Tuesday, 1 January 2019

ડિસેમ્બર - ૨૦૧૮ (ભાગ - ૧૦)

( ૧ ) ૧૯૭૧નાં ભારત પાકિસ્તાન યુદ્ધમાં ૧૬ ડિસેમ્બરનાં રોજ ભારત વિજય પામ્યું. આ યુદ્ધનાં અંતે આશરે કેટલા પાકિસ્તાની સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું.
A. ૮૮,૦૦૦
B. ૯૩,૦૦૦
C. ૯૫,૦૦૦
D. ૯૭,૦૦૦

( ૨ ) ભારતનાં પ્રથમ ગ્રીન સ્ટેશનનું ખતમુહૂર્ત કોણે કર્યું?
A. શ્રી નરેન્દ્ર મોદી
B. શ્રી વિજય રૂપાણી
C. શ્રી અરવિંદ કેજરીવાલ
D. શ્રી રામનાથ કોવિંદ

( ૩ ) તાજેતરમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા નિર્ણય અનુસાર ૨૨ ડિસેમ્બર, ૨૦૧૮થી ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં દર અઠવાડિયે કયા ધોરણમાં સાપ્તાહિક મૂલ્યાંકન કરવામાં આવશે?
A. ધોરણ ૧ થી ૮
B. ધોરણ ૩ થી ૮
C. ધોરણ ૪ થી ૮
D. ધોરણ ૫ થી ૮

( ૪ ) તાજેતરમાં ભારત અને માલદીવ વચ્ચે કેટલા કરારો પર હસ્તાક્ષર થયા છે?
A. ૩
B. ૪
C. ૬
D. ૮

( ૫ ) રાષ્ટ્રીય સુપરકમ્પ્યુટિંગ મિશન માટે ભારતમાં ૭૦થી વધુ સુપર કમ્પ્યુટર તૈયાર કરવા ભારત સરકાર દ્વારા તાજેતરમાં ફ્રાંસની કઈ કંપની સાથે રૂ. ૪૫૦૦ કરોડના કરાર કરવામાં આવ્યા છે?
A. એટોસ
B. અર્નેસ્ટ
C. એલ્બિટ સિસ્ટમ્સ
D. ઓરબિટ

( ૬ ) તાજેતરમાં પ્રસિદ્ધ સામયિક ટાઈમ દ્વારા વિશ્વમાં પ્રેરણાત્મક કામ કરતા પ્રતિભાશાળી ૨૫ ટીનેજર્સની યાદી જાહેર કરવામાં આવી; જેમાં ભારતીય મૂળનાં કેટલા વિદ્યાર્થીનો સમાવેશ થાય છે?
A. ૧
B. ૨
C. ૩
D. ૪

( ૭ ) તાજેતરમાં 'ચેન્જિંગ ઇન્ડિયા' નામના પુસ્તકનું નવી દિલ્લી ખાતે વિમોચન કરવામાં આવ્યું. તેમના લેખક કોણ છે?
A. ડો. મનમોહન સિંહ
B. શ્રી નરેન્દ્રભાઈ મોદી
C. શ્રી અરૂણ જેટલી
D. શ્રી પી. ચિદમ્બરમ્

( ૮ ) જમ્મુ-કાશ્મીરના બંધારણના કયા અનુચ્છેદ અનુસાર જમ્મુ-કાશ્મીરમાં છ મહિના સુધી રાજ્યપાલ શાસન લાદી શકાય છે?
A. અનુચ્છેદ-૯૦
B. અનુચ્છેદ-૯૧
C. અનુચ્છેદ-૯૨
D. અનુચ્છેદ-૯૩

( ૯ ) DIPP સ્ટેટ્સ સ્ટાર્ટઅપ રેન્કિંગ ૨૦૧૮માં ગુજરાતનો સમાવેશ કઈ કેટેગરીમાં થયો છે?
A. લીડર્સ
B. ઈમર્જિંગ સ્ટેટ્સ
C. બેસ્ટ પર્ફોર્મર
D. ટોપ પર્ફોર્મસ

( ૧૦ ) તાજેતરમાં બ્રિટનનું કયું એરપોર્ટ ડ્રોનને કારણે સતત બે દિવસ બંધ રહ્યું હતું?
A. માન્ચેસ્ટર
B. ગેટવિક
C. લ્યુટન
D. હિથ્રો 


જવાબો :     

( ૧ ) ૯૩,૦૦૦
( ૨ ) શ્રી રામનાથ કોવિંદ
( ૩ ) ધોરણ ૩ થી ૮
( ૪ ) ૪
( ૫ ) એટોસ
( ૬ ) ૩
( ૭ ) ડો. મનમોહન સિંહ
( ૮ ) અનુચ્છેદ-૯૨
( ૯ ) બેસ્ટ પર્ફોર્મર
( ૧૦ ) ગેટવિક

No comments:

Post a Comment