Thursday, 18 July 2019

આવી રીતે લખાય છે ઇતિહાસ અને આ છે તેમનાં અધ્યનનાં સ્ત્રોત


આપણને બાળપણથી જ ઇતિહાસ ભણાવવામાં અને સંભળાવમાં આવે છે. એ કહેવું ખોટું નથી કે સૌ કોઈને આ વિષય બોરિંગ લાગતો હતો કેમ કે ઇતિહાસની ઘટનાઓની તારીખ યાદ રાખવા ઘણી મુશ્કેલ હોય છે. પરંતુ ધ્યાનથી જોઈએ તો ઇતિહાસ એ એક ઇન્ટરેસ્ટિંગ વિષય છે. કારણ કે આનાથી જ તો આપણે અતીતને સમજી શકીએ છીએ અને તેનાથી ઘણી જાતની ચીજો શીખી શકીએ છીએ. 

પરંતુ શું તમે વિચાર્યું છે કે ઇતિહાસકારોએ આટલા સમય પહેલા ઘટેલ ઘટનાઓની કેવી રીતે ખબર પડી જાય છે? કેવી રીતે આજથી ૫૦૦૦ વર્ષ જૂની હડપ્પા સભ્યતાની રહેણીકરણી, પોશાક, ધાર્મિક જીવન, કૃષિ અને પશુપાલન, ઉદ્યોગ-ધંધા, વ્યાપાર અને પતન વિશે આટલાં સટીક દાવા કેવી રીતે કરે છે? જો ના, તો આ આર્ટિકલ તમારા માટે છે. 


ઇતિહાસને જાણવા, સમજવા અને તેમનું અધ્યયન કરવા માટે ૨ પ્રકારના સ્ત્રોતોનો સહારો લેવામાં આવે છે. ૧. સાહિત્યિક અને ૨. પુરતાત્વિક સ્ત્રોત. સાહિત્યિક સ્ત્રોતોથી પ્રાચીનકાળથી સામાજિક જીવન, ધાર્મિક જીવન, રહેણીકરણી અને સાંસ્કૃતિક જીવનની જાણકારી પ્રાપ્ત થાય છે. 

સાહિત્યિક સ્ત્રોત એ લિખિત પ્રમાણ હોય છે, જેમની રચના તે કાળમાં થઈ હોય છે; જેમનું અધ્યન કરવામાં આવી રહ્યું હોય. સાહિત્યિક સ્ત્રોતમાં કેટલીય જાતની ચીજોનો સમાવેશ થાય છે જેમકે મૌલિક દસ્તાવેજ, રાજકીય રેકોર્ડ, પાંડુલિપિ, કવિતા, નાટક, સંગીત વગેરે. ઇતિહાસકાર આની મદદથી તે કાળ કે સમયની જાણકારી મેળવે છે. ઉદાહરણ તરીકે મૌર્યકાળની જાણકારીનો સૌથી સારો સ્ત્રોત કૌટિલ્યનું અર્થશાસ્ત્ર માનવામાં આવે છે. તેવી જ રીતે દક્ષિણ ભારતના ઇતિહાસને જાણવાનો સર્વોત્તમ સ્ત્રોત સંગમ સાહિત્ય છે. 

ઇતિહાસના અધ્યયન માટે પુરતાત્વિક સ્ત્રોતોનું પણ ખૂબ જ મહત્વ છે. તેમાં અભિલેખ, સિક્કા, મોહર, સ્તૂપો, ચટ્ટાનો, સ્મારકો અને ભવનો, મૂર્તિઓ, ચિત્રકળા અને અન્ય અવશેષોને રાખવામા આવે છે. હડપ્પા સભ્યતાની જાણકારી આપણને પુરતાત્વિક સ્ત્રોતોથી જ પ્રાપ્ત થઈ છે. મોહે-જો-દડોથી પ્રાપ્ત મોહરના આધાર પર ઇતિહાસકારોએ હડપ્પા સભ્યતાના ધાર્મિક જીવન પર પ્રકાશ નાખ્યો. આવી રીતે કેટલીય જાતના સ્મારકોથી જેવી રીતે તે સમયની જીવનશૈલીનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તેવી રીતે તેમનાં નિર્માતા વિશે પણ સૂચનાઓ મળી જાય છે.

Saturday, 13 July 2019

સાગર અને મહાસાગર વચ્ચેનું અંતર શું?

મશહૂર ગીતકાર વર્ષો પહેલાના પોતાના એક લોકપ્રિય ગીતમાં કહે છે, ‘સાત સમંદર પાર સે, ગુડિયો કે બાઝાર સે.... અચ્છી સી ગુડિયા લાના.... પાપા જલ્દી આ જાના’. 

જ્યારે કવિ બાળકોની કલ્પનામાં કાઈ પણ બોલશે, તો સાત સમુંદર તો શું, સાત આસમાન પણ પાર કરાવી શકશે! પરંતુ હક્કીત સમજી તો સાત તો શું, એક સમંદર પાર કરવો પણ કોઈના વસની વાત નથી.

હા, પણ વાત જો સમુદ્ર પાર કરવાની છે તો તે જરૂર થઈ શકે છે. હવે સવાલ એ ઊઠે છે કે સમુદ્ર (સાગર) અને સમંદર (મહાસાગર) શું અલગ-અલગ છે?


સાગર એ મહાસાગરનું નાનું રૂપ છે. સમુદ્ર કે સાગર વાસ્તવમાં મહાસાગરનું જ એક રૂપ છે, જે આંશિક રૂપથી જમીનથી જોડાયેલ હોય છે. કેટલાય સાગરોને પોતાની અંદર સમાવનાર મહાસાગર, ખારા પાણીનો એક ખૂબ જ મોટું જળક્ષેત્ર હોય છે. આમ તો ધરતી પર પાંચ અલગ-અલગ મહાસાગર બતાવવામાં આવે છે, પરંતુ આ દરેક આપસમાં જોડાયેલ છે અને ધરતીનો લગભગ ત્રણ ચતુર્થાંશ હિસ્સો ઘેરાયેલ છે. આના કારણે જ ધરતી પર અલગ-અલગ મૌસમ અને જીવન શક્ય બન્યું છે.

આવી રીતે ધરતીના 71% હિસ્સો ઘેરનાર આ મહાસાગરોમાં પૃથ્વી પર મૌજૂદ પાણીનો ૯૭% હિસ્સો છે. આકારની દ્રષ્ટિએ જોવા જઈએ તો સૌથી મોટો મહાસાગર પ્રશાંત મહાસાગર છે, જેમનો લગભગ વિસ્તાર ૬,૪૧,૮૬,૦૦૦ વર્ગ મીલ સુધી ફેલાયેલો છે. જ્યારે સૌથી મોટો સાગર ભૂમધ્ય સાગર છે, જેમનું ક્ષેત્રફલ લગભગ ૧૧,૪૪,૮૦૦ વર્ગ મીલ છે. સૌથી નાનો મહાસાગર આર્કટિક મહાસાગર પણ ૫૭,૨૭,૦૦૦ વર્ગ મીલ સુધી ફેલાયેલ છે, જે સૌથી મોટા સાગરથી આશરે પાંચ ગણો મોટો છે. હિન્દ મહાસાગરનો પણ વિસ્તાર આશરે ૨,૬૪,૬૯,૦૦૦ વર્ગ સુધી ફેલાયેલો છે.

સાગર અને મહાસાગરમાં એક સૌથી મોટું અંતર એ હોય છે કે મહાસાગર, સાગરોથી કેટલાય ગણા ગહેરા હોય છે. સાગરના તળિયાની ગહેરાઈ માપી શકાય છે, જ્યારે મહાસાગરની વસવિક ગહેરાઈ માપવી ખૂબ જ મૂશ્કેલ હોય છે. ઉપલબ્ધ આંકડા અનુસાર, પ્રશાંત મહાસાગરનું સૌથી ગહેરું ક્ષેત્ર મારિઆના ટ્રેચ છે જેમની ગહેરાઈ આશરે ૩૬,૨૦૦ ફીટ માપવામાં આવી છે, પરંતુ વૈજ્ઞાનિક તેમને પ્રશાંત મહાસાગરની અધિકતમ ગહેરાઈ નથી માનતા. ત્યાજ સૌથી ગહેરો સમુદ્ર, કેરેબિયન સાગરની ગહેરાઈ આશરે ૨૨,૭૮૮ ફીટ દર્શાવાઈ છે. સામાન્યત: મહાસાગરોની ગહેરાઈ આશરે ૩,૯૫૩ ફીટથી ૧૫,૨૧૫ ફીટની વચ્ચે હોય છે.Saturday, 6 July 2019

વર્લ્ડ કપ સ્પેશિયલ : સોનીએ બનાવી આંગળી પર રહી જાય તેવી 0.49 ગ્રામ વજનની સોનાની ટચૂકડી વર્લ્ડ કપ ટ્રોફી

વર્લ્ડ કપ 2019ની ટ્રોફી કયા દેશને નામે થાય છે, તેની આખી દુનિયા આતુરતાથી રાહ જોઈ રહી છે. મોટાભાગના ભારતીયોને આશા છે કે, આ વર્ષે વર્લ્ડ કપ ટીમ ઇન્ડિયા જ જીતશે. કર્ણાટકમાં એક સોનીએ અનોખી સોનાનીવર્લ્ડ કપ ટ્રોફી બનાવી છે. તેની લંબાઈ 1.5 સેમી અને વજન 0.49 ગ્રામ છે.


કર્ણાટકમાં બેંગ્લોરના રહેવાસી નાગરાજ રેવાંકર વ્યવસાયે સોની છે. આ ટ્રોફી તમારી આંગળી પર મૂકી શકાય તેટલી નાની છે અને જો જમીન પર પડી જાય તો તેને શોધતાં નાનીમા યાદ આવી જાય તેવી છે. નાગરાજે ન્યૂઝએજન્સી ANI સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, હાલ દશમાં ક્રિકેટનો માહોલ જોઈને મેં આ નાનકડી વર્લ્ડ કપ ટ્રોફી બનાવી છે. હું ઈચ્છું છું કે, આ વખતે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2019 જીતી જાય. મારી ટ્રોફી 1.5 cm ઊંચી અને તેનું વજન 0.49 ગ્રામ છે. આ ટ્રોફીને જોવા માટે મારા પરિવારજનો અને મિત્રોની ભીડ ઓછી થતી જ નથી.

સોશિયલ મીડિયા પર આ ટ્રોફીને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક યુઝરે લખ્યું કે, આ ટ્રોફીને પાકિસ્તાન ક્રિકેટ ટીમને આપવી જોઈએ. તો અન્ય યુઝરે લખ્યું કે, આ ટ્રોફી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ માટે એકદમ યોગ્ય છે.

Tuesday, 2 July 2019

જાણો નાગરિકો માટે સરકારી યોજના વિશે આરોગ્ય સહાય : ચિરંજીવી યોજના

યોજનાની રૂપરેખા :

માતા અને બાળ મૃત્યુ દર ઘટાડવા માટે ની આ યોજના છે. માતાની પ્રસુતિ સબંધી સમસ્યા નિવારી શકાય તે માટે “ચિરંજીવી” યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના ગરીબી રેખા હેઠળ જીવતી મહિલાઓ માટે છે.

સહાય કોને મળી શકે

૧. ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની હોય

મળવાપાત્ર સહાય

૧. આમાં લાભાર્થીને રૂ. ૨૦૦/- પ્રસુતિના ટ્રાંસ્પોટેશન માટે તેમજ રૂ. ૫૦/- પ્રસુતા
સાથે આવનાંર દાયણ અથવા સહાયક માટે છે.

આધાર પુરાવા

૧. રાશન કાર્ડ ની નકલ
૨. બી.પી.એલ. હોવા અંગેનો પુરાવો
૩. સુવર્ણ જયંતિ કાર્ડ

અરજી ક્યાં કરવી

સ્થાનિક આંગનવાડી કેન્દ્રનો સંર્પક સાધવો.
અરજીપત્ર : નિયત અરજી પત્ર માં અરજી કરવી.

Monday, 1 July 2019

વરસાદના પ્રકાર અને માપ

દરિયા અને જળાશયોનું પાણી સૂર્યના તાપથી ગરમ થઈ વરાળ બની આકાશ તરફ જાય અને પછી તે વરાળ ઠંડી પડીને વરસાદ સ્વરૂપે વરસે આ જાણીતી વાત છે પરંતુ વિજ્ઞાાનીઓએ વરસાદના લક્ષણ પ્રમાણે પ્રકાર પાડયા છે. 

સામાન્ય રીતે વરસાદ ત્રણ પ્રકારનો હોય છે તે કન્વેક્શનલ (વાહનિક), રિલીફ (પર્વતીય) અને સાયકલોનિક (ચક્રવાત) કહેવાય છે. કન્વક્શેનલ વરસાદ મોટે ભાગે વિષુવૃત પર થાય છે. અને મૂશળધાર હોય છે. 


પૃથ્વીના મોટા ભાગના વિસ્તારોમાં પર્વતીય કે રિલીફ રેઈન વરસે છે. ભારતમાં નૈઋત્યનું ચોમાસું હિમાલય પર્વતને કારણે સર્જાય છે તે પવર્તીય વર્ષા છે. સમગ્ર મધ્યએશિયા હિમાલયની વૃષ્ટિ છાયાનો પ્રદેશ કહેવાય છે. વિશ્વના ઠંડા પ્રદેશોમાં ચક્રવાત વરસાદ થાય છે. તેમાં ચક્રવાત અને આંધીના તોફાન વધુ હોય છે. ચક્રવાત વર્ષા ગરમીના દિવસોમાં વધુ થાય છે અને તેની કોઈ મોસમ હોતી નથી. 

વરસાદનું માપ ઇંચમાં કે સેન્ટીમીટરમાં લેવાય છે. ભારતમાં ઇ.સ.પૂર્વે ચોથી સદીમાં વરસાદ માપવાના યંત્ર હતા. વરસાદ માપવાના સાધનને રેઇનગોજ કહે છે. હાલમાં સ્ટાન્ડર્ડ ગણાય તેવું સાધન ૨૦ સેન્ટીમીટર વ્યાસના ૫૦ સેન્ટીમીટર ઊંચા નળાકારમાં બે સેન્ટીમીટરના વ્યાસવાળી ભૂંગળીની ગળણી મૂકીને બનાવાય છે. સિલિન્ડર ઉપર ૦.૫ મી.મી.ના આંક હોય છે.

Saturday, 29 June 2019

મહાન દાર્શનિક : સૉક્રેટિસ

સૉક્રેટિસનો દેખાવ‍ વિચિત્ર હતો. ટાલિયું માથું, પ્રમાણમાં નાનો ચહેરો, ફૂલેલા ટોપકાવાળું નાક અને લાંબી દાઢી. ચેતનવંતા માણસનો આવો દેખાવ હોય ખરો? સૉક્રેટિસ પ્રમાદી અને પૈસાની તાણ ભોગવતો આદમી હતો. ધંધો પથ્થર ઘડવાનો પરંતુ પતિ-પત્ની અને પુત્રો ખાતર પેટ પૂરતું મળી રહે એટલે કામ છોડી વાતો કરવા માંડતો. પત્ની કર્કશા હોવાથી મોટે ભાગે બહાર જ ફરતો.


સવારે વહેલા ઊઠી જેવોતેવો નાસ્તો કરી કોઈક દુકાને, ક્યાંક દેવળમાં કે મિત્રને ઘેર, જાહેર સ્નાનઘરમાં કે છેવટે શેરીને નાકે જ્યાં દલીલબાજીમાં સાથ મળે ત્યાં તે પહોંચી જતો. પૂરા ઍથેન્સ નગરને તેણે તર્કવાદી બનાવ્યું હતું. જેવો તેનો દેખાવ રમૂજી તેવા જ તેના વિચારો પણ વિચિત્ર હતા. તેના એક મિત્રે ડેલ્ફિમાં આવેલા એક ધર્મસ્થાનમાં પ્રશ્ન પૂછ્યો, ‘ઍથેન્સમાં અત્યારે સૌથી શાણું કોણ ?‘ સૌના આશ્ચર્ય વચ્ચે ઉત્તર મળ્યો, ‘સૉક્રેટિસ.‘ પોતે પૂછેલા પ્રશ્નોના ઉત્તર પોતાને જ આવડતા નથી તેવો ડોળ કરી વધુ પ્રશ્નો પૂછી દંગ કરે તેવા જવાબ લોકો પાસેથી કઢાવતો. કેવળ મન માનવીનું ઘડતર કરે છે. માણસ લાગણી પર કેટલો કાબૂ મેળવી શકે છે તેના પર જ સર્વ સદ્દગુણો નિર્ભરિત છે. આ હતું તેના ઉપદેશનું કેન્દ્રબિન્દુ. 

