Tuesday, 1 January 2019

Me Too Movement

મી ટૂ ઝૂંબેશ કારણે માત્ર વિદેશમાં જ નહીં પરંતુ ભારતીય મહિલાઓ માટે પણ આ વર્ષ અત્યંત નોંધપાત્ર રહ્યું હતું. સદીઓથી પુરૂષોનો ભોગ બનતી મહિલાએ આ ઝૂંબેશ હેઠળ શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને ન્યાય માટે દાદ માંગી.

ભારતમાં મી ટૂ ઝૂંબેશને પરિણામે રાજકારણીથી લઈને ફિલ્મ કલાકારો, ગાયકો, સંગીતકારો અને દિગ્દર્શકોને ખુરશી પરથી નીચે ઉતરી જવું પડ્યું છે. મહિલાનું શોષણ કરવાનો પુરૂષપ્રધાન સમાજનો આ વણલખ્યો નિયમ છે; જે હવે આ ઝુંબેશને પરિણામે ભૂંસાઈ રહ્યો છે અને પુરુષ મહિલાને યથાયોગ્ય માન આપતો થયો છે. 


શું તમે જાણો છો કે આ અભિયાનની શરૂઆત ક્યારે થઈ અને કોણે કરી? જો ના, તો આ આર્ટિકલ સંપૂર્ણ વાંચો.

એ સમય ૨૦૦૬નો હતો; જયારે પહેલી વાર હેશટેગ MeTooનો ઉલ્લેખ થયો. ત્યારબાદ આ અભિયાનની શરૂઆત થઈ; જેમની શરૂઆત અમેરિકાની મશહૂર એક્ટિવિસ્ટ તરાના બુર્કે એ કરી હતી. આ અભિયાન એ દરેક મહિલાઓ માટે ચલાવવામાં આવ્યું હતું; જે ક્યારેકને ક્યારેક યૌન ઉત્પીડનનો શિકાર બની હતી. 


શું તમે જાણો છો કે Me Too નામથી એક ડોકયુમેન્ટરી ફિલ્મ પણ બની ચુકી છે?

તરાના બુર્કે પણ યૌન ઉત્પીડનનો શિકાર બની ચુકી છે.

ત્યારબાદ તરાનાએ વિચારી લીધું હતું કે તે યૌન હિંસા ખિલાફ અવાજ ઉઠાવશે અને જેવું તેની સાથે થયું છે તે બીજા કોઈ સાથે નહીં થવા દે.

એ સમય હતો ૨૦૧૭નો; જેમાં હોલીવુડ એલિસા મિલોનોએ હેશટેગ Me Tooની સાથે મહિલાઓનાં યૌન શોષણની ખિલાફ અવાજ ઉઠાવ્યો હતો. તેમણે ૧૫ ઓક્ટોબર ૨૦૧૭માં ટ્વિટ કરીને લખ્યું હતું - "જો તમે પણ યૌન ઉત્પીડનનો શિકાર બન્યા હોવ તો બોલો અને સાથે લખો #MeToo એટલે કે હું પણ."

No comments:

Post a Comment