Wednesday, 2 January 2019

જાણો દેશના સર્વોચ્ચ સમ્માન પાછળનો ઈતિહાસ

ભારત રત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સમ્માન છે. અસાધારણ રાષ્ટ્રીય સેવા માટે આપવામાં આવે છે. આ સમ્માનની શરુઆત આજના દિવસે એટલે કે 2 જાન્યુઆરી 1954ના દિવસે થઈ હતી. તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા શરુ કરવામાં આવ્યો હતો. ચાલો, જાણીએ દેશના સર્વોચ્ચ સમ્માન ભારત રત્નનો ઇતિહાસ.

ભારત રત્ન કેટલીક વિશેષ સેવાઓ માટે મળે છે. આ સેવાઓમાં કળા, સાહિત્ય, વિજ્ઞાન, સાર્વજનિક સેવા અને રમત-ગમત સામેલ છે. જોકે પહેલા આ વિષયોમાં રમતગમત સામેલ નહોતું. પાછળથી તેને ઉમેરવામાં આવ્યું છે. એક વર્ષમાં વધુમાં વધુ 3 જ વ્યક્તિને ભારત રત્ન આપી શકાય છે. 
 

શરૂઆતમાં આ સમ્માનને મરણોપરાંત દેવાની કોઈ જોગવાઈ નહોતી; પરંતુ પાછળથી વર્ષ 1955માં આ જોગવાઈ જોડવામાં આવી. જે પછી 12 જેટલા લોકોને આ સમ્માન મરમોપરાંત મળી ચૂક્યું છે. જોકે સુભાષચંદ્ર બોઝ માટે ઘોષિત આ સમ્માન પરત લેવાથી મરણોપરાંત સમ્માન મેળવનારાઓની સંખ્યા 11 મનાય છે.

મૂળરૂપે ભારત રત્ન પદકનો આકાર ગોળ હતો. જે 35 મિ.મી.નું સ્વર્ણ પદક હતું; જેમાં આગળની તરફ સૂર્ય હતો અને ઉપર હિન્દીમાં ભારત રત્ન લખવામાં આવ્યં હતું. તેમજ નિચેની તરફ પુષ્પહારનું ચિન્હ અને પાછળની તરફ રાય ચિન્હ અને ધ્યેય વાક્ય લખવામાં આવ્યું હતું. પાછળથી આ પદકની ડિઝાઇનને બદલીને તાંબાના બનેલા પીપળાના પાન પર પ્લેટિનમનો સૂર્ય બનાવી દેવામાં છે. જેમાં નીચે લખવામાં આવ્યું છે ભારત રત્ન અને સફદે રિબિનમાં બાંધીને તેને પહેરાવવામાં આવે છે.