સાબુ વિશિષ્ટ પ્રકારના અણુ ધરાવતો પદાર્થ છે.
તેમાં આર્દ્ર કાર્બન, એટલે કે તેલી તત્વ જેવી લાંબી પરમાણુ શૃંખલામાં બીજા છેડે
સોડિયમનો પરમાણુ વળગેલો હોય છે. આમ, સાબુના અણુનો થોડો ભાગ તેલમાં દ્રાવ્ય અને
થોડો ભાગ પાણીમાં દ્રાવ્ય હોય છે.
કપડાં કે હાથ ભીના કરી સાબુ ઘસવાથી તેનો જલ
દ્રાવ્ય અંશ પાણીમાં ભળી જાય છે. તૈલી અંશ મેલવાળા ભાગમાં ભળી તેને છૂટો પાડે છે.
આ છૂટો પડેલો મેલ પાણીના પ્રવાહમાં તણાઈ જાય છે અને શરીર તથા કપડાં પરથી ચીકાશ અને
ધૂળ દૂર થાય છે. ધોવાના ડિટર્જન્ટ પણ આ જ પ્રક્રિયાથી અસર કરે છે. તેમાં સંશ્લિષ્ટ
રસાયણો વપરાતા હોવાથી તે ક્ષારવાળા પાણીમાં પણ કામ કરે છે.
No comments:
Post a comment