ગોકળગાય એક મોલસ્ક(નરમ જીવ) વર્ગનું પ્રાણી છે. તે કરોડરજ્જુ વિનાનું પ્રાણી છે. તેનું શરીર નરમ હોય છે. વર્તમાન સમયમાં ગોકળગાયની લગભગ ૮૫,૦૦૦ પ્રજાતિઓ અસ્તિત્વમાં છે. તેમાંની કેટલીક પ્રજાતિ જમીન પર રહેનારી છે અને કેટલીક તાજા પાણીમાં રહેનારી છે.
ગોકળગાય ફક્ત તેના કદ અને શરીરની રચનાને કારણે જ નહીં, પણ તેના વર્તન અને વસવાટમાં પણ અત્યંત વૈવિધ્યસભર છે. તેઓ જમીન પર મોટેભાગે ઝાડ તેમજ મોટા પાંદડા પર જોવા મળે છે અને નદી તેમજ તળાવોમાં પણ જોવા મળે છે.
ગોકળગાય દુનિયાની દરેક જગ્યાએ જોવા મળતું જળચર પ્રાણી છે. તેના નરમ શરીરની ઉપર એક કઠણ આવરણ હોય છે, જે શંકુ જેવું ગોળાકાર અને લીસું હોય છે. તેમને જ્યારે ભયની અનુભૂતિ થાય ત્યારે તે પોતાના શરીરને સંકેલીને પોતાના શંખમાં છુપાઈ જાય છે. તે રાત્રે ફરનારું પ્રાણી છે. સવારના સમયે તડકામાં ગોકળગાય પોતાના શરીરને કવચમાંથી બહાર કાઢતું નથી. તેની ચાલવાની ગતિ ઘણી જ ધીમી હોય છે. તેની ગણના દુનિયાના ધીમી ગતિના પ્રાણીઓમાં થાય છે. તેના કવચનો આકાર થોડો અલગ હોય છે.
ગોકળગાય જીભની મદદથી ખોરાકના કટકા કરે છે અને ખાય છે. તેની જીભને રેડૂલા કહે છે. ગોકળગાયના મોઢામાં જીભ ઉપરાંત અસંખ્ય ઝીણા ઝીણા દાંત હોય છે. તેના સૂક્ષ્મ દાંતને કારણે તે ખેતરના પાકોને કાપીને નષ્ટ કરે છે. તેનો જીવનકાળ પાંચથી દસ વર્ષનો હોય છે.
ગોકળગાયના માથાના ભાગ પર એન્ટિના જેવું હોય છે; જેને ટેન્ટેકલ કહે છે. આવા ચાર મૂછ જેવા લાંબા એન્ટિના તેના માથા પર આવેલા હોય છે. જેમાં બે નાના અને બે મોટા હોય છે. લાંબા લાંબા મૂછ જેવા લાગતા ટેન્ટકલ પર તેની આંખ હોય છે અને નાના ટેન્ટકલની મદદથી તેનામાં ગંધને પારખી શકવાની ક્ષમતા હોય છે.
મોટેભાગે ગોકળગાય ફૂલ અને પાંદડા ખાય છે. ગોકળગાય સર્પ જેવું પ્રાણી છે, તે જમીન પર ઘસડાઈને ચાલે છે. તેના પગ હોય છે, પણ તે સપાટ હોય છે. તેના પગમાં એક ગ્રંથિ હોય છે, જે પ્રવાહી સ્ત્રાવને છૂટા કરે છે; જેના કારણે તે જમીન પર સરળતાથી ઘસડાઈ શકે છે. આ પ્રવાહી સ્ત્રોતને કારણે તે ચપ્પુની ધાર પર પણ સરળતાથી ચાલી શકે છે અને તેને કોઈ ઈજા થતી નથી.
ધીમી ગતિવાળા આ પ્રાણીનો શિકાર પણ મોટા પ્રમાણમાં થાય છે. સાપ, દેડકાં અને પક્ષીઓ તેનો શિકાર કરીને તેને ખાઈ જાય છે. પાણીમાં રહેનારી ગોકળગાય મોટેભાગે કાળા તેમજ રાખોડી રંગમાં હોય છે. તેઓ શ્વાસ લેવા માટે નદીના તેમજ તળાવના કિનારે અવારનવાર આવતી રહે છે. જો કે કેટલીક ગોકળગાયને જિલ્સ હોય છે; જેના કારણે તેઓ પાણીમાં સરળતાથી શ્વાસ લઈ શકે છે. તેમના છીપલાને લોકો સુશોભન તરીકે ઉપયોગ કરે છે. કેટલાક દેશોમાં તો તેનો નાણાં તરીકે ઉપયોગ થાય છે.

No comments:
Post a comment