Saturday, 30 March 2019

ભૂખ લાગવા પર ગુસ્સો કેમ આવે છે? રિસર્ચમાં થયો ખુલાસો

તમે જોયું હશે કે જ્યારે માણસને ભૂખ લાગે છે તો એ ગુસ્સે થઇ જાય છે. જ્યારે એને લાંબા સમય સુધી ખાવાનું મળતું નથી તો એનો ચહેરો ગુસ્સાથી લાલ થઇ જાય છે. એની પાછળ તમે એવું કહેશો કે લોકોમાં ધૈર્ય નથી. એટલા માટે એ જલ્દી ખાવાનું ના મળતા ગુસ્સામાં આવી જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભૂખ વખતે વધારે ગુસ્સો કેમ આવે છે? વાસ્તવમાં ભૂખ લાગવા પર ગુસ્સો આવવા પાછળનું કારણ વિજ્ઞાન પણ છે અને રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ બીજા કારણો પણ શોધ્યા છે. 

તમે સાવ નાની નાની વાતોમાં ચીડાઈ જાવ છો અને જો એમાં પણ કોઈ કશુ પૂછી લે તો જાણે તેમના માથામાં કંઈક મારવાનું મન થઈ આવે. આવી પરિસ્થિતિ તમે ક્યારેય અનુભવી છે ખરી? તમારો જવાબ હા કે ના હોય તો પણ જાણી લો કે આવી સ્થિતિ માટે હવે એક નવો શબ્દ આવ્યો છે અને તે છે hangry. 


આ શબ્દને ભૂખ અને ગુસ્સાની ભેળસેળ કરીને બનાવવામાં આવ્યો છે. આને ભૂખ એટલે કે Hunger અને ગુસ્સો એટલે angry બન્ને શબ્દોને ભેગા કરીને બનાવવામાં આવ્યો છે. હવે સોશિયલ મિડીયાએ ભૂખ અને ગુસ્સાના જોડાણ વડે જ્યારે hangry શબ્દ બનાવ્યો છે ત્યારે વિજ્ઞાનનો પણ આમાં રસ વધી ગયો છે. 

ભૂખ લાગવા પર ગુસ્સો આવવા પાછળનું વિજ્ઞાન કહે છે કે જ્યારે આપણા શરીરમાં ખાંડનું પ્રમાણ ઓછું થઇ જાય છે, તો કોર્ટિસોલ અને એડ્રિનેલિન જેવા હોરમોનનું પ્રમાણ વધી જાય છે. આ હોરમોનનું આપણા દિમાગ પર ખૂબ અસર થાય છે. એનું કારણ હોય છે કે આપણા મગજની તંત્રિકાઓથી નિકળતા કેમિકલ ન્યૂરોપેપ્ટાઇડ્સ આ કેમિકલના પ્રમાણને આપણા મગજ પર નિયંત્રિત કરે છે. 

બીજું સત્ય એ પણ છે કે મહિલાઓની સરખામણીમાં પુરુષોને ભૂખ લાગવા પર વધારે ગુસ્સો આવે છે. કારણ કે એમના મગજમાં ન્યૂરોપેપ્ટાઇડની અસર મહેસૂસ કરવા માટેના રિસેપ્ટર મહિલાઓની સરખામણીમાં વધારે હોય છે. કારણ કે ટેસ્ટોસ્ટેરોનનો એનાથી તાલ્લુક મળી આવ્યો છે. જ્યારે મહિલાઓને વધારે ઇમોશનલ માનવામાં આવે છે. આ કારણ છે કે ભૂખ લાગવા પર ગુસ્સો આવવાને મહિલાઓ સાથે જોડી દેવામાં આવ્યું છે. 

આપણે દરેક લોકો જાણીએ છીએ કે ભૂખ્યા મહેસૂસ કરવાથી ક્યારેક ક્યારેક આપણી ભાવનાઓ અને દુનિયાને લઇને આપણા વિચાર પણ પ્રભાવિત થાય છે.

શું તમે જાણો છો ? ઈયરફોન પર કેમ R અને L લાખેલું આવે છે

સામાન્ય રીતે તમે ઈયરફોન અને હેડફોન વાપરતા જ હશો. આનો ઉપયોગ કરતા સમયે તમે વિચાયું છે કે કેમ આમાં R(Right) અને L (Left) લખેલ હોય છે? ઠીક છે, જ્યારે આમાં R અને L લખ્યું હોય છે ત્યારે આપણે તેના આધારે જ કાનમાં જોડીએ છીએ. 


ખેરખર બંને ઈયરફોનમાં સાઉન્ડ અલગ-અલગ આવે છે એક નહિં. કોઈ કારણ વગર જ આમાં રાઈટ કે લેફટ અકિલા નથી લખવામાં આવતું. આની પાછળ એક લોજીક પણ છે. આની પાછળ Sound Engineering થી લઈ રેકોડીંગના કારણો જોડાયેલ હોય છે. જો સ્ટીરીયો રેકોડીંગના સમયે કોઈ સાઉન્ડ ડાબી બાજુથી આવે તો લેફટ ઈયરફોનમાં તેનું સાઉન્ડ અકીલા સૌપ્રથમ તેજ સંભળાય અને પછી ધીરે-ધીરે રાઈટમાં સંભળાય છે.

હવે તમે ઘણીવાર મ્યુઝિકલ સોંગ જોતા હશો તો પણ ખબર પડશે કે જ્યારે કોઈ વાંસળીની ધ્વની આવતી હોય ત્યારે Instrument નો અવાજ બીજા અવાજ પાછળ દબાયા વગર જ સ્પષ્ટ સંભળાય એ કારણે પણ ઈયરફોનમાં R અને L લખવામાં આવે છે.

Friday, 29 March 2019

અ'વાદની સીદી સૈયદની જાળી છે બેનમૂન સ્થાપત્યની નીશાની


સીદી સૈયદની મસ્જિદ એ મસ્જિદ કરતા તેમાં લાગેલી સીદી સૈયદની જાળીથી વધારે પ્રખ્યાત છે. સીદી સૈયદની જાળી એ સીદી સૈયદની મસ્જિદની એક દિવાલ પર લાગેલી પ્રખ્યાત જાળી છે. આ જાળીની ખાસિયત એ છે કે આટલી મોટી જાળી એક જ પથ્થરમાંથી બનેલી છે. આ જાળી નક્શીકામનો બેજોડ નમુનો ગણાય છે. અમદાવાદની પ્રસિદ્ધ ઇમારતોમાંની એક હોવા ઉપરાંત સીદી સૈયદની જાળી અમદાવાદના ચિહ્ન તરીકે પણ વપરાય છે.

આ જાળી લાલ દરવાજા પાસે આવેલી છે અને ત્યા બીજી જાળી પણ આવેલી છે, એ પણ એટલી સુંદર અને રમણીય છે. આવી કુલ ૪ જાળીઓ છે.

પ્રથમ નજરે જોતાં એમ લાગે કે ખજૂરીના ઝાડની ડાળીને પથ્થરો વચ્ચે ગોઠવીને ફિટ કરી દીધી છે, પરંતુ તે રેતિયા પથ્થરોથી કંડારાયેલી કલાત્મક જાળી છે. અમદાવાદમાં આવતા વિદેશી નાગરિકો જેની અચૂક મુલાકાત લે છે. સીદી સઈદની જાળી શહેરના સ્મૃતિચિહ્ન તરીકે પ્રસ્થાપિત થઈ છે.


સીદી સૈયદની જાળીનો એક ભાગ ચોરી લેવાયો હતો કે વિદેશ લઈ જવાયો હતો તેવી પણ માન્યતા છે. જો કે તેને ઐતિહાસિક સમર્થન મળતું નથી. સલ્તનત યુગની મહત્વપુર્ણ ઘટનાઓ વચ્ચે વર્ષ ૧૫૭૩માં બનાવાયેલી સીદી સૈયદની જાળી સહૃદયતાના પ્રતીકસમાન હતી. આ જાળી સીદી સઈદે બનાવી હોવાના નામે પ્રચલિત છે પરંતુ, તેનું ખરેખર નામ શીદી સઈદની જાળી છે.

કલાત્મક કોતરણી કલાત્મક કોતરણી રેતિયો પથ્થર સમય જતાં ઘસાતો જતો હોય છે પણ ઇ.સ.૧૫૭૩ માં બંધાયેલી જાળીની કોતરણીની નજાકત હજુ આજસુધી બરકરાર રહી છે. આ જાળીની ખાસિયત તેમાંનું ખજૂરીનું ઝાડ અને વૃક્ષની ડાળીઓ છે. તેની ગૂંથણી એટલી સફાઈદાર અને નાજુક છે કે નજર પણ અટવાઈ જાય. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટે તેને પોતાના પ્રતીકમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો પણ મહેમાનોને આ જાળીની પ્રતિકૃતિ ભેટમાં આપે છે. અમદાવાદની ઓળખનાં ચિહ્નો તરીકે સ્થાપિત થયેલી જાળીની પ્રતિકૃતિ બહારથી આવતા મુલાકાતીઓ તેમની સાથે લઈ જાય છે.

આખી જાળી એક જ પથ્થરમાંથી કંડારવામાં આવી છે.

એક અનુમાન એવું છે કે આખી જાળી એક જ પથ્થરમાંથી કંડારવામાં આવી છે પરંતુ અલગ અલગ ટૂકડા પર કોતરણી કરીને તેને સાધવામાં આવ્યા છે. સીદી સૈયદ તે સમયે કયા કારીગરો પાસે આ જાળી બનાવડાવી અને તે ટુકડા સાંધવા શેનો ઉપયોગ કર્યો તે બાબત પણ વધુ સંશોધન માગી લે તેમ છે, કારણ કે જાળી પથ્થરના બદલે કપડા પર ભરતકામ કર્યું હોય તેવી બેનમૂન લાગે છે.

સવા ચારસો વર્ષ પૂરા સવા ચારસો વર્ષ પૂરા જેના કારણે એક જ જાળીમાં ચિત્રકામ, નકશીકામ સુથાર અને કડિયાકામ બન્યું હોય તેવો વિરલ સંગમ છે. સવા ચારસો વર્ષ પછી પણ જાળી તેના મૂળ સ્વરૂપે જ રહી છે તે પણ આશ્ચર્યજનક વાત છે. તેના કારણે જ આ જાળી અમદાવાદની ઓળખસમાન બની છે. જાળીની સન્મુખ ઊભા રહીને થોડીવાર સુધી તેને જોતાં તેમાં ખોવાઈ જવાય તેવું કલાત્મક સોંદર્ય ધરાવે છે.

ત્રીજી જાળી હોવાની માન્યતાઓ

સીદી સૈયદની જાળીમાં બે કલાત્મક કોતરણીવાળી જાળી છે. તેમાં વધુ એક જાળી હતી તેમ કહેવાય છે. જેને અંગ્રેજો તેમના સમયે બ્રિટન લઈ ગયા હતા તેમ કહેવાય છે. એક વાત એવી પણ છે કે ન્યૂયોર્કમાં એક જાળી લઈ જવાઈ છે. જો કે સાચી વાત એ છે કે સીદી સૈયદની મસ્જિદનું કેટલુંક કામ તેમાં પણ મિનારા અને કમાનો અધૂરાં બનાવાયા હોય તેવું લાગે છે.

અધૂરું મસ્જિદ

તે પાછળનું કારણ એવું છે કે, સીદી સઈદે તેની જાગીરનાં ગામોની આવકમાંથી ફક્ત કંઈક બેનમૂન મસ્જિદ બનાવવી તેન ધૂનથી કામ શરૂ કરાવ્યું હતું પરંતુ, જહૂજાર ખાન નામના સીદી સરદાર સાથે પાછળથી તેને વાંકું પડતાં સીદી સૈયદનાં ગામો પાછાં લઈ લેવાયાં હતાં. તે જ સમયે અકબરે ગુજરાત જીતી લેતાં સીદી સૈયદની આવક બંધ થઈ જતાં તે મસ્જિદનું અધૂરું કામ પૂરું કરાવી શક્યો નહીં. તેથી એક જગ્યાએ જાળીના સ્થાને પથ્થર મૂકવામાં આવ્યા છે. અંગ્રેજો ત્રીજી જાળી લઈ ગયા હોય તેવી વાતને કોઈ સમર્થન મળતું નથી. સુલ્તાન અહેમદ ત્રીજાના સમયે સીદી સઈદે આ જાળી બનાવડાવી હતી. તેનું અવસાન થતાં તેને તેણે જ બનાવડાવેલી આ મસ્જિદમાં દફનાવાયો હતો.

રિઝવાન કાદરીના પુસ્તક પ્રમાણે

ઇતિહાસકાર રિઝવાન કાદરી તેમના પુસ્તક અતીતના આયનામાં અમદાવાદમાં નોંધ કરતાં લખે છે કે, ‘ગુજરાતમાં આ હબસીઓ (સીદી) ક્યારથી આવ્યા તેનો કોઈ ચોક્કસ ઉલ્લેખ નથી, પરંતુ સુલતાન અહેમદ (ત્રીજા) ના સમયમાં સીદીઓ શકિ્તશાળી બન્યા તે સમયે જહૂજાર ખાન નામનો શકિતશાળી સરદાર હતો, જેને પાછળથી મોગલ રાજા અકબરે એક હત્યા બદલ હાથી નીચે ચગદાવી નાખ્યો હતો. આ સરદારનો મિત્ર સીદી સૈયદને તેની વફાદારીના કારણે કેટલાં ગામ અપાયાં હતાં.

વાસ્તવિકતા

સીદી સૈયદ તે ગામની આવકનો ઉપયોગ કેટલાંક સદ્કાર્યોમાં કરતા તે તેના નામે જ પ્રચલિત બની. તે સમયમાં પથ્થરમાં આવી કોતરણી કરવી કેવી રીતે શકય હતી, પરંતુ વાસ્તવિકતા એ છે કે જાળીને ચોરસ રેતિયા પથ્થરમાંથી સાંધીને બનાવાઈ છે. આ જાળીની પહોળાઈ દસ ફૂટ અને ઊચાઈ સાત ફૂટ છે. વર્ષોપૂર્વે એક હજાર રૂપિયામાં તેની લાકડાની પ્રતિકતિ બનાવાઈ હતી. વર્ષો પછી પણ ગરમી, ઠંડી અને વરસાદ ઝીલ્યા છતાં તેને આંચ આવી નથી. તેમાં ખજૂર કે નાળિયેરનાં ઝાડનાં પાંદડાં જેવી કોતરણીને એટલી સૂક્ષ્મ રીતે કંડારવામાં આવી છે.

રશિયાનો ઝાર

રશિયાનો ઝાર જયારે ભારતની મુલાકાતે આવ્યો હતો ત્યારે તેણે સીદી સૈયદની જાળીની મુલાકાત લીધી હતી. તે પછી ઈગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ પણ જાળીની કોતરણી જોઈને અચંબામાં પડી ગયાં હતાં.

ઇતિહાસકાર ફર્ગ્યુસન

ઇતિહાસકાર ફર્ગ્યુસનના કહેવા પ્રમાણે આ જાળી મૂળ જેવી જ લાગે છે, તેના પરથી કહી શકાય કે તેને બનાવનારો આ વિશિષ્ટ કળામાં કાબેલ હતો.

મરાઠા અને અંગ્રેજોના સમયમાં

મરાઠા અને અંગ્રેજોના સમયમાં એક તબક્કે આ જાળીને ચૂનાથી ધોળી નાખવામાં આવી હોવાથી તે સમયે તેને જોનારા આને આરસની મસ્જિદ હોવાનું પણ કહેતા હતા.

જાળીનું કામ પૂરું થઈ શક્યું નહોતું

સુલ્તાન અહેમદ ત્રીજાના સમયે આ જાળી તે સમયે સીદીઓ પ્રભાવશાળી અને શકિતશાળી હોવાનું કહેતા હતા તે સમયે બનાવાઈ હતી, પરંતુ કમનસીબે પાછળથી તેમને રાજસત્તા સાથે વાંધો પડતાં સીદી સૈયદની જાળીનું કામ પૂરું થઈ શક્યું નહોતું.

દેલવાડાંના દેરાંની કોતરણીની હરીફાઈમાં

ચોરસ રેતિયા પથ્થર પર જુદી જુદી કોરતણી કરી જિગસો પઝલની જેમ ગોઠવી અદ્ભુત કોતરણીકામ ઊભું કરવું કેટલું મુશ્કેલ છે તે શિલ્પીઓ સારી રીતે જાણે છે. સૂક્ષ્મ અને કલાત્મક કોતરણીની દ્રષ્ટિએ આ જાળી દેલવાડાંના દેરાંની કોતરણીની હરીફાઈમાં ઉતરે એમ છે.

હવે રેલગાડી પર હશે ભારતની સંસ્કૃતિ!!!
પાણી ફિલ્ટરનો પ્રાચીન પ્લાન્ટ એટલે સહસ્ત્રલિંગ તળાવ
સમૃદ્ધિનું પ્રતિક રંગોળી!

Thursday, 28 March 2019

બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકના વિલયને સરકારની મંજૂરી

આ ત્રણેય બેંકોના વિલય બાદ બનેલી બેંક દેશની ત્રીજી સૌથી મોટી બેંક હશે

બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકના વિલયની જાહેરાત થઇ ચુકી છે. કેન્દ્ર સરકારે બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકના વિલય પર મંજૂરીની મહોર મારી દીધી છે. સરકારનાં આ નિર્ણયની સાથે જ SBIની સહયોગી બેંકોના વિલય બાદ બેંકિંગ ક્ષેત્રનું આ બીજુ સૌથી મોટુ વિલય ગણાશે. આ નિર્ણયની માહિતી આપતા નાણા સચિવ રાજીવ કુમારે કહ્યું કે આ ત્રણેય બેંકોના વિલય બાદ બનેલી બેંક દેશની ત્રીજી સૌથી મોટી બેંક હશે. 


આ નિર્ણય અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા નાણામંત્રી અરૂણ જેટલીએ મીડિયાને કહ્યું કે, સરકારે બજેટમાં જાહેરાત કરી હતી કે બેંકોનાં એકીકરણ કરવામાં આવશે. આ અમારો એજન્ડા હતો. આ દિશમાં પહેલા ઘણા પગલા લેવાઇ ચુક્યા છે. 

વિલયથી આ બેંકોના કર્મચારીઓ પર શું અસર પડશે તે અંગે જેટલીએ કહ્યું કે, સરકાર દ્વારા વિલયની જાહેરાતને ધ્યાને રાખી ત્રણેય બેંકોના કર્મચારીઓને પોતાના કેરિયર મુદ્દે ચિંતિત થવાની જરૂર નથી. કોઇ પણ કર્મચારએ ગભરાવાની જરૂર નથી. તેમના માટે પ્રતિકુળ હોય તેવી કોઇ જ અસર નહી થાય. 

નાણામંત્રીએ કહ્યું કે, તમામ કર્મચારીઓનાં હિતોનું રક્ષણ કરવામાં આવશે. ત્રણેય બેંકોના વિલયથી ભારતની ત્રીજી સૌથી મોટી બેંક બનશે; જે વૈશ્વિક સ્તરની હશે. જેટલીએ કહ્યું કે, ત્રણેય બેંકોના વિલયથી તેમની સંચાલન ક્ષમતામાં વધારો થશે. 

રાજીવ કુમારે જણાવ્યું કે, ત્રણેય બેંકોના નિર્દેશક મંડળ વિલય પ્રસ્તાવ અંગે મંત્રણા કરશે. તેમણે કહ્યું કે, બેંકિંગ ક્ષેત્રમાં સુધારાની જરૂર છે અને સરકાર બેંકોની મુડીની જરૂરિયાતોને નજરમાં રાખી રહી છે. તેમણે કહ્યું કે બેંકોનાં વિદેશમાં સંચાલનની યુક્તિ સંગત બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર એવા પગલા ઉઠાવવા માટે ગંભીર છે જેથી ભવિષ્યમાં NPAનાં ભાષણની પેદા સમસ્યા ન થાય.

Wednesday, 27 March 2019

જાણો બજેટ વિશે ન જાણેલી વાતોને1860માં પહેલું બજેટ
ભારતમાં સામાન્ય બજેટની શરૂઆત બ્રિટિશ વાયસરોયની કાઉન્સિલના ફાઇનાન્સ મેમ્બર જેમ્સ વિલ્સને કરી કરી હતી. તેમણે 18 ફેબ્રુઆરી, 1860ના રોજ દેશનું પહેલું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું.

આઝાદી પછી બજેટ
15 ઓગસ્ટ, 1947 પછી દેશનું પહેલું સામાન્ય બજેટ આર. કે. ષણમુખમ ચેટ્ટીએ 26 નવેમ્બરે સદનમાં રજૂ કર્યું હતું. આ દરમિયાન નાણામંત્રીનો કાર્યક્રમ લગભગ 7 મહિના જ રહ્યો હતો. 

હિન્દીમાં બજેટ
1955-56ના વર્ષ પહેલાં સામાન્ય બજેટના દસ્તાવેજ અંગ્રેજીમાં બનતા હતા, જે દેશની અડધી જનતાને સમજમાં નહોતા આવતા પછી આ બજેટના દસ્તાવેજ હિન્દીમાં પણ તૈયાર થવા લાગ્યા. 

હલવા સેરેમની
ભારતમાં બજેટના દસ્તાવેજોનું છાપકામ શરૂ થતાં પહેલાં હલવા સેરેમની યોજવામાં આવે છે. જેમાં મગની દાળનો હલવો બનાવવામાં આવે છે. આ હલવો નાણામંત્રી બજેટ તૈયાર કરતા અન્ય કર્મચારીઓને વહેંચે છે. હલવા સેરેમનીથી લઈને બજેટ સદનમાં રજૂ થાય ત્યાં સુધી બજેટથી જોડાયેલા તમામ કર્મચારીઓ મંત્રાલયમાં જ રહે છે. 

બજેટનું છાપકામ
જ્યારે 26 નવેમ્બર, 1947માં આઝાદ ભારતનું પહેલું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારથી લઈને 1950 સુધી બજેટ દસ્તાવેજ રાષ્ટ્રપતિ ભવનમાં છપાતું હતું, પરંતુ 1950માં બજેટ લીક થવાથી તેનું સ્થાન બદલીને મિન્ટોરોડ સ્થિત એક સરકારી પ્રેસને સોંપી દેવામાં આવ્યું પરંતુ 1980થી બજેટનું છાપકામ નોર્થ બ્લોકના બેઝમેન્ટમાં ચાલુ થયું હતું, જે આજ સુધી ત્યાં જ થાય છે. 
બજેટ પ્રેસ પૂર્ણ વાતાનુકૂલિત છે અને આધુનિક પ્રિન્ટિંગ મશીનોથી સજ્જ છે. હલવા સેરેમની પછી 100 કર્મચારીઓને નોર્થ બ્લોકના બેઝમેન્ટમાં લાવવામાં આવે છે, જ્યાં બે પ્રિન્ટિંગ પ્રેસ છે ત્યાં તેમને સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી રાખવામાં આવે છે અને બહારની દુનિયા સાથે સંપર્ક કરવા દેવામાં આવતો નથી. આ લોકો છાપકામ, પ્રૂફ રીડિંગ અને ભાષાંતરના કામમાં સામેલ હોય છે.

