જ્યાં સળંગ છ મહિના સુધી અજવાળું અને છ મહિના અંધારું રહે છે એવા
ઉત્તર-દક્ષિણ ધ્રુવના પ્રદેશો (આર્ક્ટિક અને એન્ટાર્ક્ટિક)માં જીવવું અઘરું
છે. ત્યાં -૮૯.૨ ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાયું છે અને પવનની
મેક્સિમમ સ્પીડ ૨૦૦ માઈલ્સ (૩૨૦ કિમી) પ્રતિ કલાકની નોંધાઈ છે. આવા આ
ખતરનાક પ્રદેશમાં ઉનાળામાં કુલ મળીને ૪૪૦૦ લોકો રહે છે અને શિયાળામાં તો
ફ્ક્ત ૧૧૦૦ લોકો જ અહીં રહે છે. અલબત્ત, અહીં વસતાં પ્રાણીઓની વસતિ લાખોને
આંબે છે. એમાંના કેટલાક પ્રાણીઓ વિશે થોડી રસપ્રદ વાત કરીએ.
ધ્રુવીય પ્રદેશની આ ઇયળો એવી હોય છે જે વસંત ઋતુમાં પેટ ભરીને જમી લે
છે. પછી શિયાળો આવતાં જ એમનું ખાવાનું બંધ થઈ જાય છે અને તે ખડકની નીચે
છુપાઈ જાય છે. શિયાળો એકદમ જોર પકડે ત્યારે આ ઇયળોનાં હૃદય ધડકવાનું બંધ
કરી દે છે એ તો ઠીક, તે ઇવન શ્વાસ લેવાનું પણ બંધ કરી દે છે. આવી થીજેલી
અને મરેલી અવસ્થામાં આ ઇયળો ૪ મહિના સુધી નિર્જીવ વસ્તુની જેમ પડી રહે છે.
પછી મોસમ બદલાય ત્યારે એ ફ્રી શ્વાસ લેવા લાગે છે અને ખાવા લાગે છે.
‘જીવવા-મરવા’નું આવું ચક્ર દસ વર્ષ સુધી ચાલે ત્યાર બાદ તેઓ ઇયળમાંથી
ફૂદાંનું રૂપ ધરે છે.
રીંછની આ એકમાત્ર જાતિ સમુદ્રી સસ્તન તરીકે ઓળખાય છે. તેમનું મોટા
ભાગનું જીવન સમુદ્રી બરફ પર વીતે છે. મોટા કદના રીંછના મોટા-મોટા
રુવાંડા-રુવાંટી તેમને ઠંડીથી બચવામાં અને શરીરની ગરમી જાળવી રાખવામાં મદદ
કરે છે. તેમની રુવાંટી પહેલી નજરે સફ્દ લાગતી હોવા છતાં અસલમાં એ
અર્ધપારદર્શક હોય છે. પ્રકાશને પ્રતિબિંબિત કરવાને લીધે તે સફ્દ દેખાય છે.
એડેલી પેન્ગ્વિન્સ
પેન્ગ્વિન્સ એક પ્યારું પ્રાણી છે. ધ્રુવ પ્રદેશના પેન્ગ્વિન્સ પણ
પૃથ્વીના અન્ય ભાગના પેન્ગ્વિન જેવાં જ હોય છે. ફ્ક્ત એમની આંખ ફ્રતેનું
સફ્દ કુંડાળું તેમને અન્ય પેન્ગ્વિનથી જુદાં પાડે છે. એડેલી પેન્ગ્વિનના નર
પથ્થરો ભેગા કરીને ‘ઘર’ (માળો) બનાવે છે. જે નર વધુ મોટો અને વધુ સારો
માળો બનાવે તેના પ્રત્યે માદા આકર્ષાય છે.
ધ્રુવીય પ્રદેશોમાં જોવા મળતી આ સૌથી વધુ કદાવર સીલનું વજન ૩૦૦ કિલો હોય
છે. મોટે ભાગે તો તેઓ જમીન પર જ વસે છે, પણ શિયાળામાં એ થોડો સમય
એન્ટાર્ક્ટિક સમુદ્રમાં વીતાવે છે. તેઓ શરીરમાંની ઊર્જાને લાંબા સમય સુધી
સંઘરી શકે છે.
કરો વાત. ઇવન દરિયામાં પણ કરોળિયા જોવા મળે છે. ધ્રુવીય પ્રદેશના આ સી
સ્પાઈડર્સ રંગબેરંગી હોય છે. એમને પોતાની જાતને સજાવવાનો બહુ શોખ હોય છે.
અને હા, આ સ્પાઈડરોમાં ઈંડાંની સંભાળ રાખવાનું કામ નર કરે છે. એ આમતેમ ફ્રે
ત્યારે ઈંડાંને પગ વડે પકડી રાખીને પોતાની સાથે ફ્રવે છે.
આ બધાં જીવો પરીકથામાંથી આવ્યા હોય તેવું નથી લાગતું? આવા અપવાદરૂપ જીવો
અને તેમનાં જીવનની વધુ વાતો તમને સોની બીબીસી અર્થની ફ્રોઝન પ્લેનેટ
સિરીઝમાં જોવા મળે છે.
No comments:
Post a comment