Wednesday, 31 July 2019

પ્રથમ ચાંદ મિશનને થયા ૫૦ વર્ષ પૂર્ણ

 ચાંદ પર અમેરિકન મિશન અપોલો-૧૧ને ૫૦ વર્ષ પૂર્ણ થવા પર ગૂગલે ડૂડલ બનાવ્યું હતું. આ ડૂડલમાં ગૂગલે એક એસ્ટ્રોનોટને ચાંદ પર ઉતરતા દેખાડ્યો હતો. આ સાથે જ ડૂડલ પર એક પ્લેનું બટન હતું, જેના પર ક્લિક કરતાં આ વિડીયો દ્વારા પૂરો ઘટનાક્રમ જાણી શકાતો હતો. ૧૬ જુલાઇ ૧૯૬૯ના લોન્ચ થયેલું અપોલો ૧૧ ચાંદ માટેનું એક અમેરિકન મિશન હતું.
આ મિશનનું પ્લાન બે લોકોને ચંદ્રની સપાટી પર લાવવા અને તેમને સુરક્ષિત રૂપથી પૃથ્વી પર લઈ આવવાનું હતું. ૧૬ જુલાઇ ૧૯૬૯ના સવારે ૮:૩૦ વાગ્યે આ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશન અંતર્ગત મિશન કમાન્ડર Neil Armstrong, Edwin “Buzz” Aldrin અને Michael Collinsના ચાલક દળને મૂકવામાં આવ્યા હતા, જે સફળતા પૂર્વક પરત ફર્યા હતા.
ચંદ્રમાની સપાટી પર સુરક્ષિત રૂપથી ઉતર્યા બાદ નીલ આર્મસ્ટ્રોંગે પહેલી વાર અંતરિક્ષ યાનથી બહાર કદમ રાખ્યું, જે ચાંદની સપાટી પર ઉતરનાર પ્રથમ વ્યક્તિ હતા.
નાસાએ પણ આ દિવસને યાદ રાખવા આ અભિયાનનો વીડિયો શેર કર્યો હતો. અપોલો-૧૧ મિશનમાં દુનિયાભારના ૪૦,૦૦૦ લોકોએ પોતાની ભૂમિકા નિભાવી હતી. જેમાં સાઇન્ટિસ્ટ, મજૂર, એંજિનિયર જેવા કેટલાય સેક્ટરના લોકો સામેલ હતા.

Saturday, 27 July 2019

નાનકડા વૃક્ષોની અજાયબ દુનિયા : બોન્સાઈતમે તોતીંગ વડલા, લીમડા અને પીપળા જેવા મહાકાય વૃક્ષો તો જોયા હશે. પરંતુ આ બધાં વૃક્ષોની નાની પ્રતિકૃતિ જેવા વૃક્ષો કુંડામાં ઊગેલા જોવા મળે તો કેવી મજા પડે ! જાપાનના લોકો વર્ષોથી પોતાના ઘરમાં મોટા વૃક્ષોની નાની પ્રતિકૃતિ ઉછેરવાની કળાજાણે છે. આ કળાનું નામ બોન્સાઇ છે.બોન્સાઈ વૃક્ષો તૈયાર કરવા માટે પ્રથમ જમીનમાં તેનું બીજ વાવવુ પડે- બીજનાં અંકુર ફૂટે અને છોડ તૈયાર થાય ત્યારે તેને ખોદીને મૂળ સહિત બહાર કાઢીને એક કુંડામાં ફરીથી રોપવામાં આવે છે.

GK image

પરંતુ એ વખતે તેના મૂળ કાપીને ટૂંકા કરી નાખવામાં આવે છે. મૂળ કાપવા એજ કળા છે. વળી છોડને કૂંડામાં વાવીને તેને પાતળા તાર વડે બાંધી દેવામાં આવે છે. આમ ખૂબ ટૂંકા કરવાથી તેનો વિકાસ ધીમો પડે અને તાર બાંધવાથી તે નીચું રહે છે. પછી યોગ્ય ખાતર અને માવજતથી કુંડમાંજ નાનકડું વૃક્ષ તૈયાર થાય છે. જાપાનમાં ઘરતની શોભા માટે બોન્સાઈ વૃક્ષો લોકપ્રિય છે.

Tuesday, 23 July 2019

કરોડોના ખર્ચથી બનતી ઓસ્કર ટ્રોફીની કિંમત કેટલી?

