જો ગ્રેટાને
આ વર્ષનું પીસ પ્રાઇઝ મળશે તો તે પીસ પ્રાઇઝ મેળવનારા સૌથી નાની વયની વ્યક્તિ
બનશે. આ પહેલાં પાકિસ્તાનનાં મલાલા યુસફઝાઈને 17 વર્ષે નોબેલ
પીસ પ્રાઇઝ મળ્યું હતું.
તેમની
ઝુંબેશે દુનિયાભરના વિદ્યાર્થીઓને પ્રેરણા આપી છે. ગયા વર્ષે 15 માર્ચ
દુનિયાભરના વિદ્યાર્થીઓએ દર શુક્રવારે હડતાળની શરૂઆત કરી છે. તેમણે ગયા વર્ષે
ઑગસ્ટ મહિનામાં સૌ પ્રથમ વખત કલાઇમેટ ચૅન્જ મુદ્દે શાળાની હડતાલ પાડી હતી અને
સ્વિડીશ સંસદ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારથી દર શુક્રવારે વિવિધ વિરોધ
પ્રદર્શનો માટે તેઓ પોતાની શાળામાં હાજર રહી શકતા નથી.
રાષ્ટ્રીય
રાજકારણીઓ,
આંતરરાષ્ટ્રીય
અધિકારીઓ,
શિક્ષણવિદ્દો
અને પર્વ વિજેતાઓ યોગ્ય ઉમેદવાર માટે પ્રસ્તાવ મૂકી શકે છે. આ ઇનામની જાહેરાત દર
વર્ષે ઑક્ટોબર મહિનામાં કરવામાં આવે છે અને ડિસેમ્બરમાં એનાયત કરવામાં આવે છે, તેના માટેનો
કાર્યક્રમ નોર્વેની રાજધાની ઓસ્લોમાં યોજાય છે.
નોબલ
કમિટીની વેબસાઇટમાં જણાવ્યા અનુસાર 2019ના નોબલ પીસ પ્રાઇઝ માટે 301 ઉમેદવારોનો
પ્રસ્તાવ આવ્યો છે, જેમાંથી 223 વ્યક્તિગત છે અને 78 સંસ્થાઓ છે.
No comments:
Post a comment