Tuesday, 2 April 2019

શરીર માટે બહુ જ ખતરનાક હોય છે આ ફ્લેવરવાળું મિલ્ક

દૂધ એ અમૃત પીણું છે. દૂધમાં ઘણા બધા પોષક તત્વો મળી રહે છે. નાનાથી લઇ અને મોટા સુધી દરેક માટે દૂધ ખુબ જ ફાયદાકારક છે. દૂધમાંથી પ્રોટીન, વિટામીન, કેલ્શિયમ અને મિનરલ્સ જેવા ઘણા તત્વો મળી રહે છે. આમ દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. 

ઘણા લોકોને દૂધનો સ્વાદ પસંદ નથી હોતો. આ માટે તેઓ દૂધમાં અલગ અલગ ફ્લેવર નાખીને પીતા હોય છે. વળી આજકાલ ફ્લેવર્ડ મિલ્કનો ક્રેઝ વધ્યો છે પણ આ દૂધ તમારી સેહત માટે કેટલું ખરાબ છે એ વિશે તમને ખબર છે? 


દૂધનો સ્વાદ વધારવા માટે તેમાં અલગ અલગ ફ્લેવર ઉમેરવામાં આવે તેને ફ્લેવર્ડ મિલ્ક કહેવામાં આવે છે. આ ફ્લેવર નેચરલ હોય તો વાંધો નહી પણ જો સિન્થેટીક ફ્લેવરનો ઉપયોગ કરો છો તો સાવધાન, કારણકે તે ખુબ જ નુકશાન કરે છે. 

આ ફ્લેવર્ડ મિલ્ક પીવાથી શરીરમાં સુગરનું પ્રમાણ વધી જાય છે કારણ કે તેની અંદર આર્ટિફિશિયલ સ્વીટનર હોય છે. તેના લીધે સ્વાદ તો સારો આવે છે પણ તમારું સ્વાસ્થ્ય બગડી જાય છે. આ ઉપરાંત આ દૂધ પીવાથી વજન પણ વધી જાય છે; જે સ્વાસ્થ્ય માટે સારું નથી. બાળકોને ખાસ ધ્યાન રાખીને જ આપવું આ મિલ્ક. 

આ સાથે આ દૂધ પીવાથી શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ પર ખરાબ અસર પડે છે; જેના લીધે તમે બીમાર પડવા માંડો છો. જયારે દૂધમાં કોઈ પણ જાતનું ફ્લેવર મિક્ષ કરવામાં આવે ત્યારે તમારા શરીરમાં પોષક તત્વો બરાબર રીતે જઈ શકતા નથી. તેમાં નાખવામાં આવતા ફ્લેવર તમારા શરીરમાં ખરાબ અસર પાડે છે અને તેમાં નાખવામાં આવતા પ્રિઝર્વેટિવ પણ. 

No comments:

Post a Comment