Thursday, 31 January 2019

જાન્યુઆરી ૨૦૧૯ કરંટ અફેર્સ (1 જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી સુધી)

( 1 ) ૩૧ ડિસેમ્બર ૧૯૮૪નાં રોજ રાજીવ ગાંધીએ ભારતનાં સૌથી ઓછી ઉંમરનાં કાયદાપ્રધાન તરીકે શપથ લીધા. તેમના સમયગાળા દરમિયાન કઈ ક્રાંતિ થઈ હતી?
Ans. ટેલિફોન ક્રાંતિ

( 2 ) હાલ રૂ. ૧૦૦ કે તેથી વધુ મૂલ્યની નોટો પર ઇન્ટેગ્લિઓ પ્રિન્ટીંગવાળી નિશાનીઓ છપાયેલી હોય છે. શા માટે?
Ans. પ્રજ્ઞાચક્ષુઓ નોટો ઓળખી શકે તે માટે

( 3 ) ગુજરાતી ભાષામાં સૌથી વધુ રૂઢ અને સ્થાયી થયેલા શબ્દ તરીકે વર્ષ ૨૦૧૮ દરમિયાન ''વર્લ્ડ ઓફ ધ યર''નું બિરુદ કયા શબ્દને પ્રાપ્ત થયું?
Ans. નોટબંધી

( 4 ) તાજેતરમાં કેન્દ્ર સરકારે ગગનયાન માનવ સ્પેશ મિશન માટે કેટલા રૂપિયાની મંજૂરી આપી?

Ans. ૧૦,૦૦૦ કરોડ

( 5 ) તાજેતરમાં Mrs India ૨૦૧૮ બનેલા દિવ્યા પાટીદાર જોશી કયા રાજ્યના છે?

Ans. મધ્યપ્રદેશ

( 6 ) GSTની ૨૨ ડિસેમ્બરનાં રોજ મળેલી બેઠક અનુસાર ૧ જાન્યુઆરીથી _____ વસ્તુઓ સસ્તી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Ans. ૨૩

( 7 ) તાજેતરમાં ૧૫૦ ટેસ્ટ મેચ જીતવાવાળું ભારત દુનિયાનો કયા નંબરનો દેશ બની ગયો છે?
Ans. ૫

( 8 ) તાજેતરમાં અંદામાન નિકોબાર દ્વીપ સમૂહનાં નામ બદલવામાં આવ્યા; જેમાં રોસદ્વીપનું નવું નામ શું છે?

Ans. નેતાજી સુભાષચંદ્ર બોસ

( 9 ) RBI એ તાજેતરમાં કેટલા રૂપિયાની નવી નોટ બહાર પાડવાની ઘોષણા કરી છે?

Ans. ૨૦ રૂ.

( 10 ) ૨૫ ડિસેમ્બરે નીચેનામાંથી કઈ વ્યક્તિનાં જન્મદિવસ નિમિત્તે પુરા દેશમાં સુશાસન દિવસ મનાવવામાં આવ્યો?
Ans. અટલ બિહારી વાજપેયી

( 11 ) તાજેતરમાં કયા રાજ્યની સરકારે યુવાઓને સ્માર્ટફોન આપવાની ઘોષણા કરી છે?

Ans. પંજાબ

( 12 ) ભારત અને પાકિસ્તાન દ્વારા તાજેતરમાં શેર કરવામાં આવેલ સૂચિમાં પાકિસ્તાનની જેલોમાં બંધ કેટલા ભારતીય કેદીઓ વિશે જણાવવામાં આવ્યું છે?
Ans. ૫૩૭

( 13 ) કેન્દ્ર સરકાર અનુસાર કઈ યોજના અંતર્ગત અત્યાર સુધી ૬ કરોડથી પણ વધારે મફત ગેસ કનેક્શન વહેચવામાં આવ્યા છે?
Ans. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના

( 14 ) તાજેતરમાં કયા રાજ્યમાં મલેરિયાનાં મામલે ૮૦ પ્રતિશતની ગિરાવટ દર્જ થઈ છે?

Ans. ઓડિશા

( 15 ) હરિયાણા સરસ્વતી વિરાસત વિકાસ બોર્ડે સરસ્વતી નદીને 'પુનર્જીવિત' કરવા અને નદીમાં પાણીનો નિયમિત પ્રવાહ બનાવી રાખવા માટે કેટલી પરિયોજનાઓને મંજૂરી આપી?
Ans. ૧૧

( 16 ) નીચેનામાંથી કોને ભારતીય રાષ્ટ્રીય કાનૂની સેવા પ્રાધિકરણ (નાલસા)નાં કાર્યકારી ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે?
Ans. જસ્ટિસ એ. કે. સિકરી

( 17 ) વર્ષ ૧૯૭૩માં 'દાગ' ફિલ્મથી પોતાનાં અભિનય કરિયરની શરૂઆત કરનાર બોલીવુડનાં કયા દિગ્ગજ કલાકારનું હાલમાં જ નિધન થયું?
Ans. કાદર ખાન

( 18 ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અંદામાન નિકોબાર દ્વીપસમૂહ સ્થિત હેવલોક દ્વીપને શું નામ આપવામાં આવ્યું?
Ans. સ્વરાજ દ્વીપ

( 19 ) કયો ભારતીય ક્રિકેટરે વર્ષ ૨૦૧૮માં કુલ ૨૭૩૫ રન બનાવી સતત ત્રીજા વર્ષે એક કેલેન્ડર યરમાં સર્વાધિક આંતરરાષ્ટ્રીય રન બનાવાવાળો બેટ્સમેન બની ગયો?
Ans. વિરાટ કોહલી

( 20 ) કયા દેશનાં જર્નલ ઓફ બોટનીમાં પ્રકાશિત અધ્યયન અનુસાર, દેશમાં આગલાં એક દશકમાં ૫૦થી વધારે વૃક્ષોની પ્રજાતિઓને વિલુપ્ત થવાનો ખતરો છે?
Ans. ઓસ્ટ્રેલિયા

( 21 ) નીચેનામાંથી કયા દેશનું ઓર્થોડોક્સ ચર્ચ અધિકૃત રીતે રૂસી ચર્ચથી અલગ થઈ ગયું?
Ans. યૂક્રેન

( 22 ) સેન્ટર ઓફ ઓર્થોડોક્સ ચર્ચ (વર્લ્ડવાઈડ) નીચેનામાંથી કયા શહેરમાં સ્થિત છે?
Ans. ઈસ્તાંબુલ

( 23 ) પોલાવરમ બહુઉદ્દેશીય પરિયોજના નીચેનામાંથી કઈ નદી પર સ્થિત છે?
Ans. ગોદાવરી

( 24 ) જેમનું તાજેતરમાં જ નિધન થઈ ગયું છે એવાં હેરોલ્ડ બ્રાઉન નીચેનામાંથી કયા પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિનાં પ્રશાસન કાળમાં રક્ષા સચિવ હતા?
Ans. જિમી કાર્ટર

( 25 ) અરુણાચલ પ્રદેશનો કયો જિલ્લો તાજેતરમાં જ સૌભાગ્ય યોજના અંતર્ગત ૧૦૦% વીજળી પ્રાપ્ત કરી?
Ans. પૂર્વી સિયાંગ

( 26 ) પાકિસ્તાન દ્વારા સ્વદેશમાં વિકસિત રોકેટ A-૧૦૦ની સીમા શું છે?
Ans. ૧૦૦ કિ.મી.

( 27 ) રાષ્ટ્રીય ઉદ્યમિતા પુરસ્કાર ૨૦૧૯' કેટલી શ્રેણીઓમાં પ્રદાન કરવામાં આવ્યો હતો?

Ans. ૪૩

( 28 ) કલેરિનેટ એનાલિટિક્સ દ્વારા પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર; દુનિયાભરમાં ૪૦૦૦ ઉચ્ચ શોધકર્તાઓની સૂચિમાં કેટલા ભારતીય વૈજ્ઞાનિકોને શામિલ કરવામાં આવ્યા છે?

Ans. ૧૦

( 29 ) પ્રખ્યાત કોચ રમાકાંત આચરેકરનું ૨ જાન્યુઆરી ૨૦૧૯નાં નિધન થઈ ગયું. નીચેનામાંથી તેમણે કઈ રમતનું પ્રતિનિધિત્વ કર્યું છે?
Ans. ક્રિકેટ

( 30 ) અમેરિકાનાં ટેક્સાસ રાજ્યનાં ફોર્ટ બેંડ કાઉંટી જજનાં રૂપમાં શપથ લેવાવાળા પહેલા ભારતીય-અમેરિકી કોણ બન્યા?
Ans. કેપી જોર્જ

( 31 ) તાજેતરમાં સંપન્ન થયેલ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ ૨૦૧૯ નાં સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Ans. આઈએસસીનાં એક ભાગ રૂપે, મહિલા વિજ્ઞાન કોંગ્રેસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

( 32 ) તાજેતરમાં સંપન્ન થયેલ પ્રો. કબડ્ડી લીગનાં છઠ્ઠા સંસ્કરણમાં ફાઈનલમાં કોને પરાજિત કરી બેંગલુરુ બુલ્સ આ ખિતાબનું વિજેતા બન્યું છે?

Ans. ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ

( 33 ) ભારતીય ફૂટબોલર સુનીલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય સ્તર પર અત્યાર સુધી ૬૭ ગોલ કરી લિયોનલ મેસીને પાછળ છોડી દીધાં. તેમણે ૬૭મો ગોલ કઈ ટીમની વિરુદ્ધ કર્યો હતો?
Ans. થાઈલેન્ડ

( 34 ) નીચેનામાંથી કયા દેશે તાજેતરમાં જ બેહદ વિનાશકારી બોમ 'એચ-૬કે બોમ બે' (મધર ઓફ ઓલ બોમ્સ) નું નિર્માણ કર્યું છે?
Ans. ચીન

( 35 ) અમેરિકાનો નીચેનામાંથી કયા દેશની સાથે સીમા વિવાદ હાલનાં દિવસોમાં ચર્ચામાં રહ્યો છે?

Ans. મેક્સિકો

( 36 ) ભગોડા આર્થિક અપરાધી કાનૂન - ૨૦૧૮' અંતર્ગત પહેલા આર્થિક અપરાધી ઘોષિત કરવામાં આવ્યા છે?
Ans. વિજય માલ્યા

( 37 ) પ્રત્યેક ૪ જાન્યુઆરીએ લુઈ બ્રેલની યાદમાં લૂઈ બ્રેલ દિવસ મનાવામાં આવે છે. બ્રેલ લિપિ કોના માટે ઉપયોગી છે?

