લેફટનેન્ટ ભાવના કંઠે યુઘ્ધ મિશનમાં સામેલ
થવાની યોગ્યતા હાંસલ કરનારી પ્રથમ મહિલા ફાઇટર પાયલોટ બનીને ઇતિહાસ રચી દીધો છે.
સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભાવના કંઠે દિવસે લડાકુ વિમાન મિગ-21ને ઉડાડીને આ મિશનને પુરૂ કર્યુ હતું. વાયુ સેનાના પ્રવકતા અનુપમ બેનર્જીએ
જણાવ્યું હતું કે ભાવનાએ દિવસે લડાયક વિમાનમાં ઉડાન ભરીને આ મિશનમાં સફળતા હાંસલ
કરનાર પ્રથમ મહિલા ફાઇટર બની છે. ભાવના ભારતીય વાયુ સેનાના પ્રથમ બેચની મહિલા
ફાઇટર પાયલોટ છે. તેની સાથે બે અન્ય મહિલા પાયલોટ અવની ચતુર્વેદી અને મોહના સિંહને
2016માં ફલાઇંગ ઓફિસર તરીકે પસંદ કરાયા હતા.
બિહારની બેટી ભાવના હાલ બીકાનેર સ્થિત થલ બેઝ પર તૈનાત છે. એક અન્ય અધિકારીએ
જણાવ્યું હતું કે એકવાર તે રાતના મિશનના પ્રશિક્ષણને પુરૂ કરી લે તો તેને રાત્રિ અભિયાનની પણ મંજુરી આપવામાં આવશે.
No comments:
Post a comment