Monday, 24 December 2018

જેને જોતા જ તાજગી મળે તેવાં ઓરેન્જ જ્યૂસનાં અઢળક ફાયદાઓ

વિટામિન-સીથી ભરપૂર સંતરા પોષકતત્વો અને રોગ નિવારણ ક્ષમતાયુક્ત એક અત્યંત ઉપયોગી ફળ છે. મુલાયમ છાલવાળું, રેસા અને રસદાર તેમજ ખટ્મીઠા સ્વાદ ધરાવતાં સંતરા દરેક વયના લોકોનું પસંદગીનું ફળ છે. સીમિતમાત્રામાં સંતરા ખાવા આરોગ્ય માટે લાભદાયી છે. તેનો જ્યુસ તો સદીઓથી ઔષધિય ગુણો માટે જાણીતો છે.
 


  • સંતરાની સૌથી મોટી વિશેષતાઓ એ છે કે તેનો રસ શરીરની અંદર પહોંચતા જ લોહીમાં રોગનિવારણ કાર્ય શરૂ કરી દે છે. તેમાં રહેતાં ગ્લુકોઝ અને ડેક્સટ્રોઝ જેવા જીવનશક્તિ પ્રદાન કરનારાં તત્વો પચીને શક્તિવર્ધનનું કાર્ય કરે છે. તેનો રસ અત્યંત નબળી વ્યક્તિને પણ આપી શકાય છે.  
  • સંતરામાં વિવિધ પોષક તત્વો પ્રચૂર પ્રમાણમાં હોય છે. અને સૌથી મોટી ખાસિયત એ છે કે કેલરી ખૂબ ઓછી હોય છે. સંતરામાંથી ડાયટરી ફાયબર મળે છે. જે શરીરમાંથી હાનિકારણ તત્વોને દૂર કરવામાં મદદરૂપ થાય છે.  
  • આંખો માટે ગુણકારી વિટામિન એ સંતરામાં વિશેષ પ્રમાણમાં હોય છે. ઉપરાંત વિટામિન બી કૉમ્પલેક્ષનો પણ સ્ત્રોત છે. જે હીમોગ્લોબિનની માત્રા વધારે છે. ઉપરાંત સંતરામાં પોટેશિયમ અને કેલ્શિયમ જેવા મિનરલ્સ હોય છે. જે હાર્ટ રેટ અને બ્લડ પ્રેશરને રેગ્યુલેટ કરે છે. અને હાડકાને મજબૂત બનાવે છે. 
  • સંતરામાં સૌથી વધુ વિટામિન સી હોય છે. સંતરા કુદરતી એન્ટીઑક્સીડેન્ટ હોય છે; જે ઇમ્યૂનિટી વધારે છે, અને લોહી સાફ કરવા સાથે સ્ટેમિના વધારવામાં મદદરૂપ થાય છે.
  • સંતરામાં પોટેશિયમ તેમજ ફોલિક એસિડ, કેલ્શિયમ અને કોલેસ્ટ્રોલના સ્તર અને હાઈબ્લડપ્રેશરને નિયંત્રિત કરે છે. આ તત્વો કોશિકાઓમાં ઈલેક્ટ્રોલાઈટ સંતુલન કરી હ્વદયને સ્વસ્થ રાખવામાં સહાયક નીવડે છે. પોટેશિયમ મસ્તિષ્કમાં ઓક્સિજનના સંચારમાં સહાય કરે છે. જેમાં તણાવ અને અવસાદમાં રાહત મળે છે.
  • વિટામિન-એ અને કેલ્શિયમથી ભરપૂર સંતરાના નિયમિત સેવનથી હાડકાં અને દાંતના આરોગ્યમાં સુધારો થાય છે. અમુક અંશે તે ઓસ્ટિયોપોરોસિસને અટકાવવામાં પણ મદદરૂપ છે.
  • ફાઈબરનો સારો સ્ત્રોત હોવાના કારણે સંતરા ખાંડને ફ્રુક્ટોઝમાં પરિવર્તિત કરે છે. આ રીતે સંતરા મીઠા હોવા છતાં ખાંડના સ્તરને નિયંત્રિત કરીને ડાયાબિટીસથી પીડિત વ્યક્તિઓ માટે ઉત્તમ પીણું સાબિત થાય છે.
  • ઊલટી કે ઉબકા જેવી સમસ્યાઓ થાય ત્યારે સંતરાના રસમાં થોડો મરીનો ભૂકો નાખી પીવાથી લાભદાયી નીવડે છે. જ્યારે કબજિયાત થવાથી સંતરાના રસનું શરબત અને શિકંજી સાથે મરી અને શેકેલું જીરું મેળવીને પીવાથી લાભ થાય છે.
  • સંતરાને સૌથી વધુ જ્યૂસનાં રૂપમાં લેવામાં આવે છે. એક ગ્લાસ સંતરાનો જ્યૂસ નિયમિત રીતે લેવામાં આવે તો શરીર માટે શ્રેષ્ઠ સાબિત થઇ શકે છે.

No comments:

Post a Comment