Ans. નેત્રહીનોને

( 38 ) વિશ્વનું પહેલું યાન જેમણે ચંદ્રમાંની ડાર્ક સાઈટની સપાટી પર ઉતરવામાં હાલમાં જ સફળતા હાંસલ કરી છે. તે _____
Ans. ચીનનું ચાંગ E-૪

( 39 ) સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો)થી હાલમાં જ ઔપચારિક રૂપથી અલગ થઈ ગયું છે?
૧. અમેરિકા
૨. ઇસ્રાઈલ
૩. ઓસ્ટ્રેલિયા

Ans. ૧ અને ૨

( 40 ) રમાકાંત આચેરકરનું હાલમાં જ નિધન થઈ ગયું; તે કોની સાથે સંબંધિત હતા :

Ans. ખેલ-કૂદથી

( 41 ) ભારતનાં રાષ્ટ્રીય માહિતી આયોગમાં એક મુખ્ય માહિતી કમિશનર ઉપરાંત વધુમાં વધુ કેટલા અન્ય કમિશનર હોય છે?
Ans. ૧૦

( 42 ) ICC વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર ૨૦૧૮' તેમજ 'ICC વિમેન્સ વન ડે ક્રિકેટર ઓફ ધ યર ૨૦૧૮' એવોર્ડ વિજેતા મહિલા ક્રિકેટરનું નામ શું છે?

Ans. સ્મૃતિ માંધાના

( 43 ) RBIના આદેશ અનુસાર ૧ જાન્યુઆરી ૨૦૧૯થી કયા ચેક બંધ થઈ ગયા છે?
Ans. Non CTS

( 44 ) IRDA દ્વારા લાગુ કરવામાં આવેલ નવા નિયમ અનુસાર ૧ જાન્યુઆરી ૨૦૧૯થી પર્સનલ એક્સિડન્ટ કવર રૂપિયા ૧ લાખથી વધારીને કેટલા રૂપિયા કરવામાં આવ્યું છે?

Ans. ૧૫ લાખ

( 45 ) ગુજરાતમાં ગુજરાત સરકારના શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત સ્કૂલોમાં ૧ જાન્યુઆરી ૨૦૧૯થી હાજરી દરમિયાન વિદ્યાર્થી દ્વારા 'યસ સર' અને 'પ્રેઝન્ટ સર'ની જગ્યાએ કયા શબ્દનો પ્રયોગ કરવામાં આવશે?
Ans. જય ભારત અથવા જય હિન્દ પૈકી કોઈ પણ એક

( 46 ) મહાન ક્રિકેટ કોચ શ્રી રમાકાંત આચરેકરનું તાજેતરમાં જ નિધન થયું. તેઓ કયા ક્રિકેટ કલબની સ્થાપના કરી હતી?

Ans. કામથ મેમોરિયલ ક્રિકેટ ક્લબ

( 47 ) AIIMSનું પૂરું નામ જણાવો.
Ans. All India Institutes of Medical Sciences

( 48 ) ગુજરાતમાં ' ગરીબ કલ્યાણ મેળા;નો પ્રારંભ ક્યારથી થયો હતો?
Ans. ડિસેમ્બર ૨૦૦૯

( 49 ) તાજેતરમાં ગુજરાતમાં કોણે 'પ્રોપર્ટી એકસ્પો એન્ડ શોકેસ ૨૦૧૯'નો શુભારંભ કરાવ્યો?
Ans. વિજયભાઈ રૂપાણીએ

( 50 ) ભારતમાં નાના બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવા કોનાં દ્વારા તાજેતરમાં 'વિદ્યાર્થીઓ સાથે સંવાદ' નામનાં મંચની શરૂઆત કરવામાં આવી છે?
Ans. Indian Space Research Organization (ISRO)

( 51 ) ICC એ ૧૫ જાન્યુઆરી ૨૦૧૯નાં નીચેનામાંથી કોની પોતાના નવા મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે નિમણુક કરી છે?

Ans. મનુ સાહની

( 52 ) GST પરિષદની ૩૨મી બેઠકમાં લેવાયેલ નિર્ણય અનુસાર રિયલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા કેટલા સદસ્યોવાળા GoMનું ગઠન કરવામાં આવ્યું છે?
Ans. ૭

( 53 ) ટાઈમ્સ હાયર એજ્યુકેશનની પ્રતિષ્ઠિત 'ઇમર્જિંગ ઇકોનોમીજ યુનિવર્સિટી રેન્કિંગ-૨૦૧૯'માં ભારતની કેટલી સંસ્થાઓને જગ્યા મળી છે?
Ans. ૪૯

( 54 ) RRBનાં એકીકરણની ચર્ચા હાલનાં દિવસોમાં સમાચારમાં રહી છે. વર્તમાનમાં આ બેન્કોમા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની હિસ્સેદારી ક્રમશ કેટલી છે?
Ans. ૫૦% અને ૩૫%

( 55 ) ભારતીય સ્ટેટ બેન્કે QIPનાં માધ્યમથી ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનાં શેર વેચાણની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. વર્તમાન સમયમાં સરકારની સ્ટેટ બેંકમાં આશરે હિસ્સેદારી કેટલી?
Ans. ૫૯.૦૦%

( 56 ) ભારતીય મુક્કેબાજી મહિલા ટીમનાં મુખ્ય કોચનાં રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?

Ans. મોહમ્મદ અલી કમર

( 57 ) તાજેતરમાં જ રમાયેલ એક T-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ચીનની મહિલા ક્રિકેટ ટીમ કેવળ ૧૪ રન પર આઉટ થઈ ગઈ. આ મેચ કઈ ટીમની ખિલાફ રમવામાં આવી હતી?
Ans. સંયુક્ત અરબ અમીરાત

( 58 ) ૧૪ જાન્યુઆરીનાં અમેરિકાનાં પહેલા 'ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ' સમ્માનથી કોને સમ્માનિત કરવામાં આવ્યા?
Ans. નરેન્દ્ર મોદી

( 59 ) માનવ અધિકારો માટે 'ફ્રેંકો-જર્મન અવોર્ડ'થી કોને સમ્માનિત કરવામાં આવ્યા?
Ans. યૂ વેન્શેંગ

( 60 ) ૧૩ જાન્યુઆરી ૨૦૧૯નાં કયા રાજ્યમાં ભારતનાં સૌથી મોટા સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું?
Ans. કેરળ

( 61 ) હાલમાં 'G-77'ની અધ્યક્ષતા નીચેનામાંથી કયા દેશને આપવામાં આવી છે?
Ans. ફિલિસ્તીન

( 62 ) તાજેતરમાં ભારતીય પ્રધાનમંત્રીએ નીચેનામાંથી કયા શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલ આયુર્વિજ્ઞાન સંસ્થાનનું ઉદ્ઘાટન કર્યું?
Ans. અમદાવાદ

( 63 ) GST અંતર્ગત લોટરી પર કરવેરાની એકરૂપતાની ચકાસણી કરવા નીચેનામાંથી કયું મંત્રી પેનલ નેતૃત્વ કરી રહ્યું છે?
Ans. મહારાષ્ટ્રનાં નાણામંત્રી સુધીર મુનગંટીવાર

( 64 ) નીચેનામાંથી કયા ભારતીય રાજ્યમાં બોગી મહોત્સવ; જેને ભોગી-ભોગમનાં નામથી પણ ઓળખવામાં આવે છે. તે કયા રાજ્યમાં મનાવવામાં આવે છે?
Ans. તમિલનાડુ

( 65 ) અમેરિકી રાષ્ટ્રપતિએ પરમાણું ઉર્જાનાં સહાયક સચિવનાં પ્રમુખ પદ માટે નીચેનામાંથી કયા અમેરિકી ભારતીયને નામિત કર્યા છે?
Ans. રીતા બરનવાલ

( 66 ) તે નાણાકીય રોકાણકારનું નામ જણાવો; જેમનું હાલમાં જ નિધન થયું છે. તેઓને વ્યક્તિગત રોકાણકારો માટે દુનિયાની પહેલી અનુક્રમિત ભંડોળ શરૂ કરવાનો શ્રેય આપવામાં આવે છે?
Ans. જોન બોલોગ

( 67 ) કઈ રાજ્ય સરકારે 'અમા ઘરે LED' યોજના શરૂ કરી છે?
Ans. ઓડિશા

( 68 ) MYNTRA JABONG'નાં CEOનું પદ છોડનાર શખ્સનું નામ શું છે?
Ans. અનંત નારાયણન

( 69 ) 11 જાન્યુઆરીનાં ફિલ્ડ્સ મેડલ પ્રાપ્તકર્તા અને એક બ્રિટિશ ગણિતજ્ઞનું ૮૯ વર્ષે નિધન થઈ ગયું. તેમનું નામ શું?
Ans. માઈકલ અતિયાહ

( 70 ) ભારત રબર એક્સપો ૨૦૧૯'નું ૧૦મું સંસ્કરણ નીચેનામાંથી કયા શહેરમાં આયોજિત કરવામાં આવ્યું?
Ans. મુંબઈ

( 71 ) IRNSSનું પૂરું નામ શું?
Ans. Indian Regional Navigation Satellite System

( 72 ) તાજેતરમાં ભારતની ત્રણ ઓઈલ કંપનીઓ દ્વારા ભારતમાં 'ઉજ્જવલા સ્વચ્છતા નેપકિન યોજના' શરુ કરવામાં આવી. તેમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી.
Ans. BPCL

( 73 ) અરૂણિમા સિંહા તાજેતરમાં એન્ટાર્કટિકાના કયા સૌથી ઊંચા પર્વતને સર કરનાર વિશ્વનાં પ્રથમ દિવ્યાંગ પર્વતારોહક બની ગયા છે?
Ans. માઉન્ટ વિન્સન

( 74 ) મહાત્મા ગાંધી ક્યારે ભારત પરત ફર્યા; જેમનાં માનમાં ભારતમાં દર વર્ષે 'પ્રવાસી ભારતીય દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે?
Ans. ૯ જાન્યુઆરી ૧૯૧૫

( 75 ) તાજેતરમાં જિમ યોંગ કિમે વર્લ્ડ બેંકનાં અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું. તેઓ વર્લ્ડ બેંકના _____ અધ્યક્ષ હતા?
Ans. ૧૨

( 76 ) ભારતમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ મજબૂત બનાવવા માટે RBI દ્વારા હાલમાં કોની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી?
Ans. શ્રી નંદન નિલેકણી

( 77 ) તાજેતરના ભારત સરકારની કઈ યોજનાનો વિશ્વની સૌથી શ્રેષ્ઠ ૧૨ યોજનાઓમાં સમાવેશ થયો છે?
Ans. મિશન ઈન્દ્ર ધનુષ

( 78 ) હાલમાં જ ICC દ્વારા કયા દેશને તેઓના ૧૦૫માં સભ્ય દેશ માટે માન્યતા આપી?
Ans. અમેરિકા

( 79 ) તાજેતરમાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કઈ સરહદ પર દીવાલ બાંધવાનો પ્રસ્તાવ અમેરિકન સંસદમાં રજૂ કર્યો હતો?
Ans. અમેરિકા-મેક્સિકો

( 80 ) બિનઅનામત વર્ગોને અનામત આપનાર _____ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું?
Ans. ગુજરાત

( 81 ) ક્રિકેટનાં ઈતિહાસમાં કયા ખેલાડીએ પહેલી વાર ત્રણે ICC એવોર્ડ્સ એક સાથે પોતાનાં નામે કર્યા છે?
Ans. વિરાટ કોહલી

( 82 ) નીચેનામાંથી કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ભારતનાં ૧ ટકા લોકો પાસે ૫૦ ટકા આબાદીની બરાબર સંપત્તિ છે?
Ans. ઓક્સફૈમ

( 83 ) તાજેતરમાં જર્મનીએ સુરક્ષા કારણોનો હવાલો આપતાં કયા દેશની એરલાઈન કંપની 'મહાન એર' પર બેન લગાવી દીધો છે?
Ans. ઈરાન

( 84 ) ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા પાછલા વર્ષે ઘોષિત કરવામાં આવેલ સૌથી વધારે ઉંમરનાં પુરૂષ મસાજો નોનકાનું કેટલા વર્ષેની ઉંમરમાં જાપાનનાં અશોરોમાં નિધન થઈ ગયું?
Ans. ૧૧૩ વર્ષ

( 85 ) ભારતીય ઉદ્યોગ પરિસંઘની રિપોર્ટ અનુસાર, પ્રયાગરાજમાં આયોજિત કુંભ મેળાથી ઉત્તરપ્રદેશને ૧.૨ લાખ કરોડ રૂપિયાની કમાણી અને કેટલા લોકોને રોજગાર મળવાની ઉમ્મીદ છે?
Ans. છ લાખ

( 86 ) રક્ષામંત્રી નિર્મળા સીતારામને હાલમાં કયા સ્થાન પર દેશનાં બીજા રક્ષા ઔદ્યોગિક ગલિયારાને લોન્ચ કર્યો છે?
Ans. તમિલનાડુ

( 87 ) કઈ લિમિટેડ કંપની એક ક્વાર્ટરમાં ૧૦ હજાર કરોડ રૂપિયાથી વધારે શુદ્ધ નફો કમાવાવળી પહેલી ભારતીય ખાનગી કંપની બની ગઈ છે?
Ans. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ

( 88 ) કયા કમિશનએ નેશનલ સ્ટોક એક્સચેન્જ સામે ભેદભાવપૂર્ણ આચરણની ફરિયાદને ખારિજ કરી દીધી છે?
Ans. ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ

( 89 ) બ્રિટનનાં HESA અનુસાર, બ્રિટનમાં પાછલા કેટલાક વર્ષોમાં ગિરાવટ બાદ ૨૦૧૭-૧૮માં પહેલી વાર કયા દેશનાં વિદ્યાર્થીઓની સંખ્યા વધીને ૧૯,૭૫૦ થઈ?
Ans. ભારત

( 90 ) આ વખતે પ્રવાસી ભારતીય દિવસ નીચેનામાંથી કયા શહેરમાં ૨૧-૨૩ જાન્યુઆરી સુધી આયોજિત કરવામાં આવ્યો?
Ans. વારાણસી

( 91 ) ભારતમાં દર વર્ષે 'રાષ્ટ્રીય બાલિકા દિવસ' ક્યારે મનાવવામાં આવે છે?
Ans. ૨૪ જાન્યુઆરી

( 92 ) ઈસરો એ હાલમાં જ PSLV-C૪૪નો ઉપયોગ કરી બે ઉપગ્રહો કલાસસૈટ અને માઈક્રોસૈટ-આરને લોન્ચ કર્યા. ક્લાસમૈટ એક વિદ્યાર્થી વિકસિત ઉપગ્રહ છે અને માઈક્રોસૈટ-આર એક _______ છે?
Ans. ઇમેજિંગ સેટેલાઈટ

( 93 ) GSTATની એક રાષ્ટ્રીય પીઠ નીચેનામાંથી કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે?
Ans. દિલ્લી

( 94 ) કમલ હસનની રાજનીતિક પાર્ટીનું નામ શું છે?
Ans. મક્કલ નિધિ મય્યમ

( 95 ) ઉલ્લેખ પરથી ઓળખી બતાવો:
૧. તેમનાં પ્રધાનમંત્રી વારાણસીમાં આયોજિત ૧૫માં મેળાનાં પ્રવાસી ભારતીય દિવસનાં મુખ્ય અતિથિ હતા.
૨. આ દેશ હિન્દ મહાસાગરમાં આવેલો છે.
૩. ભારત આ દેશનો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર છે?
Ans. મોરિશસ

( 96 ) રેલ્વે પુલિસ બળની મહિલા ટીમ 'જયમતી વાહિની' નીચેનામાંથી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી?
Ans. અસમ

( 97 ) કયા દેશની સાથે ICTનાં દુરુપયોગને રોકવા માટે 'વ્યાવહારિક સહયોગ'ને મજબૂત કરવા પર સહમત થયું છે?
Ans. રૂસ

( 98 ) તાજેતરમાં જ શ્રી સિદ્ધગંગા મઠનાં મુખ્ય દ્રષ્ટા શિવકુમાર સ્વામીનું ૧૧૧ વર્ષની ઉંમરે નિધન થઈ ગયું. શ્રીસિદ્ધગંગા મઠ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલું છે?
Ans. કર્ણાટક

( 99 ) એડેલમેં ટ્રસ્ટ બેરોમીટર-૨૦૧૯ રિપોર્ટ અનુસાર સૂચિત સાર્વજનિક શ્રેણીમાં ભારતની રેન્કિંગ શું હતી?
Ans. ૨

( 100 ) યુનેસ્કો એ ૨૦૨૦ માટે નીચેનામાંથી કયા શહેરને 'વિશ્વની રાજધાનીના વાસ્તુકલા'નાં રૂપમાં માન્યતા આપી છે?
Ans. રિયો ડી જનેરિયો

( 101 ) તાજેતરમાં સંપન્ન ખેલો ઇન્ડિયા ૨૦૧૯માં કયા રાજ્ય એ સૌથી વધારે પદક જીત્યા છે?
Ans. મહારાષ્ટ્ર

( 102 ) નીચેનામાંથી કઈ મહિલા ટેનિસ ખેલાડીએ ઓસ્ટ્રેલિયન ઓપન ૨૦૧૯નો ખિતાબ જીત્યો?
Ans. નાઓમી ઓસકા

( 103 ) ભારતીય રેલવે એ એક વિશેષ ટ્રેન શરૂ કરી છે જે ગૌત્તમ બુદ્ધ અને બી આર આંબેડકરથી જોડાયેલ સ્થળોનાં દર્શન કરવાશે. આ વિશેષ ટ્રેનનું નામ શું છે?
Ans. સમાનતા એક્સપ્રેસ

( 104 ) ઓક્સફોર્ડ ડિક્ષનરી એ નીચેનામાંથી કયા શબ્દને ૨૦૧૮નાં હિન્દી શબ્દનાં રૂપમાં પસંદ કર્યો છે?
Ans. નારી શક્તિ

( 105 ) કઈ રાજ્ય સરકારે પક્કે પાગા હોર્નબિલ ફેસ્ટિવલ (PPHF)ને 'રાજ્ય મહોત્સવ' ઘોષિત કર્યો છે?
Ans. અરુણાચલ પ્રદેશ

( 106 ) ગ્લોબલ ટેલેન્ટ કોમ્પિટિટિવ ઇન્ડેક્સ (GTCI) ૨૦૧૯માં ભારતને કયું સ્થાન પ્રાપ્ત થયું?
Ans. ૮૧

( 107 ) કઈ ભારતીય બેન્ડમિંટન ખેલાડીને તાજેતરમાં જ ઇન્ડોનેશિયા માસ્ટર્સનો ખિતાબ જીત્યો છે?
Ans. સાઈના નેહવાલ

( 108 ) હાલમાં જ પ્રસિદ્ધ વ્યક્તિત્વ 'કૃષ્ણા સોબતી'નું નિધન થયું. તે કોણ હતી?
Ans. લેખિકા

( 109 ) તાજેતરમાં ૨૫ જાન્યુઆરી ૨૦૧૯નાં રાષ્ટ્રીય મતદાતા દિવસ મનાવવામાં આવ્યો; જેમની શરૂઆત _____ વર્ષથી થઈ હતી.
Ans. ૨૦૧૧

( 110 ) કઈ વ્યક્તિને તાજેતરમાં YES બેંકનાં નવા CEO & MD તરીકે નિમણૂક કરવામાં આવી?
Ans. ખનીત સિંહ ગિલ

( 111 ) પરીક્ષા પે ચર્ચા ૨.૦' વિશે શું સાચું નથી?
Ans. પરીક્ષામાં વિદ્યાર્થી વધારેમાં વધારે ગુણ મેળવી શકે તે માટે તેનું આયોજન કરવામાં આવ્યું હતું.

( 112 ) તાજેતરમાં ક્યુબાની રાજધાની હવાનામાં એક મોટું તૂફાન આવ્યું; જે લગભગ ક્યુબામાં _____ વર્ષોમાં આવેલ સૌથી શક્તિશાળી તૂફાન છે.
Ans. ૮૦

( 113 ) તાજેતરમાં ૮૮ વર્ષની ઉંમરે જોર્જ ફર્નાડીસનું નિધન થઈ ગયું. તેમનાં માટે નીચેનામાંથી શું સાચું છે?
Ans. 1) તેઓ એક પૂર્વ રક્ષા મંત્રી હતા.
        2) તેઓ અલ્જાઈમર રોગથી પીડાતા હતા.
        3) તેઓ ૧૯૯૮ & ૧૯૯૯માં લડાયેલ બે યુદ્ધની દેખરેખ રાખી હતી.

( 114 ) સુમન કુમારી કયા દેશની પહેલી હિંદુ મહિલા જજ છે.
Ans. પાકિસ્તાન

( 115 ) અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસને ______ દેશની સરકારી સ્વામિત્વ વળી તેલ કંપની, PDVSA પર પ્રતિબંધ લગાવ્યો.
Ans. વેનેઝુએલા

( 116 ) ૨૮ જાન્યુઆરી ૨૦૧૯નાં વસ્ત્ર મંત્રાલયે ક્યાં 'આર્ટિસન સ્પીક' નામનો એક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો?
Ans. મુંબઈ પાસે એલિફન્ટા ગુફાઓમાં

( 117 ) DRDO એ ૨૪ જાન્યુઆરી ૨૦૧૯નાં ન્યુ જનરેશન એન્ટી-રેડિએશન મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. NGARMમાં _____ કિ.મી.થી વધારે અધિકની સ્ટ્રાઈક રેંજ છે.
Ans. ૧૦૦

( 118 ) ૨૬ જાન્યુઆરી ૨૦૧૯નાં મધ્યપ્રદેશમાં 'યુવા સ્વાભિમાન યોજના' શરૂ કરવામાં આવી. આ યોજના અંતર્ગત, શહેરી ક્ષેત્રોમાં સમાજનાં આર્થિક રૂપથી કમજોર વર્ગોનાં યુવાનોને કેટલા દિવસની રોજગારી પ્રદાન કરવામાં આવશે?
Ans. ૧૦૦

( 119 ) નોવાક જોકોવિચે હાલમાં જ ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે?
Ans. ટેનિસ

( 120 ) દર વર્ષે આંતરરાષ્ટ્રીય નરસંહાર સ્મરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

Wednesday, 30 January 2019

સાંસ્કૃતિક સ્થળ : વારાણસી

આ પ્રાચીન શહેર બહુવિધ મંદિરો, નદી કિનારાના ઘાટ, રંગબેરંગી બજારો અને ભગવા પહેરેલ સાધુઓની ઝલક દેખાડે છે. ગંગા નદીમાં તમે હોડીની સવારી કરીને વારાણસીના જૂના નગરની નાની પગદંડીઓ દ્વારા શહેરની પ્રાચીનતા જોઈ શકશો અને અગણિત હલવાઈની દુકાનો પર મીઠાઈની લિજ્જત માણી શકશો.

