Wednesday, 30 January 2019

સાંસ્કૃતિક સ્થળ : વારાણસી

આ પ્રાચીન શહેર બહુવિધ મંદિરો, નદી કિનારાના ઘાટ, રંગબેરંગી બજારો અને ભગવા પહેરેલ સાધુઓની ઝલક દેખાડે છે. ગંગા નદીમાં તમે હોડીની સવારી કરીને વારાણસીના જૂના નગરની નાની પગદંડીઓ દ્વારા શહેરની પ્રાચીનતા જોઈ શકશો અને અગણિત હલવાઈની દુકાનો પર મીઠાઈની લિજ્જત માણી શકશો.

ઘંટ, સૂર, અગ્નિ અને ધૂપ સાથે સાંજે ગંગાની આરતીનો ભક્તિમય નજારો જોવો એ ખરેખર અદ્દભુત અનુભવ છે. દિવાળી અને ગંગા મહોત્સવના સમયે જ્યારે 5 દિવસના શાસ્ત્રીય સંગીત અને નૃત્યનો તહેવાર હોય છે ત્યારે વારાણસીની મુલાકાત લેવી સલાહ ભરી છે કારણકે દિવાળી હોય ત્યારે હજારો દીવાને એક રેખામાં રાખીને ઘાટ સજાવાય છે. 

બનારસ કે કાશી તરીકે જાણીતું આ શહેર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી જિલ્લાનું મુખ્ય મથક છે. વારાણસી ગંગા નદીને તીરે વસેલું શહેર છે અને તેની ગણના વિશ્વનાં સૌથી જુના વસેલા અને સતત વસવાટ ધરાવતા શહેરોમાં થાય છે.

વારાણસીમાં બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક - વિશ્વેશ્વર - મંદિર આવેલું છે. આદિ કાળથી જ વિદ્યા માટે પ્રસિદ્ધ આ શહેરમાં આજનાં આધુનિક યુગમાં પણ વિશ્વ પ્રસિદ્ધ બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયને કારણે ઉચ્ચ કોટિની વિદ્યા પ્રાપ્ય છે. કાશીના ધાર્મિક મહત્વને કારણેજ ગુજરાતીમાં કહેવત છે કે ''સુરતનું જમણ અને કાશીનું મરણ.''

કાશી આ સંસારની સૌથી પુરાણી નગરી કહેવાય છે. આ નગરી વર્તમાન વારાણસી શહેરમાં સ્થિત છે. વિશ્વના સર્વાધિક પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં કાશી નગરીનો ઉલ્લેખ જોવા મળે છે.

પુરાણોમાં વર્ણવ્યા આ નગરી આદ્ય વૈષ્ણવ સ્થાન છે. પહેલાં આ નગરી ભગવાન વિષ્ણુ (માધવ) પુરી હતી. જે સ્થળે શ્રીહરિકના આનંદાશ્રુ પડ્યાં હતાં, ત્યાં બિંદુસરોવર બની ગયું અને પ્રભુ અહીંયાં બિંધુમાધવના નામથી પ્રતિષ્ઠિત થયા હતા.

આ ઉપરાંત એવી પણ એક કથા છે કે જે વખતે ભગવાન શંકરજીએ કુ્રદ્ધ થઇને બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી નાખ્યું, તો આ મસ્તક એમના કરતલ સાથે ચોંટી ગયું. બાર વર્ષો સુધી અનેક તીર્થોમાં ભ્રમણ કરવા છતાં પણ તેઓના હાથથી મસ્તક અલગ થયું નહીં. પરંતુ જે સમયે એમણે કાશી નગરીની સીમામાં પ્રવેશ કર્યો, ત્યાં જ બ્રહ્મહત્યામાંથી એમને મુક્તિ મળી અને એમના હાથથી મસ્તક પણ અલગ થઇ ગયું. જે સ્થળ પર આ ઘટના ઘટી, તે સ્થાન કપાલમોચન-તીર્થ કહેવાયું. મહાદેવજીને કાશી નગરી એટલી સારી લાગી કે એમણે આ પાવન પુરીને વિષ્ણુજી પાસે પોતાના નિત્ય આવાસ માટે માંગી લીધી, ત્યારથી કાશી નગરી મહાદેવજીનું નિવાસ-સ્થાન બની ગઈ.

Join Our Telegram Channel For Latest Updates
 
GK in GUJARATI

Google plus 

No comments:

Post a Comment