Thursday, 27 December 2018

ઈંડિયા ગેટ અને ગેટ વે ઓફ ઈંડિયામાં શુ અંતર છે?


સૌથી મેન વાત તો એ કે ઈંડિયા ગેટ દિલ્લીમાં આવેલુ છે અને ગેટવે ઓફ ઈંડિયા મુંબઈમાં. હવે બંનેમાં ફરક છે. ઈંડિયા ગેટ દિલ્લીના રાજપથ પર આવેલુ છે. તેની ઊંચાઈ 42 મીટર છે. આ પ્રથમ વિશ્વયુધ્ધ અને અફગાન યુધ્ધમાં શહીદ થનારા ભારતીય જવાનોની યાદમાં 1931માં તૈયાર કરવામાં આવ્યુ હતુ. આની પર એ જવનાનોના નામ ઉકેરવામાં આવ્યા છે. આના વાસ્તુશિલ્પી હતા એડવિન લ્યૂટિયંસ.
બીજી બાજુ ગેટવે ઓફ ઈંડિયા મુંબઈમાં સમુદ્ર કિનારે આવેલુ છે. આ 26 મીટર ઊંચુ દ્વાર છે. જેને બ્રિટનના રાજા જોર્જ પંચમ અને રાની મેરીની ભારત યાત્રાની યાદમાં બનાવવામાં આવ્યુ હતુ. આને બનાવનારા હતા જોર્જ વિટેટા. આ 1924માં બનીને તૈયાર થયુ હતુ અને આઝાદી પછી અંતિમ બ્રિટિશ સેના આ જ દરવાજે થઈને ગઈ હતી. સમુદ્રના રસ્તેથી મુંબઈ આવનારા સૌ પહેલા આ જ દરવાજે પહોંચતા હતા.

No comments:

Post a comment