- નાટ્યકળાનો ઉલ્લેખ સૌપ્રથમ ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં જોવા મળે છે.
- ઈ.સ. ૧૮૫૩માં આધુનિક ગુજરાતી રંગભૂમિ અને નાટકની શરૂઆત થઈ હતી.
- આ અંતર્ગત મુંબઈના ગ્રાન્ટ રોડ પરના રોયલ થિયેટરમાં 'રૂસ્તમ ઝાબૂલી અને સોહરાબ' નાટક સ્ટેજ પર પ્રથમવાર પ્રસ્તુત થયું.
- પારસી ભાષામાં રજૂ થયેલા 'રૂસ્તમ ઝાબૂલી અને સોહરાબ' નાટકના કલાકાર અને લેખક પારસી હતા.
- 'રૂસ્તમ ઝાબૂલી અને સોહરાબ' નાટક જે થિયેટરમાં રજૂ કરવામાં આવ્યું હતું તેના માલિક જગન્નાથ શંકર શેઠ હતા.
- ઈ.સ. ૧૮૭૬નો સમયગાળો ગુજરાતી નાટક માટે મહત્ત્વનો છે કારણ કે કેખૂશરો કાબરાજી નામના પારસી વ્યક્તિનો નાટકમાં પ્રવેશ થયો.
- કેખૂશરો કાબરાજીએ પોતાની નાટક ઉત્તેજક મંડળીમાં સૌપ્રથમ 'હરિશ્ચંદ્ર' નામનું નાટક દાખલ કર્યું હતું.
- રણછોડરામ ઉદયરામે 'લલિતા દુઃખદર્શક'નું દિગ્દર્શન કર્યું તે ગુજરાતી ભાષાની શકવર્તી ઘટના છે. કારણ કે બિનપારસી ઉચ્ચારણો અને શબ્દોવાળી રંગભૂમિનો પ્રથમ તબક્કો શરૂ થયો હતો.
- રણછોડરામ ઉદયરામને 'ગુજરાતી નાટકના પિતા' તરીકે ઓળખવામાં આવે છે.
Wednesday, 3 April 2019
નાટ્યકળાનો ઈતિહાસ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment