Tuesday, 12 February 2019

દેશની સૌથી સુપરફાસ્ટ અને એન્જિનવિહોણી ટ્રેનને મળ્યું નવું નામ

સંપૂર્ણ સ્વદેશી હાઈસ્પીડ ટ્રેન-18 હવે તમને પોતાની ઝડપનો અનુભવ કરાવવા તૈયાર થઈ ગઈ છે. આ ટ્રેન પોતાનો પહેલો પ્રવાસ દિલ્હીથી વારાણસી વચ્ચે કરશે. તો જો આગામી દિવસોમાં તમારે દિલ્હીથી વારાણસી જવું હોય તો સ્વદેશી સુપરફાસ્ટ ટ્રેનનો અલગ જ આનંદ ઉઠાવવો જોઈએ. હાં, પરંતુ એ ધ્યાન રાખજો કે હવે આ ટ્રેનનુ નામ ટ્રેન-18 નથી. હાલમાં જ રેલ મંત્રી પિયૂષ ગોયલે આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું આ હાઈસ્પીડ ટ્રેન સંપૂર્ણ રીતે સ્વદેશી છે જેથી તેનું નામ ‘વંદે ભારત એક્સપ્રેસ’ રાખવામાં આવ્યું છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની પ્રથમ એન્જિનરહિત ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને 15મી ફેબ્રુઆરીના દિવસે લીલીઝંડી આપનાર છે.

ચેન્નઈની ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે આ ટ્રેનને તૈયાર કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ટ્રેન જૂની શતાબ્દી ટ્રેનોની જગ્યા લેશે. સાથે સાથે આ ટ્રેનમાં એન્જિન નહિ હોય, પરંતુ કોચમાં જ એન્જિનનો ભાગ હશે. આ ટ્રેન ૧૮ મહિનામાં બનાવવામાં આવી હતી. 

૧૬ કોચની આ ટ્રેનને એરો ડાયનેમિકના હિસાબી ડીઝાઇન કરાઇ છે. ટ્રેનમાં કોચની મોટી બારીઓ છે. તેના દરવાજા ઓટોમેટિક છે. દરેક કોચની નીચે મોટર લગાડવામાં આવી છે જે ટ્રેનને ચલાવે છે. 

ટ્રેનના બંને છેડે ડ્રાઇવર કેબિન હોવાથી તેને વાંરવાર શંટિંગની જરૂર નહીં પડે. ટ્રેનમાં માત્ર સિટિંગ વ્યવસ્થા (ચેરકાર) જ છે. ખુરશીઓ ખાસ પ્રકારની બનાવવામાં આવી છે; જેને ટ્રેન જે દિશામાં જતી હોય તે તરફ ખુરશીને વાળી શકાય છે. લાઇટિંગ વ્યવસ્થા એલઇડીની છે. 

આ ટ્રેનમાં સેફ્ટીનો પણ ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ કારણે કોઈ પણ દુર્ઘટનાની સ્થિતિમાં એક કોચ બીજામાં ઘૂસશે નહિ. સાથે સાથે આ ટ્રેનમાં આધુનિક ફાયર સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.

No comments:

Post a Comment