તેના જીવનકાળ દરમિયાન ગ્રીક સત્તા અને ગ્રીક સંસ્કૃતિની બોલબાલા હતી. ગ્રીક અને પછીથી રોમ સુધી ફેલાયેલ તત્વજ્ઞાન એ સૉક્રેટિસનું પ્રદાન હતું. પ્લેટો એનો શિષ્ય હતો. તત્કાલીન સત્તાધીશોએ શહીદ તરીકે જો સૉક્રેટિસનો ભોગ ન લીધો હોત તો તેના ઉપદેશની વિશ્વ પર જે ઊંડી અસર પડી છે તે ન પડી હોત. યુવાન શિષ્યોને તે અતિ વિનમ્ર લાગતો હતો પરંતુ હજારો અંધશ્રદ્ધાળુઓને અને કેટલાય બુદ્ધિવાદીઓને મન તે ત્રાસવાદી અને ઝનૂની હતો. તેના પર બે આરોપ મૂકવામાં આવ્યા હતા. ૧. જે દેવતાઓમાં પાટનગર શ્રદ્ધા ધરાવે છે તેને સૉક્રેટિસે અમાન્ય કર્યા છે. ૨. યુવાન પેઢીને તે બહેકાવી રહ્યો છે. 

૫૦૧ નગરજનોના બનેલા એક નિર્ણાયક પંચે સૉક્રેટિસ પર કામ ચલાવ્યું. ૬૦ પંચોની બહુમતીથી તેને ગુનેગાર ઠરાવી મોતની સજા ફટકારવામાં આવી. પંચના સભ્યો જાણતા હતા કે દેહાંત દંડ કરવા જેવા સૉક્રેટિસના ગુના સાબિત થયા નથી. સૌ માનતા હતા કે દયાની યાચના કરશે તો તેની સજા હળવી થશે. પણ તેણે દયાની યાચના કરવાનો ઇન્કાર કર્યો. 

કારાવાસમાંથી નસાડી જવા આવેલા શિષ્યોને તેણે કહ્યું, ‘હું કાયદાના પાલનમાં માનું છું. સુનાગરિક કાયદો માન્ય રાખે જ છે. ઍથેન્સના કાયદાએ મને મૃત્યુદંડ આપ્યો છે તો સાચા નાગરિક તરીકે મારે મોતને ભેટવું જોઈએ.‘ 

પ્લેટોએ સૉક્રેટિસની અંતિમ રાતનું વર્ણન કર્યું છે. તે રાત્રે સૉક્રેટિસ યુવાન શિષ્યો સાથે તત્વજ્ઞાનની ચર્ચા કરતો રહ્યો. ચર્ચાનો વિષય હતો, ‘મૃત્યુ પછી જીવન છે?‘ સંધ્યાકાળ થયો. સૉક્રેટિસે વિષનો પ્યાલો મગાવ્યો. વિષ તેના હાથમાં મૂકવામાં આવ્યું અને કહેવામાં આવ્યું, ‘હેમલૉકનું પાન કરી તમારે ચાલ્યે રાખવાનું. પગ ભારે લાગે એટલે લેટી જજો. હ્રદય સુધી મોતનો ઓછાયો પહોંચી જશે.‘ 

વિષપાન કરી સૉક્રેટિસે ચાલવા માંડ્યું. રડતા શિષ્યોજને ઠપકો આપવા વચ્ચે વચ્ચે તે રોકાતો. છેવટે ચહેરા પરના કપડાને તેણે ખેસવી નાખ્યું. પથારીમાં સૂઈ જઈ આંખો બંધ કરી. એક શિષ્યો તેની આખરી ઇચ્છા વિષે પૂછ્યું. કશો જવાબ ન મળ્યો. 

પ્લેટોએ લખ્યું છે: ‘જેમને અમે અતિ બુદ્ધિશાળી અને વિદગ્ધ માનતા તેવા અમારા મિત્રનો આ રીતે અંત આવ્યો.‘

Thursday, 27 June 2019

ક્યારેય વિચાર્યું છે કે ગોલાનો પણ ઇતિહાસ હોય શકે?

ઉનાળો આવી ગયો છે એની ગરમા ગરમ ગરમી સાથે. આખી સવાર અને બપોર લોકો ભલે ઉનાળાને ગાળો દેતા હોય પણ રાત્રે જમ્યા પછી બરફનો ગોલો ચુશ્તા-ચુશ્તા આ એક જ વાક્ય બોલે, "ઉનાળાની અસલી મજા તો આ બરફના ગોલામાં જ છુપાયેલી છે" 

બરફ કા ગોલા, ચુસ્કી અથવા ગોલા ગાંન્ડા અલગ અલગ પ્રદેશમાં અલગ નામથી ઓળખાય છે! બરફના સ્વાદિષ્ટ ગોલાને લોકો દેશી વાનગી તરીકે ગણાતા હશે પણ ખરેખરમાં, આ એક વાનગીની પાછળ અનેક સંસ્કૃતિ તેમજ દંતકથાઓ જોડાયેલા છે. 


'સ્નો બોલ' તરીકે ઓળખાતી વાનગી ઉત્તર અમેરિકામાં ખુબ જ પ્રખ્યાત છે; જે છીણેલા બરફમાંથી બનાવવામાં આવે છે જયારે 'સ્નો કોન' નામની વાનગી કડકમ, બરછટ તેમજ દળદાર જમીની બરફમાંથી બનાવવામાં આવે છે. 

મલેશિયા અને સિંગાપોરમાં આઈસ કાકાંગ નામનુ છીણેલા બરફનુ લોકપ્રિય સ્વરૂપ છે. પેહલાના સમયમાં તે લાલ કઠોળની સાથે આપવામાં આવતું હતું પરંતુ હવે તેમાં ફળોના ટોપિંગનો સમાવેશ થાય છે. જાપાનમાં, 19 મી સદીના ઉત્તરાર્ધમાં પણ આ ખાદ્યવાનગી લોકપ્રિય હતી, તેને કાખીગોરી તરીકે ઓળખવામાં આવે છે. 

આ મૂળ વાર્તામાં જાપાનીઝ લોકોની કહાની છે. કેટલાક માને છે કે હિંન સમયગાળા (વર્ષ 794 થી 1185) દરમિયાન બરફ દ્વારા જ બરફનો ઉછેર કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવે છે કે પહાડો ઉપરથી બરફ લાવીને હિરોયુ નામની ગુફામાં તેનો સંગ્રહ કરી આઈસ રૂમ બનાવવામાં આવ્યો હતો બરફ પહેલા ખુબ જ ઓછા પ્રમાણમાં જોવા મળતો અને તેને જ કારણે છીણેલો બરફ ફક્ત મોટા અને રોયલ માણસોને જ આપવામાં આવતો હતો. 

'સ્નો કોન'એ 1919 માં પૂર્વ ડેલ્લાસ નિવાસી સેમ્યુઅલ બર્ટને ટેક્સાસ રાજ્યના મેળામાં વેચાણ ચાલુ કર્યું હતું. તે પછીના વર્ષમાં તેણે બરફને છીણવાની મશીનને પેટન્ટ કરી; 1950 ના દાયકામાં દર વર્ષે આશરે એક મિલિયન 'સ્નો કોન' વેચાયા હતા. 

છીણેલો બરફ જેમાં ચાસણીનુ પ્રમાણ પરંપરાગત 'સ્નો કોન' કરતાં વધુ હોવાથી તેને ઔદ્યોગિક ક્રાંતિ અપાવી હતી, જ્યારે ન્યૂયોર્કથી દક્ષિણ યુનાઈટેડ સ્ટેટ્સ સુધીના બરફના બ્લોક્સનેવેગનમાં મુકીને લઇ જતી વખતે બાલ્ટિમોરથી પસાર થતા હતા ત્યારે બરફની છીણીને બાળકોમાં વહેંચતા હતા. જેમ જેમ બરફની લોકપ્રિયતામાં વધારો થતો ગયો તેમ તેમ તે વધુ ને વધુ ફેલાવવા લાગ્યું. 

Tuesday, 25 June 2019

ટયુબલાઈટ ચાલુ થતાં વાર કેમ લાગે છે?

ટીવી, પંખા અને મિક્સર જેવા ઈલેક્ટ્રીક સાધનો સ્વીચ પાડતાંની સાથે જ ચાલુ થઈ જાય છે. પરંતુ ટયુબલાઈટ એવું સાધન છે કે જે સ્વીચ પાડયા પછી થોડી વારે ચાલુ થાય. પીળો પ્રકાશ આપતાં બલ્બની શોધ પછી ઈ.સ. ૧૯૩૪માં ટયુબલાઈટની શોધ થઈ. ટયુબલાઈટમાં ટયુબ, ચોક અને સ્ટાર્ટર એમ ત્રણ ભાગ હોય છે. કાચની બનેલી ટયુબની અંદરની સપાટી પર ફોસ્ફરસનું આવરણ હોય છે અને ટયુબમાં આર્ગોન વાયુ ભરેલો હોય છે. 


જેને કારણે ટયુબલાઈટ સફેદ તેજસ્વી પ્રકાશ આપે છે. ટયુબમાં પારાની વરાળ પણ હોય છે. ટયુબલાઈટમાં વીજળી દાખલ થાય ત્યારે પારાની વરાળ અલ્ટ્રાવાયોલેટ કિરણો ઉત્પન્ન કરે છે. જે ટયુબની સપાટી પરના ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરી સફેદ પ્રકાશ ઉત્પન્ન કરે છે. ટયુબમાં આર્ગોન વાયુ, ફોસ્ફરસ અને પારાની વરાળ વચ્ચે થતી આ રાસાયણિક પ્રક્રિયામાં થોડીવાર લાગે છે. ક્યારેક વધુ વાર લાગે ત્યારે સ્ટાર્ટરની મદદથી ચાલુ કરવી પડે છે.

Saturday, 22 June 2019

રાણકી વાવ

રાણકી વાવ અથવા રાણી કી વાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનાં પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે. આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક સ્થળ છે જેની દેશ-વિદેશના હજારો પર્યટકો મુલાકાત લે છે. 

અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ ૧૧મી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું. 


સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ ર૦મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૬૮માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી. 

રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે. રાણકી વાવ ૬૪ મીટર લાંબી, ૨૦ મીટર પહોળી અને ૨૭ મીટર ઊંડી છે. તે સાત માળ જેટલી ઊંડી છે.આ વાવ જયા પ્રકાર ની વાવ છે. વાવમાં દેવીદેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે. 

અહીં એક નાનો દરવાજો છે જે સિદ્ધપુર તરફ જતાં ૩૦ કિલોમીટર લાંબાં એક બોગદામાં ખુલે છે. આ પ્રવેશદ્વાર અત્યારે કાદવ અને પથ્થરોથી ભરાઈ ગયેલું છે પણ મૂળતઃ આ માર્ગ સંકટ સમયે રાજા અને રાજપરિવારને ભાગવા માટે બનાવવામાં આવ્યો હોવાનું અનુમાન છે. 

ભારતીય રિઝર્વ બેંકે વર્ષ ૨૦૧૮માં બહાર પાડેલી નવી જાંબલી રંગની રૂપિયા ૧૦૦ની ચલણી નોટોમાં પાછળની તરફ રાણકી વાવ દર્શાવવામાં આવી છે.

શું તમે વિચાર્યું કે શા માટે તેના જ સિક્કા બને છે?


શું તમે ક્યારેય વિચાર્યું કે દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી પણ એવું કયું કારણ હશે કે જેના કારણે પ્રાચીનકાળમાં સોના અને ચાંદીની પસંદગી મુદ્રા તરીકે કરવામાં આવતી હતી?

આ ધાતુ મોંઘી જરૂર છે, પણ ઘણી વસ્તુઓ તો આના કરતાં પણ મોંઘી છે. તો પછી આને જ સમૃદ્ધિ અને ઉત્કૃષ્ટતાના માપદંડ તરીકે શા માટે ગણવામાં આવે છે?

પીરિયૉડિક ટેબલની સૌથી છેલ્લેની તરફ જે રાસાયણિક તત્ત્વો છે, તે રાસાયણિક રીતે સ્થિર તત્ત્વો છે, જેમાં ફેરફાર થતો નથી તે જ તેની ખાસિયત છે.

એક મુશ્કેલી એ છે કે આ નોબલ ગૅસનો સમૂહ છે. આ ગૅસ રંગહીન અને ગંધહીન હોય છે, જેમની રાસાયણિક પ્રતિક્રિયાની ક્ષમતા ઓછી હોય છે. આ જ કારણ છે કે આનો મુદ્રા તરીકે ઉપયાગ કરવો સરળ નથી, કારણ કે તેને લઈને ફરવું પડકારજનક છે. વળી આ રંગહીન હોવાને કારણે એની ઓળખ પણ મુશ્કેલ છે અને જો ભૂલથી પણ એનું કન્ટેનર ખૂલી જાય તો તમારી કમાણી હવામાં ઊડી જશે.

આ શ્રેણીમાં મર્ક્યુરી અને બ્રોમીન હોય છે પણ તે તરલ સ્થિતિમાં હોય છે, વળી તે ઝેરી પણ છે. વાસ્તવમાં તમામ મેટેલૉઇડ્સ કાં તો ખૂબ મુલાયમ હોય છે અથવા તો ઝેરી. આવર્ત કોષ્ટક ગૅસ, લિક્વિડ અને ઝેરી રાસાયણિક તત્ત્વો વગર કાંઈક આવું દેખાશે.

ઉપરના ટેબલમાંથી તમામ નૉન-મેટલ તત્ત્વો ગાયબ છે કે જે ગૅસ અને લિક્વિડ તત્ત્વોની આસપાસ હતાં. આવું એટલા માટે કે આ નૉન-મેટલનું ન તો વિસ્તરણ કરી શકાય છે ન તો એને સિક્કાનું રૂપ આપી શકાય છે. બીજી ધાતુની સરખામણી તે મુલાયમ પણ નથી એટલે મુદ્રા બનવાની હરીફાઈમાં તેઓ પાછળ રહી ગયા.

પીરિયૉડિક ટેબલની ડાબી બાજુએ આ બધાં જ રાસાયણિક તત્ત્વો ઑરૅન્જ કલરમાં દર્શાવેલાં હતાં. આ બધી ધાતુ છે. આને મુદ્રા તરીકે વાપરી તો શકાય પણ એની રાસાયણિક પ્રતિક્રિયા ક્ષમતા ખૂબ વધારે હોય છે.

લિથિયમ જેવી ધાતુ એટલી બધી પ્રતિક્રિયાશીલ હોય છે કે જેવી તે હવાના સંપર્કમાં આવે છે કે તરત જ સળગી ઊઠે છે અને બીજી ધાતુ પણ સરળતાથી નષ્ટ થઈ શકે છે. આની આજુબાજુનાં તત્ત્વો પણ પ્રતિક્રિયાશીલ હોવાને કારણે એની મુદ્રા બનાવવી મુશ્કેલ છે.

વળી આલ્કલાઇન એટલે કે ક્ષારક તત્ત્વો ક્યાંય પણ સરળતાથી મળી શકે છે. જો આની મુદ્રા બનાવવામાં આવે તો કોઈ પણ આને સરળતાથી બનાવી શકશે. હવે વાત કરીએ પીરિયૉડિક્સ ટેબલના રેડિયો ઍક્ટિવ તત્ત્વોની તો એને રાખવાથી નુકસાન થઈ શકે છે.

અન્ય બચેલા રાસાયણિક તત્ત્વોની વાત કરીએ તો એ રાખવાની દૃષ્ટિએ સુરક્ષિત તો છે, પણ એ એટલી મોટી માત્રામાં ઉપલબ્ધ છે કે એને બનાવવાનું સરળ બની જાય, જેમ કે લોખંડના સિક્કા.

