Thursday, 14 February 2019

ન માત્ર કેવળ ભારતમાં જ પરંતુ એશિયામાં પણ સુપ્રીમ કોર્ટની પહેલી મહિલા જજ : જસ્ટિસ એમ. ફાતિમા બીવી

૩૦ એપ્રિલ ૧૯૨૭નાં પૂર્વવર્તી રાજ્ય ત્રવંકોર (જે હાલનું કેરળ)માં અન્નવીતિલ મીરા સાહિબ અને ખદીજા બીવીને ત્યાં જન્મનાર ફાતિમાએ ત્રિવેન્દ્રમ લો કોલેજથી કાનૂનનો અભ્યાસ કર્યો. પોતાની ડીગ્રીનાં પ્રથમ વર્ષમાં તે પોતાની કક્ષાની કેવળ પાંચ છોકરીઓમાંથી એક હતી; જેમાં બીજે વર્ષે ત્રણ છોકરીઓ જ રહી હતી.

તે સમયે કોઈ જાણતું ન હતું કે ફાતિમા નામની આ સામાન્ય છોકરી આગળ ચાલીને ઈતિહાસ રચશે.

૧૯૫૦માં ભારતની બાર કાઉન્સિલની પરીક્ષામાં ટોપ કરનાર ફાતિમા પહેલી મહિલા હતી. આ વર્ષનાં નવેમ્બરમાં તે વકીલનાં રૂપમાં નોંધની કરાવી અને કેરળની સૌથી નીચલી ન્યાયપાલિકાથી પોતાની પ્રેક્ટિસ શરૂ કરી. આ વાત તે જમાનાનાં ઘણા લોકોને પચી નહી અને તેને જોઈ લોકો પોતાની આંખો ચઢાવી લેતા હતા.

પરંતુ આ આંખો ફાતિમાનો રસ્તો રોકી ન શકી. આગલા ત્રણ દશકોમાં, સુપ્રીમ કોર્ટની જજ નિયુક્ત થવાથી પહેલાં કેરળની કેટલીય અધીનસ્થ ન્યાયિક સેવાઓમાં તેમણે ડ્યુટી નિભાવી. ૧૯૮૩માં તેમને કેરળ હાઈકોર્ટનાં જજ નિયુક્ત કરવામાં આવ્યાં.

૧૯૮૯માં, કેરળ હાઈકોર્ટનાં જજ પદથી સેવાનિવૃત્ત થયાનાં છ માસ બાદ ફાતિમા બીવીની સુપ્રીમકોર્ટનાં ન્યાયાધીશ તરીકે નિમવામાં આવ્યાં. ભારત માટે આ ગર્વની ક્ષણ હતી કારણ કે આ પળે ભારતની સર્વોચ્ય ન્યાયપાલિકામાં સર્વોત્તમ પદો પર ભારતીય મહિલાઓ માટે રસ્તો ખોલી દીધો હતો. કોઈ પણ ઉચ્ચ ન્યાયપાલિકામાં નિયુક્ત થવાવાળી પહેલી મુસ્લિમ મહિલા ન્યાયાધીશની સાથે, તેમણે એક એશિયાઈ રાષ્ટ્રનાં સર્વોચ્ય ન્યાયાલયની પહેલી મહિલા ન્યાયાધીશ હોવાનું ગૌરવ પણ પ્રાપ્ત કર્યું.

૧૯૯૨માં સેવાનિવૃત્ત થયા બાદ તેઓ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગનાં સદસ્યનાં રૂપમાં કાર્ય કર્યું અને ૧૯૯૭માં તેમને તમિલનાડુનાં ગવર્નરનાં રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા; જેમનો કાર્યકાળ ૨૦૦૧માં સમાપ્ત થયો.

૧૯૮૯માં ફાતિમા બીવીની નિયુક્તિ બાદ, ભારતની સર્વોચ્ય ન્યાયાલયમાં કેવળ છ અન્ય મહિલા ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સિવાય કેવળ બે વાર જ થયું છે કે એક જ સમયે બેથી વધારે મહિલા ન્યાયાધીશ બેઠી હોય.

ફ્રોમ બિહાર ટુ બ્રિટન

એક દિવસ અચાનક તેની માતાએ એક સુંદર સાડી પકડાવી દેતાં આશાને કહ્યું : ‘આજે તને કેટલાંક લોકો જોવા આવવાના છે. આ સાડી પહેરીને તૈયાર થઈ જા.’ નાનકડી આશા સ્તબ્ધ બની ગઈ. તેણે પૂછયું: ‘કોણ ઘેર આવવાનું છે ?’ માએ કહ્યું : ‘તારું લગ્ન લેવાનું છે. તેથી કોઈ તને જોવા આવે છે.’ આશાએ કહ્યું: ‘પણ મમ્મી, હું તો આગળ ભણવા માંગુ છું.’ પરંતુ ઘરમાં તેની વાત કોઈએ સાંભળી નહીં. આશા બિચારી ચૂપચાપ સાડી પહેરી તૈયાર થઈ એક રૂમમાં બેસી ગઈ. કેટલાક સમય બાદ છોકરાવાળા લોકો આવ્યા. તેમણે આશાને જોઈ અને તરત જ પસંદ કરી લીધી. લગ્નનું પણ નક્કી થઈ ગયું. પરિવારમાં હવે બધાં ખુશ હતાં. ખાસ કરીને તેની મમ્મી. માએ આશાને કહ્યું : ‘તારો ભાવિ પતિ મેડિકલનું ભણી રહ્યો છે. કેટલાક વખત બાદ તે ડોક્ટર બની જશે. પરંતુ આ વાત સાંભળી આશા જરા પણ ખુશ નહોતી. તેને હમણાં લગ્ન કરવું નહોતું. તે ખૂબ રડી પરંતુ માએ સમજાવ્યું: ‘તારી સાસરીવાળાં ખૂબ સારા છે, તું સુખી થઈશ. લગ્ન થઈ ગયા. આગળની સત્યઘટના વાંચવા આ link પર click કરો.

દ્રઢ મનોબળ એવું જેનું બીજું નામ

આ બીમારીમાં દરદી સામાન્ય રીતે છ-સાત વર્ષ સુધી જ જીવી શકે છે, પણ એમની બીમારીને એક વરદાન બનાવી દીધું હતું. તેઓ એક વાર કહ્યું હતું કે બીમારી લાગુ પડી એ પહેલાં હું મારી જિંદગીથી બહુ કંટાળી ગયો હતો. હું કોઈ મહત્ત્વનું કામ કરતો હોઉં એવું મને લાગતું નહોતું. ૨૧ વર્ષનો હતો તોય મારી આકાંક્ષાઓ ઘટીને સાવ શૂન્ય થઈ ગઈ હતી, પરંતુ આ બીમારી પછી મને જીવનમાં જે કંઈ મળ્યું એને હું બોનસ તરીકે ગણું છું. વધુ વાંચવા માટે આ link પર click કરો.

Join Our Telegram Channel For Latest Updates
GK in GUJARATI

No comments:

Post a Comment