નોર્થ બ્લોકમાં પત્રકારોને નો એન્ટ્રી
સામાન્ય રીતે બજેટની તૈયારીમાં લાગેલા નોર્થ બ્લોકની ચોક્કસ જગ્યામાં જાન્યુઆરીથી જ સામાન્ય જનતા અને પત્રકારો પર રોક લગાવી દેવામાં આવે છે. આ સાથે જ બહારથી આવતી અને જતી તમામ વસ્તુઓ પર સ્પેશિયલ એક્સરે સ્કેન કરવામાં આવે છે. આ સાથે જ ત્યાં શક્તિશાળી મોબાઇલ ફોન જામર લગાવી દેવામાં આવે છે, જેથી મોબાઇલ ફોનથી કોઈપણ સૂચના બહાર ન જાય. બજેટથી જોડાયેલા વરિષ્ઠ અધિકારીઓ અને પ્રક્રિયામાં સામેલ કર્મચારીઓની ઓફિસનાં ઇન્ટરનેટ કનેક્શન કાપી નાખવામાં આવે છે. 

બજેટ 11.00 કલાકે શરૂ
વર્ષ 2000 સુધી સામાન્ય બજેટ સાંજે 5.00 કલાકે રજૂ થતું હતું, પરંતુ ત્યાર બાદ સમય બદલાઈ ગયો હતો. ભૂતપૂર્વ નાણામંત્રી યશવંત સિન્હાએ 2001માં સવારે 11.00 કલાકે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. 

મોરારજી દેસાઈએ સૌથી વધુ બજેટ રજૂ કર્યાં
સૌથી વધુ બજેટ રજૂ કરનાર નાણામંત્રીમાં મોરારજી દેસાઈનું નામ ટોપ પર છે. તેમણે 10 વાર દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. તેમણે બે વાર પોતાના જન્મદિવસ 29 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કર્યું હતું. 

પ્રધાનમંત્રીએ બજેટ રજૂ કર્યું
દેશમાં નાણામંત્રી જ નહીં પરંતુ પ્રધાનમંત્રી પણ સામાન્ય બજેટ રજૂ કરી ચૂક્યા છે. પંડિત જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ પ્રધાનમંત્રીની સાથે નાણામંત્રી રહીને બજેટ રજૂ કર્યું હતું. 

બજેટ રજૂ કરવાનો સમય
1982માં જ્યારે પ્રણવ મુખર્જી નાણામંત્રી હતા, ત્યારે તેમણે 1 કલાક 35 મિનિટમાં બજેટ રજૂ કર્યું હતું. ત્યારે ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે, પ્રણવ મુખર્જીએ સૌથી ઓછા સમયમાં બજેટ રજૂ કર્યું છે. તેમણે 2 કલાકનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. 

બ્લ્યુ જેકેટ
આ તમામ દસ્તાવેજોની સુરક્ષા બ્લ્યુ જેકેટ કરે છે. બ્લ્યુ કલરના એક સુરક્ષિત થેલામાં બજેટના તમામ દસ્તાવેજો રાખવામાં આવે છે, જેના પ્રભારી નાણા મંત્રાલયના સંયુક્ત સચિવ હોય છે, જે કોઈ પણ વ્યક્તિ ભલે પછી તે નાણામંત્રી કેમ ન હોય, તેને આ દસ્તાવેજોને બજેટની તારીખ પહેલાં નોર્થ બ્લોકથી બહાર લઈ જવા દેતા નથી.

જિનેટિક વિજ્ઞાનનો પ્રણેતા: ગ્રેગોર મેન્ડેલ

માણસ, પશુપક્ષીઓ અને વનસ્પતિના શરીરની રચના અને લક્ષણો વારસાગત હોય છે. દરેક સજીવને પોતાનો વંશવેલો હોય છે. આ ક્ષેત્રના અભ્યાસને જિનેટિકસ કહે છે. આ વિજ્ઞાાનનો પાયો ગ્રેગોર મેન્ડેલે નાખ્યો હતો. આ શોધ પછી જીન અને ડીએનએની શોધ થઈ હતી. આ સંશોધનથી ઘણાં રોગોની સારવાર શક્ય બની અને જિનેટિક વિજ્ઞાનની અલગ શાખા શરૂ થઈ.


મેન્ડેલનો જન્મ ઇ.સ. ૧૮૨૨ના જુલાઈની ૨૦ તારીખે ઓસ્ટ્રીયામાં થયો હતો. બાળવયમાં તે ખેતર અને બગીચાની સારસંભાળ રાખવાનું કામ કરતો. ઓલોમુક યુનિવર્સિટીમાં ફિલોસોફી અને ફિઝિક્સનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને કારકિર્દી શરૂ કરી. યુનિવર્સિટીના નેચરલ હિસ્ટ્રી વિભાગમાં વનસ્પતિના વંશવેલા અંગે સંશોધનો થતા હતા.