મુદ્રા તરીકે એ રાસાયણિક તત્ત્વોનો ઉપયોગ કરવો જોઈએ કે જે સરળતાથી મળતા ના હોય. હવે છેલ્લે પાંચ તત્ત્વો બચ્યાં કે જે ખૂબ મુશ્કેલીથી પ્રાપ્ત છે. સોનું (Au), ચાંદી (Ag), પ્લૅટિનમ (Pt), રોડિયમ (Rh) અને પ્લૅડિયમ (Pd). આ તમામ તત્ત્વો કિંમતી હોય છે. આ બધામાં રોડિયમ અને પ્લૅડિયમને મુદ્રા તરીકે વાપરી શકાય તેમ હતાં, પણ એની શોધ ઓગણીસમી સદીમાં કરવામાં આવી હતી.

જેને કારણે પ્રાચીનકાળમાં એમનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. ત્યારે પ્લૅટિનમનો ઉપયોગ કરવામાં આવતો હતો, પણ એને ઓગાળવામાં તાપમાન 1,768 ડિગ્રી સુધી લઈ જવું પડતું હતું. આ જ કારણે મુદ્રાની લડતમાં સોનું અને ચાંદી ફાવી ગયાં.

Thursday, 20 June 2019

કાળો ડુંગર

કાળો ડુંગર કચ્છનું સૌથી ઉંચું શિખર છે, જેની ઉંચાઇ ૪૫૮ મીટર છે. તે જિલ્લાના મુખ્ય શહેર ભુજથી ૯૭ કિમી દૂર આવેલો છે અને સૌથી નજીકનું શહેર ખાવડા છે. 

આ કદાચ માત્ર એવી જગ્યા છે જ્યાંથી કચ્છના રણનો ૩૬૦ અંશનો દેખાવ જોવા મળે છે. આ જગ્યા પાકિસ્તાનની સરહદની નજીક હોવાથી તેની ટોચ પર લશ્કરી થાણું છે; તેની આગળ માત્ર લશ્કરના વ્યક્તિઓ જ જઇ શકે છે. 


કાળો ડુંગર ૪૦૦ વર્ષ જૂનાં દત્તાત્રેય મંદિર માટે જાણીતો છે. દંતકથા મુજબ જ્યારે દત્તાત્રેય પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ કાળા ડુંગર પાસે રોકાયા અને ત્યાં ભૂખ્યા શિયાળોનું ટોળું તેમને જોવા મળ્યું. તેમણે પોતાના શરીરનો ભાગ શિયાળના ટોળાંને ખાવા માટે આપ્યો અને શિયાળોએ તે ખાધાં પછી દત્તાત્રેયના અંગો ફરીથી ઉગવા માંડ્યા. આના કારણે છેલ્લાં ચારસો વર્ષોથી મંદિરનો પૂજારી રાંધેલા ભાતનો પ્રસાદ સાંજની આરતી પછી શિયાળોને ધરાવે છે. 

બીજી દંતકથા મુજબ લખ્ખ ગુરૂ કાળા ડુંગર પર રહેતા હતાં અને ભગવાન દત્તાત્રેયના પૂજક હતા. તેઓ જંગલી શિયાળોને ભોજન આપતા હતા. એક દિવસ તેમની પાસે કોઇ ભોજન નહોતું જેથી તેમણે પોતાના શરીરનો ભાગ કાપીને શિયાળોને ખાવા આપ્યો અને કહ્યું, “લે અંગ!’. સદીઓ પછી આ અપભ્રંશ થઇને ‘લોંગ’ બન્યું. 

માગસર સુદ પૂનમના દિવસે અહીં દત્તાત્રેય જયંતિની ઉજવણી થાય છે. 

કાળા ડુંગર પર વિચિત્ર ઘટના અનુભવાય છે જ્યારે કેટલાક મુલાકાતીઓ તેમના વાહનો એન્જિન બંધ કરેલું હોવા છતાં ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપ મેળવે છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA), ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજી રીસર્ચ, ગાંધીનગર અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, કાનપુરના સભ્યોએ આ ઘટના વિશે સંશોધન કર્યું. તેમણે તારણ કાઢ્યું કે વાહનો તીવ્ર ઢાળને કારણે વધુ ઝડપ મેળવે છે.

Tuesday, 18 June 2019

મશીન લર્નિંગ (એમએલ) શું છે?

‘મશીન લર્નિંગ’ (એમએલ) કમ્પ્યુટર સાયન્સની એક વિશેષ બ્રાંચ છે.

મશીન લર્નિંગ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એવી અપ્લિકેશન છે કે જેમાં મશીનને ડેટા આપવામાં આવે છે જેના પરથી મશીન જાતે જ પોતાની કામગીરી ‘શીખતું’ જાય છે.

સામાન્ય વાચક એટલું સમજી શકે કે મશીન લર્નિંગ એ આર્ટિફિશિયલ ઇંટેલિજન્સની એક આધુનિક એપ્લિકેશન છે.


તેમાં કોડ, પ્રોગ્રામ કે સોફ્ટવેર કરતાં ડેટા વધારે મહત્ત્વનો બને છે. તારણો તારવવા કે પરિણામોના પ્રિડિક્શન માટે મશીન લર્નિંગ તેના જંગી ડેટા પર અને કાર્યક્ષમ અલ્ગોરિધમ પર આધાર રાખે છે.

આ પ્રકારના મશીનને આવી તમામ કામગીરીઓ કરવા માટે કોઈ ખાસ, વિશિષ્ટ કોડ કે પ્રોગ્રામ આપ્યો ન હોવા છતાં પણ તે આપોઆપ ડેટા પરથી જ નવા ટાસ્ક શીખવાની અને કરવાની ક્ષમતા વિકસાવતું જાય છે.

ડેટા ડાયનેમિક હોવાથી જેમ જેમ વિશ્વાસપાત્ર ડેટા વધતો જાય, તેમ તેમ મશીન લર્નિંગની પ્રિડીક્શન કરવાની ક્ષમતા પણ વધતી જાય છે. ક્લાઉડ અને બિગ ડેટા સુલભ થતાં મશીન લર્નિંગ વધારે સરળ બનતું જાય છે.

‘મશીન લર્નિંગ અલ્ગોરિધમ’ દ્વારા મશીન નવીન કામગીરીઓ લર્ન કરતું જાય છે. યુસી બર્કલી સેટી ખાતે ડૉ વિશાલ ગજ્જર નામક ગુજરાતી એસ્ટ્રોફિઝિસિસ્ટ ફાસ્ટ રેડિયો બર્સ્ટ પર પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ કરી રહ્યા છે.

તેમણે ઑગસ્ટ, 2017માં યુસીબીના ગ્રીન બેંક ટેલિસ્કોપ દ્વારા બ્રહ્માંડના જ્ઞાત-અજ્ઞાત સ્રોતોથી પૃથ્વી પર આવતાં કોસ્મિક રેડિયો એમિશનનો જંગી ડેટા મેળવ્યો હતો. પ્રણાલિકાગત પદ્ધતિથી તેમાંથી 15 એફઆરબી પરખ્યાં હતાં.

આ પછી ગેરી ઝાંગ નામના સ્કોલરે તે જંગી ડેટાની પુન: ચકાસણી કરવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લીધી. મશીન લર્નિંગ અલ્ગોરિધમ વડે રી-એનાલાઇઝ કરતાં તે ડેટામાંથી ઝાંગને 72 નવાં એફઆરબી મળ્યા.

Monday, 17 June 2019

આપણે પીધેલા પાણીનું શરીરમાં શું થાય છે?

આપણે જમ્યા પછી પાણી પીએ છીએ. દિવસમાં ઘણી વાર તરસ લાગે ત્યારે પણ પાણી પીએ છીએ. આમ આપણે ખોરાક કરતાં વધુ પાણી શરીરમાં નાખીએ છીએ. આ બધા પાણીનું શરીરમાં શું કામ? અને તેનું શું થાય છે તેવો સવાલ તમને થતો હશે. ખોરાક આપણને પોષક દ્રવ્યો પૂરા પાડે છે. આ બધા દ્રવ્યોને શરીરમાં જુદાજુદા અવયવોને પહોંચાડવા માટે પાણીની જરૂર પડે છે.

પેટમાં ગયેલું પાણી ખોરાક સાથે ભળીને તેને અર્ધપ્રવાહી બનાવે છે અને પાચનતંત્રમાં આગળ ધકેલે છે. લોહીને પ્રવાહી સ્વરૂપમાં રાખવા માટે પણ પાણીની જરૂર પડે છે. આમ પરસેવા કે પેશાબના રૂપમાં બહાર નીકળી જાય છે. પાણી શરીરમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતું નથી પરંતુ જુદા જુદા દ્રવ્યોના વહન કરવામાં ઉપયોગી થાય છે. 
પાણી ૧૦૦ સેન્ટીગ્રેડ ગરમી સુધી પ્રવાહી રહેતો સાદો પદાર્થ છે. તો મોટાભાગના ખાદ્ય પદાર્થોને પોતાનામાં ઓગાળી શકે છે એટલે શરીરમાં ખૂબજ ઉપયોગી થાય છે. શરીરને લચીલું રાખવા માટે તેમજ ઉષ્ણતામાન જાળવી રાખવા માટે પણ પાણી જરૂરી છે.

Friday, 14 June 2019

લેખન અને છાપકામમાં સંશોધન

મનુષ્ય સ્વભાવે સામાજિક છે. એણે હમેશા દૂરસંચારના સાધનોને સુધારવાના પ્રયાસ કર્યા છે. પ્રાચીન સમયથી લેખનનો સંદેશાવ્યવહારના સાધન તરીકે ઉપયોગ થતો રહ્યો છે. 

પ્રાચીન સમયમાં ઇજિપ્શિયનનો વનદા જેવા જીવડામાંથી લખવાની શાહી બનાવતાં. લખવા માટે વૃક્ષના પાનનો ઉપયોગ કરતા. અનેક ઠેકાણે ખડકો પરનાં પ્રાચીન લખાણ મળી આવ્યા છે. 


ઈ.સ. ૧૦૫માં એક ચીની અધિકારી સાઈ લુને કાગળની શોધ કરી. શરૂઆતમાં પુસ્તકો હાથથી લખાતાં. પુસ્તક લખવાનું કામ ખૂબ જ ધીમું અને કંટાળાજનક ગણાતું. પુસ્તકો જૂજ હતા. પુસ્તકો ઉપલબ્ધ બન્યાં તો મોંઘા હતા. બહુ ઓછા લોકો એ ખરીદી શકતા. સૌપ્રથમ છપાયેલ કામ જાપાનમાં મળી આવ્યું. એ ૭૬૪થી ૭૭૦ ADનો સમયગાળો હતો. જોહાનેસ ગુટેનબર્ગ નામના જર્મન સોનીએ ૧૪૫૨માં ખસેડી શકાય એવા પ્રિંટીંગની શોધ કરી. 

સૌપ્રથમ પુસ્તક બાઇબલ પ્રિન્ટ થયું હતું. ધીમે ધીમે પ્રિંટીંગ પ્રેસના સંશોધનથી લોકોની વાંચવા-લખવાની રીતમાં પરિવર્તન આવ્યું. છપાયેલા અક્ષર એકસરખા, વાંચવામાં સરળ અને દેખાવમાં સુંદર લાગતાં. નવા પ્રિંટીંગ મશીનોની શોધ થતાં પુસ્તકો સસ્તા થયાં અને સરળતાથી મળવા લાગ્યા.

Thursday, 13 June 2019

પાણી વિના જીવી શકતો રણકાચબો

કાચબો એ જળચર પ્રાણી ગણાય છે. પરંતુ મોટા ભાગના કાચબા ઉભયજીવી એટલે કે પાણી તેમજ જમીન એમ બંનેમાં રહે છે. તેમાંય ઉત્તર અમેરિકામાં જોવા મળતો રણકાચબો તો પાણી વિના પણ ઘણા દિવસ જીવી શકે છે.


અમેરિકાના કેલિફોર્નિયાનો રાજ્યકાચબો છ ઇંચ ઊંચો અને ૯ થી ૧૫ ઇંચ લાંબો છે. આ કાચબો ૮૦ વર્ષ સુધી જીવે છે. તેની પીઠ પરનું કવચ લીલા રંગનું અને ઘુમ્મટની જેમ વધુ ઉપસેલું હોય છે. તેના પગ ચપટાં નહોરવાળા હોય છે કે જેથી જમીન ખોદીને દર બનાવી શકે છે. આ કાચબા રણમાં થતી થોર જેવી વનસ્પતિ ખાઈને જીવે છે.

રણકાચબા પ્રચંડ ગરમી સહન કરી શકે છે અને ગરમીથી બચવા જમીનમાં ઊંડા દર ખોદી ભૂગર્ભમાં ચાલ્યા જાય છે. ઉનાળાના ત્રણથી ચાર મહિના તે ૬ ફૂટ ઊંડા દરમાં ભરાઈને સુષુપ્તાવસ્થામાં રહે છે. રણમાં પાણીની અછત હોય એટલે આ કાચબાને પાણી વિના જ ચાલાવી લેવાની કુદરતી બક્ષિસ છે. તેના શરીરમાં તે પાણીનો સંગ્રહ કરી રાખે છે.

Wednesday, 12 June 2019

વરાહમિહિર

લગભગ બે હજાર વર્ષ પહેલાં આચાર્ય વરાહ મિહિર ભારતના મધ્યપ્રદેશના ઉજજૈનની પાસે રહેતા હતા. રાજા વિક્રમાદિત્યની સભાના નવ રત્નોમાંના તેઓ એક હતા. વરાહમિહિર નામમાં બે નામોનો સમાવેશ થાય છે. ‘વરાહ’ એટલે વિષ્ણુ અને મિહિર એટલે સૂર્ય. આમાં ‘વરાહ’ તો વિક્રમાદિત્ય રાજાએ પાછળથી આપેલું બિરુદ હતું. વરાહ મિહિરે રાજકુમારના જન્મ સમયે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પ્રમાણે એણે આ ભવિષ્યવાણી કરી હતી કે રાજકુમારનું મૃત્યુ અઢારમા વર્ષે થશે. અને તે ભવિષ્યવાણી સાચી ઠરી. વિક્રમાદિત્ય દુ:ખી હતા પરંતુ એક વાતનું ગર્વ હતું કે આવા વિદ્વાનો પણ તેમના રાજમાં છે. પંડિત મિહિરના આવા જ્ઞાનના કારણે વિક્રમાદિત્યે એમને ‘વરાહ’નું બિરુદ આપ્યું હતું. 


ભારતના જ્યોતિષ, ખગોળ, ગણિત, ધાતુશાસ્ત્ર, રત્નવિદ્યા વગેરે વિજ્ઞાનોને ક્ષેત્રે વરાહમિહિરનો ફાળો ઘણો મોટો છે. છતાં એમના જીવન વિષે પણ કેટલીક દંત કથાઓ મળે છે. વરાહ મિહિર ઉજ્જૈન નજીકના કપિથ્થ નામે ગામે જનમ્યા હતા. બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા વરાહ મિહિરનું જન્મનું વર્ષ ઇ.સ. ૪૯૯ માનવામાં આવે છે. એમના પિતાનું નામ આદિત્યદાસ હતું. એમના પિતા આદિત્યદાસ સૂર્ય ભગવાનના ભક્ત હતા. એમણે મિહિરને જ્યોતિષ વિદ્યા શીખવાડી. 

એમના કુટુંબમાં વંશપરંપરાથી જ્યોતિષ અંને ખગોળનું જ્ઞાન ઊતરતું આવ્યું હતું. કુસુમપુર (પટના) જઈ નાલંદાની મુલાકાત વેળાએ યુવાન મિહિર મહાન ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ દર્શન થયા. અહીંના વિદ્વાનોમાં આર્યભટ્ટને નાની ઉંમરમાં સ્થાન મળ્યું હતું. એમની સાથે વાતો કરવાનો લાભ મળ્યો. એમની પાસેથી એમને એટલી બધી પ્રેરણા મળી કે એમણે જ્યોતિષ વિદ્યા અને ખગોળના જ્ઞાનને જ પોતાના જીવનનું ધ્યેય બનાવી લીધું. 

