Thursday, 3 January 2019

હવે તમારા બાળકોનનું ધ્યાન રાખશે ગૂગલની આ એપ


એન્ડ્રોઇડ ફોનનો વપરાશ આજકાલ વધુ થયો છે. બાળકો પણ સતત ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. માતા-પિતા તેમના બાળકોને ફોન આપે છે પછી સતત ચિંતામાં રહે છે કે તેમના બાળકો તેમની ગેરહાજરીમાં શું જોઈ રહ્યા છે કે કેટલો સમય ફોન પર વીતાવી રહ્યા છે. આ વાતને ધ્યાનમાં લઇ ગૂગલ હવે ખાસ કરીને આવા માતા-પિતા માટે એપ લઈને આવ્યુ છે જે તેમના બાળકો પર તેમની ગેરહાજરીમાં પણ ચાંપતી નજર રાખશે.
 

ગૂગલે ભારતમાં ફેમિલી લીન્ક એપ લોન્ચ કરી છે. કંપનીએ દાવો કર્યો છે કે એનાથી બાળકોને ટ્રેક કરી શકાશે. એન્ડ્રોઈડમાં આ એપને ઇન્સ્ટોલ કરી શકાશે. એક્ટિવિટીને મોનિટર અને ટ્રેક કરવા માટે આ એપમાં કેટલાક ખાસ ફીચર્સ આપવામાં આવેલ છે.
  1. આ એપથી પેરેન્ટ્સ પોતાના બાળકોને સ્માર્ટફોનમાં કેટલો વપરાશ કર્યો અને શું જૂએ છે તેના પર ચાંપતી નજર રાખી શકાશે.
  2. આ એપમાં સ્માર્ટફોનના વપરાશની લિમિટ કરવાનો ઓપ્શન પણ છે. આ સેટ કરવાથી કેટલા કલાક સ્માર્ટફોન વાપરવો તેના પર નિયંત્રણ લાવી શકાશે.
  3. ઈન્ટરનેટ યૂઝ કરવાના કલાકો પણ નક્કી કરાશે, જેનાથી સમય પૂરો થતાની સાથે જ ઈન્ટરનેટ બ્લોક થઈ જશે.
  4. આ એપમાં એક ઓપ્શન જેનાથી માતા-પિતા પોતાના બાળકોના બેડટાઈમ દરમિયાન સ્માર્ટફોનને લોક કરી શકશે. ફક્ત ટાઈમ સેટ કરતાજ આ એપ પોતાનું કામ શરૂ કરી દેશે અને પોતાની રીતે જ ફોન લોક થઈ જશે.
  5. આ એપ Android Nougat 7.0 અને તેની ઉપરના વર્જનવાળા એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર કામ કરશે.
  6. આ એપ દિવસ અને રાત સ્ક્રીન ટાઈમ લિમિટ સેટ કરે છે. આનાથી માતા-પિતાને એ ખબર પડશે કે બાળકે કેટલો ફોન વાપર્યો. દા.ત. જો કોઈ માતા-પિતા ઈચ્છેકે બાળક ફેસબુક ન વાપરે તો તેને બ્લોક કરી શકે છે.

No comments:

Post a Comment