Saturday, 5 January 2019

મનાલી - મનુઋષિનું આ ઘર બોલાવે છે તમને

ભારતીય સંસ્કૃતિમાં મનાલીનું એક આગવું મહત્વ મનાય છે. કહેવાય છે મનાલી ક્ષેત્ર સપ્તર્ષિઓનું નિવાસ સ્થળ હતું.

મનાલી, એ ભારતના હિમાચલ પ્રદેશમાં આવેલ બિયાસ નદીના ખીણ પ્રદેશમાં કુલ્લુના ખીણની ઉત્તરમાં આવેલ એક હવાખાવાનું સ્થળ છે. જેની ઊંચાઈ. ૧,૯૫૦ મી અથવા ૬,૩૯૮ ફૂટ છે. રાજ્યની રાજધાની સિમલાથી ઉત્તરે આ શહેર ૨૫૦ કિમી દૂર આવેલું છે. મનાલી એ દીલ્હીથી લેહ સુધી જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ ૧ (NH 1) પર આવેલું છે. કહેવાય છે કે આ માર્ગ વિશ્વનો સૌથી ઊંચો વાહન માર્ગ છે.

આ એ એક પંચરંગી પ્રજા ધરાવતું શહેર છે. ભારતના વિવિધ ભાગોમાંથી આવીને લોકો સ્થાયી થયાં છે.


મનાલીનું નામ હિંદુ બ્રાહ્મણ મનુ (મનુ સ્મૃતિ) પરથી આવેલું છે. મનાલીનો શાબ્દિક અર્થ થાય છે "મનુનું ઘર". એવી લોકવાયકા છે કે વિશ્વમાં આવેલ મહા પુર અને વિનાહશ પછી માનવ વંશના પુનઃ સ્થાપન માટે તેમના વાહન માંથી અહીં ઉતર્યા. હિમાચલ પ્રદેશનું કુલ્લુ ક્ષેત્ર ભગવનની વેલી તરીકે ઓળખાય છે. જુના મનાલીમાં સાધુ મનુને સમર્પિત એક પ્રાચીન મંદિર આવેલું છે.

મનાલી એક લોકપ્રિય હિમાલયનુ પ્રવાસી સ્થળ છે. હિમાછલ પ્રદેશમાં આવતા પા ભાગના પ્રવાસીઓ મનાલી માં જ આવે છે. ગરમ ભારતીય ઉનાળાથી વિપરીત મનાલી એક ઠંડુ વાતાવરણ અર્પે છે.

સ્કીઈઁગ, હાઈકીઁગ,પર્વતારોહણ, પૅરાગ્લાઈડીંગ, રાફ્ટીંગ, કાયાકીંગ અને માઉન્ટન બાઈકીંગ જેવી સાહસીક રમતો માટે મનાલી જાણીતું છે. યાલ સ્કીઈંગ એ આ ક્ષેત્રનો અનોખો ખેલ છે.

ટાઈમ માસિકના ''બેસ્ટ ઑફ એશિયા'' શ્રેણીમાં ''એક્સટ્રીમ યાક સ્પોર્ટસ''ને લઈને મનાલીનું નામ પ્રસિદ્ધ થયું હતું. મનાલીમાં ગરમ પાણીના ઝરા, ધાર્મિક મંદિર અને તિબેટિયન બૌદ્ધ મઠો પણ આવેલા છે. છેલ્લાં અમુક વર્ષોથી મનાલી હનીમુન સ્થળ તરીકે યુગલોમાં ખૂબ પ્રચલિત બન્યું છે.

મનાલી તેના ચમકતા ગોમ્પા કે બૌદ્ધ મઠો માટે જાણીતું છે. સમગ્ર કુલ્લુ ખીણમાં તિબેટી શરણાર્થીઓની સૌથી વધુ વસતિ આવેલ છે. ૧૯૬૯માં બંધાયેલ અહીં નું ગાધન થેકછોક્લીંગ ગોમ્પા ખુબ પ્રસિદ્ધ છે. આ મઠનું સંચાલન દાન અને મઠની કાર્યશાળામાં વણાતા હાથ વણાટના કાલીનના વેચાણ દ્વારા કરવામાં આવે છે. સૂર્યમુખી શોભીત એવા બાગમાં બજારની પાસે એક ન્યીન્ગમ્પા નામે એક અર્વાચીન મઠ આવેલો છે.

નગ્ગાર કિલ્લો, હિડમ્બા દેવી મંદિર, રાહલા ધોધ, સોલાંગ ખીણ, મનીકારણ, રોહતાંગ પાસ અહીંનાં પ્રવાસીય સ્થળ છે.

No comments:

Post a Comment