મિહિરે વિદ્યા પ્રાપ્ત કરવા ઉજ્જૈન જઈ વસવાનું નક્કી કર્યું. ઉજ્જૈન જ્ઞાન-વિદ્યાની બાબતમાં મહત્વનું હતું. છેલ્લા હજારેક વર્ષોથી દૂરદૂરથી આવતી નવી પ્રજાઓ અને એમની વિદ્યાઓનું મિલન કેન્દ્ર બની ગયું હતું. ગ્રીકો, શક, કુષાણ, યુએચી વગેરે જે કોઇ વિદેશી પ્રજા ભારતમાં આવી તે બધાનાં રાજકીય કેન્દ્રમાં ઉજ્જૈન મહત્વનું હતું. ત્યારબાદ વરાહમિહિરે ગ્રીસમાં જઇ ખગોળશાસ્ત્રનો અભ્યાસ કર્યો. આમ ખૂબ વાંચી વિચારીને અને પ્રવાસ દ્વારા જ્ઞાન મેળવીને કેટલાક સિદ્ધાંતો તારવીને વરાહ મિહિરે કેટલાક ગ્રંથો રચ્યા. વરાહમિહિરે ખગોળ અને જ્યોતિષનાં પાંચ શાસ્ત્રો વિષે એક વિરાટ ગ્રંથ ‘પંચસિદ્ધાન્તિકા’ નામે તૈયાર કર્યો. એમાં સૌ પ્રથમ તેમણે રોમક સિદ્ધાંતની ચર્ચા કરી. આ રોમક સિંદ્ધાંત એટલે રોમનોનું વિજ્ઞાન. ‘પંચસિદ્ધાંતિકા’ એમનો મુખ્ય ગ્રંથ છે. આ ગ્રંથ પાંચ સિદ્ધાંતોનો સમંવય કરે છે. રોમક, પૌલીશ, પૈતામહ, વસિષ્ઠ અને સૂર્ય. તે ઉપરાંત ‘બૃહત્સંહિતા’, બૃહજ્જાતક’ વગેરે ગ્રંથો પણ એમણે રચેલા છે. એ બધાને પ્રતાપે તેઓ ભારતીય વિજ્ઞાનના ઇતિહાસમાં અમર બની ગયા. 

આર્યભટ્ટની જેમ તેઓ પણ માનતા હતા કે પૃથ્વી ગોળ છે. અને ગુરૂત્વાકર્ષણ બળની કલ્પના પણ સૌ પ્રથમ કરનાર વરાહ મિહિર જ હતા. આ સાથે તેમણે પૃથ્વીની પોતાનીધરી પર ફરવાની ગતિનો વિરોધ કરતી કલ્પના પણ કરી હતી. એમણે પોતાના ગ્રંથોમાં પોતાના ગ્રંથોમાં પર્યાવરણ, જળશાસ્ત્ર, ભૂમિશાસ્ત્ર, ધાતુ શાસ્ત્ર અને રત્ન્શાસ્ત્ર વિશે પણ ઘણી મત્વની વૈજ્ઞાનિક વાતો લખી છે. વરાહમિહિરે પર્યાવરણ વિજ્ઞાન, પાણીવિજ્ઞાન, ભૂવિજ્ઞાન વિશે કેટલીક મહત્તવની ટિપ્પણીઓ કરી. 

સંસ્કૃત વ્યાકરણમાં નિષ્ણાત અને છંદના જ્ઞાન પરના કાબૂના કારણે એમણે પોતાને એક અનોખી શૈલીમાં વ્યક્ત કર્યા હતા. એમના વિશાળ જ્ઞાન અને સારી રજૂઆતને કારણે તેઓ ખગોળ જેવા શુષ્ક વિષયને પણ ખૂબ જ રોચક બનાવી દીધો છે; જેથી એમને ખૂબ જ નામના મળી. 

વરાહમિહિરનો ‘જલાર્ગલ અધ્યાય’ ભૂગર્ભ જળ સંશોધનની ચાવી છે. આજે ઘણાં વરાહમિહિર કેન્દ્રો ચાલે છે. તે રીતે પશુ ચિકિત્સા અને કૃષિ ઉપયોગી સંશોધનો પણ તેમણે કર્યાં છે. એમનું અવસાન ઇ.સ. ૫૮૭ની સાલમાં થયું.

નોબલ પીસ પ્રાઇઝ માટે 16 વર્ષની નાની ઉંમરે નોમિનેટ થનાર કિશોરી કોણ છે?


એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમારન ખાનની પીસ પ્રાઇઝ માટે ચર્ચાઓ સામે આવી રહી છે, ત્યારે એક 16 વર્ષની કિશોરી નોબલ પીસ પ્રાઇઝ માટે નોમિનેટ થઈ છે.
મેં અનુભવ્યું કે કોઈ આ સ્થિતિને અટકાવવા કંઈ જ કરતું નથી તો મેં જ કંઈક કરવાનું નક્કી કર્યું. આ શબ્દો છે સ્વીડનની શાળામાં અભ્યાસ કરતાં કિશોરી ગ્રેટા થનબર્ગના; જેમનું નામ નોબલ પીસ પ્રાઈઝ માટે નોમિનેટ થયું છે. ગ્રેટાએ આંતરરાષ્ટ્રિય સ્તરે ક્લાઇમેટ ચૅન્જ માટે ઝુંબેશ ચલાવી છે. નોર્વેના ત્રણ સાસંદો દ્વારા ગ્રેટાના નામની ભલામણ કરવામાં આવી છે.
જો ગ્રેટાને આ વર્ષનું પીસ પ્રાઇઝ મળશે તો તે પીસ પ્રાઇઝ મેળવનારા સૌથી નાની વયની વ્યક્તિ બનશે. આ પહેલાં પાકિસ્તાનનાં મલાલા યુસફઝાઈને 17 વર્ષે નોબેલ પીસ પ્રાઇઝ મળ્યું હતું.
તેમની ઝુંબેશે દુનિયાભરના વિદ્યાર્થીઓને પ્રેરણા આપી છે. ગયા વર્ષે 15 માર્ચ દુનિયાભરના વિદ્યાર્થીઓએ દર શુક્રવારે હડતાળની શરૂઆત કરી છે. તેમણે ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં સૌ પ્રથમ વખત કલાઇમેટ ચૅન્જ મુદ્દે શાળાની હડતાલ પાડી હતી અને સ્વિડીશ સંસદ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારથી દર શુક્રવારે વિવિધ વિરોધ પ્રદર્શનો માટે તેઓ પોતાની શાળામાં હાજર રહી શકતા નથી.
રાષ્ટ્રીય રાજકારણીઓ, આંતરરાષ્ટ્રીય અધિકારીઓ, શિક્ષણવિદ્દો અને પર્વ વિજેતાઓ યોગ્ય ઉમેદવાર માટે પ્રસ્તાવ મૂકી શકે છે. આ ઇનામની જાહેરાત દર વર્ષે ઑક્ટોબર મહિનામાં કરવામાં આવે છે અને ડિસેમ્બરમાં એનાયત કરવામાં આવે છે, તેના માટેનો કાર્યક્રમ નોર્વેની રાજધાની ઓસ્લોમાં યોજાય છે.
નોબલ કમિટીની વેબસાઇટમાં જણાવ્યા અનુસાર 2019ના નોબલ પીસ પ્રાઇઝ માટે 301 ઉમેદવારોનો પ્રસ્તાવ આવ્યો છે, જેમાંથી 223 વ્યક્તિગત છે અને 78 સંસ્થાઓ છે.

Sunday, 9 June 2019

એશિયાઇ સિંહ

એશિયાઇ સિંહ એ બિલાડ વંશનું સૌથી ઊંચું અને આફ્રિકન સિંહ પછી સૌથી મોટું પ્રાણી છે. આ પ્રાણી આખા વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે.

એશિયાઇ સિંહએ ભારતમાં જોવા મળતી ૫ ‘મોટી બિલાડી’ઓમાંથી એક છે. અન્ય ચાર પ્રજાતિમાં બેંગોલ ટાઇગર, ભારતીય દિપડો, બરફનો દિપડો, ધબ્બેદાર દિપડો વગેરે છે.પહેલાના સમયમાં તે અરબસ્તાનથી છેક સુમાત્રા સુધી જોવા મળતા હતાં; ત્યારે તેની ત્રણ પ્રજાતિઓ હતી. બંગાળના સિંહ, અરેબિયાના સિંહ અને ઇરાનનાં સિંહ, વખત જતાં આજે તે ફક્ત ભારતનાં થોડા ભાગ પુરતા જ જોવા મળે છે. હાલ આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતા તે આકારમાં નાનાં અને રંગ ઝાંખો હોય છે. પરંતુ આક્રમકતા આ બંન્ને પ્રજાતિમાં સરખીજ હોય છે

આ પ્રાણી સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં, જંગલમાં રસ્તાની આજુબાજુ ખુલ્લા વિસ્તારોમાં તથા ઉનાળાની ઋતુમાં જળસ્ત્રોતોની આજુબાજુ જોવા મળે છે. સિંહણ સામાન્ય રીતે એક જણતરમાં બે થી ત્રણ બચ્ચાંઓને જન્મ આપે છે, ચાર બચ્ચા આપ્યાનું પણ નોંધાયેલ છે.

વિશ્વમાં સિંહનું આયુષ્ય વધુમાં વધુ ૨૯ વર્ષ નોંધાયેલું છે, જુનાગઢ ખાતે આવેલા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં વધુમાં વધુ ૨૩ વર્ષ અને અમદાવાદ પ્રાણીસંગ્રહાલયમાં ૨૬ વર્ષ નોંધાયેલું છે.

સામાન્ય રીતે જ્યાં સિંહની વસ્તી હોય છે, ત્યાં વાઘ રહેતા નથી અને એનું કારણ બીજું કશું નહિ પણ એ હકીકત છે કે સિંહ અને વાઘ બન્નેને રહેઠાણ માટે અલગ અલગ પ્રકારનાં જંગલની જરૂરિયાત હોય છે. સિંહને પાંખા આવરણવાળા જંગલ માફક આવે છે જ્યારે વાઘને ગાઢા જંગલો વસવા માટે પસંદ હોય છે. સિંહને ૧૮ નખ હોય છે. આગળના પગમાં ૪-૪ અને પાછળના પગમાં ૫-૫.

Friday, 7 June 2019

એન્ટી સેટેલાઈટ મિસાઈલની આ વાતો તમે નહી જાણતા હોવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દેશના નામે સંદેશ રજૂ કરી સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર થયેલી એન્ટી સેટેલાઈટ સિસ્ટમ રાષ્ટ્રને સમર્પિત કરી. A-SAT મિસાઈલ સ્વદેશી ટેકનીકથી બનેલી મિસાઈલ છે. તેની ટેલનોલોજી એક દમ આધૂનિક છે. જે અંતરીક્ષ જગતમાં ભારતની શક્તિ દર્શાવે છે. મહત્વની વાત એ છે કે આ આખી મિસાઈલ સ્વદેશી છે. તો આવો જાણીએ આ ભારતનું ગૌરવ વધારતી A-SAT મિસાઈલની કેટલીક અજાણી વાતો…


 • આ અંતરીક્ષમાં ઉપયોગમાં લેવાતું એક શક્તિશાળી હથિયાર છે. દુશ્મન દેશ જો આપણી સૈન્ય ગતિવિધિ કે અન્ય પ્રકારની જાણવાની પોતાના સેટેલાઈટ દ્વારા મેળવાની કોશિશ કરતો હોય તો આપણી આ મિસાઈલ દ્વારા આપણે માત્ર ૩ મિનિટમાં દુશ્મન દેશનો સેટેલાઇટ અંતરીક્ષમાં જ તોડી શકીએ છીએ.
 • વર્તમાનમાં આવી મિસાઈલ અમેરિકા, ચીન અને રશિયા પાસે જ છે. આજે આ મિસાઈલનું સફળ પરીક્ષણ કરી ભારત આ મિસાઈલ ધરાવતો ચોથો દેશ બની ગયો છે.
 • અમેરિકાએ ૧૯૫૦માં સૌથી પહેલા આ પ્રકારનું હથિયાર બનાવ્યું હતું. ત્યાર પછી ૧૯૬૦માં રશિયાએ આ પ્રકારનું હથિયાર વિકશિત કર્યું. ૧૯૬૩માં અમેરિકાએ અંતરીક્ષમાં જમીનથી છોડાયેલા એક પરમાણું વિસ્ફોટનું પરીક્ષણ કર્યું. આ પરીક્ષણના કારણે રશિયા અને અમેરિકાના અનેક સેટેલાઈટને અંતરીક્ષમાં નુકશાન થયું. ત્યાર પછી “આઉટર સ્પેસ ટ્રીટી” એટલે કે આ સંદર્ભની એક આંતરરાષ્ટ્રીય સંધિ કરવામાં આવી અને જેમાં નક્કી કરવામાં આવ્યું કે હવેથી અંતરીક્ષમાં કોઇ પણ પ્રકારના વિસ્ફોટક હથિયારો તૈનાત નહી કરી શકાય.
 • ભારત પછી હવે ઇઝરાયલ પણ આ મિસાઈલ તૈયાર કરવાના કામમાં વ્યસ્ત છે. DRDOના ડાયરેક્ટર જનરલ ડો. વી.કે. સારસ્વતએ ૨૦૧૦માં જણાવ્યું હતું કે અમારી પાસે આ પ્રકારની મિસાઈલ બનાવવા માટે જે સામગ્રી જોઇએ તે બધી જ સામગ્રી ઉપલબ્ધ છે.
 • ઇઝરાયલની એરો-૩ અથવા હત્જ-૩ બેલેસ્ટિક મિસાઈલ છે. જેને કેટલાક વિષેશજ્ઞો માને છે કે તે એન્ટી સેટેલાઈટ મિસાઇલ તરીકે ઉપયોગ કરી શકે છે.
 • અમેરિકાનું ૮૦ ટકાથી વધારે કોમ્યુનિકેશન અને નેવિગેશન સિસ્ટમ સેટેલાઈટ પર આધારિત છે. આના માધ્યમથી અમેરિકા આખી દુનિયા પર નજર રાખે છે. આ પ્રકારની મિસાઈલ બનાવવા પાછળનો હેતુ અંતરીક્ષના સેટેલાઈટની સુરક્ષાનો છે. જો કે આત્યાર સુધીમાં દુનિયામાં ક્યાંય પણ આ પ્રકારની મિસાઈલનો ઉપયોગ થયો નથી. હા કેટલાંક દેશોએ પોતાના બેકાર થઈ ગયેલા સેટેલાઈટને તોડી પડવા જરૂર આ મિસાઇલનો ઉપયોગ થયો છે. આવા દેશોમાં ચીન પણ સામેલ છે.

Thursday, 6 June 2019

મચ્છર જેવાં જીવડાં પ્રકાશથી કેમ આકર્ષાય છે?

ચોમાસામાં સાંજના સમયે વાતાવરણમાં મચ્છર જેવાં અનેક જાતના જીવડાં ઊડતાં જોવા મળે. આ જીવડાં મોટેભાગે ટયૂબલાઈટ કે પ્રકાશિત સ્રોતની આસપાસ વધુ ઊડતાં હોય છે. તે પ્રકાશ તરફ આકર્ષાતા હોય છે તેનું કારણ જાણો છો? 

મચ્છર, ફૂદાં જેવા પાંખોવાળા જીવડાં ભેજ અને અંધારામાં રહેવા ટેવાયેલાં હોય છે. ખરેખર તે પ્રકાશથી આકર્ષાતા નથી. આ જીવમાં દિશાશોધન અજબનું હોય છે. આ જીવડાંની દૃષ્ટિ સતેજ હોય છે. 


તેઓ સૂર્ય કે ચંદ્રના પ્રકાશને આધાર રાખી દિશા શોધી રસ્તો કાપે છે. ચોમાસામાં વાદળવાળા વાતાવરણમાં સૂર્ય કે ચંદ્રનો પ્રકાશ હોતો નથી. ટયૂબ લાઈટ કે અન્ય પ્રકાશિત વસ્તુને તે કુદરતી પ્રકાશ સમજી દિશા શોધવાનો પ્રયાસ કરે છે. એટલે ટયૂબલાઈટની આસપાસ ચક્કર માર્યા કરે છે. જુદી જુદી દિશામાં બે કે ત્રણ ટયુબલાઈટ હોય તો તેઓ વધુ ભ્રમમાં મૂકાય છે. 

