Monday, 18 March 2019

ગાંધાર શિલ્પકળા

આપણે ત્યાં સદીઓથી દેવી-દેવતાઓની મૂર્તિ બનાવવાની પ્રથા છે. સિકંદરના વિદાય બાદ, થોડા સમય માટે, ઉત્તર પશ્ચિમના સરહદી વિસ્તારોમાં ગ્રીક સેનાપતિઓ દ્વારા શાસન કરાયું હતું. અફઘાનિસ્તાન સ્થિત ગાંધાર શહેરમાં જે શિલ્પકળા પ્રચલિત થઈ તેમાં ગ્રીક અસર સપષ્ટ જણાય છે. 
 

આક્રમણોને કારણે ગાંધારની કલાકૃતિઓનો નાશ થયો છે પરંતુ મથુરામાં આ કળાનાં નમૂનાઓ સચવાયેલા છે.

આ પ્રતિમાઓનાં વસ્ત્રોમાં સળ પાડવાની ગ્રીક ખાસિયત અપનાવાઈ હતી. બૌદ્ધ ધર્મમાં બોધિસત્વની પ્રતિમાઓમાં આ કળાનો પ્રયોગ પ્રથમવાર કરવામાં આવ્યો હતો. વિષય આપણા હતા પરંતુ કળા વિદેશી હતી.

કુષાણ વંશના સમયમાં આ પદ્ધતિથી પ્રતિમાઓ બનાવવાનો આરંભ થયો. થોડાં વર્ષ પૂર્વે અફઘાનની સ્વાત ખીણમાં બામિયાનમાં બુદ્ધની વિશાળ પ્રતિમાનો તાલિબાન દ્વારા નાશ કરાયો હતો; તે ગાંધાર શૈલીની હતી.

આજે ગાંધાર શિલ્પકળાને એક વિશિષ્ટ પ્રકારની કલાકૃતિઓનો દરજ્જો અપાય છે.

No comments:

Post a Comment