ઓસ્કર એ મનોરંજનની દુનિયાની સૌથી મોટી ટ્રોફી ગણાય છે. જ્યાં દરેક કલાકાર આ ટ્રોફી માટે સપના જુવે છે ત્યાં આ ટ્રોફીની કિંમત કેટલી હશે? 

સોનાની પરતમાં લપેટાયેલ ઓસ્કર ટ્રોફી ભલે જ ખૂબ મોંઘી દેખાતી હોય પરંતુ આની કિંમત છે માત્ર ૧ ડોલર. ભારતમાં એક ડોલર એટલે કે આશરે ૬૫ રૂપિયા!!! આ કિંમત ઓસ્કરના આધિકારિક અકેડમી રેગ્યુલેશન્સના અનુસાર છે. 

આ ટ્રોફીને ગોલ્ડન લેડી પણ કહેવામા આવે છે. એક ઓસ્કર ટ્રોફીને તૈયાર કરતાં લગભગ ૩૬ હજાર રૂપિયાનો ખર્ચ આવે છે, પરંતુ વેચવાં જાઓ તો માત્ર ૧ ડોલર. 


અંદાજિત ૧ ડોલરની કિંમતવાળી આ ટ્રોફીને હાંસલ કરવા દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. BBCનાં એક રિપોર્ટ અનુસાર દર વર્ષે ઓસ્કર ટ્રોફી હાંસલ કરવા દર વર્ષે ૬ કરોડથી ૩૩ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવે છે. 

ઓસ્કરના નિયમ અનુસાર ઓસ્કર વિજેતાને તેમની ટ્રોફી પર પૂરો માલિકી હક નથી હોતો. વિજેતા ટ્રોફીને ઇચ્છવા છતાં પણ નથી વેંચી શકતા. હકીકતમાં દુનિયાભરમાં કોઈ ઓસ્કર ટ્રોફી વેચવા ઈચ્છે છે, તો સૌથી પહેલા આ ટ્રોફી આપનાર એકેડમીને જ વેચવી પડશે. અને આ એકેડમી આ ટ્રોફી માત્ર ૧ જ ડોલરમાં ખરીદશે; જેમનું કારણ છે ૧૯૫૧માં નક્કી કરવામાં આવેલ કાનૂન. 

આ નિયમ અંતર્ગત કોઈ પણ ઓસ્કરને સૌથી પહેલા એકેડમીને જ વેચવો જોઈએ. જેમની કિંમત પણ એકેડમી જ નક્કી કરે છે અને હાલમાં તેમની કિંમત છે ૧ ડોલર એટલે કે ૬૫ રૂપિયા. 

૧૯૫૧ના નિયમ અંતર્ગત એકેડમીએ આ ટ્રોફીની કિંમત ૧૦ ડોલર રાખી હતી પરંતુ ૨૦૧૫માં નિયમ બદલાવી દેવામાં આવ્યો, જે અમેરિકાની એક અદાલતે સાચો ઠેરવ્યો. ત્યારબાદ ટ્રોફીની કિંમત ૧૦માંથી ૧ ડોલર કરી દેવામાં આવી. એકેડમી રેગ્યુલેશન્સ અનુસાર આ ટ્રોફીની નીલામી કરતાં પહેલા કે બહાર વેચતા પહેલા તેને એકેડમીમાં આપવું જોઈએ. જો આવું ન થયું તો તે વિરોધમાં કાનૂની કારવાઈ કરવામાં આવશે.

Thursday, 18 July 2019

આવી રીતે લખાય છે ઇતિહાસ અને આ છે તેમનાં અધ્યનનાં સ્ત્રોત

આપણને બાળપણથી જ ઇતિહાસ ભણાવવામાં અને સંભળાવમાં આવે છે. એ કહેવું ખોટું નથી કે સૌ કોઈને આ વિષય બોરિંગ લાગતો હતો કેમ કે ઇતિહાસની ઘટનાઓની તારીખ યાદ રાખવા ઘણી મુશ્કેલ હોય છે. પરંતુ ધ્યાનથી જોઈએ તો ઇતિહાસ એ એક ઇન્ટરેસ્ટિંગ વિષય છે. કારણ કે આનાથી જ તો આપણે અતીતને સમજી શકીએ છીએ અને તેનાથી ઘણી જાતની ચીજો શીખી શકીએ છીએ. 