ઘણા જીવશાસ્ત્રીઓ માને છે કે પાંખોવાળા નાના જીવડાં ખોરાકની શોધમાં તેજસ્વી રંગના ફૂલોથી આકર્ષાતા હોય છે તે રીતે જ ટયૂબલાઈટથી આકર્ષાય છે. મોટેભાગે આવાં જીવ ટયૂબલાઈટની આસપાસ સમૂહમાં જોવા મળે છે તે આપણે જોઈએ છીએ. ઘણા વિજ્ઞાનીઓ માને છે કે ટયૂબલાઈટની તદ્દન નજીક પહોંચ્યા પછી અતિશય પ્રકાશ સામે તેમની આંખ અનુકૂલન સાધી શકતી નથી અને લગભગ અંધ બની જાય છે એટલે જ ચકરાવા માર્યા કરે છે.

Wednesday, 5 June 2019

પૃથ્વી પરનું અદ્ભૂત તત્ત્વ: કાર્બન

પૃથ્વી પર ખનિજ સ્વરૂપે ઘણા તત્વો છે. તેમાં કાર્બન અતિ મહત્વનું છે. કાર્બન એ ધાતુ નથી પરંતુ ધાતુ કરતાં ય સખત હીરા કાર્બનના બનેલાં છે. કોલસો પણ કાર્બનનું જ સ્વરૂપ છે.


જાણીને નવાઈ લાગશે પણ પૃથ્વી પરની સજીવ સૃષ્ટિ કાર્બનની બનેલી છે. કાર્બન, હાઈડ્રોજન, નાઈટ્રોજન, અને ઓકિસજન આ ચારે દ્રવ્યો મળીને અવનવાં સંયોજનો બને છે. અને તેમાંથી પૃથ્વી પર સજીવો બન્યાં છે. કાર્બન સૌથી વધુ જૈવિક સંયોજન બનાવે છે. આપણા શરીરમાં ૯ ટકા કાર્બન હોય છે. વિજ્ઞાનીએ કાર્બનને પૃથ્વી પરની સજીવ સૃષ્ટિનો આધાર માને છે. 

આપણી આસપાસ જોવા મળતાં પેન્સીલની અણી, ઠંડા પીણામાં ઉમેરાતો વાયુ, ચૂનો , ચોક, આરસપહાણ વિગેરે કાર્બનના સ્વરૂપ છે. જમીનના પેટાળમાં, દરિયાના પેટાળમાં અને હવામાં પણ કાર્બનની હાજરી હોય છે. કાર્બન અન્ય પદાર્થો સાથે ભળીને સહેલાઈથી નવું સ્વરૂપ લઈ શકે છે. કેલ્શિયમ સાથે ભળે તો કાર્બોનેટ અને હાઈડ્રોજન સાથે ભળે તો હાઇડ્રોકાર્બન. હાઈડ્રોકાર્બન એટલે ગેસ, પેટ્રોલ અને ડિઝલ તેમાંથી પ્લાસ્ટિક, અત્તર, રંગરસાયણ, સૌંદર્યપુણાધની, મીણ અને દવાઓ પણ બને . 

પૃથ્વી પર નાશ પામતા. પ્રાણીઓ અને વનસ્પતિનાં અવશેષો જમીનમાં દટાઈ ને કાળક્રમે ફરી કાર્બનના ખડકો બને છે. આજે પૃથ્વી પર જોવા મળતાં કાર્બન આધારિત પદાર્થો લાખો વર્ષ પહેલા પૃથ્વીના પેટાળમાં દબાયેલા પ્રાણીઓના અવશેષોમાંથી બનેલાં છે. પૃથ્વી પર આ કાર્બન ચક્ર ચાલ્યા જ કરે છે.

Tuesday, 4 June 2019

સમયની કેડીએ

માનવઈતિહાસના સંદર્ભમાં સમયસરતા એ તાજેતરની વાત છે; એટલે કે આ વ્યવસ્થા માત્ર ૫૦૦૦થી ૬૦૦૦ વર્ષ જ જૂની વ્યવસ્થા છે. 

ઇ.સ. પૂર્વે ૩૫૦૦માં ઇજિપ્શિયનોએ ઓબિલિસ્કની શોધ કરી. આ ચાર બાજુવાળો, પાસાદાર સ્થંભ હતો. આ થાંભલો એવી રીતે મૂકવામાં આવતો કે એના પર સૂર્યનો ત્રાંસો પડછાયો પડે. આ ફરતો પડછાયો એક પ્રકારનું સૂર્યઘડિયાળ હતું; જેના પરથી નગરજનો સમય નક્કી કરી શકતા હતા. 


ક્લેપિસડ્રાસ અથવા જળપ્રવાહથી ચાલતું ઘડિયાળ એ પ્રથમ એવું સમયદર્શક સાધન હતું; જેમાં સૂર્યપ્રકાશનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. આ જળઘડિયાળ વર્ષ ૧૦૮૮માં ચીનમાં બનાવવામાં આવ્યું હતું; જેમાં દર કલાક દર્શાવતો ડંકો વાગતો હતો. 

યુરોપમાં શોધાયેલાં મિકેનિકલ ઘડિયાળોમાં અનેક ગિયર્સ અને ચક્રો હતાં. આ ચક્રો એની સાથે જોડાયેલા વજનને કારણે ફરતાં. 

કોર્ટઝ ઘડિયાળ ક્વોર્ટ્ઝ ક્રિસ્ટલના ઈલેક્ટ્રિક ગુણને આધારે ચાલે છે. જ્યારે ક્વોર્ટ્ઝ ક્રિસ્ટલને વિદ્યુતનો સ્પર્શ આપવામાં આવે ત્યારે એનો આકાર ક્રિસ્ટલ જેવો બની જાય છે. તેથી એનો ઉપયોગ સમય માપવા માટે થાય છે. ક્વોર્ટ્ઝ ઘડિયાળો બજાર પર સતત નિયંત્રણ જાળવી રાખ્યું છે.

Monday, 3 June 2019

ખેતીકામનો ઉદ્ભવ કઈ રીતે થયો?

આદિમાનવ શિકારી હતો. તે પોતાનું ભોજન કાંતો પકડતો, કાંતો ઝૂંટવી લેતો હતો. આવા ભટકતા જીવનથી કંટાળીને તે સ્થાયી જીવન જીવવાનું નક્કી કર્યું ત્યારથી એટલે કે ૮૦૦૦ વર્ષ પૂર્વે ખેતીનો પ્રારંભ થયો. અને તે જમીનમાથી પાક લેવાની કળા શીખી લીધી. 


લગભગ ૫૦૦૦ વર્ષ પૂર્વે ઈજિપ્તવાસીઓએ જમીન ખેડવા લાકડાનું પ્રથમ હળ બનાવ્યું; જે બળદોએ ખેંચ્યું હતું. ત્યારબાદ લોખંડનું હળ અસ્તિત્વમાં આવ્યું. તેમનો આકાર પણ બદલાયો. આ હળથી ન માત્ર જમીન ખેડાતી હતી, પણ સાથોસાથ માટીને ઊથલાવવામાં પણ મદદરૂપ થાતું હતું. 

ઇજિપ્શિયનોએ કૂવામાંથી પાણી ખેંચવા ચામડાના સાધન/કોસની શોધ કરી. લગભગ ૭૦૦૦ વર્ષ પૂર્વે ખેતીની જમીનને કોસથી પાણી મળતાં વધુ પાક ઉતરવા લાગ્યો. 

૧૯મી સદીમાં વૈજ્ઞાનિકોએ છોડવાનો અભ્યાસ કરીને રસાયણિક ખાતર વિકસાવ્યું. આ ખાતરને પરિણામે ખેતરમાં વધારે ઉત્પાદન થવા લાગ્યું અને પાકોને વિવિધ રોગોથી બચાવવા તેમજ ઉત્પાદન વધારવા અનેક પ્રકારના જંતુનાશક અને નીંદણનાશક દવાઓ અને સાધનો વિકસાવવામાં આવ્યાં. 

આજે ટ્રેક્ટર સહિતની અનેક આધુનિક કૃષિ મશીનરી અને ટેકનૉલોજીના પરિણામે ખેડુતનું જીવન સરળ બન્યું.

Saturday, 1 June 2019

કમ્પ્યુટર નેટવર્ક વિશે આટલું જાણો

ઘણા બધા કમ્પ્યુટર એક બીજા સાથે વાયર કે વાયરલેસ પદ્ધતિથી જોડાયેલા હોય તો તેને નેટવર્ક કહે છે. નેટવર્ક માટે લેન, પેન, કેન જેવા શબ્દો તમે સાંભળ્યા હશે આ બધા નેટવર્કના પ્રકાર છે.

નાના નેટવર્ક એક મુખ્ય હબ વડે એક બીજા સાથે જોડાયેલા રહે છે. જ્યારે મોટા નેટવર્કનું રૂટર મારફત પ્રસારણ થાય છે. નેટવર્કના બધા કમ્પ્યુટર માહિતીની આપ-લે અને સંગ્રહ માટે સર્વરનો આધાર લે છે. સર્વર એ નેટવર્કના કમ્પ્યુટરોનો નેતા છે.
એક વ્યક્તિને ઉપયોગી થાય તેવા નાના નેટવર્કને પર્સનલ એરિયા નેટવર્ક એટલે કે પેન કહે છે. લેન એટલે લોકલ એરિયા નેટવર્ક જે એક ઓફિસમાં બધા કમ્પ્યુટરને જોડે છે. મોટી યુનિવર્સિટી કે કોલેજના વિશાળ સંકુલમાં રહેલા નેટવર્કને કેન એટલે કે કેમ્પસ એરિયા નેટવર્ક કહે છે. હવે પછી આવનારી પેઢીનું નેટવર્ક વાઇડ એરિયા નેટવર્ક હશે એને વેન કહે છે તે વિશ્વના બધા કમ્પ્યુટરને વાયરલેસ વડે જોડી શકશે.

Friday, 31 May 2019

કમ્પ્યુટર ચિપ્સ બનાવવા સિલિકોનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?

સિલિકોનનું એટમિક માળખું એને એક આદર્શ સેમિકંડક્ટર બનાવતું હોવાથી કમ્પ્યુટર ચિપ્સ બનાવવા માટે સિલિકોનનો ઉપયોગ થાય છે. એ પૃથ્વીના પોપડામાં બીજા નંબરે મળતો સૌથી વિપુલ જથ્થો ધરાવતો પદાર્થ છે.
Thursday, 30 May 2019

વિનોબા ભાવે પ્રેરિત ભૂદાન આંદોલન કેમ નિષ્ફળ ગયું હતું?

11 સપ્ટેમ્બર એટલે વિનોબા ભાવેની જન્મ જ્યંતિ. વિનોબા ભાવે ગાંધીજન હતા. ભારતમાં તેઓ ગાંધીજીનું અનુસંધાન હતા. ગાંધીજીએ તેમને પહેલા વ્યક્તિગત સત્યાગ્રહી બનાવ્યા હતા. ગાંધીજીની વિદાય પછી તેમણે ભૂદાન આંદોલન કર્યું હતું. 

૧૯૫૧માં તેઓ સર્વોદય સંમેલન અવસરે પવનાર્થી પગપાળા હૈદરાબાદ જવા નીકળ્યા હતા. એક ગામમાં ભૂમિહીનો માટે તેમને સો એકર જમીન દાનમાં મળી. ઈશ્વરનો ઈશારો વિનોબા સમજી ગયા અને તેમણે બીજા દિવસથી ભૂમિદાન માગવાનું શરૂ કર્યું. એ પછી તો તેમણે ૧૩ વર્ષ સુધી પગપાળા અવિરત યાત્રા કરી. ૭૦ હજાર કિમીની આ યાત્રા દરમિયાન તેમને ૪૨ લાખ એકર જમીન દાનમાં મળી. હજારો ગ્રામદાન થયાં. જમીનદારો પાસેથી જમીન લઈને તેમણે ખેતમજૂરોને તથા જેમની પાસે જમીન નહોતી તેમને જમીનનું દાન કર્યું. જમીનની અસમાન વહેંચણી હતી તેને તેમણે સમાન કરવાનો પ્રયાસ કર્યો. 


આ એક ઉત્તમ પ્રયોગ. જોકે એ પ્રયોગ સફળ થયો તેમ કહી શકાય તેવી આજે સ્થિતિ નથી. ભારતમાં ૫૮ ટકા સંપત્તિ એક ટકા લોકો પાસે છે. ૯૦ ટકા સંપત્તિ આશરે ૧૦ ટકા લોકો પાસે છે. આવકની અસમાનતાનું પ્રમાણ અત્યંત જોખમી અને અમાનવીય હદે ભારતમાં જાવા મળે છે. સમગ્ર વિશ્વમાં આવકની અસમાનતાના મુદ્દે રશિયા પછી ભારતનો બીજા નંબર છે. 

વિનોબા ભાવેનો વિચાર ઉમદા હતો. જોકે એ વિચાર વાસ્તવિકતામાં સફળ ન થઈ શક્યો. આપણા દેશમાં સંપત્તિનું મોટા પાયે કેન્દ્રિયકરણ થઈ રહ્યું છે. ગરીબોની સંખ્યા કરોડોમાં છે અને કરોડપતિઓની સંખ્યા લાખોમાં છે. અબજોપતિઓની સંખ્યા હજારોમાં છે. વિનોબા ભાવે એવું માનતા હતા કે જમીનોની અસમાન વહેંચણીને જો થોડીક સમાન કરવામાં આવશે તો ગરીબો તથા ખેતમજૂરોને તેનો સીધો લાભ મળશે. ૪૨ લાખ એકર જમીન દાનમાં લઈને તેમણે ગરીબોને આપી. જોકે આ પરિવર્તન પ્રાસંગિક બની રહ્યું. તેની કોઈ મોટી અસર જોવા મળી નહીં. તેથી તો આજે ભારતમાં આવકની અસમાનતા ઘણા મોટા પાયે જોવા મળી રહી છે.

Wednesday, 29 May 2019

પાવર, એન્જિન અને સ્પેસ રોકેટ્સ

વર્ષો સુધી માનવી, પ્રાણીઓ, જળ અને પવનની શક્તિ જ કામ કરતી. અલબત્ત, વરાળયંત્રની શોધ આ બધી શક્તિ સામે પડકાર બની ગઈ. ઈઓલીપાઈલ એ સૌપ્રથમ વરાળનું સાધન હતું. એલેક્ઝન્ડ્રિયાના હેરોએ એની શોધ કરી. જોકે હીરો તો એનો ઉપયોગ રમકડાં માટે કરતાં હતા. સમયાંતરે અનેક વિજ્ઞાનીઓએ વરાળયંત્રમાં ખૂબ વિકાસકાર્ય કર્યું. સ્કોટિશ શોધક જેમ્સ વોટનો આ વરાળયંત્ર તૈયાર કરવામાં પાયાનો ફાળો હતો. 


વરાળયંત્રથી પરિવહનને બળ મળ્યું. ફેક્ટરીની એક નવી જ કલ્પના અસ્તિત્વમાં આવી, જ્યાં અનેક માણસો મશીન પર એકસાથે કામ કરી શકે. વધુ વિકાસ સાથે વીજળી તેમજ પેટ્રોલ-ડીઝલથી ચાલતાં એન્જિનની શોધ થઈ. અગાઉ મનુષ્ય જે કાર્ય કરતો એવાં અસંખ્ય કાર્યો માટે મશીનનો ઉપયોગ શરૂ થયો. વર્ષ ૧૯૫૭માં રશિયન વિજ્ઞાનીઓએ અવકાશયાત્રાનો માર્ગ ચીંધ્યા પછી પાછું વળીને જોવાનો પ્રશ્ન જ નથી રહ્યો. 

વર્ષ ૧૯૨૬માં રોબર્ટ ગોડાર્ડ રોકેટને ધકેલવાની શક્તિની રજૂઆત કરી. આજે વિજ્ઞાનીઓ અત્યંત શક્તિશાળી રોકેટ બાનવવામાં વ્યસ્ત છે. 

કમ્પ્યુટરની મદદથી વૈજ્ઞાનિકો અવકાશયાનને નિયંત્રણમાં રાખી શકે છે અને પૃથ્વીથી હજારો કિલોમીટર દૂર પ્રયોગો કરે છે. આના વડે તેમને અવકાશ અંગે નવું જ્ઞાન પ્રાપ્ત કરવામાં સહાય મળી છે.

