Friday, 14 December 2018

નોબેલ વિજેતાની નોબેલ કાર્યનિષ્ઠા

મેં ૨૦૧૮માં ઈન્ટરનેટ પર વિકિપીડિયામાં મૂકવા માટે એક મહિલા ભૌતિકવિજ્ઞાનીનો પ્રોફાઈલ મોકલવામાં આવ્યો. એ વખતે વિકિપીડિયાના એડિટરે કહેલું કે આ પ્રોફાઈલ એવો નથી કે જેના વિશે સ્વતંત્ર પેજ બનાવી શકાય. જો કે ચાર મહિના બાદ ઓક્ટોબરમાં એ કેનેડિયન ભૌતિકવિજ્ઞાની ડોના થિયો સ્ટ્રિકલેન્ડ વિશેનું એક આખું પેજ વિકિપીડિયામાં હતું. કારણ એ કે બે ઓક્ટોબરે ડોના તથા એના ગાઈડ જીરાર્ડે મોરોને ફિઝિક્સનું નોબેલ પ્રાઈઝ જાહેર થયું હતું!
 

ડોનાએ ૧૯૮૧માં લેઝર અને ઈલેક્ટ્રો ઓપ્ટિક્સના વિષયો સાથે ફિઝિક્સમાં એન્જિનિયરિંગ કર્યું અને ૧૯૮૯માં અમેરિકાની રોચેસ્ટર યુનિવર્સિટીમાંથી લેઝરનો વિકાસ એ વિષય પર પી.એચ.ડી. કર્યું. જીરાર્ડે મોરોના માર્ગદર્શન હેઠળ ડોનાએ લેઝરનાં પ્રકાશકિરણોની તીવ્રતાને અકબંધ રાખી એનો વ્યાપ તેમ જ સમય વધારીને એની ક્ષમતામાં અનેકગણી વૃદ્ધિ કરવા અંગે સંશોધન કર્યું છે. આજે એ સંશોધન આંખની લેઝર સર્જરીમાં ઘણું ઉપયોગી થઈ રહ્યું છે.

એન્જિનિયરિંગના ક્લાસમાં ડોના સહિત ત્રણ વિદ્યાર્થિની હતી અને ભૌતિકવિજ્ઞાનમાં નોબેલ મેળવનારી ડોના ત્રીજી મહિલા છે. ત્રણ દાયકાથી અભ્યાસ, સંશોધન અને અધ્યાપનનાં કાર્ય સાથે સંકળાયેલી ડોનાને નોબેલ જાહેર થયું ત્યારે પણ એ વોટરલુ યુનિવર્સિટીની એસોસિયેટ પ્રોફેસર છે એ જાણીને સૌને નવાઈ લાગી હતી, પરંતુ પ્રોફેસરશિપ માટેના અરજીપત્રકમાં વિગતો ભરવા જેવું કામ કરવાની પણ ડોનાને વધુ મજા આવે છે. વિદ્યાર્થિનીઓના પણ ડોના સલાહ આપે છે કે તમને મજા આવે છે એ કામ અચૂક કરો!
 
 
 
 

No comments:

Post a Comment