એક પ્રસિદ્ધ ઓક્શન હાઉસ દ્વારા ૨૭મી નવેમ્બરે હોંગકોંગમાં વિશ્વભરની નાયાબ અને અલભ્ય એવી અત્યંત કિંમતી ચીજ વસ્તુઓનું ઓક્શન યોજવામાં આવ્યું; જેમાં 'મૂન ઓફ બરોડા' નામના ડાયમંડનો પણ સમાવેશ થાય છે. આ ડાયમંડના નામ પરથી જ ખબર પડી જાય છે કે તેનો વડોદરા સાથે કોઇ સંબંધ છે.
વાત એવી છે કે ૨૪.૦૪ કેરેટ (૪.૮૧ ગ્રામ)નો અને સોનેરી પીળા રંગનો નાસપતી આકારનો આ ડાયમંડ તેના રંગ અને આકારના કારણે 'રેર' (અલભ્ય) ડાયમંડની શ્રેણીમાં આવે છે અને આ ડાયમંડના મૂળ માલિક વડોદરાનો રાજપરીવાર ગાયકવાડ ફેમિલી હતુ. મૂન ઓફ બરોડા તેમના ખજાનાનો ૫૦૦ વર્ષ સુધી હિસ્સો રહ્યો હતો.
૨૪ કેરેટનો આ ડાયમન્ડ રૂરૂ. ૭.૯૩ કરોડમાં વેંચાયો છે.

૧૮મી સદીમાં વડોદરાના મહારાજા સયાજીરાવના પત્ની ચીમનાબાઇ મહારાણી હતા. ત્યારે તેઓ વિશ્વમાંથી મોંઘાદાટ જવેરાત ખરીદતા હતા. પરંતુ તેની માટે વડોદરાના રાજઘરાનાના સોનીઓની સલાહ જરૂરથી લેતા હતા. તે સમયે ચિમનાબાઇએ લીધેલો ૨૪.૦૪ કેરેટનો યેલો ડાઇમન્ડ મૂન ઓફ બરોડા હાલમાં ફરી ચર્ચામાં આવ્યો છે.
હિરાનો ઇતિહાસ કંઇક આવો હતો.
સન ૧૯૨૦માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા 'મૂન ઓફ બરોડા'ને કોઇ અજાણ્યા ખરીદદારને વેચવામાં આવ્યો હોવાની નોંધ પણ જોવા મળે છે તે પછી ડેટ્રોઇટના જ્વેલરી કલેક્ટર મેયર રોઝનબામ પાસે આ હીરો જોવામાં આવ્યો હતો; જે બાદ હોલીવુડની પ્રસિધ્ધ ગાયિકા અને અદાકારા મેરિલીન મોનરોએ 'ડાયમંડ આર એ ગર્લ્સ બેસ્ટ ફ્રેન્ડ' નામના ગીતમાં અને જેન્ટલમેન પ્રીફર બ્લોન્ડ' મા આ હીરો તેના ગળામાં પહેરેલો જોવા મળ્યો હતો.
૧૯૪૪માં લંડનમાં યોજાયેલા એક જાહેર પ્રદર્શનમાં પણ આ હીરો મુકવામાં આવ્યો હતો. તે પછી ૨૦૦૮માં પણ એક જાહેર પ્રદર્શનમાં આ હીરો જોવા મળ્યો હતો અને પછીથી આ હીરો એક જાપાનીઝ સંગ્રાહક પાસે હતો.
ગાયકવાડ ફેમિલી દ્વારા ઓસ્ટ્રિયાના હેમ્સબર્ગ વંશની એક માત્ર મહિલા સામ્રાજ્ઞી મારીયા થેરેસાને ભેટ આપવામાં આવ્યો હતો. આ ડાયમંડને મારીયાએ તેના નેકલેસમાં લગાડયો હતો; જો કે ૧૮૬૦માં મારીયા થેરેસા દ્વારા ગાયકવાડને પરત મોકલવામાં આવ્યો હતો.
'મૂન ઓફ બરોડા' મૂળ સ્વરૂપે ૨૫.૯૫ કેરેટ (૫.૧૯ ગ્રામ)નો હતો. પછી તેને નાસપતી આકારમાં કટ કરવામાં આવ્યો હતો; જેના કારણે તેનું કદ ઘટીને ૨૪.૦૪ (૪.૮૧ ગ્રામ) થઇ ગયુ હતું.
આ હિરો સાથે એવી પણ માન્યતા જોડાયેલી છે કે જો તેને ભારતમાંથી દરીયા પાર લઇ જવાય તો તેના માલીક માટે અપશુકનિયાળ સાબીત થાય છે.

No comments:
Post a comment