મેન્ડેલે તેમાં અભ્યાસ કર્યો અને સાથે સાથે પાદરી પણ બન્યો. પાદરી બન્યા પછી તેનું નામ ગ્રેગોર રાખ્યું. તે વિયેનામાં ચર્ચમાં પાદરી તરીકે જોડાયો. સેન્ટ થોમસ ચર્ચમાં રહીને તેણે મધમાખી અને વનસ્પતિનો ઉછેર કરી સંશોધનો કરવાનું ચાલુ રાખ્યું. તેણે ૨૯૦૦૦ જેટલા વટાણાના છોડ ઉછેરી તે વારસાના ચોક્કસ નિયમો જાળવી રાખે છે તેવી શોધ કરી અને અભ્યાસ નિબંધ લખ્યો. શરૂઆતમાં તો તેની ટીકા થઈ અને તેની વાત કોઈએ સ્વીકારી નહીં.

ઇ.સ. ૧૮૮૪ની જાન્યુઆરીની છઠ્ઠી તારીખે તેનું અવસાન થયેલું ત્યારબાદ ૧૯૦૦ પછી જીવવિજ્ઞાાન ક્ષેત્રે ઘણાં સંશોધનો થયા ત્યારે મેન્ડેલે કરેલા સંશોધનો સાચા હોવાનું જણાયું અને તેના સિદ્ધાંતનો જગતભરમાં સ્વીકાર થયો.

Monday, 25 March 2019

બનાવો તમારા પાસવર્ડને સેફ અને એક મજબૂત પાસવર્ડ

આજના ડિજિટલ યુગમાં સુરક્ષિત રહેવાનું સૌથી અગત્યનું પગલું છે તમારા પાસવર્ડને સુરક્ષિત રાખવો. તો ચાલો જાણીએ કેવી રીતે બનાવાય સુરક્ષિત પાસવર્ડ! અને સમજીએ સ્ટ્રોંગ પાસવર્ડ રાખવા પાછળનાં ગણિતને!!! 

આજનો યુગ એટલે ડિજિટલ યુગ. આ ડિજિટલ દુનિયામાં તો તમારાં અનેક પાસવર્ડ હશે. જેમ કે, વાઈ-ફાઈનો પાસવર્ડ, ફેસબુક અને ટ્વિટર જેવી સોશિયલ વેઈસાઈટનો પાસવર્ડ, બેંક એકાઉન્ટનો પાસવર્ડ વગેરે. 

ઓનલાઈન હેક થવા પાછળનું સૌથી મોટું કારણ હોય તો એ છે એકદમ સરળ પાસવર્ડ; જે કોઈ પણ હેકર સરળતાથી વિચારી શકે છે અથવા તો સોફ્ટવેરની મદદથી જાણી લે છે. 


પાસવર્ડ કેવી રીતે હેક થાય છે

પાસવર્ડ હેક થવાનું સૌથી મોટું કારણ છે નબળો પાસવર્ડ રાખવો. ધારો કે કોઈ એ વ્યક્તિ એ માત્ર “password” શબ્દ ને પાસવર્ડ તરીકે રાખ્યો હોય આ શબ્દ માત્ર બીજી એબીસીડીમાં છે; જે એક સોફ્ટવેરની મદદથી 4 મિનિટમાં હેકર જાણી શકે છે પરંતુ જો તમે પ્રથમ અને બીજી એબીસીડીના અક્ષરો ભેગા કરીને પાસવર્ડ બનાવો છો, જેમ કે “Password”. આ પાસવર્ડને તોડતા 15 કલાકનો સમય લાગી શકે છે. જો તમે હજી પણ આમાં સ્પેશિયલ કેરેક્ટર ઉમેરો છો, જેવો કે “P@ssword”. તો તેને તોડવામાં 70 દિવસનો સમય લાગી શકે છે. અને જો તમે તેમાં આંકડાઓ પણ ઉમેરો છો, જેમ કે “P@ssword1”. તો આ પાસવર્ડને તોડતા અંદાજે 18 વર્ષનો સમય લાગી શકે છે. અને જો હજી “P@ssword11” ને તોડવામાં અંદાજીત 1700 વર્ષનો સમય લાગી શકે છે. 

પાસવર્ડને સુરક્ષિત રાખવામાં તેમની લંબાઈ સૌથી અગત્યની ભૂમિકા ભજવે છે અને બીજી મહત્વની બાબત છે પાસવર્ડની કોમ્પલેક્ષસિટી. પાસવર્ડને માત્ર લોઅરકેસમાં રાખવાને બદલે અપરકેસ, લોઅરકેસ, ડિજિટ અને સ્પેશિયલ કેરેક્ટરનું મિશ્રણ કરી બનાવવામાં આવે તો તે સરળતાથી તૂટી શકતો નથી. પાસવર્ડની લંબાઈ વધારતાં તેની કોમ્પલેક્ષસિટીમાં પણ વધારો થાય છે. અંગ્રેજી ભાષામાં અપર અને લોઅરકેસમાં કુલ 52, ડિજિટમાં 10 અને સ્પેશિયલ કેરેક્ટરમાં કુલ 33 અક્ષર છે. મતલબ કે કુલ 95 કેરેક્ટર છે. 