પરંતુ શું તમે વિચાર્યું છે કે ઇતિહાસકારોએ આટલા સમય પહેલા ઘટેલ ઘટનાઓની કેવી રીતે ખબર પડી જાય છે? કેવી રીતે આજથી ૫૦૦૦ વર્ષ જૂની હડપ્પા સભ્યતાની રહેણીકરણી, પોશાક, ધાર્મિક જીવન, કૃષિ અને પશુપાલન, ઉદ્યોગ-ધંધા, વ્યાપાર અને પતન વિશે આટલાં સટીક દાવા કેવી રીતે કરે છે? જો ના, તો આ આર્ટિકલ તમારા માટે છે. 


ઇતિહાસને જાણવા, સમજવા અને તેમનું અધ્યયન કરવા માટે ૨ પ્રકારના સ્ત્રોતોનો સહારો લેવામાં આવે છે. ૧. સાહિત્યિક અને ૨. પુરતાત્વિક સ્ત્રોત. સાહિત્યિક સ્ત્રોતોથી પ્રાચીનકાળથી સામાજિક જીવન, ધાર્મિક જીવન, રહેણીકરણી અને સાંસ્કૃતિક જીવનની જાણકારી પ્રાપ્ત થાય છે. 

સાહિત્યિક સ્ત્રોત એ લિખિત પ્રમાણ હોય છે, જેમની રચના તે કાળમાં થઈ હોય છે; જેમનું અધ્યન કરવામાં આવી રહ્યું હોય. સાહિત્યિક સ્ત્રોતમાં કેટલીય જાતની ચીજોનો સમાવેશ થાય છે જેમકે મૌલિક દસ્તાવેજ, રાજકીય રેકોર્ડ, પાંડુલિપિ, કવિતા, નાટક, સંગીત વગેરે. ઇતિહાસકાર આની મદદથી તે કાળ કે સમયની જાણકારી મેળવે છે. ઉદાહરણ તરીકે મૌર્યકાળની જાણકારીનો સૌથી સારો સ્ત્રોત કૌટિલ્યનું અર્થશાસ્ત્ર માનવામાં આવે છે. તેવી જ રીતે દક્ષિણ ભારતના ઇતિહાસને જાણવાનો સર્વોત્તમ સ્ત્રોત સંગમ સાહિત્ય છે. 

ઇતિહાસના અધ્યયન માટે પુરતાત્વિક સ્ત્રોતોનું પણ ખૂબ જ મહત્વ છે. તેમાં અભિલેખ, સિક્કા, મોહર, સ્તૂપો, ચટ્ટાનો, સ્મારકો અને ભવનો, મૂર્તિઓ, ચિત્રકળા અને અન્ય અવશેષોને રાખવામા આવે છે. હડપ્પા સભ્યતાની જાણકારી આપણને પુરતાત્વિક સ્ત્રોતોથી જ પ્રાપ્ત થઈ છે. મોહે-જો-દડોથી પ્રાપ્ત મોહરના આધાર પર ઇતિહાસકારોએ હડપ્પા સભ્યતાના ધાર્મિક જીવન પર પ્રકાશ નાખ્યો. આવી રીતે કેટલીય જાતના સ્મારકોથી જેવી રીતે તે સમયની જીવનશૈલીનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તેવી રીતે તેમનાં નિર્માતા વિશે પણ સૂચનાઓ મળી જાય છે.

Saturday, 13 July 2019

સાગર અને મહાસાગર વચ્ચેનું અંતર શું?

મશહૂર ગીતકાર વર્ષો પહેલાના પોતાના એક લોકપ્રિય ગીતમાં કહે છે, ‘સાત સમંદર પાર સે, ગુડિયો કે બાઝાર સે.... અચ્છી સી ગુડિયા લાના.... પાપા જલ્દી આ જાના’. 

જ્યારે કવિ બાળકોની કલ્પનામાં કાઈ પણ બોલશે, તો સાત સમુંદર તો શું, સાત આસમાન પણ પાર કરાવી શકશે! પરંતુ હક્કીત સમજી તો સાત તો શું, એક સમંદર પાર કરવો પણ કોઈના વસની વાત નથી.

હા, પણ વાત જો સમુદ્ર પાર કરવાની છે તો તે જરૂર થઈ શકે છે. હવે સવાલ એ ઊઠે છે કે સમુદ્ર (સાગર) અને સમંદર (મહાસાગર) શું અલગ-અલગ છે?


