જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFની ટૂકડી પર હુમલો થયા બાદ ૧૫ ફેબુઆરીના રોજ સવારે સરકારે એક બેઠક બોલાવવામાં આવી; જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ, ત્રણેય સેનાના અધિકારી તથા મહત્વના લોકો હાજર રહ્યા હતા.
નાણામંત્રી અરૂણ જેટલીએ બેઠક પછી જાહેરાત કરી છે કે પાકિસ્તાનને અપાયેલો મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો પરત લેવાયો છે. આ મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો એટલે શું? તો આવો જાણીએ મોસ્ટ ફેવર્ડ નેશન(MFN)નો દરજ્જો એટલે શું ? તેનાથી પાકિસ્તાનને શું નુકશાન થશે?
મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો એટલે?
- WTO એવું સંગઠન જે વિશ્વના દેશો વચ્ચે જે વેપાર થાય છે તેના પર ધ્યાન રાખે છે. કશું ખોટું ન થાય તેની ધારા ધોરણો આ સંગઠન નક્કી કરે છે.
- આ સંગઠન સાથે ૧૬૨ દેશો જોડાયેલા છે. દેશો વચ્ચેના વેપાર માટે અનેક નિયમો આ સંગઠને બનાવી રાખ્યા છે, જે વેપાર વખતે જે તે દેશોએ માન્ય રાખવાના હોય છે. વિશ્વમાં WTO સાથે જોડાયેલા બે દેશો વચ્ચે વેપાર થાય તો તે આ સંગઠનના ધારાધોરણો મૂજબ થાય છે.
પહેલા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈસર (WTO) ને સમજો
હવે WTOના નિયમોમાં ''મોસ્ટ ફેવર્ડ નેશન''નો ઉલ્લેખ છે.

કોઇ દેશ અન્ય કોઇ દેશ સાથે વેપાર કરે અને તે દેશને વેપાર માટે ખૂબ વધારે પ્રાધાન્ય આપે તો તે દેશને પ્રાધાન્ય આપનાર દેશ તરફથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપવામાં આવે છે.
૧૯૯૫માં WTO ની સ્થાપના થઈ અને ૧૯૯૬માં જ ભારતે વેપાર માટે પાકિસ્તાનને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપી દીધો હતો. અને ત્યારે પછી ભારતે અનેક વાર માંગ કરી છે કે પાકિસ્તાન પણ ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપે.

પણ પાકિસ્તાને આજ સુધી આ દરજ્જો ભારતને આપ્યો નથી. હા એકવાર ૨૦૧૨માં પાકિસ્તાને આ દરજ્જો આપવની વાત કરી હતી પણ તે હજી સુધી સંભવ બની શક્યું નથી.
આ દરજ્જાનો ફાયદો શું?
આ દરજ્જો આપવાથી ફાયદો એ થાય કે પાકિસ્તાન ભારત પાસેથી માલ ખરીદે તો અમૂક પ્રકારના ટેક્સ લાગતા નથી માટે તેના માટે ભારતમાંથી ખરીદેલો માલ સસ્તો થઈ જાય છે.
હવે જાણો ભારત – પાકિસ્તાન વચ્ચેની આયાત નિકાસની વસ્તું
ભારત પાકિસ્તાનને ખાંડ, ચા, પેટ્રોલિયમ, કોટન, ટાયર, રબર સહિત બીજી ૧૪ જેટલી વસ્તુ વેચે છે; જ્યારે પાકિસ્તાનમાંથી ભારત કેરી, અનાનસ, ફેબ્રિક કોટન, હાઈડ્રોકાર્બન, પેટ્રોલિયમ ગેસ, સીમેન્ટ જેવી ૧૯ પ્રમુખ વસ્તુ ખરીદે છે.
હવે આ દરજ્જો પાછો લેવાથી પાકિસ્તાન ભારતમાંથી જે-જે વસ્તું ખરીદશે તે તેને મોંઘી પડશે કારણ કે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો ભારતે આપ્યો હોવાથી તેને અમૂક પ્રકારના ટેક્સથી મુક્તિ મળતી હતી; જે હવે નહી મળે.
આનાથી ભારત પાકિસ્તાનના વેપાર પણ શું અસર થાય?
ભારત પાકિસ્તાન વચ્ચેના વેપારના થોડા આકંડા જુવો તો ખબર પડી જાય કે આની અસર ક્યાં કેવી રીતે થવાની છે.

વર્ષ ૨૦૧૫-૧૬માં ભારત-પાકિસ્તાન વચ્ચે ૬૪૩.૩ અરબ ડોલરનો વેપાર થયો હતો. હાલ ભારત પાકિસ્તાનમાં ૨.૬૭ અરબ ડોલરના માલની નિકાસ કરે છે અને પાકિસ્તાન ભારત પાસેથી ૪૦ કરોડ ડોલર નો માલ ખરીદે છે.
આ ખરીદીમા ભારતને તો ફાયદો થતો નથી કેમ કે પાકિસ્તાને ભરતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપ્યો નથી પણ પાકિસ્તાને આ દરજ્જો ભારત તરફથી મળ્યો હોવાથી પાકિસ્તાનને જરૂર ફાયદો થાય છે. જે આ દરજ્જો પાછો લઈ લેવાથી નહિ થાય.

MFN નો દરજ્જો શું પાછો લઈ શકાય?
જો બે દેશ વચ્ચે સુરક્ષા સંદર્ભના મુદ્દે વિવાદ હોય તો WTO ના આર્ટિકલ 21b મુજબ કોઇ જે તે દેશ આ દરજ્જો પાછો લઈ શકે છે. આ માટે WTO ની કેટલીક શરતો હોય છે તે પૂરી કરવાની હોય છે. આવું ૧૯૮૩માં અમેરિકા અને નિકારગુઆ દેશ વચ્ચે અને ૧૯૯૨માં યુરોપિયન કમ્યુનિટી અને યુગોસલાવિયા વચ્ચે થઇ ચૂક્યું છે.

No comments:
Post a comment