ઘંટ, સૂર, અગ્નિ અને ધૂપ સાથે સાંજે ગંગાની આરતીનો ભક્તિમય નજારો જોવો એ ખરેખર અદ્દભુત અનુભવ છે. દિવાળી અને ગંગા મહોત્સવના સમયે જ્યારે 5 દિવસના શાસ્ત્રીય સંગીત અને નૃત્યનો તહેવાર હોય છે ત્યારે વારાણસીની મુલાકાત લેવી સલાહ ભરી છે કારણકે દિવાળી હોય ત્યારે હજારો દીવાને એક રેખામાં રાખીને ઘાટ સજાવાય છે. 

બનારસ કે કાશી તરીકે જાણીતું આ શહેર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી જિલ્લાનું મુખ્ય મથક છે. વારાણસી ગંગા નદીને તીરે વસેલું શહેર છે અને તેની ગણના વિશ્વનાં સૌથી જુના વસેલા અને સતત વસવાટ ધરાવતા શહેરોમાં થાય છે.

વારાણસીમાં બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક - વિશ્વેશ્વર - મંદિર આવેલું છે. આદિ કાળથી જ વિદ્યા માટે પ્રસિદ્ધ આ શહેરમાં આજનાં આધુનિક યુગમાં પણ વિશ્વ પ્રસિદ્ધ બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયને કારણે ઉચ્ચ કોટિની વિદ્યા પ્રાપ્ય છે. કાશીના ધાર્મિક મહત્વને કારણેજ ગુજરાતીમાં કહેવત છે કે ''સુરતનું જમણ અને કાશીનું મરણ.''

કાશી આ સંસારની સૌથી પુરાણી નગરી કહેવાય છે. આ નગરી વર્તમાન વારાણસી શહેરમાં સ્થિત છે. વિશ્વના સર્વાધિક પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં કાશી નગરીનો ઉલ્લેખ જોવા મળે છે.

પુરાણોમાં વર્ણવ્યા આ નગરી આદ્ય વૈષ્ણવ સ્થાન છે. પહેલાં આ નગરી ભગવાન વિષ્ણુ (માધવ) પુરી હતી. જે સ્થળે શ્રીહરિકના આનંદાશ્રુ પડ્યાં હતાં, ત્યાં બિંદુસરોવર બની ગયું અને પ્રભુ અહીંયાં બિંધુમાધવના નામથી પ્રતિષ્ઠિત થયા હતા.

આ ઉપરાંત એવી પણ એક કથા છે કે જે વખતે ભગવાન શંકરજીએ કુ્રદ્ધ થઇને બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી નાખ્યું, તો આ મસ્તક એમના કરતલ સાથે ચોંટી ગયું. બાર વર્ષો સુધી અનેક તીર્થોમાં ભ્રમણ કરવા છતાં પણ તેઓના હાથથી મસ્તક અલગ થયું નહીં. પરંતુ જે સમયે એમણે કાશી નગરીની સીમામાં પ્રવેશ કર્યો, ત્યાં જ બ્રહ્મહત્યામાંથી એમને મુક્તિ મળી અને એમના હાથથી મસ્તક પણ અલગ થઇ ગયું. જે સ્થળ પર આ ઘટના ઘટી, તે સ્થાન કપાલમોચન-તીર્થ કહેવાયું. મહાદેવજીને કાશી નગરી એટલી સારી લાગી કે એમણે આ પાવન પુરીને વિષ્ણુજી પાસે પોતાના નિત્ય આવાસ માટે માંગી લીધી, ત્યારથી કાશી નગરી મહાદેવજીનું નિવાસ-સ્થાન બની ગઈ.

Join Our Telegram Channel For Latest Updates
 
GK in GUJARATI

Google plus 

દ્રઢ મનોબળ એવું જેનું બીજું નામ : સ્ટીફન હોકિંગ

બ્રહ્માંડ અને ભૌતિકશાસ્ત્રના મહાન બ્રિટિશ વિજ્ઞાની સ્ટીફન હોકિંગ એ એક અસાધ્ય બીમારી, ‘મોટર ન્યુરોન ડિસીઝ’ના એક પ્રકાર એમિયોટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસ (ALS)થી પાંચ દાયકા સુધી પીડાતા રહ્યા હતા. એ બીમારીને કારણે હોકિંગનું આખું શરીર લકવાગ્રસ્ત થઈ ગયું હતું, માત્ર મગજ જ ચાલતું હતું. પરિણામે એ જીવનના અંત સુધી વ્હીલચેરગ્રસ્ત રહ્યા હતા.

આ બીમારીમાં દરદી સામાન્ય રીતે છ-સાત વર્ષ સુધી જ જીવી શકે છે, પણ હોકિંગે બીમારી વિરુદ્ધ જોરદાર જંગ ખેલીને ૫૩ વર્ષ સુધી જીવી બતાવ્યું.

આ મહાન વિજ્ઞાનીએ એમની બીમારીને એક વરદાન બનાવી દીધું હતું. હોકિંગે એક વાર કહ્યું હતું કે બીમારી લાગુ પડી એ પહેલાં હું મારી જિંદગીથી બહુ કંટાળી ગયો હતો. હું કોઈ મહત્ત્વનું કામ કરતો હોઉં એવું મને લાગતું નહોતું. ૨૧ વર્ષનો હતો તોય મારી આકાંક્ષાઓ ઘટીને સાવ શૂન્ય થઈ ગઈ હતી, પરંતુ આ બીમારી પછી મને જીવનમાં જે કંઈ મળ્યું એને હું બોનસ તરીકે ગણું છું.

હોકિંગને બીમારી લાગુ પડી એ પહેલાં એ ભણતર પર પૂરતું ધ્યાન આપી શક્યા નહોતા, પણ બીમાર પડ્યા બાદ એમને થયું કે પોતે વધુ જીવી નહીં શકે એટલે પોતાનું બધું ધ્યાન બ્રહ્માંડને લગતા સંશોધનકાર્ય પર લગાવી દીધું.

હોકિંગને એ વાતની ખુશી હતી કે બ્રહ્માંડ વિશે માનવજાતને સમજાવવામાં પોતે એક ભૂમિકા ભજવી શક્યા હતા. હોકિંગને કોસ્મોલોજીના વિશેષજ્ઞ માનવામાં આવ્યા છે. બ્રહ્માંડની ઉત્પત્તિ, સંરચના સંબંધિત Theory of Big Bang અને Black Hole તથા હોકિંગ રેડિયેશનનો કોન્સેપ્ટ એમણે દુનિયાને આપ્યો.

હોકિંગે બ્રહ્માંડની રચના અને એનાં રહસ્યો અંગે સંશોધન તો કર્યું, પણ માનવજાતને સામાન્ય રીતે એ એટલું સમજાવી ગયા છે કે: ‘જિંદગી ભલે ગમે તેટલી કઠિન હોય, તમે હંમેશાં કંઈક તો કરી જ શકો અને સફળ પણ થઈ શકો છો. જ્યાં જીવન છે ત્યાં આશા છે.’

(જન્મઃ 1942 – નિધનઃ 2018)

Join Our Telegram Channel For Latest Updates

Tuesday, 29 January 2019

ભીના સ્થળે લીલ કેમ બાઝે છે?લીલ ઉતરતી કક્ષાની વનસ્પતિ છે. તેને થડ કે પાન હોતાં નથી. તેનાં સૂક્ષ્મ કોષો પવનથી ઉડીને પ્રસરે છે. ભીના સ્થળે જ્યાં પાણીનો વપરાશ ના હોય અથવા જ્યાં પાણી વહેતું ન હોય ત્યાં આવા ઉડી આવેલા કોષો સ્થિર થાય છે. તે પ્રજનન કરી અસંખ્ય કોષો ઉત્પન્ન કરે છે, તેમનામાં રહેલા હરિત દ્રવ્ય કે ક્લોરોફિલને લીધે તે લીલા રંગના દેખાય છે.
કોલસાનો ટૂકડો કાળો હોય છે, પરંતુ તેમની રાખ સફેદ કેમ? 
શ્વાસ લીધા વિના પણ જીવી શકાય! 
તારા કેમ ટમટમે છે ? 

ભારતનો સાંસ્કૃતિક વારસો

ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે.

સાંસ્કૃતિક વારસો એટલે માનવસર્જિત વારસો. માનવીએ પોતાનાં કુનેહ, બુદ્ધિચાતુર્ય, આવડત અને કળા - કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું હોય અથવા સર્જન કર્યું હોય તો તેને સાંસ્કૃતિક વરસો કહેવાય.

આર્યોથી માંડીને શક, ક્ષત્રપ, કુષાણ, હૂણ, ઈરાની, તુર્ક, આરબ, મુઘલ, પારસી, અંગ્રેજ, ફ્રેંચ વગેરે જેવી અનેક જાતિ-પ્રજાતિઓ ભારતમાં આવી. આ બધાનાં આદાન-પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની.


પ્રાગ્ઐતિહાસિક કાળથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વસ્રાઓની ઘણી બધી બાબતો ભેટમાં આપી. દા.ત. શિલ્પ સ્થાપત્યની કળા.

આ કળા આશરે ૫૦૦૦ વર્ષ જેટલી પ્રાચીન છે, જેમાં સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષો ગણી શકાય. જેમ કે, તેમાં મળી આવેલ દેવી-દેવતાઓની પ્રતિમાઓ, માનવ શિલ્પ, પશુઓ તેમજ રમકડાં, દાઢીવાળા પુરૂષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ. આ બધું જોઈને આપણને આપવા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે.

આ જ ક્રમમાં મૌર્યયુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રતિમા અને તે પછીનાં કાલખંડની જૈન તીર્થકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઈલોરાની ગુફાઓ. આ બધું નિહાળતાં આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે.

આ સિવાય મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહાર, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઈમારતો, ઉત્ખનન કરેલા સ્થળો અને ઐતિહાસિક સ્મારકોનો પણ તેમાં સમાવેશ કરી શકાય.

આપણા સ્વાતંત્ર્ય સંગ્રામનાં ઐતિહાસિક સ્થળોમાં સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન, દિલ્લી વગેરેને પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય.

ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, પાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્રો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ-વિધાન, પર્યાવરણ સુરક્ષા આદિ ઘણી મહત્વની શોધો પણ ભારતમાં થઈ છે.

બ્રિટિશ ઈમારતો
કર્ણાવતી કે અમદાવાદ? શું હોવું જોઈએ શહેરનું નામ?

હર્ષબીના ઝવેરી

હર્ષબીના ઝવેરી એ NRB BEARINGSનાં MD અને VICE CHAIRMAN છે.