સાગર એ મહાસાગરનું નાનું રૂપ છે. સમુદ્ર કે સાગર વાસ્તવમાં મહાસાગરનું જ એક રૂપ છે, જે આંશિક રૂપથી જમીનથી જોડાયેલ હોય છે. કેટલાય સાગરોને પોતાની અંદર સમાવનાર મહાસાગર, ખારા પાણીનો એક ખૂબ જ મોટું જળક્ષેત્ર હોય છે. આમ તો ધરતી પર પાંચ અલગ-અલગ મહાસાગર બતાવવામાં આવે છે, પરંતુ આ દરેક આપસમાં જોડાયેલ છે અને ધરતીનો લગભગ ત્રણ ચતુર્થાંશ હિસ્સો ઘેરાયેલ છે. આના કારણે જ ધરતી પર અલગ-અલગ મૌસમ અને જીવન શક્ય બન્યું છે.

આવી રીતે ધરતીના 71% હિસ્સો ઘેરનાર આ મહાસાગરોમાં પૃથ્વી પર મૌજૂદ પાણીનો ૯૭% હિસ્સો છે. આકારની દ્રષ્ટિએ જોવા જઈએ તો સૌથી મોટો મહાસાગર પ્રશાંત મહાસાગર છે, જેમનો લગભગ વિસ્તાર ૬,૪૧,૮૬,૦૦૦ વર્ગ મીલ સુધી ફેલાયેલો છે. જ્યારે સૌથી મોટો સાગર ભૂમધ્ય સાગર છે, જેમનું ક્ષેત્રફલ લગભગ ૧૧,૪૪,૮૦૦ વર્ગ મીલ છે. સૌથી નાનો મહાસાગર આર્કટિક મહાસાગર પણ ૫૭,૨૭,૦૦૦ વર્ગ મીલ સુધી ફેલાયેલ છે, જે સૌથી મોટા સાગરથી આશરે પાંચ ગણો મોટો છે. હિન્દ મહાસાગરનો પણ વિસ્તાર આશરે ૨,૬૪,૬૯,૦૦૦ વર્ગ સુધી ફેલાયેલો છે.

સાગર અને મહાસાગરમાં એક સૌથી મોટું અંતર એ હોય છે કે મહાસાગર, સાગરોથી કેટલાય ગણા ગહેરા હોય છે. સાગરના તળિયાની ગહેરાઈ માપી શકાય છે, જ્યારે મહાસાગરની વસવિક ગહેરાઈ માપવી ખૂબ જ મૂશ્કેલ હોય છે. ઉપલબ્ધ આંકડા અનુસાર, પ્રશાંત મહાસાગરનું સૌથી ગહેરું ક્ષેત્ર મારિઆના ટ્રેચ છે જેમની ગહેરાઈ આશરે ૩૬,૨૦૦ ફીટ માપવામાં આવી છે, પરંતુ વૈજ્ઞાનિક તેમને પ્રશાંત મહાસાગરની અધિકતમ ગહેરાઈ નથી માનતા. ત્યાજ સૌથી ગહેરો સમુદ્ર, કેરેબિયન સાગરની ગહેરાઈ આશરે ૨૨,૭૮૮ ફીટ દર્શાવાઈ છે. સામાન્યત: મહાસાગરોની ગહેરાઈ આશરે ૩,૯૫૩ ફીટથી ૧૫,૨૧૫ ફીટની વચ્ચે હોય છે.Saturday, 6 July 2019

વર્લ્ડ કપ સ્પેશિયલ : સોનીએ બનાવી આંગળી પર રહી જાય તેવી 0.49 ગ્રામ વજનની સોનાની ટચૂકડી વર્લ્ડ કપ ટ્રોફી

વર્લ્ડ કપ 2019ની ટ્રોફી કયા દેશને નામે થાય છે, તેની આખી દુનિયા આતુરતાથી રાહ જોઈ રહી છે. મોટાભાગના ભારતીયોને આશા છે કે, આ વર્ષે વર્લ્ડ કપ ટીમ ઇન્ડિયા જ જીતશે. કર્ણાટકમાં એક સોનીએ અનોખી સોનાનીવર્લ્ડ કપ ટ્રોફી બનાવી છે. તેની લંબાઈ 1.5 સેમી અને વજન 0.49 ગ્રામ છે.


કર્ણાટકમાં બેંગ્લોરના રહેવાસી નાગરાજ રેવાંકર વ્યવસાયે સોની છે. આ ટ્રોફી તમારી આંગળી પર મૂકી શકાય તેટલી નાની છે અને જો જમીન પર પડી જાય તો તેને શોધતાં નાનીમા યાદ આવી જાય તેવી છે. નાગરાજે ન્યૂઝએજન્સી ANI સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, હાલ દશમાં ક્રિકેટનો માહોલ જોઈને મેં આ નાનકડી વર્લ્ડ કપ ટ્રોફી બનાવી છે. હું ઈચ્છું છું કે, આ વખતે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2019 જીતી જાય. મારી ટ્રોફી 1.5 cm ઊંચી અને તેનું વજન 0.49 ગ્રામ છે. આ ટ્રોફીને જોવા માટે મારા પરિવારજનો અને મિત્રોની ભીડ ઓછી થતી જ નથી.

