Wednesday, 2 January 2019

ખોવાયેલ આત્મવિશ્વાસ પાછો અપાવે છે ગણેશ મુદ્રા

આત્મવિશ્વાસના અભાવથી સરળ કામ મુશ્કેલ બની જાય છે. હાથને બન્ને તરફ ખેંચવાની મૂદ્રાને ગણેશ મુંદ્રા કહેવાય છે. ડાબા-જમણે, ઉપર અને નીચે હાથને ખેંચવાથી ફેફસાં વિસ્તરે છે. આ મુદ્રાથી સખત મહેનતવાળુ કામ પણ ખૂબ જ સરળ બનાવે છે. 

આ પોઝ કરીને, વ્યક્તિનો આત્મવિશ્વાસ પહેલા કરતા પણ વધારે મજબૂત બને છે. આ મુદ્રાથી આત્મ-વિશ્વાસમાં વધારો થાય છે.

ગણેશ મુદ્રા એવા લોકો માટે ફાયદાકારક છે જેમનો આત્મવિશ્વાસ નબળો છે. આ મુદ્રા લોકોને સ્ફ્રુર્તિ આપે છે.

 
  1. ગણેશ મુદ્રા છાતી તરફ જમણી હથેળી રાખીને બંને હાથની આંગળીઓને પકડમાં રાખીને એકબીજા સાથે જોડવી.
  2. ધીમા લાંબા શ્વાસ સાથે બંને હાથ ખેંચો અને શ્વાસને છોડો. પછી જમણી બાજુની હથેળીને હાથથી ખેંચો અને ડાબા હાથને હૃદય તરફ ખેંચો.
  3. કોણીઓને બન્ને તરફ ખેંચો આવું 5-6 વખત કરો.