કેટલાક લોકોને સંઘર્ષ વગર સફળતાનો સ્વાદ ચાખવાનો જ જાણે કે ગમતો નથી. જ્યારે જીવનમાં સંઘર્ષ આવે છે ત્યારે જ જાણે કે તેમને બાજી ખરાખરીની મજેદાર લાગતી હોય તેવું લાગે છે.

હર્ષબીના ઝવેરી પણ એક એવું જ વ્યક્તિત્વ છે કે જેને સખત પરિશ્રમથી કદી કોઈ ત્રાસદિ જેવું નથી લાગતું. જો તેમણે ધાર્યું હોત તો ઘરની કંપનીમાં જ કોઈ સારા હોદ્દા પર બેસી શક્યા હોત, પરંતુ કહેવાય છે ને કે જ્યારે સોનાને પોતાની ચમકની ખબર હોય પછી એ તપવાનું સ્વીકારે એમાં એ સોનાનો પોતાનો ગુણ છે.

હર્ષબીનાએ ટ્રેઈનીથી શરૂઆત કરીને તેની કંપનીમાં જ આગળ ઉચ્ચ હોદ્દા પર સ્થાન પ્રાપ્ત કર્યું. માત્ર કઠોર પરિશ્રમની સાથે અખૂટ તૈયારી અને તમારી ધીરજ જ તમને આ શિખર પર લઈ જઈ શકે છે. તેની કંપનીનો આજે 670 કરોડ રૂપિયા ઉપરાંતનો પહોંચેલો આંકડો એ બાબતની જ ગવાહી પૂરે છે કે સફળતા માટે કેટલા કપરા ચઢાણ ચડવા પડે છે.

હર્ષબીના ઝવેરી જુદી માન્યતા સાથે જીવન જીવવાનો મંત્ર પોતાના મનમાં ગાંઠ બાંધી ચૂક્યા છે : ‘જેમાં મુશ્કેલી નથી એ મંઝિલ પામવાની કોઈ મઝા જ નથી’.

Join Our Telegram Channel For Latest Updates 

Friday, 25 January 2019

શ્રીનિવાસ રામાનુજન નંબર ૧૭૨૯

૧૯૧૮માં શ્રી રામાનુજન ઇંગ્લેન્ડમાં હતા. આબોહવા તથા ખોરાકની વિપરીત અસરને કારણે તેઓ બીમાર પડ્યા. લગભગ પથારીવશ હતા. તેમને મળવા માટે કેમ્બ્રિજ યુનિવર્સીટીનાં ઉચ્ચ કોટિનાં ગણિતજ્ઞ પ્રો. જી. એચ. હાર્ડી આવ્યા. પથારીવશ પડેલ રામાનુજનની નજર પ્રો. હાર્ડીની ટેક્સીનાં નંબર પર પડી કે પ્રો. હાર્ડીએ પ્રશ્ન કર્યો. "મારી ટેક્સીનાં નંબર વિશે તમારે કંઈ કહેવું છે?" તમારી નજર તો મારી ટેક્સીનાં નંબર પર છે. તરત જ રામાનુજને પ્રતિસાદ આપ્યો, "હા, તમારો ટેક્સીનો નંબર ખૂબ જ રસપ્રદ અને રસિક છે. આ નમ્બર એક વિશિષ્ટ છે, કારણ કે બે નાની સંખ્યાઓના ઘનના સરવાળા તરીકે બે રીતે દર્શાવી શકાય છે." 


જુઓ સાહેબ, તમારો ટેક્સી નંબર છે ૧૭૨૯. તેને (૧) ૯³ + ૧૦³ = ૧૭૨૯ તથા (૨) ૧³ + ૧૨³ = ૧૭૨૯. આવી રીતે લખી શકાય છે. બીજી કોઈ આવી સંખ્યા લબ્ધ નથી. તરત જ પ્રો. હાર્ડીએ આ નંબરને 'રામાનુજન નંબર' તરીકે ઓળખાવ્યો.

'૧૭૨૯' એ એક એવી વિશિષ્ટ સંખ્યા છે; જેને નીચે પ્રમાણે મુલવી શકાય. કેટલાંક પરિણામો આપણને રસપ્રદ લાગશે:

(૧) રામાનુજન નંબર ૧૭૨૯ના અવયવો : ૧, ૭, ૧૩, ૧૯, ૯૧, ૧૩૩, ૨૪૭ તથા ૧૭૨૯ છે.
(૨) ૧ એ વિશિષ્ટ સંખ્યા છે. ૭, ૧૩ અને ૧૯ અવિભાજ્ય અવયવો છે.
(૩) ૯૧, ૧૩૩, ૨૪૭ તથા ૧૭૨૯ એ વિભાજ્ય અવયવો છે.
(૪) ૧ * ૭ * ૧૩ * ૧૯ = ૧૭૨૯
(૫) બે પૂર્ણ ઘનના સરવાળા તરીકે દર્શાવાય છે:
       (અ) ૧³ + ૧૨³ = ૧ + ૧૭૨૮ = ૧૭૨૯
       (બ) ૯³ + ૧૦³ = ૭૨૯ + ૧૦૦૦ = ૧૭૨૯
       આમ, આ પ્રકારની બીજી કોઈ સંખ્યા જાણમાં નથી.
(૬) ૧૭૨૯નાં પ્રથમ ચાર અવયવો સમાંતર શ્રેણી બનાવે છે. જેમ કે, ૧, ૭, ૧૩, ૧૯.
(૭) ૧૭૨૯ અંક એવો છે કે, જેમાંથી 'કાપેરકર સંખ્યા' ૬૧૭૪ મેળવી શકાય છે.
 
કેવી રીતે છે ૬૧૭૪ કાપેરકર સંખ્યા?

અંકોને ઉતરતાં ક્રમમાં ગોઠવતાં     ૭૬૪૧ 
અંકોને ચડતાં ક્રમમાં ગોઠવતાં     - ૧૪૬૭ 
                                                     --------
                                                  = ૬૧૭૪ મૂળ સંખ્યા મળે.
૬૧૭૪ એ એક કાપેરકર સંખ્યા છે.

૧૭૨૯ને આ રીતે (૭) મુજબ કરતાં કાપેરકર સંખ્યા ૬૧૭૪ મળે છે.
છે ને મિત્રો, અજાયબ અને વિશિષ્ટ એવો રામાનુજન નંબર ૧૭૨૯?

સર્વ ભાજીઓમાં શ્રેષ્ઠ ઔષધિય ગુણ ધરાવે છે જીવંતી

આકડાનાં વર્ગની આ વનસ્પતિ છે. ‘જીવંતી’ એનું આયુર્વેદિય નામ છે. ગુજરાતમાં એ સર્વત્ર જોવામાં આવે છે. ગામડાંમાં દરેક વાડ પર તેની વેલ ચઢેલી જોવામાં આવે છે અને એનું શાક પણ ખવાય છે. તેનાં પાન તેમજ ફળ સીધા જ ખાઈ શકાય એવા મીઠા હોય છે. કુમળાં પાન અને ફળો ખાધા જ કરીએ એટલા સ્વાદિષ્ટ હોય છે. આ જીવંતી એટલે આપણી ડોડીની ભાજી. જીવંતીનાં ગુણોને ધ્યાનમાં રાખીને આયુર્વેદમાં તેને સર્વ શાકોમાં શ્રેષ્ઠ કહી છે. આ વખતે આ શાક શ્રેષ્ઠ જીવંતીનાં ષધીય ગુણકર્મો અને ઉપયોગો વિશે વાચકોને જણાવવાનો ઉપક્રમ છે.


ગુણકર્મો

જીવંતીના અનેક પત્રો અને શાખાઓવાળી વેલ પિૃમ અને દક્ષિણ ભારતનાં ઘણાં પ્રદેશોમાં ચોમાસાના સમયે ખાસ જોવા મળે છે. બારેમાસ તે લીલીછમ રહી શકે છે. જીવંતી મીઠી અને કડવી એમ બે જાતની થાય છે. અહીં મીઠી જીવંતીની વાત છે. આ જીવંતીને આપણે ત્યાં ખરખોડી પણ કહે છે.

આયુર્વેદ પ્રમાણે જીવંતી મધુર, શીતળ, પચવામાં હળવી, ત્રિદોષ (ખાસ કરીને વાયુ અને પિત્ત) શામક, ચક્ષુષ્ય-આંખો માટે હિતકારી, રક્તપિત્ત શામક, કફને બહાર કાઢનાર, રસાયન, બળપ્રદ, પુષ્ટિકર, વીર્યવર્ધક તથા મૂત્ર સાફ લાવનાર છે. તે તાવ, દાહ-બળતરા, હૃદયની નબળાઈ, કબજિયાત, મૂત્રદાહ, આંખોનાં રોગો, ઉધરસ, સંગ્રહણી તથા મુખનાં રોગોમાં ઉપયોગી છે.

રાસાયણિક દ્રષ્ટિ જોવામાં આવે તો જીવંતીનાં મૂળ પ્રોસેસ કરીએતો એમાંથી અનેક પ્રકારના સ્ટેરોલ પ્રાપ્ત થાય છે.

ઉપયોગો


ઉપર જણાવ્યું તેમ જીવંતી મધુર, ઠંડી, રક્ત અને પિત્તનાં વિકાર શાંત કરનાર તથા દાહ મટાડનાર છે. આ ગુણોને કારણે જીવંતી સ્ત્રીઓનાં કોઠાનો રતવા મટાડનાર ઉત્તમ ષધ છે. કોઠાની ગરમી હોય તે સ્ત્રીઓએ જીવંતીનાં મૂળનું અડધી ચમચી જેટલું ચૂર્ણ રોજ સવાર-સાંજ દૂધ સાથે લેવું. મૂળનો પાણીમાં ઘસારો કરીને પણ લઈ શકાય. આ ઉપચારથી શરીરમાં નવી શક્તિ આવે છે અને રકતનાં વિકારો મટે છે.

જીવંતી બળપ્રદ, વાજીકરણ અને રસાયન-વૃદ્ધત્વની ક્રિયાને ધીમી પાડનાર છે. જીવંતીનાં મૂળ લઈ, તેનું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી, રોજ સવાર-સાંજ અડધી અડધી ચમચી જેટલું આ ચૂર્ણ તાજા દૂધ સાથે લેવાથી જૂનો તાવ, અશક્તિ, બળતરા વગેરે મટે છે. જીવંતી તદ્ન નિર્દોષ ષધ છે. કોઈ જાતનું નુકસાન કરતી નથી. ખાંસી હોય, જીર્ણ તાવ રહેતો હોય, ક્ષયની શંકા હોય, અશક્તિ રોજબરોજ વધતી જતી હોય તો તેમણે જીવંતીનાં મૂળનું ચૂર્ણ સવાર-સાંજ ફાકવાનું રાખવું. મોંઘી દવાઓ કરતાં આવી સાદી વનસ્પતિનાં ષધોમાં જે ચેતના આપવાની શક્તિ છે તે અમૂલ્ય છે.

