Tuesday, 29 January 2019

ભારતનો સાંસ્કૃતિક વારસો

ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે.

સાંસ્કૃતિક વારસો એટલે માનવસર્જિત વારસો. માનવીએ પોતાનાં કુનેહ, બુદ્ધિચાતુર્ય, આવડત અને કળા - કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું હોય અથવા સર્જન કર્યું હોય તો તેને સાંસ્કૃતિક વરસો કહેવાય.

આર્યોથી માંડીને શક, ક્ષત્રપ, કુષાણ, હૂણ, ઈરાની, તુર્ક, આરબ, મુઘલ, પારસી, અંગ્રેજ, ફ્રેંચ વગેરે જેવી અનેક જાતિ-પ્રજાતિઓ ભારતમાં આવી. આ બધાનાં આદાન-પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની.


પ્રાગ્ઐતિહાસિક કાળથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વસ્રાઓની ઘણી બધી બાબતો ભેટમાં આપી. દા.ત. શિલ્પ સ્થાપત્યની કળા.

આ કળા આશરે ૫૦૦૦ વર્ષ જેટલી પ્રાચીન છે, જેમાં સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષો ગણી શકાય. જેમ કે, તેમાં મળી આવેલ દેવી-દેવતાઓની પ્રતિમાઓ, માનવ શિલ્પ, પશુઓ તેમજ રમકડાં, દાઢીવાળા પુરૂષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ. આ બધું જોઈને આપણને આપવા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે.

આ જ ક્રમમાં મૌર્યયુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રતિમા અને તે પછીનાં કાલખંડની જૈન તીર્થકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઈલોરાની ગુફાઓ. આ બધું નિહાળતાં આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે.

આ સિવાય મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહાર, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઈમારતો, ઉત્ખનન કરેલા સ્થળો અને ઐતિહાસિક સ્મારકોનો પણ તેમાં સમાવેશ કરી શકાય.

આપણા સ્વાતંત્ર્ય સંગ્રામનાં ઐતિહાસિક સ્થળોમાં સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન, દિલ્લી વગેરેને પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય.

ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, પાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્રો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ-વિધાન, પર્યાવરણ સુરક્ષા આદિ ઘણી મહત્વની શોધો પણ ભારતમાં થઈ છે.

બ્રિટિશ ઈમારતો
કર્ણાવતી કે અમદાવાદ? શું હોવું જોઈએ શહેરનું નામ?

No comments:

Post a Comment