Tuesday, 28 May 2019

રમણીય સ્થળ કેદારનાથ

કેદારનાથએ ભારત દેશના ઉત્તરભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલુ છે, જે બાર જ્યોતિર્લીંગો પૈકીના એક એવા શ્રી કેદારનાથ મંદિર માટે પ્રખ્યાત છે. અહીંનો વહીવટ કેદારનાથ નગર પંચાયત દ્વારા કરવામાં આવે છે. આ દુર્ગમ સ્થળે જવા માટે સડક માર્ગ ઉપલબ્ધ નથી, આથી પગપાળા , ઘોડા પર સવાર થ‌ઇ અથવા પાલખી દ્વારા જ‌વું પડે છે. હિમાલયમાં આવેલા ચારધામ પૈકીનું આ એક ધામ ગણાય છે.


આ સ્થળ દરિયાઈ સપાટીથી ૩૫૮૩ મીટર જેટલી ઉંચાઈ પર આવેલું હોવાને કારણે અહી વર્ષના છ મહિના જેટલો સમય બરફ છવાયેલો રહે છે. કેદારનાથ મંદાકિની નદીના કિનારે વસેલું છે. ત્યાંથી ઉપરના ભાગમાં ચોરાબારી ગ્લેશીયર આવેલું છે.આ સ્થળે જવા માટે ગૌરીકુંડ સુધી વાહનોની સગવડ મળે છે, જે કેદારનાથથી ૧૪ કિ.મી. જેટલા અંતરે આવેલું છે.સૌથી નજીકના રેલ્વેસ્ટેશન હરિદ્વાર અને ઋષિકેશ અને વિમાનમથક દહેરાદૂન ખાતે આવેલા છે.

Monday, 27 May 2019

વિશ્વનું સૌથી ઝડપી પ્રાણી ચિત્તો • ચિત્તો કલાકના ૧૧૩ કિલોમીટરની ઝડપે દોડતું વિશ્વનું સૌથી ઝડપી પ્રાણી છે. આ ઝડપ તે થોડી સેકંડમાં જ મેળવી લે છે.
 • ચિત્તો તેના કૂળનું સૌથી નાનું પ્રાણી છે. તેનું વજન ૪૫ થી ૫૦ કિલો હોય છે.
 • ચિત્તાના ચહેરા પર આંખથી મોં સુધી કાળી રેખાઓ તેની વિશિષ્ટ ઓળખ છે.
 • ચિત્તા ગર્જના કરી શકતા નથી, સ્વભાવે ડરપોક છે. તેની નજર શક્તિશાળી હોય છે. તે ઝાડ પર ચઢી શકતા નથી.
 • ચિત્તાની મુખ્ય પાંચ જાતમાં એશિયન ચિત્તા, નોર્થ આફ્રિકન, સાઉથ આફ્રિકન, સુદાન અને ટાન્ઝાનિયાના ચિત્તા છે.
 • ચિત્તાના શરીર પર લગભગ ૨૦૦૦ કાળાં ટપકાં હોય છે. દરેક ટપકું દોઢથી બે ઈંચ વ્યાસનું હોય છે.
 • ચિત્તાની સુંઘવાની શક્તિ ગજબની છે. તે જમીન સુંઘીને રસ્તો શોધે છે.
 • ચિત્તાના શ્વાસોચ્છવાસની ઝડપ મિનિટે ૬૦ની હોય છે પરંતુ દોડતી વખતે તે મિનિટે ૧૫૦ વખત શ્વાસ લે છે.
 • ચિત્તા ૫૦૦ મીટર કરતાં વધુ લાંબું અંતર દોડી શકતા નથી. દોડતી વખતે તેના શરીરની ગરમીમાં ૫૦ ટકાનો વધારો થાય છે.

Sunday, 26 May 2019

દેશની પ્રથમ મહિલા ફાઇટર પાયલોટ


લેફટનેન્ટ ભાવના કંઠે યુઘ્ધ મિશનમાં સામેલ થવાની યોગ્યતા હાંસલ કરનારી પ્રથમ મહિલા ફાઇટર પાયલોટ બનીને ઇતિહાસ રચી દીધો છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભાવના કંઠે દિવસે લડાકુ વિમાન મિગ-21ને ઉડાડીને આ મિશનને પુરૂ કર્યુ હતું. વાયુ સેનાના પ્રવકતા અનુપમ બેનર્જીએ જણાવ્યું હતું કે ભાવનાએ દિવસે લડાયક વિમાનમાં ઉડાન ભરીને આ મિશનમાં સફળતા હાંસલ કરનાર પ્રથમ મહિલા ફાઇટર બની છે. ભાવના ભારતીય વાયુ સેનાના પ્રથમ બેચની મહિલા ફાઇટર પાયલોટ છે. તેની સાથે બે અન્ય મહિલા પાયલોટ અવની ચતુર્વેદી અને મોહના સિંહને 2016માં ફલાઇંગ ઓફિસર તરીકે પસંદ કરાયા હતા. બિહારની બેટી ભાવના હાલ બીકાનેર સ્થિત થલ બેઝ પર તૈનાત છે. એક અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે એકવાર તે રાતના મિશનના પ્રશિક્ષણને પુરૂ કરી લે તો તેને રાત્રિ અભિયાનની પણ મંજુરી આપવામાં આવશે.

Thursday, 23 May 2019

સંસદ : ભારતીય લોકશાહીનું એક અભિન્ન અંગ


ભારતીય સંસદનો ઇતિહાસ જોઈએ તો તેના બાંધકામ ની શરૂઆત 19૨૧માં થઈ હતી અને ૧૯૨૭ તેનું બાંધકામ પૂર્ણ થયું હતું. ભારતીય સંસદની ડિઝાઈન વિદેશી કલાકાર Edwin Lutyens અને and Herbert Baker એ કરી હતી. સંસદનું ઉદ્ધાટન ૧૮ જાન્યુઆરી ૧૯૨૭ ના રોજ ત્યારના વાયસરોય લોર્ડ ઈરવીને કર્યું હતું.


ભારતના બંધારણમાં અનુચ્છેદ ૭૯-૧૨૨ માં સંસદની રચના, સમય અવધી, અધિકારીઓ, પ્રક્રિયા, વિશેષાધિકારો અને સતા વગેરેનો ઉલ્લેખ કરેલો છે. 


ભારતીય સંસદ દ્રિગૃહી પ્રકારની છે : તેમાં લોકસભા અને રાજ્યસભા એમ બે ગૃહો આવેલા હોય છે. લોકસભાને સામાન્ય રીતે નીચલુ ગૃહ અને રાજ્ય સભાને ઉપલું ગૃહ કહેવામાં આવે છે. આમ જોઈએ તો સંસંદના ત્રણ અંગ છે રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. રાષ્ટ્રપતિ સંસદના કોઈ પણ ગૃહનો સભ્ય હોતો નથી. લોકસભા સંપૂર્ણ રીતે ભારતના લોકોનું પ્રતિનિધિ કરે છે. જયારે રાજ્યસભામાં રાજ્યના અને કેન્દ્ર ના વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિ હોય છે.

લોકસભાની રચના :

સભ્ય સંખ્યા:- ૫૫૨ = ૫૩૦ રાજ્યના પ્રતિનિધિઓ + ૨૦ કેન્દ્ર શાસીત પ્રદેશના પ્રતિનિધિ + ૨ રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત એગ્લો ઇન્ડિયન સમુદાયના સભ્યો. 
લોકસભાના સભ્યોની ચુંટણી સીધી લોકો દ્વારા થાય છે. ૧૮ વર્ષથી મોટી ઉમરનો કોઈ પણ ભારતીય નાગરિક આ ચુંટણીમાં પોતાનો મત આપી શકે છે. લોકસભાની મુદત ૫ વર્ષની હોય છે પરંતુ રાષ્ટ્રપતિ તેને વહેલી બરખાસ્ત કરી શકે છે અથવા તેની મુદતમાં થોડો વધારો કરી શકે છે.

લોકસભાના સભ્ય બનવા માટેની લાયકાત : 

 • ૨૫ વર્ષથી ઉપરનો કોઈ પણ વ્યક્તિ લોકસભાના સભ્યપદ માટે ઉમેદવારી નોંધાવી શકે છે.
 • અસ્થિર મગજનો, ગુનેગાર, નાદાર, સરકારી કર્મચારીઓ અને વિદેશી આ માટે ઉમેદવારી નોંધાવી શકતો નથી.
 • લોકસભાના સભ્યો પોતાનામાંથી એકને ગૃહના પ્રમુખ તરીકે ચુંટે છે. તેને સ્પીકર તરીકે ઓળખવામાં આવે છે. સ્પીકરની ગેરહાજરીમાં ડેપ્યુટી સ્પીકર સભાગૃહનું કામકાજ સંભાળે છે.

રાજ્યસભાની રચના :

સભ્ય સંખ્યા :- ૨૫૦ = ૨૩૮ સભ્ય રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી + ૧૨ રાષ્ટ્રપતિ(president) દ્વારા નામાંકિત
 • રાજ્ય સભાના સભ્યોની ચૂંટણી અપ્રત્યક્ષ રૂપે થાય છે.
 • રાજ્ય સભાના સભ્ય બનવા માટેની લાયકાત :-
 • ૩૦ વર્ષથી મોટી ઉમરનો કોઈ પણ નાગરિક રાજ્ય સભાના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે.
 • અસ્થિર મગજનો, ગુનેગાર, નાદાર, સરકારી કર્મચારીઓ અને વિદેશી આ માટે ઉમેદવારી નોંધાવી શકતો નથી.
 • ઉપરાષ્ટ્રપતિ હોદાની રુએ રાજ્ય સભાના અધ્યક્ષ બને છે.

લોકસભા અને રાજ્યસભાની સતાઓ :

લોકસભા અને રાજસભાની સતા મુખ્યત્વે સરખી જ છે.

1.      ધારાકીય સતાઓ

 • સંસદનું મુખ્ય કાર્ય કાયદા ઘડવાનું જ છે. ભારતના બંધારણના માં આપેલી સંયુક્ત યાદી અને સંઘ યાદીના વિષયો પર લોકસભા અને રાજસભા કાયદા ઘડી શકે છે.
 • કટોકટીના સમયમાં રાજ્યયાદી સહિતના કોઈ પણ વિષય પર કાયદો ઘડી શકે છે.
 • સંસદમાં નાણાકીય ખરડા સિવાયના કોઈ પણ ખરડા પર જો મતભેદ થાય તો બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે, અને તેમાં બહુmati થઈ નિર્ણય લેવામા આવે છે. સામાન્ય રીતે લોક્સભાની સભ્ય સંખ્યા વધારે હોવાથી તેનો અભિપ્રાય માન્ય રહે છે.

2.      નાણાકીય સતાઓ :

 • નાણાકીય સતામાં બંને ગૃહોમાં અસમાનતા છે.
 • નાણાકીય ખરડો સૌં પ્રથમ લોકસભામાં જ રજુ થઈ શકે છે. લોકસભામાં પસાર થયા બાદ તેને રાજસભામાં મોકલવામાં આવે છે.   રાજ્યસભાએ ૧૪ દિવસમાં તેને પરત મોકલવાનો હોય છે. રાજયસભા દ્વારા તેમાં કોઈ સુધારા થઈ શકતા નથી. પરંતુ તે માર્ગદર્શન આપી શકે છે. રાજ્યસભા જો ૧૪ દિવસ માં ખરડો પાછો ન મોકલે તો તે અપોઆપ પાસ થય ગયેલો ગણાય છે.
 • કેન્દ્રના નાણાપ્રધાન દર વર્ષે સંસદમાં અંદાજપત્ર રજુ કરે છે. સંસદ તેમાં કાપ મુકવાનો અને તેને નામાંજુર કરવાનો અધિકાર ધરાવે છે. પરંતુ જો તે નામાંજુર થાય તો પ્રધાનમંડળ સામે અવિશ્વાસની દરખાસ્ત થાય છે અને પ્રધાનમંડળને રાજીનામું આપવું પડે છે. સામાન્ય રીતે સતાધારી પક્ષની સંસદમાં બહુમતી હોવાથી આમ થવું શક્ય નથી.
 • કેન્દ્ર સરકારના ઓડીટર જનરલ દર વર્ષે સરકારે અગલા વર્ષે કરેલ ખર્ચનો ઓડીટ કરેલો હિસાબ સસંદમાં રજુ કરે છે ત્યારે સંસદ જરૂર જણાય ત્યાં સ્પષ્ટતા માગી શકે છે.

3.      બંધારણીય સતા :

સંસદ કોઈ પણ બંધારણીય કાયદા પર સુધારા કરી શકે છે અને તેને નાબુદ પણ કરી શકે છે. આ માટે સંસદમાં સામાન્ય બહુમતી અને વિશેષ બહુમતિ પણ હોય છે. 

4.      ન્યાયિક સતા : • સંસદ પાસે ન્યાયિક સતા ખુબ જ મર્યાદિત છે.
 • તે બંધારણના ઉલ્લંઘન બદલ રાષ્ટ્રપતિને મહાભિયોગ દ્વારા દુર કરી શકે છે.
 • તે ઉપરાષ્ટ્રપતિને પણ પદ પરથી હટાવી શકે છે.
 • તે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો જેવા ઉચ્ચ પદાધિકારીઓ ને હટાવવા માટે રાષ્ટ્રપતિને વિનંતી કરી શકે છે.  

Wednesday, 22 May 2019

સાપુતારા : ગુજરાતનુ એકમાત્ર હિલસ્ટેશન

સાપુતારા એ ભારત દેશના ગુજરાત રાજ્યનું એકમાત્ર હવાખાવાનું સ્થળ છે. આ સ્થળ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે. આ સ્થળ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર, સહ્યાદ્રિ પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે ૧૦૦૦ મીટર જેટલી ઉંચાઇ પર આવેલું છે. આ ક્ષેત્ર ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે. અહીં ઉનાળા દરમિયાન પણ તાપમાન આશરે ૩૦ ડીગ્રીથી ઓછું રહે છે. 


અહીંના સ્થાનિક લોકો આદિવાસીઓ છે, જે સરકારની વિનંતીથી સાપુતારાનું વંશપરંપરાગત રહેઠાણ ખાલી કરી નવાનગર ખાતે રહેવા ગયા છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે કુકણા બોલીનો ઉપયોગ કરે છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.

સાપુતારામાં આદિવાસી મ્યુઝિયમ પણ જોવાલાયક છે. સાથે જ બોટિંગ પણ આહલાદક અનુભવ કરાવે છે. આ ઉપરાંત અહી પહાડીઓ પરથી સનસેટ અને સનરાઇઝ પોઇન્ટનો લ્હાવો છે. સાપુતારાથી થોડે દુર ‘ગુજરાતનો નાયગ્રા’ કહેવાતો ગીરા ધોધ પણ મોટું આકર્ષણનું કેન્દ્ર છે.

Monday, 20 May 2019

ભારતની બુલબુલ : સરોજીની નાયડુ

સરોજિની નાયડુ અંગ્રેજી ભાષાના ભારતીય કવિયત્રી, સ્વાતંત્ર્યસેનાની અને પ્રથમ મહિલા રાજ્યપાલ હતા. સ્વરમીઠાશને કારણે લોકો તેમને 'હિંદની બુલબુલ' કહેતા હતા.

તેમનો જન્મ ૧૩ ફેબ્રુઆરી ૧૯૭૯ના રોજ હૈદરાબાદના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ અઘોરીનાથ ચટ્ટોપાધ્યાય હતું, જેઓ વિદ્વાન, વૈજ્ઞાનિક, તત્ત્વજ્ઞ, સમાજસુધારક અને કેળવણીકાર હતા. સરોજિનીના માતાનું નામ વરદાસુંદરીદેવી હતું, જેઓ કવિયત્રિ હતા. તેમનો ઉછેર નાત-જાતનો ભેદભાવથી પર રાખી કરવામાં આવ્યો હતો. તેમને હિન્દુ કે બ્રાહ્મણના બદલે એક ભારતીય તરીકે ઉછેરવામાં આવ્યા હતા.