જીવંતીને આંખો માટે પરમ હિતકારી ગણવામાં આવી છે. આયુર્વેદનાં મર્હિષ સુશ્રુતે તેને ‘ચક્ષુષ્ય’ એટલે કે ચક્ષુ માટે હિતકર કહી છે. આંખનાં રોગોમાં આ જીવંતી ઉત્તર પરિણામ આપે છે. રતાંધળાપણું (નાઈટ બ્લાઈન્ડનેસ) જેમાં રોગી રાત્રે જોઈ શક્તો નથી, એ રોગમાં જીવંતી ખૂબ જ ઉપયોગી છે.

જીવંતીના મૂળ ધાતુ પુષ્ટિ માટેનું સારું ષધ છે. મૂત્રમાં બળતરા થતી હોય, મૂત્રમાં ધાતુ જતી હોય, સ્વપ્નમાં ધાતુ જતી હોય તો જીવંતીનાં મૂળનું સેવન કરવાથી લાભ થાય છે, જીવંતીનાં મૂળ ઉત્તમ મૂત્રલ અર્થાત્ મૂત્ર સાફ લાવનાર છે, ગરમીને ઓછી કરનાર છે તથા ધાતુને પુષ્ટ કરનાર છે.

સુવાવડી સ્ત્રીઓને જેમને ધાવણ ન આવતું હોય કે ઓછું આવતું હોય તેમના માટે પણ જીવંતી ઉપયોગી ષધ છે. ધાવણની વૃદ્ધિ માટે જીવંતીનાં પાનનું અડધી ચમચી જેટલું ચૂર્ણ સવાર-સાંજ દૂધ સાથે લેવું. જીવંતીના સેવનથી ધાવણનાં દોષો પણ દૂર થાય છે.

Thursday, 24 January 2019

કોલસાનો ટૂકડો કાળો હોય છે, પરંતુ તેમની રાખ સફેદ કેમ?

તમે જાણતાં હશો કે કોલસામાં કાર્બન હોય છે. આથી તેમને બાળીએ ત્યારે તેનું જવલન થઈ કાર્બન પ્રાણવાયું સાથે સંયોજાઈ અન્ગર્વાયું બનવો જોઈએ અને કંઈ બચવું ન જોઈએ. આમ છતાંય જો કેટલોક કાર્બન બળી ન શક્યો હોય તો તેની રાખ કાળી હોવી જોઈએ. પરંતુ આ રાખ સફેદ હોય છે આવું કેમ?

તમે જાણતા જ હશો કે જંગલનાં બળી શકે તેવા લાકડામાંથી કોલસો બનાવવામાં આવે છે. અલબત્ત આ લાકડિયા કોલસામાં કાર્બન તો છે જ; જે તેમને કાળો રંગ આપે છે. પરંતુ આ ઉપરાંત કોલસામાં કેટલાંક હાઇડ્રોજન તથા કાર્બનનાં સંયોજકો આવેલા હોય છે જેને હાઈડ્રોકાર્બન તરીકે ઓળખવામાં આવે છે. તેમાં પોટેશિયમ કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને લોખંડ જેવી ધાતુઓનાં પણ કેટલાક ક્ષાર હોય છે.

જ્યારે કોલસો બળે છે ત્યારે તેમાંનો કાર્બન પ્રાણવાયુ સાથે સંયોજાઈ અંગારવાયુ બનાવે છે તથા કાર્બનમાં વિભાજિત થઈ હાઇડ્રોજન બળી જાય છે એટલે તે પ્રાણવાયુ સાથે સંયોજાઈ પાણીની વરાળ રચે છે.

વરાળ તથા અંગારવાયુ તો હવામાં ચાલ્યા જાય છે પરંતુ પેલા ધાતુઓનાં સંયોજનનું શું? તેમનું પણ વિભાજન થઈ ધાતુઓ પ્રાણવાયુ સાથે સંયોજાઈ તેમના ઓક્સાઈડો બને છે. આ ઓક્સાઈડો એકવાર રચાયા પછી ગરમી સરળતાથી તેમને વિભાજિત કરી શકતી નથી. અને આ જે વધે છે તે રાખ!!!

હવે આવા ઘણાખરા ધાતુના ઓક્સાઈડ શ્વેત હોય છે. દા.ત. પોટેશિયમ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ તથા કેલ્શિયમ વગેરેના ઓક્સાઈડ, સફેદ રંગમાં વપરાતું રંગદ્રવ્ય પણ જસતનો ઓક્સાઈડ જ છે.

આપણા ઘરોમાં કોલસો બાળતાં થતી રાખમાં ઘણુંખરો પોટેશિયમનો જ ઓક્સાઈડ હોય છે; જેને પરિણામે આ રાખ સફેદ જણાય છે. કેટલીક વાર કોલસો પૂરી રીતે બળતો નથી એટલે કે કેટલાક કાર્બન રજકણો બળ્યા વિનાનાં રહી જાય છે. જ્યારે આવું થાય છે ત્યારે સફેદ ઓક્સાઈડ તથા કાર્બન રજકણોના મિશ્રણવાળી રાખ ભુખરી જણાય છે.

જો શુદ્ધ કોલસો બાળવામાં આવે તો રાખ જરાય વધશે નહીં.

બદલી જશે નાણાકીય વર્ષ

નાણાકીય વર્ષ એ ધંધા તેમજ અન્ય સંસ્થાઓમાં વાર્ષિક નાણાકીય હિસાબો તૈયાર કરવા માટે વપરાતો સમયગાળો છે. ઘણાં ન્યાયક્ષેત્રોમાં એકાઉન્ટીંગ તેમજ કરવેરાને લગતા કાયદા 12 મહિનામાં એક વખત આવા અહેવાલ રજૂ કરાવે છે પરંતુ અહેવાલનો સમયગાળો કેલેન્ડર વર્ષ હોય તેવો આગ્રહ કરતા નથી. નાણાકીય વર્ષ દેશ તેમજ ધંધા પ્રમાણે બદલાતા રહે છે.

કેટલાક ન્યાયક્ષેત્રો, ખાસ કરીને જે કરના એકીકરણની અનુમતી આપતા હોય ત્યાં ધંધાકીય જૂથનો ભાગ હોય તેવી કંપનીઓને લગભગ એકસરખું જ નાણાકીય વર્ષ વાપરવું પડે છે; જે ભિન્ન નાણાકીય વર્ષ ધરાવતાં એકમો વચ્ચેના વ્યવહારોના એકીકરણ માટેના હવાલા સહિત હોય છે કે જેથી એક જ સાધનસંપત્તિનું આકલન એકથી વધુ વખત ન થઈ જાય. 
 

નાણાં પ્રધાન અરૂણ જેટલીએ કહ્યં હતું કે સરકાર દેશનું નાણાંકીય વર્ષ એપ્રિલ-માર્ચની જગ્યાએ જાન્યુઆરી-ડિસેમ્બર કરવા પર વિચાર કરી રહી છે. તેમણે કહ્યું કે, નાણાંકીય વર્ષનો સમય બદલવાના મામલે સરકાર ગંભીરતાથી વિચાર કરી રહી છે. 

કૃષિ ઉત્પાદન ઘટનાચક્રની સાથે નાણાકીય વર્ષને જોડી દેવા માટે સરકાર આમ કરવા માગે છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાણાકીય વર્ષને જાન્યુઆરી-ડિસેંબર બનાવવાના આઈડિયાને ગયા વર્ષે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલ બેઠકમાં રાજ્યોના મુખ્ય પ્રધાનોને સંબોધિત કરતી વેળાએ જ ટેકો આપ્યો હતો. 

મોદીએ ત્યારે કહ્યું હતું કે આપણા દેશમાં કૃષિ આવકનું મહત્ત્વ ઘણું વધારે રહે છે તેથી બજેટ પણ વર્ષ માટેની કૃષિ આવક પ્રાપ્ત થયા બાદ તરત જ બનાવવું જોઈએ. 

ચોમાસું જૂન મહિનામાં આવી પહોંચતું હોય તેથી રાજ્યો ઘણી યોજનાઓ પરનો અમલ ઓક્ટોબર મહિના સુધી કરી શકતા નથી, પરિણામે યોજનાઓના અમલ માટે માંડ અડધું વર્ષ જ મળે છે. 

કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષને 1,એપ્રિલથી શરૂ કરવાને બદલે 1,જાન્યુઆરીથી શરૂ કરવાની શક્યતા ચકાસવા માટે બે વર્ષ પહેલાં એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી હતી. સમિતિએ તેનો અહેવાલ સુપરત કરી દીધો હતો. 

વિતેલા 150 વર્ષથી દેશમાં નાણાંકીય વર્ષ એપ્રિલથી માર્ચ પ્રમાણે ગણવામાં આવે છે. આ નવા પગલાથી જૂની પરંપરા ખતમ થઈ જશે. મધ્યપ્રદેશની સરકારે તેના નાણાકીય વર્ષને બદલીને જાન્યુઆરી કરી દીધું છે અને હવે ગુજરાત પણ તેમ કરવા જઈ રહી છે.

Wednesday, 23 January 2019

ભારતમાં 9 અમીરો પાસે 50% લોકો કરતા વધુ સંપત્તિ

અમીર વ્યક્તિ દિવસેને દિવસે વધારે અમીર થઈ રહ્યો છે. આ વાત આપણે ઘણી વખત સાંભળી છે પરંતુ હવે જાહેર થયેલા એક રિપોર્ટમાં આ વાત સત્ય સાબીત થઈ છે. આંતરરાષ્ટ્રીય એજન્સી Oxfamના એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, ભારતમાં આવેલા કરોડપતિઓની સંપત્તિમાં 2018માં રોજ રૂ. 2200 કરોડનો વધારો થયો છે. દેશની જનસંખ્યાની કુલ 1 ટકા લોકોની સંપત્તિ ગયા વર્ષે 39 ટકા પ્રમાણે વધી છે.

