આકડાનાં વર્ગની આ વનસ્પતિ છે. ‘જીવંતી’ એનું આયુર્વેદિય નામ છે. ગુજરાતમાં એ સર્વત્ર જોવામાં આવે છે. ગામડાંમાં દરેક વાડ પર તેની વેલ ચઢેલી જોવામાં આવે છે અને એનું શાક પણ ખવાય છે. તેનાં પાન તેમજ ફળ સીધા જ ખાઈ શકાય એવા મીઠા હોય છે. કુમળાં પાન અને ફળો ખાધા જ કરીએ એટલા સ્વાદિષ્ટ હોય છે. આ જીવંતી એટલે આપણી ડોડીની ભાજી. જીવંતીનાં ગુણોને ધ્યાનમાં રાખીને આયુર્વેદમાં તેને સર્વ શાકોમાં શ્રેષ્ઠ કહી છે. આ વખતે આ શાક શ્રેષ્ઠ જીવંતીનાં ષધીય ગુણકર્મો અને ઉપયોગો વિશે વાચકોને જણાવવાનો ઉપક્રમ છે.
ગુણકર્મો
જીવંતીના અનેક પત્રો અને શાખાઓવાળી વેલ પિૃમ અને દક્ષિણ ભારતનાં ઘણાં પ્રદેશોમાં ચોમાસાના સમયે ખાસ જોવા મળે છે. બારેમાસ તે લીલીછમ રહી શકે છે. જીવંતી મીઠી અને કડવી એમ બે જાતની થાય છે. અહીં મીઠી જીવંતીની વાત છે. આ જીવંતીને આપણે ત્યાં ખરખોડી પણ કહે છે.
આયુર્વેદ પ્રમાણે જીવંતી મધુર, શીતળ, પચવામાં હળવી, ત્રિદોષ (ખાસ કરીને વાયુ અને પિત્ત) શામક, ચક્ષુષ્ય-આંખો માટે હિતકારી, રક્તપિત્ત શામક, કફને બહાર કાઢનાર, રસાયન, બળપ્રદ, પુષ્ટિકર, વીર્યવર્ધક તથા મૂત્ર સાફ લાવનાર છે. તે તાવ, દાહ-બળતરા, હૃદયની નબળાઈ, કબજિયાત, મૂત્રદાહ, આંખોનાં રોગો, ઉધરસ, સંગ્રહણી તથા મુખનાં રોગોમાં ઉપયોગી છે.
રાસાયણિક દ્રષ્ટિ જોવામાં આવે તો જીવંતીનાં મૂળ પ્રોસેસ કરીએતો એમાંથી અનેક પ્રકારના સ્ટેરોલ પ્રાપ્ત થાય છે.
ઉપયોગો
ઉપર જણાવ્યું તેમ જીવંતી મધુર, ઠંડી, રક્ત અને પિત્તનાં વિકાર શાંત કરનાર તથા દાહ મટાડનાર છે. આ ગુણોને કારણે જીવંતી સ્ત્રીઓનાં કોઠાનો રતવા મટાડનાર ઉત્તમ ષધ છે. કોઠાની ગરમી હોય તે સ્ત્રીઓએ જીવંતીનાં મૂળનું અડધી ચમચી જેટલું ચૂર્ણ રોજ સવાર-સાંજ દૂધ સાથે લેવું. મૂળનો પાણીમાં ઘસારો કરીને પણ લઈ શકાય. આ ઉપચારથી શરીરમાં નવી શક્તિ આવે છે અને રકતનાં વિકારો મટે છે.
જીવંતી બળપ્રદ, વાજીકરણ અને રસાયન-વૃદ્ધત્વની ક્રિયાને ધીમી પાડનાર છે. જીવંતીનાં મૂળ લઈ, તેનું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી, રોજ સવાર-સાંજ અડધી અડધી ચમચી જેટલું આ ચૂર્ણ તાજા દૂધ સાથે લેવાથી જૂનો તાવ, અશક્તિ, બળતરા વગેરે મટે છે. જીવંતી તદ્ન નિર્દોષ ષધ છે. કોઈ જાતનું નુકસાન કરતી નથી. ખાંસી હોય, જીર્ણ તાવ રહેતો હોય, ક્ષયની શંકા હોય, અશક્તિ રોજબરોજ વધતી જતી હોય તો તેમણે જીવંતીનાં મૂળનું ચૂર્ણ સવાર-સાંજ ફાકવાનું રાખવું. મોંઘી દવાઓ કરતાં આવી સાદી વનસ્પતિનાં ષધોમાં જે ચેતના આપવાની શક્તિ છે તે અમૂલ્ય છે.
જીવંતીને આંખો માટે પરમ હિતકારી ગણવામાં આવી છે. આયુર્વેદનાં મર્હિષ સુશ્રુતે તેને ‘ચક્ષુષ્ય’ એટલે કે ચક્ષુ માટે હિતકર કહી છે. આંખનાં રોગોમાં આ જીવંતી ઉત્તર પરિણામ આપે છે. રતાંધળાપણું (નાઈટ બ્લાઈન્ડનેસ) જેમાં રોગી રાત્રે જોઈ શક્તો નથી, એ રોગમાં જીવંતી ખૂબ જ ઉપયોગી છે.
જીવંતીના મૂળ ધાતુ પુષ્ટિ માટેનું સારું ષધ છે. મૂત્રમાં બળતરા થતી હોય, મૂત્રમાં ધાતુ જતી હોય, સ્વપ્નમાં ધાતુ જતી હોય તો જીવંતીનાં મૂળનું સેવન કરવાથી લાભ થાય છે, જીવંતીનાં મૂળ ઉત્તમ મૂત્રલ અર્થાત્ મૂત્ર સાફ લાવનાર છે, ગરમીને ઓછી કરનાર છે તથા ધાતુને પુષ્ટ કરનાર છે.
સુવાવડી સ્ત્રીઓને જેમને ધાવણ ન આવતું હોય કે ઓછું આવતું હોય તેમના માટે પણ જીવંતી ઉપયોગી ષધ છે. ધાવણની વૃદ્ધિ માટે જીવંતીનાં પાનનું અડધી ચમચી જેટલું ચૂર્ણ સવાર-સાંજ દૂધ સાથે લેવું. જીવંતીના સેવનથી ધાવણનાં દોષો પણ દૂર થાય છે.
No comments:
Post a comment