સિદ્ધરાજ જયસિંહ સોલંકી (૧૦૯૩-૧૧૪૩)ના શાસન દરમ્યાન ગુજરાતના વિવિધ ભાગોમાં જે તળાવો બન્યાં તેમાં સહસ્ત્રલિંગ તળાવનો પણ સમાવેશ થાય છે.
સાત હેક્ટરમાં ફેલાયેલા આ તળાવનો માંડ ચોથો ભાગ જ મળી આવ્યો છે. આ તળાવ ચાવડા વંશના દુર્લભસેને બંધાવ્યુ હતું; જેને સિદ્ધારાજ જયસિંહ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઓપ આપ્યો હતો.

તળાવમાં પાણી લઇ આવતી ચેનલ્સની બન્ને બાજુએ સમાંતર ૧૦૦૦ શિવલિંગ બનાવવામાં આવેલાં છે, સહસ્ત્રલિંગ તળાવમાં પાણી સરસ્વતી નદીમાંથી લેવામાં આવે છે. તળાવમાં પાણી લઇ આવવા માટે અટપટી ફિડીંગ ચેનલ્સ બનાવવામાં આવી છે જે ઇંટો અને પથ્થરોની બનેલી છે.
આ વિવિધ ચેનલ્સનું જોડાણ તળાવ પાસે આવેલા ત્રણ ગોળાકાર સ્લૂઝ ગેટ સાથે કરવામાં આવેલું છે. એવું કહેવામાં આવે છે કે, આ તળાવમાં કુદરતી ફિલ્ટરેશન પ્લાન્ટ હતો.

No comments:
Post a comment