 • Oxfamના જણાવ્યા પ્રમાણે ભારતની અંદાજે 50 ટકા વસ્તીનો આર્થિક ગ્રોથ ખૂબ ધીમી ગતિએ વધ્યો છે. 50 ટકાથી વધુ લોકોની સંપત્તિમાં માત્ર 3 ટકા લેખે વધારો થયો છે. વૈશ્વિક રીતે જોવામાં આવે તો દુનિયાના કરોડપતિઓની સંપત્તિમાં 12 ટકા લેખે વધારો થયો છે. જ્યારે વિશ્વના ગરીબ લોકોની સંપત્તિમાં 11 ટકાનું નુકસાન થયું છે. દેશમાં સૌથી પૈસાદાર 9 અમીરો પાસે કુલ જનસંખ્યાના 50 ટકા લોકો કરતાં વધારે સંપત્તિ છે. આ રિપોર્ટ પ્રમાણે ભારતમા હાજર 13.6 કરોડની દેશની વસ્તીમાં 10 ટકા લોકો ગરીબ છે. તેઓ હજુ પણ દેવાદાર છે.
          નોંધનીય છે કે, Oxfamનો આ રિપોર્ટ દાવોસમાં થનારા લર્લ્ડ ઈકોનોમિક ફોરમ પહેલાં સામે આવ્યો છે.
 • દુનિયામાં અંદાજે 26 લોકો એવા છે જેમની પાસે 3.8 બિલિયન લોકો કરતાં પણ વધારે સંપત્તિ છે. ગયા વર્ષે અમીરોનો આ આંકડો 44નો હતો. ઉદાહરણ તરીકે એમેઝોનના કો-ફાઉન્ડર જેફ બેઝોસની હાલની સંપત્તિ 112 બિલિયન ડોલર છે. જે ઈથોપિયા જેવા દેશના કુલ હેલ્થ બજેટ બરાબર છે. ત્યાંની જનસંખ્યા 1,150 લાખની છે.
 • ભારતની વાત કરીએ તો 10 ટકા લોકો પાસે દેશની કુલ સંપત્તિના 77.4 ટકા સંપત્તિ છે. તેમાંથી 1 ટકા લોકો પાસે કુલ 51.53 ટકા સંપત્તિ છે. જ્યારે 60 ટકા લોકો પાસે માત્ર 4.8 ટકા સંપત્તિ છે.
 • રિપોર્ટ પ્રમાણે 2018થી 2022 વચ્ચે ભારતમાં રોજ 70 અમીર વધશે. 2018માં ભારતમાં અંદાજે 18 નવા અબજપતિ વધ્યા છે. દેશમાં તેમની કુલ સંખ્યા હવે 119 થઈ ગઈ છે. જેમની પાસે 28 લાખ કરોડની કુલ સંપત્તિ છે.
 • વિશ્વના 26 અમીરો પાસે 98 લાખ કરોડ રૂપિયા છે. જે વિશ્વની અડધી એટલે કે 380 કરોડ લોકોની સંપત્તિ બરાબર છે.
 • ભારતમાં પરિવાર, સંતાનો માટે ગૃહિણીઓ વગર વેતને જે કામ કરે છે તેનું મૂલ્ય જીડીપીના 3.1 ટકા જેટલું છે. ભારતની મહિલાઓ રોજ 291થી 312 મીનિટ ઘરના કામ કરે છે. 

દેશમાં પાંચ વર્ષમાં 63 અબજપતિ વધ્યા

વર્ષ : 2018 => નવા અબજપતિ
ભારત - 18
વિશ્વ - 165
કુલ ભારત - 119

વર્ષ : 2017 => નવા અબજપતિ
ભારત - 11
વિશ્વ - 223
કુલ ભારત - 101

વર્ષ : 2016 => નવા અબજપતિ
ભારત - 8
વિશ્વ - 16
કુલ ભારત - 90

વર્ષ : 2015 => નવા અબજપતિ
ભારત - 22
વિશ્વ - 181
કુલ ભારત - 88

વર્ષ : 2014 => નવા અબજપતિ
ભારત - NA
વિશ્વ - 219
કુલ ભારત - 5

9માંથી 5 તો ગુજરાતી

મુકેશ અંબાણી
સંપત્તિ : 40.1 અબજ ડૉલર

અઝીમ પ્રેમજી
સંપત્તિ : 18.8 અબજ ડૉલર

લક્ષ્મી મિત્તલ
સંપત્તિ : 18.5 અબજ ડૉલર

શિવ નાદર
સંપત્તિ : 14.6 અબજ ડૉલર

દિલીપ સંઘવી
સંપત્તિ : 12.8 અબજ ડૉલર 

કુમારમંગલમ બિરલા
સંપત્તિ : 11.8 અબજ ડૉલર

ઉદય કોટક
સંપત્તિ : 10.7 અબજ ડૉલર

રાધાકૃષ્ણ દમાણી
સંપત્તિ : 10 અબજ ડૉલર

ગૌતમ અદાણી
સંપત્તિ : 9.7 અબજ ડૉલ

કારોલાય ટકાસ : ડાબા હાથે શૂટિંગ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો

જમણા હાથે લખવા કે અન્ય કાર્ય કરવા ટેવાયેલ વ્યક્તિ ફક્ત આનંદ ખાતર પણ ડાબા હાથે લખવાનો કે કંઈ પણ કામ કરવાનો પ્રયત્ન કરે તો કેવી રમૂજ ઉત્પન્ન થાય તે આપણે સમજી શકીએ છીએ. એમાં પણ જો આવું કરવાની ફરજ પડે તો ક્યારેક ઊલટા હાથે કરવું પડતું કાર્ય મુસીબત બની જાય, પછી ભલેને તે આપણું મનગમતું કાર્ય કેમ ના હોય! 


આજે આપણે વાત કરશું તેવા જ એક સાહસિક ખેલાડી કારોલાય ટકાસની. હંગેરિયન આર્મીનો સાર્જન્ટ કારોલાય ટકાસ નેશનલ પિસ્તોલ શૂટિંગનો મેમ્બર હતો. તે મનોમન ૧૯૪૦ની ઓલિમ્પિક ગેઈમ્સમાં ભાગ લેવાનું સપનું સેવતો હતો. જો કે તેનું એ સપનું આસાનીથી સાકાર થાય તેવું લાગતું ન હતું, કારણ કે તે સારો નિશાને બાજ તો હતો,પણ જાણે કુદરત તેની પરીક્ષા લેવા ઈચ્છતી હોય તેમ આર્મીમાં સૈનિકો દ્વારા મોટેપાયે કરવામાં આવતી લશ્કરી ક્વાયત દરમિયાન એક હાથે બોંબ ફૂટવાથી કારોલાયને પોતાનો એક હાથ ગુમાવો પડયો હતો અને એ પણ જમણો જ હાથ, જેની તાકાત પર તે શૂટિંગ કરતો હતો. આ કારણે તે ઘણો ડિપ્રેશનમાં આવી ગયો હતો.

જો કે કારલોય ઘણો હિંમતવાળો અને અડગ નિશ્ચયી હતો. તેણે પોતાની જાતને સંભાળી અને હિંમત મેળવી. તેણે શૂટિંગ ન છોડવાનો નિર્ણય લીધો તેમજ પોતાના મનને અડગ રાખ્યું અને ડાબા હાથે ફરી પિસ્તોલ ઉપાડી. શરૂઆતમાં તો તેને બહુ અજુગતું લાગતું હતું. નિશાનબાજી કરવાની તો દૂરની વાત, પણ તે પિસ્તોલ પર સરખી પકડ પણ મેળવી શક્તો ન હતો. હજી તે હાથને સ્થિર રાખવાની મથામણમાં હતો, એમાં કેવી રીતે સ્પર્ધામાં ભાગ લેવો તે અસમંજસમાં કારોલાય હતો.

કારોલાયના સદનસીબ અને વિશ્વના બદનસીબ-વિશ્વયુદ્ધના કારણે ૧૯૪૦ અને ૧૯૪૪ની બંને ઓલિમ્પિક રદ્દ થઈ. ડાબા હાથે નિપુણતા કેળવવાનો કારોલાયને દસ વર્ષનો સમય મળી ગયો અને આખરે ૧૯૪૮ની લંડન ઓલિમ્પિકમાં ‘કેપ્ટન’ કારોલાય ટકાસ ડાબા હાથે શૂટિંગ કરી ગોલ્ડ મેડલ મેળવીને રહ્યો. એક વિચાર આવે કે કેવી રીતે આ શક્ય બન્યું? પણ કારલોયની ધગશ અને નમ્રતા તેને સફળ બનાવવામાં મુખ્ય ભાગ ભજવી ગઈ. તેણે સાબિત કરી બતાવ્યું કે, કોઈપણ કાર્ય કરવા માટે મનમાં ધગશ હોવી જરૂરી છે. પછી તો તમે કોઈ પણ મુશ્કેલ રસ્તો પણ સહેલાઈથી પાર કરી શકશો. કારોલાય જમણા હાથથી કામ કરવા ટેવાયેલો હોવા છતાં તેણે ડાબા હાથથી પોતાનું સપનું સાકાર કર્યું, અને પેલો ડાયલોગ છે ને કે, યે તો મેરે દાયે હાથ કા ખેલ હૈ તેમ કપરી મહેનત અને અડગ નિશ્ચય સાથે ડાબા હાથે શૂટિંગ કરી પોતાનું સપનું સાકાર કરી બતાવ્યું.

સ્પર્ધાની શરૂઆતમાં કોઈએ તેને પૂછયું કે તારો લંડન (ઓલિમ્પિકમાં) આવવા પાછળનો હેતુ શું છે? ત્યારે કારોલાયે બહુ જ નમ્રતાથી એટલો જ જવાબ આપ્યો કે હું કંઈક શીખવા અહીં આવ્યો છું, અને જ્યારે કારોલાય ગોલ્ડ મેડલ જીતી ગયો ત્યારે ઈનામ વિતરણ સમયે સ્ટેડિયમ પર તે જ વ્યક્તિએ કારલોયને કહ્યું, ‘તું ઘણું શીખીને જઈ રહ્યો છે.’ આમ કારોલાય ટકાસે પોતાના ડાબા હાથથી અસંભવ કાર્યને સંભવ કરી બતાવ્યું અને સિદ્ધી હાંસલ કરી. કારલોયે કુદરતે લીધેલી આકરી પરીક્ષા પણ પાસ કરી બતાવી.

Tuesday, 22 January 2019

હવે ગુજરાતને મળશે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની ભેટ

સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનશે. સીટિંગ કેપિસિટીની દ્રષ્ટિએ અત્યારે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉંડ વિશ્વમાં સૌથી મોટું છે. મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં 1,00,024 ક્રિકેટ રસિકો બેસી શકે તેવી વ્યવસ્થા છે.


મોટેરા સ્ટેડિયમમાં કૉંક્રિટના બીમ તૈયાર થઈ રહ્યા છે. આ વિરાટ બીમ પર બે માળની 18 મીટરમાં ફેલાયેલી બેઠક વ્યવસ્થા હશે, જેમાં 1.15 લાખ ક્રિકેટ ફેન્સ બેસીને મેચ નિહાળશે.

63 એકરમાં ફેલાયેલા સ્ટેડિયમમાં કૉંક્રિટના મોટા ચોસલા હવે એક પર એક ગોઠવાઈ રહ્યા છે. રેકર બીમ, રિંગ બીમ, કોલમ્સ અને લાકડાંના પાટિયા આ બધું ભેગું મળીને સ્ટેડિયમની વિશાળ બેઠક વ્યવસ્થા બનશે.

શરૂઆતમાં આ પ્રોજેક્ટનો ખર્ચો 644 કરોડ જેટલો હતો; જે વધીને હવે 700 કરોડ થયો છે. જો કે ગુજરાત ક્રિકેટ અસોસિએશનના સીનિયર અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, નવી બેઠક વ્યવસ્થાને કારણે ખર્ચો વધી શકે છે.

ગુજરાતની ક્રિકેટ ટીમનું હોમ ગ્રાઉંડ ભવિષ્યમાં અન્ય કેટલીક મોટી ઈવેન્ટ્સનું પણ સાક્ષી બનશે. કોર્પોરેટ હાઉસ માટે 76 સ્કાય બોક્સ હશે અને 6 માળના સંપૂર્ણ માળખામાં 50 રૂમ બનશે. સ્ટેડિયમની દક્ષિણ દિશા તરફ ઓલમ્પિક સાઈઝનું સ્વિમિંગ પુલ પણ હશે.

