Monday, 4 February 2019

કેવી હશે સોનાની ભગવદ્ ગીતા?

ઈસ્કોન સંસ્થા દ્વારા દુનિયાની સૌથી મોટી 800 કિલોગ્રામની ભગવદ્ ગીતા તૈયાર કરવામાં આવી છે. 800 કિલોની આ ભગવદ્ ગીતાના એક પાનાને પલટાવવા માટે ત્રણથી ચાર વ્યક્તિની જરૂર પડે છે; જેમનું લોકાર્પણ દિલ્હીમાં 15મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.

  1. ઈસ્કોન સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ગીતાને છપાવવામાં અઢી વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આ ગીતાને તૈયાર કરવા પાછળ દોઢ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. 
  2. ઈટાલીના મિલાન શહેરથી દરિયાઈ માર્ગે આ ભગવદ્ ગીતાને મુન્દ્રા પોર્ટ ખાતે લાવવામાં આવી હતી. 20મી જાન્યુઆરીએ આ ભગવદ્ ગીતા દિલ્હીના ઈસ્કોન મંદિરમાં લાવવામાં આવી હતી. આ ભગવદ્ ગીતાને ભારત લાવતા 30 દિવસ લાગ્યા હતા. 11 નવેમ્બરે આ પુસ્તકને ઈટાલીના મિલાન શહેરમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
  3. આ ગીતામાં 670 પૃષ્ઠ છે, જેની લંબાઈ 12 ફૂટ અને પહોળાઈ 9 ફૂટ છે. આ ભગવદ્ ગીતાને સિન્થેટિકના મજબૂત કાગળથી તૈયાર કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે, આ ગીતા પર ઘણી બધી ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં પ્લેટિનમ, સોનું અને ચાંદી મુખ્ય છે.
  4. ઈસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રીમદ્ એ.સી. ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજીએ કહ્યું કે, ભગવદ્ ગીતાના પ્રચારને 50 વર્ષ પૂરા કર્યા તે ઉપલક્ષમાં આ ભગવદ્ ગીતા તૈયાર કરવામાં આવી છે. આ પુસ્તક છપાવવા માટેનો ખર્ચ ઈસ્કોનના દરેક કેન્દ્રમાંથી એકત્રિત કરવામાં આવ્યો હતો.
Join Our Telegram Channel For Latest Updates  

GK in GUJARATI

Google plus

No comments:

Post a Comment