સરોજિની ૧૪ વર્ષની વયે ગોવિંદા રાજુલુ નાયડુ સાથે પરિચયમાં આવ્યા હતા. નાયડુ આંધ્રપ્રદેશના કહેવાતી શુદ્ર જાતિના હતા. ૧૮૯૮માં સરોજિનીએ નાયડુ સાથે 'સિવિલ મૅરેજ' કર્યા હતા.


સરોજિની નાયડુ ઇ.સ ૧૯૧૭માં રાજકારણમાં સક્રિય બન્યા અને કાવ્યલેખનને પૂર્ણ કર્યું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન ૧૯૦૬માં તેમણે આપેલા વક્તવ્યથી ગોપાલ કૃષ્ણ ગોખલે પ્રભાવિત થયા અને તેમને માતૃભૂમિની સેવા કરવા માટે આગ્રહ કર્યો. તેમણે સ્ત્રીઓને આગળ લાવવા કેટકેટલીય ચળવળો ચલાવી હતી. ઇ.સ. ૧૯૦૮માં મદ્રાસમાં મળેલા વિધવાપુનલગ્ન માટેના અધિવેશનમાં તેમણે સ્ત્રીઓને જાગૃત કરવા અથાગ પરિશ્રમ કર્યો હતો. તેમણે પ્લેગના રોગચાળા દરમિયાન આપેલી સેવાઓને ધ્યનમાં રાખીને તેમણે હૈદરાબાદમાં “કૈસરે હિંદ”નો સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો. જે તેમણે સત્તાના જુલ્મ વિરુદ્ધમાં પરત કર્યો હતો. તેઓ હમેશા હિન્દુ મુસ્લિમની એકતા માટે કાર્ય કરતાં હતા. ઇ.સ. ૧૯૨૫માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પદે ચૂંટાયા.

હૈદરાબાદમાં ૧૯૦૮માં મૂસી નદીમાં પૂર આવ્યું હતું ત્યારે સરોજિનીએ રાહતકાર્યોનું આયોજન કર્યું હતું. તે બદલ બ્રિટિશ સરકારે એમને 'કૈસર-એ-હિંદ' ખિતાબ અને સુવર્ણચંદ્રકથી સન્માનિત કર્યા હતા. બ્રિટિશ સરકારના ભારતીયો પ્રત્યેના અન્યાયી અને કઠોર વર્તનથી યાતના અનુભવતાં તેમણે ૧૯૨૦માં આ ખિતાબ અને સુવર્ણચંદ્રક સરકારને પરત કર્યા હતા.

સરોજિની નાયડુએ ધ લેડી ઓફ ડ લેક શીર્ષક હેઠળ ૧૩૦૦ પંક્તિઓની કવિતા તથા ૨૦૦૦ પંક્તિઓનું નાટક લખ્યું. તેમણે ૧૯૦૫માં ધ ગોલ્ડન થ્રેશેલ્ડ અને ૧૯૧૨માં ધ બર્ડ ઓફ ટાઈમ અને ૧૯૧૭માં ધ બ્રોકન વિંગ નામના કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા.

Friday, 17 May 2019

એક જ સ્થિતિમાં લાંબો સમય બેસી રહેવાથી ખાલી કેમ ચડે છે ?


એક જ સ્થિતિમાં લાંબો સમય બેસી રહેવાથી હાથપગમાં ખાલી ચઢી જાય અને ઝણઝણાટીનો અનુભવ થાય છે. લાંબા પ્રવાસમાં વાહનમાં બેસી રહેવાથી આવો અનુભવ ઘણાને થતો હશે.

આ જાણીતી વાત છે. શરીરના અંગોને હલનચલન કરવા મગજ આદેશ આપે છે. મગજના આ સંદેશ વિદ્યુત રસાયણોની આવજાવથી થાય છે. ચેતાતંત્રમાં સોડિયમ અને પોટેશિયમ નામના રસાયણો કામ કરે છે. આ રસાયણે લોહી સાથે શરીરમાં ફરતાં હોય છે. અને જરૂર પડે ત્યારે ઉપયોગી થાય છે. એક જ સ્થિતિમાં બેસી રહેવાથી સાંધામાં લોહીનો પ્રવાહ રૂધાય છે અને રસાયણોની માત્રા ઘટે છે. અને ખાલી ચડી જાય છે. જ્ઞાનતંતુઓમાં ઝણઝણાટી થાય છે. થોડા હલનચલન પછી લોહીનો પ્રવાહ યથાવત થઈ જતાં ખાલી ઉતરી જાય છે.

એક જ સ્થિતિમાં બેસી રહેવાથી સાંધામાં લોહીનો પ્રવાહ રૂંધાય છે અને રસાયણોની માત્રા ઘટે છે. અને ખાલી ચડી જાય છે.

Thursday, 16 May 2019

કરંટ અફેર્સ : એપ્રિલ ૨૦૧૯

( ૧ ) ભારતીય રાજકોષીય સંઘવાદ' નામનું પુસ્તક કોનાં દ્વારા લખવામાં આવ્યું છે?
જવાબ : વાય. વી. રેડ્ડી

( ૨ ) હિકિકોમોરી એક મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે જેમાં લોકો સમાજથી પોતાને બંધ કરી દે છે. નીચેનામાંથી કયા દેશમાં આ વ્યાપક રૂપથી પ્રચલિત છે?
જવાબ : જાપાન

( ૩ ) ગ્લોબલ એનર્જી ટ્રાંજિશન ઇન્ડેક્સની વાર્ષિક સૂચિ નીચેનામાંથી કયા આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા સંકલિત કરવામાં આવી છે?
જવાબ : વર્લ્ડ ઇકોનોમિક ફોરમ

( ૪ ) લિવરે પેરિસ' નામની ઈવેન્ટમાં કયા દેશને ગેસ્ટ ઓફ ઓનર પસંદ કરવામાં આવ્યાં છે?
જવાબ : ભારત

( ૫ ) તાજેતરમાં ડૉ. રાજેન્દ્ર જોશીને પ્રવાસી ભારતીય સમ્માન પ્રદાન કરવામાં આવ્યું. નીચેનાંમાંથી શું ખોટું છે?
જવાબ : સૌથી વધારે પ્રવાસ કરનારને આ સન્માન પ્રાપ્ત થાય છે.

( ૬ ) WHO અનુસાર, દુનિયાભરમાં કઈ બીમારીથી દરરોજ લગભગ ૪,૫૦૦ લોકોનું મોત થાય છે અને લગભગ ૩૦,૦૦૦ લોકો દરરોજ નિરોધ્ય બીમારીની ચપેટમાં આવે છે?
જવાબ : ટીબી

( ૭ ) નીચેનામાંથી કયા શહેરને સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૯ અંતર્ગત સર્વાધિક સ્વચ્છ શહેરનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે?
જવાબ : ઇન્દોર

( ૮ ) પ્રધાનમંત્રીએ કયા ક્ષેત્ર માટે 'વન નેશન વન કાર્ડ' લોન્ચ કર્યો છે? 
જવાબ : પરિવહન

( ૯ ) રોજર ફેડરરનું ૧૦૦મું ATP ટાઈટલ નીચેનામાંથી કયું છે? 
જવાબ : દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ

( ૧૦ ) કઈ જગ્યા પર 'આઝાદીનાં દીવાના' નામથી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? 
જવાબ : લાલ કિલ્લો

( ૧૧ ) તાજેતરમાં કયા સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મે ફેક ન્યૂઝ રોકવા માટે ટિપ લાઈન નામનું ફીચર લોન્ચ કર્યું છે? 
જવાબ : વોટ્સએપ

( ૧૨ ) 'કુંદન: સૈગલ્સ લાઈફ એન્ડ મ્યૂઝિક'' નામનું પુસ્તક કોણે લખ્યું છે? 
જવાબ : શરદ દત્ત

( ૧૩ ) કયા ભારતીય મનોચિકિત્સકે ૨૦૧૯માં જોર્ન ડર્ક્સ કેનેડા ગેર્ડનર ગ્લોબલ હેલ્થ અવોર્ડ જીત્યો? 
જવાબ : વિક્રમ પટેલ

( ૧૪ ) તાજેતરમાં ચર્ચામાં રહેલું કેફે સાઈંટિફિક કયા રાજ્યથી સબંધિત છે? 
જવાબ : કેરળ

( ૧૫ ) નીચેનામાંથી કયો દેશ વિશ્વમાં સૌથી પહેલું 5G નેટવર્ક લોન્ચ કરી રહ્યું છે? 
જવાબ : દક્ષિણ કોરિયા 

( ૧૬ ) તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટ કેટલી કમી કરી છે?
જવાબ : 0.25%

( ૧૭ ) તાજેતરમાં કયા દેશે CRPF કેમ્પ પર હુમલાના સાજિશકર્તા નિસાર અહમદને ભારતને સોંપી દીધા
છે? 
જવાબ : યુએઈ

( ૧૮ ) કયા દેશના રાષ્ટ્રપતિ અબ્દુલઅજીજ બૂતેફ્લીફાએ ૨૦ વર્ષોનાં શાસનકાળ બાદ પોતાનાં પદથી રાજીનામું આપી દીધું છે? 
જવાબ : અલ્જીરિયા

( ૧૯ ) અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ત્રણ દેશોને મળનારી નાણાકીય સહાય બંધ કરવાની ઘોષણા કરી છે; આ ત્રણે દેશોને કયા નામથી ઓળખવામાં આવે છે? 
જવાબ : નોર્દન ટ્રાયંગલ

( ૨૦ ) નીચેનામાંથી કયા દેશમાં થયેલ આમ ચુનાવો દરમિયાન તે વિશ્વનો સૌથી વધારે ઓનલાઈન વોટિંગ કરવાવાળો દેશ બન્યો? 
જવાબ : એસ્ટોનિયા

( ૨૧ ) રાષ્ટ્રીય સમુદ્રી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 
જવાબ : ૫ એપ્રિલ

( ૨૨ ) દોષસિદ્ધ કેદીઓને સ્વદેશ પરત મોકલવા માટે ભારતે તાજેતરમાં કયા દેશ સાથે કરાર કર્યા છે? 
જવાબ : બ્રાઝીલ

( ૨૩ ) વૈશ્વિક નિયંત્રણ રેટિંગ એજન્સી 'ફિચ' એ ભારતીય અર્થવ્યવસ્થાને રેટિંગ આપી છે? 
જવાબ : BBB-

( ૨૪ ) નીચેનામાંથી કયા દેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાનાં દેશનાં સર્વોચ્ય નાગરિક સમ્માનથી અલંકૃત કરવાનો નિર્ણય લીધો છે? 
જવાબ : સંયુક્ત અરબ અમીરાત

( ૨૫ ) એશિયાઈ વિકાસ બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૦ માટે ભારતના GDP વિકાસ દરનું અનુમાન કેટલું રાખ્યું છે? 
જવાબ : ૭.૨૦%

( ૨૬ ) તાજેતરમાં ચર્ચામાં રહેલું ફાયેંગ ગામ ભારતનાં કયા રાજ્યમાં આવેલું છે? 
જવાબ : મણિપુર

( ૨૭ ) MH-૬૦ રોમિયો સિહોક' જેમની અમેરિકાએ ભારતને વેંચાણની મંજૂરી આપી દીધી છે. તે _____ છે? 
જવાબ : મલ્ટી રોલ હેલિકોપ્ટર

( ૨૮ ) NuGen મોબિલિટી શિખર સંમેલન ૨૦૧૯નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? 
જવાબ : ભારત

( ૨૯ ) ભારતીય સેનાનાં જવાનો એ જમ્મુ-કાશ્મીરના લેહમાં સિંધુ નદી પર સૌથી લાંબો સસ્પેન્શન બ્રિજ બનાવ્યો છે. આ બ્રિજનું નામ શું છે? 
જવાબ : મૈત્રી

( ૩૦ ) કઈ કંપનીનાં સહ-સ્થાપક રાહુલ શર્માએ જુન ૨૦૧૯ સુધી ભારતમાં આર્ટિફિશિયલ ઈંટલિજેન્સ બેસ્ટ ઇલેક્ટ્રોનિક મોટરસાઈકલ લોન્ચ કરવાની ઘોષણા કરી છે? 
જવાબ : માઈક્રોમેક્સ

( ૩૧ ) ગુજરાતમાં હોળી બાદ ગેરનો પ્રસિદ્ધ મેળો ક્યાં યોજાય છે? 
જવાબ : કવાંટ, છોટા ઉદેપુર

( ૩૨ ) તાજેતરમાં ભારતનાં વાણિજ્ય સચિવ ડૉ. અનુપ વધાવને ક્યાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા 'કોફી ઈ-માર્કેટપ્લેસ'નો પ્રારંભ કરાવ્યો છે? 
જવાબ : નવી દિલ્લી

( ૩૩ ) તાજેતરમાં પ્રસિદ્ધ ચિત્રકાર અને લેખક શ્રી હકુ શાહનું નિધન થયું. તેમનો જન્મ ક્યાં થયો હતો? જવાબ : વાલોડ

( ૩૪ ) ૩૦ માર્ચ ૨૦૧૯નાં રોજ સમગ્ર વિશ્વમાં 'અર્થ અવર'ની ઊજવણી કરવામાં આવી. આ અતર્ગત કયા સમયગાળા દરમિયાન 1 કલાક બિનજરૂરી વીજ ઉપકરણો બંધ રાખવામાં આવે છે? 
જવાબ : રાત્રે ૮:૩૦થી ૯:૩૦

( ૩૫ ) ભારત સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ વર્ષ ૨૦૧૯ની મતદાર યાદી અનુસાર ભારતમાં દર ૧,૦૦૦ લોકોએ સરેરાશ મતદારોની સંખ્યા કેટલી? 
જવાબ : ૬૩૧

( ૩૬ ) તાજેતરમાં પંજાબ નેશનલ બેંક કૌભાંડનાં મુખ્ય આરોપી નિર્વ મોદીની કયા શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી? 
જવાબ : લંડન

( ૩૭ ) ફીફા કાર્યકારી પરિષદમાં પંસદ પામનાર પહેલા ભારતીય સદસ્ય છે : 
જવાબ : પ્રફુલ્લ પટેલ

( ૩૮ ) નીચેનામાંથી કયા કેલેન્ડર અનુસાર ૬ એપ્રિલ ૨૦૧૯થી ભારતીય નવ વર્ષ ૨૦૭૬ની શરૂઆત થઈ છે? 
જવાબ : વિક્રમી સવંત

( ૩૯ ) પ્રોજેક્ટ-૭૫ ઇન્ડિયા કયા ભારતીય સશસ્ત્ર બળથી સંબંધિત છે? 
જવાબ : ભારતીય નૌસેના
( ૪૦ ) વૈજ્ઞાનિકોએ તાજેતરમાં સ્ટિફન હોકિંગનાં કયા સિદ્ધાંતને માનવાનો ઇન્કાર કરી દીધો છે? 
જવાબ : ડાર્ક મેટર

( ૪૧ ) World Backup Day'ની ઊજવણી ક્યારે કરવામાં આવે છે? 
જવાબ : ૩૧ માર્ચ

( ૪૨ ) સુલતાન અઝલાન શાહ કપ કઈ રમત સાથે સંકળાયેલો છે?
જવાબ  : હોકી


(
૪૩ ) તાજેતરમાં ચીનનાં શાંઘાઈ દ્વારા શાંઘાઈનો કયો જિલ્લો 5G કવરેજ અને બ્રોડબેન્ડ ગીગાબાઈટ નેટવર્ક ધરાવતો વિશ્વનો પ્રથમ જિલ્લો બની ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે?
જવાબ  : હોંગકોઉં


(
૪૪ ) ગુજરાત સરકાર દ્વારા ૧૫ એપ્રિલથી ૫ જૂન ૨૦૧૯ સુધી _____ ટેકાના ભાવે ચણા પ્રતિ ક્વિન્ટલ ખરીદવામાં આવશે?
જવાબ  : રૂ. ૪૬૨૦


(
૪૫ ) તાજેતરમાં ગુજરાત અને મધ્યપ્રદેશના કયા બે ગામ વિશ્વનાં પ્રથમ વ્યસન મુક્ત ગામ બન્યા છે?
જવાબ  : ભેખડિયા અને જામલી


(
૪૬ ) ૩૧ માર્ચ ૨૦૧૯નાં રોજ ચાર્લી-૪૪૫ અથવા તો C-૪૪૫ નામની શિપને ભારતીય કોસ્ટગાર્ડમાં ક્યાંથી સામેલ કરવામાં આવી છે?
જવાબ  : પોરબંદર


