Friday, 7 December 2018

સારનાથનો સ્તંભ

 1. સારનાથનો સ્તંભ એ ભારતની શિલ્પકળાનો શ્રેષ્ઠ નમૂનો છે.
 2. આ સ્તંભ સારનાથમાં આવેલો છે.
 3. ઈ. સ. પૂર્વે ૩જી સદીમાં મોર્ય વંશના રાજા અશોકે આ સ્તંભ બંધાવ્યો હતો.
 4. અહીં વિવિધ સ્તંભોની રચના કરવામાં આવી હતી; જેમાંના મોટાભાગનાં સ્તંભો નાશ પામ્યા છે.
 5. અહીં આવેલ સ્તંભની ઉંચાઈ ૪૦ થી ૫૦ ફૂટ છે અને દરેક સ્તંભનું વજન ૫૦ ટન જેટલું છે.
 6. આ સ્તંભો લાલ અને સફેદ એમ બે પ્રકારના પત્થરોમાંથી બનાવવામાં આવ્યા છે.
 7. આ સ્તંભની ટોચની ઉપર પરસ્પર અડકીને ઉભેલા ચાર સિંહોની આકૃતિ છે.
 8. મોર્ય રાજા ચંદ્રગુપ્ત મૌર્યના વંશજ અશોક યુદ્ધ કંટાળીને શાંતિની શોધમાં નીકળ્યો અને ભગવાન બુદ્ધના વિચારોથી પ્રભાવિત થઈને તેણે શાંતિનો અનુભવ કર્યો.
 9. બૌદ્ધ ધર્મના પ્રચાર અને પ્રસાર માટે તેણે વિવિધ ઈમારતો બંધાવી હતી.
 10. સારનાથ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન હોવાથી સિંહોની નીચે ચારે બહુ ચાર ધર્મચક્રો અંકિત કરવામાં આવેલા છે. આ ચક્ર ધર્મનો વિજય બતાવતું હોવાથી તેને ધર્મચક્ર કહેવામાં આવે છે.
 11. પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજમાં આ ચક્રને સ્થાન આપવામાં આવ્યું છે અને ચાર સિંહોની આકૃતિ ભારતનાં રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન મેળવ્યું છે.
 12. આ ઉપરાંત તેમાં હાથી, ઘોડો, બળદની શિલ્પકૃતિઓ છે.
 13. દુનિયાની સર્વોત્તમ શિલ્પકૃતિઓ પૈકીનો આ એક ઉત્તમ નમૂનો ગણાય છે.

No comments:

Post a Comment