેખાતી હોય પરંતુ આની કિંમત છે માત્ર ૧ ડોલર. ભારતમાં એક ડોલર એટલે કે આશરે ૬૫ રૂપિયા!!! આ કિંમત ઓસ્કરના આધિકારિક અકેડમી રેગ્યુલેશન્સના અનુસાર છે.
આ ટ્રોફીને ગોલ્ડન લેડી પણ કહેવામા આવે છે. એક ઓસ્કર ટ્રોફીને તૈયાર કરતાં લગભગ ૩૬ હજાર રૂપિયાનો ખર્ચ આવે છે, પરંતુ વેચવાં જાઓ તો માત્ર ૧ ડોલર.
અંદાજિત ૧ ડોલરની કિંમતવાળી આ ટ્રોફીને હાંસલ કરવા દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. BBCનાં એક રિપોર્ટ અનુસાર દર વર્ષે ઓસ્કર ટ્રોફી હાંસલ કરવા દર વર્ષે ૬ કરોડથી ૩૩ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવે છે.
ઓસ્કરના નિયમ અનુસાર ઓસ્કર વિજેતાને તેમની ટ્રોફી પર પૂરો માલિકી હક નથી હોતો. વિજેતા ટ્રોફીને ઇચ્છવા છતાં પણ નથી વેંચી શકતા. હકીકતમાં દુનિયાભરમાં કોઈ ઓસ્કર ટ્રોફી વેચવા ઈચ્છે છે, તો સૌથી પહેલા આ ટ્રોફી આપનાર એકેડમીને જ વેચવી પડશે. અને આ એકેડમી આ ટ્રોફી માત્ર ૧ જ ડોલરમાં ખરીદશે; જેમનું કારણ છે ૧૯૫૧માં નક્કી કરવામાં આવેલ કાનૂન.
આ નિયમ અંતર્ગત કોઈ પણ ઓસ્કરને સૌથી પહેલા એકેડમીને જ વેચવો જોઈએ. જેમની કિંમત પણ એકેડમી જ નક્કી કરે છે અને હાલમાં તેમની કિંમત છે ૧ ડોલર એટલે કે ૬૫ રૂપિયા.
૧૯૫૧ના નિયમ અંતર્ગત એકેડમીએ આ ટ્રોફીની કિંમત ૧૦ ડોલર રાખી હતી પરંતુ ૨૦૧૫માં નિયમ બદલાવી દેવામાં આવ્યો, જે અમેરિકાની એક અદાલતે સાચો ઠેરવ્યો. ત્યારબાદ ટ્રોફીની કિંમત ૧૦માંથી ૧ ડોલર કરી દેવામાં આવી. એકેડમી રેગ્યુલેશન્સ અનુસાર આ ટ્રોફીની નીલામી કરતાં પહેલા કે બહાર વેચતા પહેલા તેને એકેડમીમાં આપવું જોઈએ. જો આવું ન થયું તો તે વિરોધમાં કાનૂની કારવાઈ કરવામાં આવશે.
No comments:
Post a comment