કિશોરી, યુવતી અને મહિલાને સુરક્ષા માટે
ઉપયોગી માહિતી, માર્ગદર્શન
અને સહાય આપવા માટેની રાજ્ય સરકારે અભયમ્ ૧૮૧ યોજનાનું અમલીકરણ કર્યું. જેનો લાભ રાજ્યની લાખો બહેનોને
મળી રહ્યો છે.
ફોન પર માર્ગદર્શન, સલાહ-સૂચન, હિંસાનાં સંજોગોમાં તાત્કાલિક બચાવ, ટૂંકા ગાળાનું અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ (સલાહ) મહિલા સુરક્ષાલક્ષી માળખાઓ અને યોજનાઓની ઉપયોગી માહિતી આ એપથી પ્રાપ્ત થાય છે.
અધિક કમિશનરશ્રી, કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી, કોઈપણ જિલ્લા કે તાલુકાની સરકારી કચેરીમાંથી આ યોજનાનો લાભ લેવા અભયમ્ મહિલા હેલ્પલાઈનનાં નિ:શૂલ્ક (ટોલફ્રી) નં. ૧૮૧ ઉપર સંપર્ક કરી તમામ માહિતી અને સેવા સત્વરે અને સરળતાથી મેળવી શકે છે.
No comments:
Post a Comment