દમદાર અવાજ, જબરદસ્ત ડાયલોગ અને ઉત્કૃષ્ઠ અભિનયતથી સિલ્વર સ્ક્રીન પર પોતાની છાપ
છોડનાર કાદર ખાને પોતાના જીવનમાં ૩૦૦થી પણ વધારે
ફિલ્મોમાં અભિનય કર્યો અને ૨૫૦થી પણ વધારે ફિલ્મો માટે ડાયલોગ્સ લખ્યા. હિન્દી ફિલ્મ ઉદ્યોગ અને સિનેમામાં યોગદાન આપવા બદલ તેમને વર્ષ
૨૦૧૩માં સાહિત્ય શિરોમણિનો પુરસ્કાર પણ પ્રદાન થયો હતો.
કાદર ખાનનો જન્મ ૨૨ ઓક્ટોબર ૧૯૩૭નાં
કાબુલ, અફઘાનિસ્તાનમાં થયો હતો. તેઓ 1973માં રાજેશ ખન્ના અભિનીત 'દાગ' ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી;
જેમાં વકીલની ભૂમિકા નિભાવી.
તેઓ જયારે નાના હતા ત્યારે દિવસ
દરમિયાન જે પણ કંઈ જોતાં તેમની સાંજે નકલ કરતા. નમાઝ પઢીને સાંજે ઘેર પાછા ફરે
ત્યારે રસ્તામાં એક યહૂદી કબ્રસ્તાન આવે અને ત્યાં ઉભા રહી તે બધું જુએ અને પછી
નકલ કરે. એકવાર તેમની કોઈકે ટોર્ચ ફેંકી અને એ કોઈ નહીં પરંતુ તે હતો અશરફ ખાન.
અને તેમને જણાવ્યું કે દિવસ દરમિયાન જે પણ કંઈ જોઉં તેની નકલ કરું છું. આથી અશરફ
ખાને કહ્યું 'નાટકમાં કામ કરવું હોય તો આવજે ઘેર મળવા.'
ત્યારે તેમની ઉંમર હતી માત્ર ૧૦ વર્ષ!!! બીજા દિવસે ગયા તેમના ઘરે અને તેમને મળેલા ડાયલોગ્સ બોલતા ગયા; જે અશરફ ખાનને ગમ્યું. તેમના નાટકમાં તેમને રાજકુંવરનો રોલ
મળ્યો અને બધાને તેમનું કામ ગમ્યું. એક વૃદ્ધ માણસ તો તેમને ૧૦૦ રૂપિયા પણ
આપેલાં.
તેઓએ 'તાશ કે પત્તે' નાટક લખ્યું; જે દિલીપ કુમારે જોયું અને કાદર ખાનને કહ્યું કે તેઓ બંગાળી ફિલ્મ 'સગીના મહાતો'માં લઈ જશે અને પછી 'બૈરાગ'માં કામ આપશે.
દિલીપ કુમાર વર્ષમાં એક જ ફિલ્મમાં કામ
કરે. પરિણામે ઓછું રહે. આથી કાદર ખાન મુંબઈની એમ. એચ. સિદ્દીક કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં
ભણાવતા. એમાં તેમનાં દ્વારા લખેલ નાટક 'લોકલ ટ્રેઈન'ને રૂ. ૧૫,૦૦૦નું ઈનામ મળ્યું. ત્યારે તેમનો પગાર રૂ. ૩૫૦ હતો. ત્યારબાદ નાટકમાં ૧૫૦૦ અને ૨૧,૦૦૦ રૂપિયા મળતા
ગયા. આ પછી રાજેશ ખન્નાની ફિલ્મ 'રોટી' માટે તેમને ૧,૨૦,૦૦૦ મળ્યાં.
આ પછીથી કાદર ખાને ક્યારેય પાછું વળીને
જોયું ન હતું. ત્યારબાદ તો પોલીસ ઈન્સ્પેક્ટર,
એડવોકેટ, ડાકુ, નેતા, શ્રીમંત બાપ, વિલન સહિત અનેક પ્રકારની ભૂમિકા ભજવી.
તેમની અભિનીત ઉલ્લેખનીય ફિલ્મો મુકદ્દર કા સિકંદર, શરાબી, અમર અકબર એન્થની, ધરમવીર, હસીના માન
જાયેગી, હિંમતવાલા, કુલી નંબર-1, હિરો નંબર-1, જુડવા, બનારસી બાબુ, રાજાબાબુ વગેરે હતી.
કાદર ખાનને પ્રોગ્રેસિવ
સુપ્રાન્યુક્લિયર પાલ્સી નામની બીમારી હતી જેને કારણે એમને ચાલવામાં તકલીફ પડતી
હતી અને સંતુલન જાળવી શકતા નહોતા. એમને ડિમેન્સિયા એટલે કે ચિત્તભ્રંશ બીમારી પણ
હતી.
અને 1 જાન્યુઆરી, 2019એ કેનેડામાં
ભારતીય-કેનેડિયન એક્ટર, સ્ક્રીનરાઈટર, કોમેડિયન, ડારેક્ટર કાદર ખાનનો જીવનદીપ બુઝાઈ ગયો.
No comments:
Post a Comment