Thursday, 4 April 2019

છોકરીપણાને ઊજવતી 'અ માઈટી ગર્લ'

છોકરીને જિંદગીને મર્યાદિત કરતી માનસિકતાને ફગાવીને એની ક્ષમતાને બધા સમક્ષ મૂકતી આ વેબસાઈટ એટલે છોકરીની શક્તિના ખજાનાનું સરનામું. 

વોશિંગ્ટન ડી.સી.માં રહેતી કૅરોલિન ડેન્કર્ટ એ વાતની ભારે મૂંઝવણ રહેતી કે પોતાની નાનકડી ભત્રીજીઓને જન્મદિવસ કે ક્રિસમસ પ્રસંગે શું ભેટ આપવી? મોટેભાગે તો છોકરીઓ માટે ગુલાબી ઢીંગલીઓ કે કિચનસેટ જેવી ટિપિકલ વસ્તુઓ જ મળે. પુસ્તક વિભાગ ખંખેરતા ઘણુંખરું રાજકુમારી કે રાણીની જ વાર્તા હાથ લાગે. પરંતુ કેરોલિનને આ બધું નહોતું જોઈતું. એમને જોઈતું હતું તો છોકરીઓની રોલ મોડેલ બની શકે તેવી સ્ત્રીઓની વાર્તાઓ; એમને જોઈતું હતું કિશોરી-તરુણીઓને પડકારે કે તેમને ઉર્જાવાન બનાવે તેવી ગેમ્સ. આ બધા માટે તેમણે ઓનલાઈન શોધ તો કરી પરંતુ તેમનો વારો આવ્યો નિરાશ થવાનો! 


છેવટે એણે પોતે જ શક્ય બનાવવાનું શરૂ કરી દીધું. સિરેક્યુસ યુનિવર્સિટીની તેજસ્વી સ્નાતક કૅરોલિને ૨૦૧૨માં તેમના પતિ આરોન સ્મિથ સાથે મળીને 'અ માઈટી ગર્લ' નામનું ઓનલાઈન સાહસ શરૂ કર્યું. આ વેબસાઈટ પર તેણે છોકરીઓની આગવી ક્ષમતાના રસને પોષે તેમજ એમને સશક્ત અને સમર્થ વ્યક્તિ બનવા પ્રેરે તેવાં લખાણો, પુસ્તકો, ફિલ્મો, રમકડાં અને અન્ય ચીજો શોધી શોધીને ઉપલબ્ધ બનાવ્યા. આજે આ પ્રકારની પાંચ હજાર જેટલી ચીજો 'અ માઈટી ગર્લ' પર ઉપલબ્ધ છે. 

'અ માઈટી ગર્લ' સાઈટ પર આગવી કેડી કંડારનારી સાચકલી સ્ત્રીઓ કે છોકરીઓને સંઘર્ષ અને સફળતાની જાણકારી ઉપરાંત એવી ફિલ્મો, સાહિત્ય ને સંગીત પણ છે, જે જોઈ-વાંચી-સાંભળીને છોકરીમાં પોતાની ભીતર રહેલી શક્તિને વ્યક્ત કરવાની હિંમત કેળવાય. એવી અનેક રમત પણ છે, જે જોઈ-રમીને એનામાં નવું-નોખું કરવાની ઝંખના જાગે. 

અસાધારણ પ્રતિભા ધરાવતી તરુણી કે સ્ત્રીની જીવનસફર હોય કે સ્ત્રી-અધિકારોની વાત; કે પછી વાત હોય પર્યાવરણના મુદ્દા હોય કે સ્ત્રીની ક્ષિતિજના વિસ્તારની વાત. આ બધી જ જાણકારી આ સાઈટ પર અચૂક જોવા મળે છે. ટૂંકમાં, અમૂક પ્રકારના શોખ કે રસથી છોકરીઓની જિંદગીને મર્યાદિત કરતી માનસિકતાને ફગાવીને છોકરીપણાને ઊજવતી 'અ માઈટી ગર્લ' નામની સાઈટ એના નામ પ્રમાણે જ યુવતી-સ્ત્રીની ક્ષમતાના ખજાનાનું સરનામું છે.


અન્ય આર્ટિકલ્સ :
  • ફ્રોમ બિહાર ટુ બ્રિટન
રિવારમાં બધાનું માનવું હતું કે, સ્ત્રીઓએ ઘર સંભાળવું જોઈએ અને પુરુષોએ વેપાર-ધંધો તેથી ત્યાં દીકરીઓને બહુ ભણાવવાનો રિવાજ નહોતો. વધુમાં વધુ તેઓ એક ચોપડી વાંચી શકે કે પત્ર લખી શકે એટલું જ ભણાવવામાં આવતું હતું.

એક દિવસ અચાનક તેની માતાએ એક સુંદર સાડી પકડાવી દેતાં આશાને કહ્યું : ‘આજે તને કેટલાંક લોકો જોવા આવવાના છે. આ સાડી પહેરીને તૈયાર થઈ જા.’ નાનકડી આશા સ્તબ્ધ બની ગઈ. તેણે પૂછયું: ‘કોણ ઘેર આવવાનું છે ?’ માએ કહ્યું : ‘તારું લગ્ન લેવાનું છે. તેથી કોઈ તને જોવા આવે છે.’ આશાએ કહ્યું: ‘પણ મમ્મી, હું તો આગળ ભણવા માંગુ છું.’

લગ્ન થઈ ગયા. Read more
  • જનરલ મોટર્સના CFO દિવ્યા સૂર્યદેવરા
જાગતિક ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં પરંપરાગત રીતે પુરુષોનું વર્ચસ્વ રહ્યું છે, પરંતુ મૂળ ચેન્નાઈનાં મહિલા દિવ્યા સૂર્યદેવરાની નિમણૂક અમેરિકાની જનરલ મોટર્સ કંપનીના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર Read more
  • ન માત્ર કેવળ ભારતમાં જ પરંતુ એશિયામાં પણ સુપ્રીમ કોર્ટની પહેલી મહિલા જજ : જસ્ટિસ એમ. ફાતિમા બીવી


પોતાની ડીગ્રીનાં પ્રથમ વર્ષમાં તે પોતાની કક્ષાની કેવળ પાંચ છોકરીઓમાંથી એક હતી; જેમાં બીજે વર્ષે ત્રણ છોકરીઓ જ રહી હતી.તે સમયે કોઈ જાણતું ન હતું કે ફાતિમા નામની આ સામાન્ય છોકરી આગળ ચાલીને ઈતિહાસ રચશે.

ભારતની બાર કાઉન્સિલની પરીક્ષામાં ટોપ કરનાર ફાતિમા પહેલી મહિલા હતી. આ વર્ષનાં નવેમ્બરમાં તે વકીલનાં રૂપમાં નોંધની કરાવી અને કેરળની સૌથી નીચલી ન્યાયપાલિકાથી પોતાની પ્રેક્ટિસ શરૂ કરી. આ વાત તે જમાનાનાં ઘણા લોકોને પચી નહી અને તેને જોઈ લોકો પોતાની આંખો ચઢાવી લેતા હતા.

પરંતુ આ આંખો ફાતિમાનો રસ્તો રોકી ન શકી. આગલા ત્રણ દશકોમાં, સુપ્રીમ કોર્ટની જજ નિયુક્ત થવાથી પહેલાં કેરળની કેટલીય અધીનસ્થ ન્યાયિક સેવાઓમાં તેમણે... Read more

No comments:

Post a Comment