જો આમાંથી આપણે 6 આંકડાનાં પાસવર્ડ બનાવીએ તો 95^6 = 735 અબજ અને 8 આંકડાનાં પાસવર્ડ માટે કુલ 95^8 = 630 ટ્રિલિયન જેટલા પાસવર્ડ બની શકે છે. 

જાણો પાસવર્ડ તોડતાં લાગતો અંદાજીત સમય 

8 અક્ષર
9 અક્ષર
10 અક્ષર
LC
208 સેકન્ડ
90 મીનીટ
39 કલાક
LC & UC
14 કલાક
32 દિવસ
4.5 વર્ષ
LC, UC & Digit
2.5 દિવસ
5 વર્ષ
26 વર્ષ
LC, UC, Digit & SC
70 દિવસ
18 વર્ષ
1707 વર્ષ

કોમન પાસવર્ડ 

એક રિસર્ચ અનુસાર, પાસવર્ડ 4 અલગ-અલગ પ્રકારના હોય છે. તેમાં સૌથી લોકપ્રિય બ્રાન્ડ, ફિલ્મ અને મ્યુઝિક, લવ અને હેટ તથા ચેમ્પિયન્સ લીગ ટીમ (ફૂટબોલ ટીમ)ના નામ હોય છે. 

ડેશલેનની રિસર્ચમાં સામે આવ્યું કે, સૌથી વધુ પાસવર્ડ કેરેક્ટર એવા હોય છે જે કીબોર્ડમાં આસપાસમાં હોય છે. જેને 'પાસવર્ડ વોકિંગ' કહેવાય છે. પાસવર્ડ વોકિંગ ખૂબ જ જોખમી છે. મોટાભાગના હેકર્સ તેનો ફાયદો ઉઠાવે છે અને સરળતાથી પાસવર્ડ હેક કરી શકે છે. પાસવર્ડ વોકિંગના સૌથી કોમન ઉદાહરણઃ QWERTY અને 123456 છે. જો કે, તે સિવાય ડેશલેનની રિસર્ચ અનુસાર અન્ય કોમન પાસવર્ડ 1q2w3e4r, 1qaz2wsx, 1qazxsw2, zaq12wsx,! Qaz2wsx અને 1qaz @ wsx છે. 

બ્રાન્ડ સંબંધિત કોમન પાસવર્ડ : myspace, mustang, linkedin, ferrari, playboy, mercedes, cocacola, snickers અને corvette 

મ્યુઝિક અને ફિલ્મને લગતા કોમન પાસવર્ડ : superman, pokemon, slipknot, starwars, metallica, nirvana, blink182, spiderman, greenday અને rockstar 

ફૂટબોલ ટીમના નામવાળા પાંચ કોમન પાસવર્ડ : liverpool, chelsea, arsenal, barcelona અને manchester છે. 

25 કમજોર પાસવર્ડની યાદી : 123456, password, 123456789, 12345678, 12345, 111111, 1234567, sunshine, qwerty, iloveyou, princess, admin, welcome, 666666, abc123, football, 123123, monkey, 654321, !@#$%^&*, Charlie, aa123456, Donald, password1, qwerty123 

પાસવર્ડને સુરક્ષિત રાખવાના ઉપાયો : 
1.     પાસવર્ડને વધારે પડતો સરળ ન રાખવો.
2.     પાસવર્ડ અપરકેસ અને લોઅરકેસનું મિશ્રણ કરી 8થી 10 આંકડાનો રાખવો.
3.     તમારા દરેક એકાઉન્ટ માટે અલગ અલગ પાસવર્ડ રાખવો.
4.     તમારો પાસવર્ડ કોઈને પણ કહેશો નહીં. એક વાત યાદ રાખો કે સાયબર લો પ્રમાણે કોઈનો પાસવર્ડ માંગવો ગેરકાયદેસર છે.
5.     અન્ય લોકોનું કમ્પ્યુટરથી પોતાનું એકાઉન્ટ વાપરવું પડતું હોય તેમ હોય ત્યારે તેમાં લોગ આઉટ કરવાનું રાખો.
6.     વધારે પડતાં ફ્રી વાઈ-ફાઈનો ઉપયોગ ટાળો; ખાસ કરીને ઓનલાઈન ટ્રાન્જેક્શનમાં.
7.     તમારા ખૂબ અગત્યનાં એકાઉન્ટ જેવા કે ઈ-મેઈલ, ફેસબુકને 2 સ્ટેપ-વેરિફિકેશનમાં રાખો.