Tuesday, 25 December 2018

Vandana Luthra : FOUNDER – VLCC Health Care

૨૦ વર્ષની વયે તેમણે બ્યૂટી કોર્સ પુરો કર્યો હતો. આઉટલેટ ખોલ્યા બાદ તેઓ પેરિસ, જર્મની અને લંડનમાં બ્યૂટી કોર્સ કરવા ગયા. લગભગ તેઓ 800 કરોડ ઉપરાંતનો બ્યુટી સેગમેન્ટનો વ્યવસાય વિકસાવ્યો છે. તેમની પાસે ઘણી ગાડીઓ પરંતુ બીએમડબ્લ્યૂ એકસફાઈવમાં મુસાફરી કરવી તેમને ગમે છે.


જીવનમાં સુંદરતા હોવી જરૂરી છે. એકલા જ્ઞાનથી જ માણસ પૂજાય છે એવુંય નથી અને એકલા રૂપથી જ માણસ ઓળખાય છે એવું પણ નથી. તે છતાં વ્યવહારિક જીવનમાં સુંદરતા અને આકર્ષક દેખાવ ન હોય તો પ્રથમ દ્રષ્ટિની જે છબી છતી થાય છે તેના પરથી માણસની રહેણી-કરણી છતી થાય છે.

આજે આટલા વિશાળ વ્યવસાયના ક્ષેત્રને આવરીને પણ વંદના લૂથરાને હજી પણ જીવનની સફળતામાં કંઈક ખૂટતું હોય એવું લાગે છે. એટલે જ તે કંઈક નવું કરવા માગે છે. અને તેના માટે જ રોજીંદા જીવનમાં સર્વસામાન્ય જનતા સુધી પહોંચી શકાય એના માટે કંઈક નવું કરવું છે એ ધ્યેય અને ઉત્સાહ સાથે તેઓ એટલા જ આશાવાદી છે.

એપ્રિલ ૨૦૧૬માં ફોર્બ્સ મેગેઝિને એશિયાનાં સૌથી શક્તિશાળી બિઝનેસવુમન જાહેર કર્યા હતાં; જેમાં ૫૦ પાવરફુલ બિઝનેસવુમનનાં લિસ્ટમાં વીએલસીસી હેલ્થકેરનાં સંસ્થાપક અને ઉપાધ્યક્ષ વંદના લૂથરાએ ૨૫મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

No comments:

Post a Comment