- સદીઓથી ઘાસ અને વેલાઓના 5 ફુટ કરતા પણ વધુ જાડા થર જામ્યા
- દુનિયાની એક માત્ર પ્રાકૃતિક અજાયબી
ઉત્તર પૂર્વ રાજ્ય મણિપુરમાં તાજા પાણીનો જળ જથ્થો ધરાવતું લોકાટક નામનું વિશાળ સરોવર આવેલું છે. આ 312 ચોરસ કિમીમાં છવાયેલા આ સરોવરમાં આવેલા તરતાં ટાપુઓ દુનિયાની અજાયબ ગણાય છે.
સરોવરની જળસપાટી પર જાણે કે તરાપો તરતો હોય એમ ટાપુઓ તરે છે. કયારેક તો 35 થી 40 ફુટ જેટલી જગ્યા છોડે છે. પાછું એક બે નહી તરાપાની જેમ તરતા ટાપુઓની હારમાળાઓ રચાય છે જે દુનિયામાં સાવ દુલર્ભ છે.
સરોવરની જળસપાટી પર જાણે કે તરાપો તરતો હોય એમ ટાપુઓ તરે છે. કયારેક તો 35 થી 40 ફુટ જેટલી જગ્યા છોડે છે. પાછું એક બે નહી તરાપાની જેમ તરતા ટાપુઓની હારમાળાઓ રચાય છે જે દુનિયામાં સાવ દુલર્ભ છે.
સામાન્ય રીતે જમીનની સપાટીનો કોઇ પણ ભાગ ટાપુઓ હોય કે સપાટ પ્રદેશ જે ખડકો અને માટી વડે જમીન સાથે જોડાયેલા હોવાથી તેનું હલનચલન થવું શકય નથી. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ આવે ત્યારે જમીન પર ધુજારીના લીધે હલન ચલન થતું હોય છે પરંતુ તે પોતાની સપાટી છોડીને ખસતો નથી. પરંતુ મણિપુર રાજયમાં આવેલા આ વિશિષ્ટ ટાપુઓ રોજ રોજ ખસે છે.
આ ટાપુઓને મણિપુરની સ્થાનિક ભાષામાં કુમડી કહેવામાં આવે છે. આ ટાપુઓ પર ડાન્સીંગ ડિયર તરીકે પ્રખ્યાત થયેલા સાંગાઇ નામના હરણો રહે છે. પરંતુ આ ટાપુંઓ પર પાણીનો પથરાવ વધતો જતો હોવાથી હરણાઓ પરનું જોખમ વધી ગયું છે.સદીઓ પહેલા આ ટાપુઓ પર હજારોની સંખ્યામાં સાંગાઇ રહેતા હતા તે હવે ઘટીને માંડ 100 જેટલા બચ્યા છે.
લોકાટક સરોવરમાં પાણીની ભરાવો વધતો જતો હોવાથી ટાપુઓ પરની વનસ્પતિઓ ઘસાતી જાય છે. 1980માં લોકટક સરોવરનું ક્ષેત્રફળ આશરે 104 ચોરસ કિલોમીટર હતુ જે આજે વધીને ૩૧૨ ચોરસ કિલોમીટર થઇ ગયું છે.
દુનિયામાં પાણી પર તરતી હોટલના કૃત્રિમ મેજીક તો અનેક જોવા મળે છે પરંતુ આ ટાપુંઓ રોજ કેવી રીતે ખસતા રહે છે તેનું પણ એક વિજ્ઞાન છે. સદીઓથી ઘાસ અને વેલાઓના પ ફુટ કરતા પણ વધુ જાડા થર જામ્યા હોવાથી આ ટાપુઓ ડૂબતા નથી. ખાસ તો કાનકુટી તરીકે ઓળખાતી વિશિષ્ટ પ્રકારની વનસ્પતિ પાણી ઉપર પ્લાસ્ટીકના દડાની માફક તરવાનો ગુણધર્મ ધરાવે છે. આની સાથે વળગેલા વેલાઓ અને અન્ય વનસ્પતિ પણ તરતી રહે છે. આવું સદીઓ સુધી થવાથી પાંચ ફુટના જાડા થર જામ્યા છે જે સતત તરતા રહે છે. ઘાસની ચાદરો એવી રીતે પથરાઇ ગઇ છે કે તેનો બે થી ત્રણ ફુટ જેટલો ભાગ પાણીમાં ડુબેલો રહે તેમ છતાં ટાપુઓ સાવ ડુબી જતા નથી.
આ ટાપુઓ ઉપર રચાયેલી વન્યજીવોની ધ વાઇલ્ડ લાઇફ સેન્ચૂરી એક માત્ર મણિપુર સિવાય જગત આખામાં બીજે કયાંય નથી. આથી તેનું પ્રવાસન તથા જોવાલાયક સ્થળ તરીકે પણ મહત્વ વધવાની શકયતા જોતા સ્થાનિક લોકોએ આ તરતા ઘાસિયા ટાપુંઓ પર રહેવાનું શરૂ કર્યું છે. આથી સાંગાઇ હરણાઓ માટે જોખમ ઓર વધી ગયું છે.
No comments:
Post a comment