જનરલ મોટર્સના CFO દિવ્યા સૂર્યદેવરા

જાગતિક ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં પરંપરાગત રીતે પુરુષોનું વર્ચસ્વ રહ્યું છે, પરંતુ મૂળ ચેન્નાઈનાં મહિલા દિવ્યા સૂર્યદેવરાની નિમણૂક અમેરિકાની જનરલ મોટર્સ કંપનીના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર તરીકે કરવામાં આવી છે. આ પદ પર નિયુક્ત થનાર એ પહેલા ભારતીય મહિલા છે.

અમેરિકાની કાર ઉત્પાદક જનરલ મોટર્સના આ નિર્ણયની દુનિયાભરમાં, ખાસ કરીને ભારતમાં પ્રશંસા કરવામાં આવી રહી છે. 39 વર્ષીય દિવ્યા સૂર્યદેવરાનાં ઉપરી છે મેરી બારા, જેઓ કંપનીનાં મહિલા સીઈઓ છે અને એ પણ આ પદ પર નિયુક્ત થયેલાં પ્રથમ મહિલા છે. 

ડેટ્રોઈટસ્થિત કંપનીનો નાણાકીય કારોબાર સંભાળવા માટે મેરી બારાએ દિવ્યાની પસંદગી કરી છે. એ ચક સ્ટીવન્સના અનુગામી બન્યાં છે. ચક સ્ટીવન્સ 40 વર્ષથી જનરલ મોટર્સને સેવા આપતા રહ્યા છે.

અમેરિકાની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની જનરલ મોટર્સના CFO તરીકે ગયા બુધવારે નિયુક્ત કરાયાં એ પહેલાં દિવ્યા સૂર્યદેવરા આ કંપનીનાં કોર્પોરેટ ફાઈનાન્સ યુનિટના વાઈસ-પ્રેસિડન્ટ હતા. આ પદ પર તેઓ 2017ના સપ્ટેંબરથી હતાં.

આ નિર્ણયને પગલે જીએમ દુનિયાની પહેલી વેહિકલ્સ ઉત્પાદક કંપની બનશે જેના બે ટોચના પદ બે મહિલા સંભાળશે.

દિવ્યા સૂર્યદેવરાએ એમનું કોલેજનું ભણતર પૂરું કર્યા બાદ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કરવા માટે 22 વર્ષની વયે અમેરિકા આવ્યાં હતાં.

એમણે પહેલી નોકરી ઈન્વેસ્ટમેન્ટ બેન્ક યૂબીએસમાં કરી હતી. 25 વર્ષની ઉંમરે એક વર્ષ બાદ જનરલ મોટર્સ કંપનીમાં જોડાયાં હતાં. 2016ની સાલમાં દિવ્યાને ઓટોમોટિવ સેક્ટરનાં રાઈઝિંગ સ્ટારનો એવોર્ડ મળ્યો હતો.

દિવ્યાએ આ મહિનાની શરૂઆતમાં જાપાનના ટેક્નોલોજી ક્ષેત્રના અગ્રગણ્ય એવા સોફ્ટબેન્ક ગ્રુપ કોર્પ દ્વારા જનરલ મોટર્સ ક્રૂઝમાં 2.25 અબજ ડોલરનાં ઈન્વેસ્ટમેન્ટને સુરક્ષિત રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

બ્રિટિશ ઈમારતો

૧૯૧૧માં જયારે રાજા પંચમ જયોર્જની હાજરીમાં દિલ્લી દરબાર ભરાયો ત્યારે જ રાજધાની કલકત્તાથી અહીં ખેસેડવાનો નિર્ણય લેવાયો હતો.

તેનું એક કારણ એ પણ હતું કે જનતાના મનમાં દિલ્લીને જ સત્તાનું કેન્દ્ર માનવામાં આવતું હતું. અહીં બ્રિટિશ સત્તાની મહાનતાને અનુરૂપ ઈમારતો બાંધવાની કામગીરી અનુભવી સ્થપતિ લ્યૂટન્સને આપવામાં આપવામાં આવી. રાયસી હિલ પર તેમણે બનાવેલ વાઇસરોયનો આવાસ એટલે કે આજ રાષ્ટ્રપતિ ભવન અજોડ છે.

અહીં હિંદુ, મુસ્લિમ અને યુરોપિયન સ્થાપત્યનું કલાત્મક મિશ્રણ કરવામાં આવ્યું છે. બંને ઈજનેરોએ સાથે મળીને વર્તુળાકારમાં કાઉન્સિલ હાઉસની જે ઈમારત બાંધી હતી, જે આજે પાર્લામેન્ટ હાઉસ તરીકે પ્રખ્યાત છે.

લ્યૂટેન્સનાં બીજા બે મહત્વનાં યોગદાન - હૈદરાબાદ હાઉસ અને ઇન્ડિયા ગેટ છે. મોગલ સ્થાપત્યની ઈમારતો જૂની દિલ્લીમાં છે તો બ્રિટિશ સત્તાનાં પ્રતીકો નવી દિલ્લીના સ્થાપત્યમાં જોવા મળે છે.

Monday, 21 January 2019

શા માટે સ્કુલની બસનો કલર ફક્ત પીળો જ હોય છે નહિ લાલ કે લીલો?

તમે રસ્તામાં જતા હશો ત્યારે તમે પીળા રંગની સ્કૂલ બસ જોઈ જ હશે. આમ તો પ્રશ્ન થશે જ કે લાલ, લીલો, ગુલાબી, બ્લુ સફેદ જેવાં અનેક રંગ હોવા છતાં આ બસનો રંગ પીળો જ કેમ? આવું કરવા પાછળ પણ કંઈક સ્ટ્રોંગ રીઝન તો હશે જ ને? તો ચાલો જાણીએ કે શા માટે સ્કુલ બસનો રંગ પીળો હોય છે.

યુ.એસ એટલે કે અમેરિકાનો કાનૂન મુજબ ફ્લેશિંગ લાઈટ અને સેફટી ડીવાઈસની સાથે સાથે સ્કુલ બસનો રંગ પણ પીળો રાખવો જોઈએ. આ માટે ડોક્ટર ફ્રેંક ડબ્લ્યુએ ૧૯૪૯ માં સ્કુલ નિયમો સ્થાપના માટે એક સંમેલનનું આયોજન કર્યું હતું. તેમાં સંયુક્ત રાજ્યોએ પોતાની સ્કુલમાં એક નિયમો તેવો પણ નક્કી કર્યો, જેમાં સ્કુલની બધી બસો પીળા રંગની રાખવામાં આવે. આ રંગને નેશનલ સ્કુલ બસ ક્રોમથી ઓળખવામાં આવતો હતો.


જો તમે માર્ક કરેલું હોય તો સ્ટોપ લાઈટનો કલર પણ લાલ રંગનો જ હોય છે. લોકોનું એવું માનવું હોય છે કે લાલ રંગ વધારે ધ્યાન આકર્ષિત કરે છે પરંતુ મિત્રો આ વાત ખોટી છે. હકીકતમાં પીળો રંગ બધા રંગની તુલનામાં વધારે આકર્ષિત કરે છે.

સાઇન્સ ના એક સિસર્ચ અનુયાર પીળા રંગને લાલ રંગની તુલનામાં 1.24 ગણું સ્પષ્ટતાથી જોઈ શકાય છે. અંધારામાં પણ પીળો રંગ સરળતાથી જોઈ શકાય છે. આ કારણોથી જ સ્કુલ બસ પીળા રંગની રાખવામાં આવે છે. આમ બસનો રંગ પીળો બાળકોની સેફટી માટે રાખવામાં આવે છે; જેથી કોઈ અન્ય વાહનો દૂરથી સ્કુલ બસ આવે છે તેવો અંદાજો લગાવી શકે અને પોતાના વાહનોને ધીમા કરે.

તેથી જ્યારે કોઈ ટ્રક ડ્રાઈવર કે પછી કોઈ અન્ય હેવી વાહન ચાલકો જો પીળા રંગની બસ આવતી હોય તો સરળતાથી સમજી જાય કે દૂરથી સ્કુલ બસ આવે છે તો તે એલર્ટ થઇ જાય. કારણ કે સ્કુલ બસમાં વારંવાર સ્ટોપ થતા હોય છે બાળકોને પીકઅપ અને ડ્રોપ કરવા માટે તેથી અન્ય ભારે વાહનો સ્કુલ બસને જોઇને પોતાના વાહનની ઝડપ ધીમી કરી દે તે માટે સ્કુલ બસનો રંગ પીળો રાખવામાં આવ્યો છે.

ભારતનાં પ્રથમ ભાગેડુ આર્થિક અપરાધી


હાલમાં જ 'ફ્યુજિટીવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ' ૨૦૧૮ અંતર્ગત મુંબઈની સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટ દ્વારા વિજય માલ્યાને 'ભાગેડુ આર્થિક અપરાધી' જાહેર કરવામાં આવ્યા. આ સાથે જ વિજય માલ્યા 'ફ્યુજિટીવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ' ૨૦૧૮ અંતર્ગત 'ભાગેડુ આર્થિક અપરાધી' જાહેર થનાર પ્રથમ વ્યક્તિ બની ગયા.


Fugitive Economic Offender Act અંતર્ગત કોને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરી શકાય?

 1. રૂપિયા ૧૦૦ કરોડથી વધુનાં અપરાધ માટે જેની સામે ધરપકડનું વોરંટ ઈશ્યુ થયેલ હોય. 
 2. જેણે દેશ છોડી દીધેલ હોય અને ન્યાયિક કાર્યવાહી માટે ભારત આવવાનો ઇન્કાર કર્યો હોય. 
 3. ફક્ત લોન ડિફોલ્ટર કે ફ્રોડ કરનાર વ્યક્તિ જ નહિ પરંતુ ટેક્સ, કાળુંનાણું, બેનામી સંપત્તિ તેમજ નાણકીય ભ્રષ્ટાચાર સંબંધી કાયદાઓના ઉલ્લંઘન માટે પણ આ એક્ટ અંતર્ગત કોઈ વ્યક્તિને ભાગેડુ જાહેર કરી શકાય છે.

આ એક્ટની અન્ય મહત્વની જોગવાઈઓ

 • Enforcement Directorate આ અમલ માટેની સર્વોચ્ય સંસ્થા હશે.
 • આ એક્ટ અંતર્ગત વિશેષ અદાલત દ્વારા ન્યાયિક કાર્યવાહી કરીને કોઈ વ્યક્તિને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરી શકાય છે.
 • આ એક્ટ અંતર્ગત ભાગેડુ આર્થિક અપરાધી જાહેર થનાર કોઇપણ વ્યક્તિની સંપત્તિ જપ્ત કરી શકાશે.
 • ભાગેડુ આર્થિક અપરાધી તરીકે જાહેર થયેલી વ્યક્તિ જ્યાં સુધી ભારત પરત ફરીને ન્યાયિક કાર્યવાહીનો સામનો ન કરે ત્યાં સુધી તે ભારતમાં કોઈપણ સિવિલ કેસ દાખલ કરી શકશે નહિ.