સોશિયલ મીડિયા પર આ ટ્રોફીને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક યુઝરે લખ્યું કે, આ ટ્રોફીને પાકિસ્તાન ક્રિકેટ ટીમને આપવી જોઈએ. તો અન્ય યુઝરે લખ્યું કે, આ ટ્રોફી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ માટે એકદમ યોગ્ય છે.

Tuesday, 2 July 2019

જાણો નાગરિકો માટે સરકારી યોજના વિશે આરોગ્ય સહાય : ચિરંજીવી યોજના

યોજનાની રૂપરેખા :

માતા અને બાળ મૃત્યુ દર ઘટાડવા માટે ની આ યોજના છે. માતાની પ્રસુતિ સબંધી સમસ્યા નિવારી શકાય તે માટે “ચિરંજીવી” યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના ગરીબી રેખા હેઠળ જીવતી મહિલાઓ માટે છે.

સહાય કોને મળી શકે

૧. ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની હોય

મળવાપાત્ર સહાય

૧. આમાં લાભાર્થીને રૂ. ૨૦૦/- પ્રસુતિના ટ્રાંસ્પોટેશન માટે તેમજ રૂ. ૫૦/- પ્રસુતા
સાથે આવનાંર દાયણ અથવા સહાયક માટે છે.

આધાર પુરાવા

૧. રાશન કાર્ડ ની નકલ
૨. બી.પી.એલ. હોવા અંગેનો પુરાવો
૩. સુવર્ણ જયંતિ કાર્ડ

અરજી ક્યાં કરવી

સ્થાનિક આંગનવાડી કેન્દ્રનો સંર્પક સાધવો.
અરજીપત્ર : નિયત અરજી પત્ર માં અરજી કરવી.

Monday, 1 July 2019

વરસાદના પ્રકાર અને માપ

દરિયા અને જળાશયોનું પાણી સૂર્યના તાપથી ગરમ થઈ વરાળ બની આકાશ તરફ જાય અને પછી તે વરાળ ઠંડી પડીને વરસાદ સ્વરૂપે વરસે આ જાણીતી વાત છે પરંતુ વિજ્ઞાાનીઓએ વરસાદના લક્ષણ પ્રમાણે પ્રકાર પાડયા છે. 

સામાન્ય રીતે વરસાદ ત્રણ પ્રકારનો હોય છે તે કન્વેક્શનલ (વાહનિક), રિલીફ (પર્વતીય) અને સાયકલોનિક (ચક્રવાત) કહેવાય છે. કન્વક્શેનલ વરસાદ મોટે ભાગે વિષુવૃત પર થાય છે. અને મૂશળધાર હોય છે. 


પૃથ્વીના મોટા ભાગના વિસ્તારોમાં પર્વતીય કે રિલીફ રેઈન વરસે છે. ભારતમાં નૈઋત્યનું ચોમાસું હિમાલય પર્વતને કારણે સર્જાય છે તે પવર્તીય વર્ષા છે. સમગ્ર મધ્યએશિયા હિમાલયની વૃષ્ટિ છાયાનો પ્રદેશ કહેવાય છે. વિશ્વના ઠંડા પ્રદેશોમાં ચક્રવાત વરસાદ થાય છે. તેમાં ચક્રવાત અને આંધીના તોફાન વધુ હોય છે. ચક્રવાત વર્ષા ગરમીના દિવસોમાં વધુ થાય છે અને તેની કોઈ મોસમ હોતી નથી. 

વરસાદનું માપ ઇંચમાં કે સેન્ટીમીટરમાં લેવાય છે. ભારતમાં ઇ.સ.પૂર્વે ચોથી સદીમાં વરસાદ માપવાના યંત્ર હતા. વરસાદ માપવાના સાધનને રેઇનગોજ કહે છે. હાલમાં સ્ટાન્ડર્ડ ગણાય તેવું સાધન ૨૦ સેન્ટીમીટર વ્યાસના ૫૦ સેન્ટીમીટર ઊંચા નળાકારમાં બે સેન્ટીમીટરના વ્યાસવાળી ભૂંગળીની ગળણી મૂકીને બનાવાય છે. સિલિન્ડર ઉપર ૦.૫ મી.મી.ના આંક હોય છે.