(
૪૭ ) ૧ એપ્રિલ ૨૦૧૯ના રોજ ભારતે કયા રોકેટની મદદથી EMISAT સહિત કુલ ૨૯ ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા હતા?
જવાબ  :
PSLV-C45

(
૪૮ ) તાજેતરમાં ભારતે કરેલા EMISAT ઉપગ્રહનો મુખ્ય ઉદ્દેશ શું છે?
જવાબ  : વિદ્યુત ચુંબકીય સ્પેક્ટ્રમ માપવાનો


(
૪૯ ) ભારતમાં ૧ જુલાઈ ૨૦૧૭થી ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમાં સૌથી વધુ માસિક GST Revenue Collection કયા મહિનામાં થયું છે?
જવાબ  : માર્ચ ૧૯


(
૫૦ ) એપ્રિલ ૨૦૧૯ દરમિયાન AUSINDEX-19 અભ્યાસનું આયોજન ક્યાં થયું છે?
જવાબ  : વિશાખાપટ્ટનમ


(
૫૧ ) તાજેતરમાં ભારતને કયા હેલિકોપ્ટર વેચવાની અમેરિકાએ મંજૂરી આપી છે?
જવાબ  :
MH-60R (Romeo) Seahwak

(
૫૨ ) સુશ્રી જુજાના કેપ્યુટોવા તાજેતરમાં સ્લોવેકિયાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યાં. તેમના પક્ષનું નામ શું?
જવાબ  : પ્રોગ્રેસિવ સ્લોવેકિયા


(
૫૩ ) તાજેતરમાં ICCનાં નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
જવાબ  : મનુ સાહની


(
૫૪ ) ભારતીય સેના દ્વારા તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના લેહ-લદાખમાં સિંધુ નદી પર નિર્માણ પામેલા સસ્પેન્શન બ્રિજને શું નામ આપવામાં આવ્યું છે?
જવાબ  : મૈત્રી બ્રિજ


(
૫૫ ) વિશ્વનાં સૌથી ઊંચા મતદાન મથકનું નામ શું છે? તે ક્યાં આવેલું છે?
જવાબ  : તાશીગંગ
, હિમાચલ પ્રદેશ

(
૫૬ ) સિંગાપોરના પ્રસિદ્ધ મેડમ તુષાદ મ્યુઝિયમમાં સ્થાન પામનાર ભારતના પ્રથમ ફિલ્મ નિર્માતાનું નામ શું છે?
જવાબ  : કરણ જોહર


(
૫૭ ) તાજેતરમાં મહાત્મા ગાંધીજીનાં સ્વાસ્થ્ય અંગે કોનાં દ્વારા 'Gandhi and Health @ 150' નામથી વિશેષ અંક પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે?
જવાબ  : ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ

૫૮ ) ICMR દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલાં 'Gandhi and Health @ 150' નામનાં વિશેષાંકનું કોનાં દ્વારા વિમોચન થયું હતું
જવાબ  : દલાઈ લામા


(
૫૯ ) કરતારપુર કોરિડોર બાદ તાજેતરમાં પાકિસ્તાને ભારતના હિંદુ શ્રદ્ધાળુઓ માટે બીજો કયો કોરિડોર ખોલવાની સહમતિ આપી છે?
જવાબ  : શારદાપીઠ કોરિડોર


(
૬૦ ) તાજેતરમાં સેમસંગ દ્વારા દક્ષિણ કોરિયામાં લોન્ચ કરવામાં આવેલાં વિશ્વનાં પ્રથમ 5G ફોનનું નામ શું છે?
જવાબ  :
Galaxy S10

(
૬૧ ) કયા ભારતીય સ્ટાર્ટઅપે નેક્સ્ટ બિલિયન એડટેક પ્રાઈઝ ૨૦૧૯ જીત્યો?
જવાબ  : દોસ્ત એજ્યુકેશન


(
૬૨ ) તાજેતરમાં ચર્ચામાં રહેલ T-૯૦ ટેન્ક કયા દેશથી સબંધિત છે?
જવાબ  : રૂસ


(
૬૩ ) તાજેતરમાં સર્વોચ્ય ન્યાયાલયે કઈ રાજય સરકાર પીઆર 'ભોબિશ્યોતર ભૂત' નામની વ્યંગ્યતામ્ક ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાને કારણે ૨૦ લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે?
જવાબ  : પશ્ચિમ બંગાળ


(
૬૪ ) કયા ભારતીય ક્રિકેટરને વિજડેન દ્વારા લીડિંગ ક્રિકેટર ઓફ ધ યર નામિત કર્યા?
જવાબ  : વિરાટ કોહલી


(
૬૫ ) તાજેતરમાં NBCCનાં CMD કોને નિયુક્ત કરવામાં આવ્યા?
જવાબ  : શિવદાસ મીના


(
૬૬ ) તાજેતરમાં કયા દેશનાં વૈજ્ઞાનિકોએ રસાયણોની શોધ કરવાવાળા સેન્સરની શોધ કરી છે?
જવાબ  :
 અમેરિકા

(
૬૭ ) વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા જારી ૧૫ સૌથી વધારે પ્રદૂષિત શહેરોની સૂચિમાં પહેલા સ્થાન પર કયું શહેર છે?
જવાબ  : કાનપૂર

(
૬૮ ) તાજેતરમાં કઈ ભારતીય ખેલાડીને સર એડમંડ હિલેરી ફેલોશિપ પ્રદાન કરવામાં આવી?
જવાબ  : દીપા મલિક

(
૬૯ ) તાજેતરમાં કઈ ટેક કંપનીએ 'એન્થોસ' નામનું પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે?
જવાબ  : ગૂગલ
( ૭૦ ) તાજેતરમાં IPLમાં મેચ જીતવાવાળું પહેલા કપ્તાન કોણ બન્યું?
જવાબ  : મહેંદ્રસિંહ ધોની
 
( ૭૧ ) તાજેતરમાં ચર્ચામાં રહેલ બેરેશીટ સ્પેસક્રાફ્ટ કયા દેશથી સબંધિત છે?
જવાબ  : ઈજરાયલ
( ૭૨ ) તાજેતરમાં કયા ભારતીયને રૂસના સર્વોચય સમ્માન 'ઓર્ડર ઓફ ધ અપોસલ' માટે પસંદ કરવામાં આવ્યા છે?
જવાબ  : નરેંદ્ર મોદી
( ૭૩ ) જલિયાવાલા બાગ હત્યાકાંડની ઘટના કયા વર્ષે થઈ હતી?
જવાબ  : ૧૯૧૯
( ૭૪ ) તાજેતરમાં કયા વિશ્વવિદ્યાલયે વૈજ્ઞાનિકોએ પદાર્થની નવી અવસ્થાની શોધ કરી છે?
જવાબ  : એડિનબર્ગ વિશ્વવિદ્યાલય
( ૭૫ ) તાજેતરમાં કયા દેશમાં હ્યુમો લુજોનેનસિસની શોધ કરવામાં આવી?
જવાબ  : ફિલીપીન્સ
( ૭૬ ) અબુ ધાબી આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં ગેસ્ટ ઓફ ઓનર કયો દેશ હશે?
જવાબ  : ભારત
( ૭૭ ) તાજેતરમાં નવા રક્ષા સચિવ કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
જવાબ  : ગાર્ગી કોલ
( ૭૮ ) નમામિ ગંગે કાર્યક્રમને કયા સ્થાન પર આયોજિત કરવામાં આવેલ વિશ્વ જલ શિખર સમેલનમાં પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો?
જવાબ  : લંડન

( ૭૯ ) તાજેતરમાં કઈ કંપની દ્વારા નિજી ફંડથી લોન્ચ કરવામાં આવેલ પહેલું ચંદ્ર મિશન અસફળ થઈ ગયું છે?
જવાબ  : સ્પેસ એક્સ
( ૮૦ ) તાજેતરમાં કયા દેશની ગવર્નર જનરલનાં હસ્તાક્ષર બાદ દેશમાં નવો બંદૂક કાનૂન લાગૂ પડી ગયો છે; જેમની અંતર્ગત અધિકતર સેમી-ઓટોમેટિક હથિયારો અને ઉચ્ચ ક્ષમતાવાળા મેગેઝીન પર પ્રતિબંધ લાગી ગયો છે?
જવાબ  : ન્યૂઝીલેંડ
( ૮૧ ) યુનિસેફ અનુસાર કયા દેશમાં ૬૪માંથી ૨૦ જિલ્લામાં લગભગ ૧.૯ કરોડથી પણ વધારે બાળકો, જળવાયુ પરિવર્તનનાં વિનાશકારી પરિણામોને કારણે સૌથી વધારે ખતરામાં છે?
જવાબ  : બાંગ્લાદેશ
( ૮૨ ) કયા સ્થાન પર વિશ્વનું સૌથી મોટું વિમાન હાલમાં જ સફળ ઉડાન ભરી?
જવાબ  : કેલિફોર્નિયા
( ૮૩ ) તાજેતરમાં ચુનાવ આયોગમાં કયા નેતા પર ધાર્મિક આધાર પર વોટ માંગવાને કારણે ૭૨ કલાક સુધી પ્રચાર કરવા પર રોક લગાવવામાં આવી છે?
જવાબ  : યોગી આદિત્યનાથ

( ૮૪ ) નીચેનામાંથી કઈ મહિલા બોક્સરે ૫૪ કિગ્રા શ્રેણીમાં મુક્કેબાજી વિશ્વ કપ - ૨૦૧૯માં તાજેતરમાં સુવર્ણ પદક જીત્યું છે?
જવાબ  : મીના કુમારી
( ૮૫ ) કયા દેશમાં વિશ્વનું સૌથી મોટું આર્ટિફિશિયલ ઇંટેલિજેંસ સંમેલન આયોજિત કરવામાં આવશે?
જવાબ  : યુએઈ
( ૮૬ ) કઈ ભાષાના કવિ કે. સિવા રેડ્ડીને પ્રતિષ્ઠિત સરસ્વતી સમ્માન ૨૦૧૮ માટે પસંદ કરવામાં આવ્યા છે?
જવાબ  : તેલગુ
( ૮૭ ) ભારત અને કયા દેશની વચ્ચે વીમા સંબંધો વધારવાના હેતુથી 'ફ્રિડમ ઓફ સિટી ઓફ લંડન'થી એલિસ જી વૈદ્યનને સન્માનિત કરવામાં આવ્યા?
જવાબ  : યુ.કે.
( ૮૮ ) ભારતીય ક્રિકેટ બોર્ડે કયા દેશમાં આગલા મહીને થવાવાળી ICC વિશ્વ કપ માટે ૧૫ સદસ્યીય ટિમ ઈન્ડિયાનું એલાન કરી દીધું છે?
જવાબ  : ઈંગ્લેન્ડ
( ૮૯ ) ચુનાવ પ્રચાર દરમિયાન ગલતબયાનીનાં કારણે ચુનાવ આયોગે કઈ મહિલા કેન્દ્રીય મંત્રીનાં ચુનાવ પ્રચાર પર ૪૮ કલાક માટે રોક લગાવી દીધી છે?
જવાબ  : મેનકા ગાંધી
( ૯૦ ) તાજેતરમાં ફોર્બ્સ દ્વારા પ્રકાશિત સર્વશ્રેષ્ઠ બેન્કોની સૂચિમાં કઈ ભારતીય બેન્કને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે?
જવાબ  :
HDFC બેન્ક
( ૯૧ ) ભારતમાં પહેલાં 'વોટર પાર્ક'નું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું?
જવાબ  : ગુરુગ્રામ
 
( ૯૨ ) કઈ દૂરસંચાર કંપનીએ મહિલાઓની સુરક્ષા માટે 'માય સર્કિલ' નામની એપ લોન્ચ કરી છે?
જવાબ  : એરટેલ
( ૯૩ ) કલ્પનાની શ્રેણીમાં કોને પુલ્ત્જિર પુરસ્કાર ૨૦૧૯ પ્રદાન કરવામાં આવ્યો?
જવાબ  : રિચર્ડ પાવર્સ
( ૯૪ ) જલિયાવાલા બાગ હત્યાકાંડ પર આધારિત કવિતા 'ખૂની વૈશાખી'નાં લેખક કોણ છે?
જવાબ  : નાનક સિંહ

( ૯૫ ) વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક ૨૦૧૯માં ભારતને કયું સ્થાન પ્રાપ્ત થયું છે?
જવાબ  : ૧૪૦
( ૯૬ ) ભારત કયા દેશની સાથે મળીને વરૂણ ૨૦૧૯ના અભ્યાસનું આયોજન કરશે?
જવાબ  : ફ્રાંસ
( ૯૭ ) રોયલ સોસાયટી ફેલોશિપ પ્રાપ્ત કરવાવાળી પહેલી ભારતીય મહિલા વૈજ્ઞાનિક કોણ બની?
જવાબ  : ગગનદીપ કાંગ

( ૯૮ ) કઈ બેન્કે NRI લોકો માટે પેપરલેસ ખાતું ખોલવાની સુવિધા શરૂ કરી છે?
જવાબ  :
IDBI
( ૯૯ ) કઈ ભારતીય સંસ્થાએ બેંકિંગ તથા નાણાકીય સેક્ટર માટે ૫G લેબ લોન્ચ કરી છે?
જવાબ  :
IDRBT
( ૧૦૦ ) સંયુક્ત રાષ્ટ્ર અંગ્રેજી ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
જવાબ  : ૨૩ એપ્રિલ
( ૧૦૧ ) તાજેતરમાં ભારતમાં કઈ કાર કંપની નિર્માતાએ આગલા વર્ષે ૧ એપ્રિલથી ડીઝલ કારોનું વેચાણ બંધ કરવાનો ફેસલો લીધો છે?
જવાબ  : મારૂતિ સુઝુકી ઈન્ડિયા
( ૧૦૨ ) ઓડિશામાં કયા ચક્રવાતી તુફાનને લઈને ચેતવણી કરવામાં આવી છે?
જવાબ  : ફાની
 
( ૧૦૩ ) લોકસભાના ચોથા ચરણના ચુનાવમાં સૌથી વધારે કયા રાજ્યની સીટો પીઆર મતદાન કરવામાં આવી રહ્યું છે?
જવાબ  : મહારાષ્ટ્ર
( ૧૦૪ ) શ્રીલંકા સરકારે કોલંબોમાં થયેલ સિરિયલ બોમ્બ ધડાકા બાદ નીચેનામાંથી કયા પ્રકારનાં કપડાં પર પ્રતિબંધ લગાવી દીધો છે?
જવાબ  : બુરખો
( ૧૦૫ ) RBIએ મહાત્મા ગાંધી સીરિઝની કેટલા રૂપિયાની નવી નોટ જલ્દી જ બહાર પાડવાની ઘોષણા કરી છે?
જવાબ  : ૨૦ રૂ.
( ૧૦૬ ) તાજેતરમાં કયા દેશમાં માનવના સૌથી પ્રાચીન પગોના નિશાન શોધવાનો દાવો કરવામાં આવ્યો છે?
જવાબ  : ચિલી
( ૧૦૭ ) નેપાળે તાજેતરમાં માઉન્ટ એવરેસ્ટ પર કેટલી માત્રામાં કચરો એકત્રિત કર્યો છે?
જવાબ  : ૩૦૦૦ કિ.ગ્રા.
( ૧૦૮ ) કયા દેશમાં ધમાકો બાદ સોશિયલ મીડિયા પર લાગેલ પ્રતિબંધ હટાવવામાં આવ્યો?
જવાબ  : શ્રીલંકા
( ૧૦૯ ) કઈ IITનાં અનુસંધાનકર્તાઓએ ભારતી લિપિ માટે સરળ OCR સિસ્ટમ વિકસિત કર્યું?
જવાબ  :
IIT મદ્રાસ
( ૧૧૦ ) કયા મંત્રાલયનાં એક RTIના જવાબમાં બતાવ્યુ કે ૨૦૦૯થી કરીને જાન્યુઆરી ૨૦૧૯ સુધી નક્સલરોધી અભિયાનોમાં સુરક્ષાબળોનાં ૧,૧૨૫ જવાન શહીદ થયા?
જવાબ  : ગૃહ મંત્રાલય