Saturday, 9 February 2019

કરંટ અફેર્સ ફ્રેબુઆરી - ૨૦૧૯ (૨)

( ૧ ) કેન્દ્રીય સાંખ્યિકી કાર્યાલય (CSO) દ્વારા પ્રકાશિત નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે GDPનો સંશોધિત વૃદ્ધિ દર છે?
A. ૬.૭૦%
B. ૬.૯૦%
C. ૭.૧૦%
D. ૭.૨૦%
જવાબ : ૭.૨૦%

( ૨ ) ભારતીય ક્રિકેટ ખેલાડી મિતાલી રાજે ૨૦૦ વન ડે રમવાવાળી વિશ્વની પહેલી મહિલા ક્રિકેટર બનવાનું ગૌરવ હાંસલ કર્યું છે. તેઓ પોતાનું ૨૦૦મું વન ડે કઈ ટીમની વિરુદ્ધમાં રમ્યું?
A. શ્રીલંકા
B. ઇંગ્લેન્ડ
C. ન્યુઝીલેન્ડ
D. ઓસ્ટ્રેલિયા
જવાબ : ન્યુઝીલેન્ડ

( ૩ ) UAE એ નીચેનામાંથી કયા દેશની સાથે સંયુક્ત ડિજિટલ કરન્સી 'અંબેર' લોન્ચ કર્યું છે?
A. સાઉદી અરબ
B. ઈરાન
C. તુર્કી
D. કતર
જવાબ : સાઉદી અરબ 

( ૪ ) પ્રતિવર્ષ જાન્યુઆરી માસનાં અંતિમ રવિવારનાં કયો આંતરરાષ્ટ્રીય દિવસનાં રૂપમાં મનાવવામાં આવે છે?
A. વિશ્વ વૃદ્ધા દિવસ
B. વિશ્વ જલ સંરક્ષણ દિવસ
C. વિશ્વ કુષ્ઠ ઉન્મૂલન દિવસ
D. આંતરરાષ્ટ્રીય શરણાર્થી માનવાધિકાર દિવસ
જવાબ : વિશ્વ કુષ્ઠ ઉન્મૂલન દિવસ 

( ૫ ) તાજેતરમાં પ્રકાશિત બ્લૂમબર્ગ ઇનોવેશન ઇન્ડેક્સ ૨૦૧૯માં ભારત પહેલી વાર શામેલ થયું છે. આ સૂચકાંકમાં ભારતની રેન્કિંગ_____
A. ૫૧
B. ૫૪
C. ૫૮
D. ૭૨
જવાબ : ૫૪

( ૬ ) ICC એ T-૨૦ ક્રિકેટ વિશ્વકપ-૨૦૨૦ કાર્યક્રમની ઘોષણા કરી દીધી છે. આ વિશ્વકપ ક્યાં રમવામાં આવશે?
A. ઓસ્ટ્રેલિયા
B. શ્રીલંકા
C. ભારત
D. ન્યૂઝીલેન્ડ
જવાબ : ઓસ્ટ્રેલિયા 

( ૭ ) લેહ અને લદાખ ક્ષેત્રમાં પહેલી વાર કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનું નામ જણાવો.
A. દ્રાસ વિશ્વવિદ્યાલય
B. લદાખ વિશ્વવિદ્યાલય
C. કારગિલ વિશ્વવિદ્યાલય
D. લેહ વિશ્વવિદ્યાલય
જવાબ : લદાખ વિશ્વવિદ્યાલય

( ૮ ) અમેરિકી સરકારે ૨ ફ્રેબ્રુઆરી ૨૦૧૯નાં રૂસની સાથે કરવામાં આવેલ નીચેનામાંથી કઈ સંધિથી બહાર થવાનું એલાન કર્યું છે?
A. ઈન્ટરમિડિયેટ-રેંજ ન્યૂક્લિયર ફોર્સેસ ટ્રિટી
B. સ્ટ્રેટજીક આર્મ્સ રિડક્શન્સ ટ્રિટી
C. સ્ટ્રેટજીક ઓફ્ફેંસિવ રિડક્શન્સ ટ્રિટી
D. આ દેશ સાથે કરવામાં આવેલ તમામ સંધિ
જવાબ : ઈન્ટરમિડિયેટ-રેંજ ન્યૂક્લિયર ફોર્સેસ ટ્રિટી

( ૯ ) કયું ભારતીય રાજ્ય આવશ્યક દવાઓ અને ચિકિત્સા ઉપકરણોની કિંમતો સંબંધીનાં ઉલ્લંઘન પર નજર રાખવા માટે PMRU સ્થાપિત કરવાવાળું પહેલું રાજ્ય બની ગયું છે?
A. તમિલનાડુ
B. આંધ્રપ્રદેશ
C. બિહાર
D. કેરલ
જવાબ : કેરલ

( ૧૦ ) PMSYM અંતર્ગત, અસંગઠિત ક્ષેત્રનાં શ્રમિકોને ૬૦ વર્ષની ઉંમર પ્રાપ્ત કર્યા બાદ કેટલું પેન્શન મળશે?
A. દર મહિને રૂ. ૨૦૦૦
B. દર મહિને રૂ. ૩૦૦૦
C. દર મહિને રૂ. ૯૦૦૦
D. દર મહિને રૂ. ૧૦,૦૦૦
જવાબ : દર મહિને રૂ. ૩૦૦૦

No comments:

Post a Comment