Tuesday, 18 December 2018

કદ કરતાં અનેક ગણો ઊંચો કિલ્લો બાંધવાનો વિક્રમ સર્જતી ઉધઈ

મહાનગરોમાં તો તમે ગગનચુંબી ઈમારતો જોઈ હશે. આવી ઈમારતોમાં માનવીનું ઈજનેરી કૌશલ્ય ઝળકતું હોય છે; પરંતુ તમને ભાગ્યે જ ખ્યાલ કશે કે માનવી સિવાયનાં અન્ય પ્રાણીઓમાં પણ આવું કૌશલ્ય ઝળકતું હોય છે. દા.ત. પંખીઓનાં માળા, મધમાખીનો મધપુડો વગેરે.

પરંતુ અહીં એ વાત નથી કરવાની. અહીં વાત કરવાની છે વિનાશકારી ઉધઈની.

ઉંધઈ બધું ફોલી ખાતી હોઈ ખાતી હોઈ તેનો નાશ કરવો આવશ્યક છે. ન જાણે તે ક્યાં આવી જઈને વિનાશ વેરવા માંડે છે. સામાન્ય બહુ જ પાતળો કહી શકાય તેવો તેનો રાફડો આપને જોતા હોઈએ છીએ; પરંતુ મેગ્નેટિક ટર્મીટ્સ અને કેથેડ્રલ ટર્મીટ્સ જાતની બે ઉધઈઓ કિલ્લો બાંધવા માટે ખૂબ જ જાણીતી છે.
 

જંતુ શ્રેણીમાં આવતી આ ઉધઈની વિશ્વમાં ૩૧૦૬ જાતો આવેલી છે. માત્ર એશિયામાં જ તેની ૪૩૫ જાતો આવેલી છે. સૌથી વધુ જાતો આફ્રિકા અને સૌથી ઓછી જાતો યુરોપમાં જોવા મળે છે.

જુરાસિક સમયકાળમાં તે વંદના પૂર્વજોમાંથી વિકસી હોવાનું મનાય છે. તેમની લંબાઈ માંડ ૪થી ૧૫ મિલિમીટર હોય છે. જો કે મેક્રોટર્મસ બેલિસોસુસ જાતિની માળા ૧૦ સે.મી. લાંબી હોય છે. જો કે ઓસ્ટ્રેલિયામાં જોવા મળતી હતી.

હવે જો આયુષ્યની વાત કરીએ તો ઉધઈમાં પણ રાણી આવે છે, જેમનું જીવન સૌથી લાંબુ હોય છે લગભગ ૩૦થી ૫૦ વર્ષ. એન્ટાર્ટિકાને બાદ કરતાં ઉધઈ તમામ જમીન પર પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું છે.

જેવી રીતે મધમાખીમાં રાણી, નર અને કામદાર હોય છે, તેવું જ ઉધઈમાં હોય છે; પરંતુ કામદાર કે સૈનિક ગણાતી ઉધઈને આંખો જ હોતી નથી! વંદાની જેમ ઉધઈને પણ મૂછ હોય છે, જેનાં વડે તે સ્પર્શ, સ્વાદ, ગંધ, ગરમી અને ધ્રુજારાનો અનુભવ કરી શકે છે.

તેમનાં રાફડાની વાત કરીએ તો તેમનાં પણ ત્રણ પ્રકાર છે.
  1. સબટેરેનિઅન, જે જમીનની અંદર જ હોય છે. આપણા મકાનની ભાષામાં તેમને પાયો ગણી શકાય.
  2. એપીજીએલ, જે જમીનથી ઉપર હોય છે, પણ તે જમીન સાથે જોડાયેલો હોય છે. મકાનની દ્રષ્ટિએ જોઈએ તો તે પ્લિન્થ લેવલ ગણાય. અને
  3. એરબોરિયલ, જે જમીનથી ઉપર હોય છે.
મેગ્નેટિક અને કેથેડ્રલ નામની બે જાતિઓ કિલ્લો બનાવવામાં માહિર છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયા અને ક્વીન્સલેન્ડમાં આ જાતિની ઉધઈના ૨૮ ફૂટ એટલે જે ચારેક અમિતાભ બચ્ચનને એક પર એક એમ ઉભા રાખો એટલાં ઊંચા કિલ્લા જોવા મળે છે.

એક ઈંચ પણ નથી એવા જીવને પણ ભગવાન એટલી બુદ્ધિ તો આપી જ છે કે તે સમજી શકે કે કિલ્લો બનાવવામાં વપરાતી સામગ્રી વરસાદ સામે ટકી શકશે કે નહીં, તેથી જ તે પાણી સામે ટકી જાય તેવા પદાર્થો ઉપયોગમાં લેતી હોય છે. આ કિલ્લો કાદવ, લાકડાનો માવો અને હગારનો બનેલો હોય છે.

આ કિલ્લાની રચના એ રીતે હોય છે જેથી હવાની અવરજવર રહે. જો આ કિલ્લામાં ઉધઈ રહે અને હવાની અવરજવર ન હોય તો ઉધઈ તેમાં ગૂંગળાઈ મરે. આ જ કારણે તેમાં એવા છિદ્રો બનાવતા હોય છે કે ગરમ હવા નીચેથી ઉપર જતી રહે અને ઠંડી હવા ઉપરથી નીચે જતી રહે. હવાનો આ સામાન્ય સિદ્ધાંત ધ્યાનમાં રાખીને તેની રચના કરતી હોય છે; પરિણામે આ કિલ્લા જાણે એર-કંડીશનિંગ સિસ્ટમથી બનાવેલા હોય એવા છે.

એકી નજરે જોતા તો તમને ખ્યાલ પણ નહીં આવે કે સુંદર અને આટલાં ઊંચા કિલ્લાઓ ઉધઈએ બનાવ્યા છે અને તમે તેને જોતા જ દંગ રહી જશો.

No comments:

Post a Comment