વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા ૪ વર્ષ ને ૭ માસ
દરમિયાન કુલ ૯૨ દેશોનો પ્રવાસ કર્યો છે અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનાં ૯૩
વિદેશ પ્રવાસથી ફક્ત એક દેશની મુલાકાત પાછળ છે. આવનારી લોકસભા ચૂંટણી પૂર્વે જો
મોદી બે વિદેશ કરવાસ કરે તો ઇન્દિરા ગાંધી બાદ સૌથી વધુ વિદેશ પ્રવાસ કરનાર
વડાપ્રધાન તરીકે બીજા ક્રમે આવી જશે. કારણ કે અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૧૩ વિદેશ
પ્રવાસ ઇન્દિરા ગાંધીને નામે છે.
વિદેશ રાજ્યમંત્રી વી. કે. સિંહ દ્વારા રાજ્યસભામાં
આપવામાં આવેલી વડાપ્રધાનનાં વિદેશ પ્રવાસની જાણકારીની રસપ્રદ વિગતો આ પ્રમાણે છે.
- મોદીએ પોતાનાં પ્રવાસમાં કરેલા કુલ કરારો અને સમજૂતી કરાર ૪૮૦
- ફ્રાંસ અને જાપાનની ૩ વાર મુલાકાત
- જર્મની, નેપાળ, રશિયા, સિંગાપોરની મુલાકાત ૪ વાર
- ચીન અને અમેરિકાની યાત્રા ૫ વાર
- યુકે, યુએઈ, દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન સહિતનાં ૧૦ દેશોની ૨ વાર મુલાકાત
- નરેન્દ્ર મોદીના પ્રત્યેક વિદેશ પ્રવાસનો સરેરાશ ખર્ચ ૨૨ કરોડ.
- સિંઘનાં બીજા કાર્યકાળમાં વિદેશ યાત્રાનો સરેરાશ ખર્ચ ૨૭ કરોડ.
- મોદીનો સૌથી ખર્ચાળ પ્રવાસ (ફ્રાંસ, જર્મની, કેનેડા) : ૩૧.૨૫ કરોડ
- મનમોહનનો સૌથી ખર્ચાળ પ્રવાસ (મેક્સિકો, બ્રાઝીલ) : ૨૬.૯૪ કરોડ
- યુપીએ-૨માં મનમોહન સિંઘના ૫૦ વિદેશ પ્રવાસનો ખર્ચ ૧૩૫૦ કરોડ
વડાપ્રધાન
|
સમયગાળો
|
પ્રવાસ
|
નરેન્દ્ર મોદી
|
૪ વર્ષ ૭ માસ
|
૯૨
|
મનમોહન સિંહ
|
૧૦ વર્ષ
|
૯૩
|
ઇન્દિરા ગાંધી
|
૧૫ વર્ષ
|
૧૧૩
|
No comments:
Post a comment