દાંડીકૂચ શબ્દને લઈને તમારા મનમાં કેવા વિચારો ઉભા થાય છે?
કંઇક આવા જ ને કે અંગ્રેજોએ મીઠા સામે કર વધાર્યો હશે અને તેમનાં વિરોધમાં ગાંધીજીએ આ કૂચ યોજી હશે.
પરંતુ શું તમને ખબર છે કે અંગ્રેજોએ આ કર ખરેખર કેટલો વધાર્યો હતો? તો જવાબ છે બ્રિટીશરો એ ભારતમાં મીઠાનાં ઉત્પાદન અને વેપાર પરનાં વેરામાં ૧૪૦૦ ટકાનો વેરો ઝીંક્યો હતો.
તેમને પડકાર આપવા માટે ગાંધીજી એ ૧૨ માર્ચ ૧૯૩૦નાં રોજ સવારે ૬ વાગ્યે પોતાના ૭૮ સાથીદારો જોડે સાબરમતી આશ્રમમાંથી પોતાની કૂચનો આરંભ કર્યો. બીજા બે યાત્રીઓ પાછળથી જોડાયા હતા. આ સમયે ગાંધીજીની ઉંમર ૬૧ વર્ષની હતી અને બાકીના એક-બે સાથીની ઉંમર ૪૦ કે ૪૫ હતી; જયારે બાકીનાં લગભગ તમામ સ્વયંસેવકોની ઉંમર ૧૮થી ૩૦ વર્ષની હતી.
દાંડી સત્યાગ્રહ એ અંગ્રેજ સરકારે મીઠા પર કર લગાવતાં, ભારતની આઝાદી માટે અહિંસક લડત લડતા ગાંધીજીને તે અન્યાયી પગલું લાગ્યું અને તેના વિરોધમાં તેમણે આ સત્યાગ્રહ કર્યો હતો.
આ યાત્રા તેઓ ૬ એપ્રિલ ૧૯૩૦એ નવસારી નજીક આવેલા દરિયા કિનારાનાં દાંડી ગામે પુરી કરી હતી. અહીં તેઓ કર ભર્યા વગર મીઠું ઉપાડી બોલ્યા હતા કે, ''મૈને નમક કા કાનુન તોડા હૈ''... અને ભારતમાં બીજી ઘણીબધી જગ્યાએ પણ આ રીતે મીઠાના કાયદાનો ભંગ થવા લાગ્યો.
૨૯ માર્ચે મહાત્મા ગાંધીએ દાંડીયાત્રામાં ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી કે, ''હું કાગડા-કુતરાના મોતે મરીશ, પરંતું સ્વરાજ્ય મળે નહિ ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું.'' અને ૬ એપ્રિલે નવસારી જિલ્લાના દાંડી ખાતે મીઠાનો ગાંગડો ઉપાડ્યો અને જાહેર કર્યુ કે: "આ સાથે, હું બ્રિટિશ સામ્રાજ્યનાં પાયા હચમચાવી નાખીશ".

No comments:
Post a comment