Thursday, 13 December 2018

Government exam માટે સામાન્ય જ્ઞાનનાં પ્રશ્નો


( 1 ) 35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ?

Ans. દરિયાછોરું

( 2 ) C.E.E.નું પૂરું નામ જણાવો.
Ans. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)

( 3 ) G.E.E.R.નું પૂરું નામ જણાવો.
Ans. ગુજરાત ઈકોલોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન (ગાંધીનગર)

( 4 ) IPRનું પૂરું નામ શું છે?
Ans. ઈન્સ્ટીટ્યુટ ઑફ પ્લાઝ્મા રીસર્ચ

( 5 ) ITCTIનું પુરૂ નામ જણાવો.
Ans. ઈન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર ફોર ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝ

( 6 ) અક્ષરધામ શું છે?
Ans. ગાંધીનગરમાં આવેલું સ્‍વામીનારાયણ પંથનું વડું મથક છે.

( 7 ) અમદાવાદથી સુરત સુધીની રેલવે ક્યારે શરૂ થઇ
Ans. તા.20મી જાન્યુઆરી, 1863ના રોજ

( 8 ) અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે?
Ans. મોટેરા સ્ટેડિયમ

( 9 ) અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે?
Ans. અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન

( 10 ) અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે?
 Ans. બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ

( 11 ) અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે?
Ans. ૧૨.૫ કિ.મી.

( 12 ) અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી?
Ans. ભિક્ષુ અખંડાનંદ

( 13 ) અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? Ans. અમદાવાદ

( 14 ) અસાઈતના વંશજો વર્તમાનમાં કયા નામે ઓળખાય છે?
Ans. તરગાળા

( 15 ) આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્‍મનું નામ શું છે?
Ans. મંથન

( 16 ) આદિવાસી લોકકળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં આવ્યું છે?
Ans. ડાંગ

( 17 ) આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી?
Ans. જુગતરામ દવે

( 18 ) ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે?
Ans. ૬૦ ટકા

( 19 ) ઉત્તર ગુજરાતમાં કઈ પૂનમના દિવસે ગામના જુવાન હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે?
Ans. કારતકી

( 20 ) ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે?
Ans. ગાંધી માય ફાધર

( 21 ) એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી?
Ans. જુલાઇ, ૧૯૫૦

( 22 ) એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે?
Ans. ડૉ. વિક્રમભાઈ સારાભાઈ

( 23 ) એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે?
Ans. સૂર્ય

( 24 ) એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી? Ans. શૂન્ય

( 25 ) એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે?
Ans. લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ

( 26 ) એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે?
Ans. અમદાવાદ

( 27 ) એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઇ શકે છે? Ans. ૩૦ કિલો

( 28 ) એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે?
Ans. ૧૨થી ૧૫ વર્ષ

( 29 ) એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે?
Ans. ડૉ. જીવરાજ મહેતા

( 30 ) એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે?
Ans. સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ

( 31 ) એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર કયાં આવેલું છે?
Ans. અમદાવાદ (ડ્રાઈવ ઈન સિનેમા)

( 32 ) એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી છે?
Ans. સુરત

( 33 ) ઓનલાઇન વૉટિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવનાર દેશનુ પહેલુ રાજ્ય ક્યું છે?
Ans. ગુજરાત

( 34 ) કઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા?
Ans. કુમુદબેન જોષી

( 35 ) કઇ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે?
Ans. ગોકુલગ્રામ યોજના

( 36 ) કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે?
Ans. શરદ પૂર્ણિમા

( 37 ) કચ્છનો કયો મેળો કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે?
Ans. હાજીપીરનો મેળો

( 38 ) કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે?
Ans. નખત્રાણા

( 39 ) કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે?
Ans. નિરુણા

( 40 ) કચ્છમાં ગરીબદાસજી ઊદાસીન આશ્રમની સ્થાપના કોણે કરી હતી?
Ans. ગુરુનાનકના શિષ્ય શ્રીચંદ

( 41 ) કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો.
Ans. કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ

( 42 ) કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે?
Ans. સાહેબ

( 43 ) કયા ગીતને ગુજરાત રાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે?
Ans. જય જય ગરવી ગુજરાત

( 44 ) કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે?
Ans. પ્રીતી સેનગુપ્તા

( 45 ) કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે?
Ans. ડૉ. હંસાબેન મહેતા

( 46 ) કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં?
Ans. જીતેન્દ્ર જટાશંકર રાવલ

( 47 ) કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? Ans. ડૉ. મધુકર મહેતા

( 48 ) કયા મહાન ચિત્રકાર કલાગુરૂ તરીકે ઓળખાય છે?
Ans. રવિશંકર રાવળ

( 49 ) કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાતવર્ગોને મદદ કરવા ‘કુટુંબપોથી’ની પદ્ધતિ દાખલ કરવામાં આવી?
Ans. માધવસિંહ સોલંકી

( 50 ) કયા રાજવીએ અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ માટે બે છાત્રાલયોનું નિર્માણ કરાવી, તેઓ દેશમાં અને વિદેશમાં ભણી શકે તે માટે સ્કોલરશીપનીવ્યવસ્થા કરી આપી હતી?
 Ans. મહારાજા સયાજીરાવ ગાયકવાડ

( 51 ) કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે?
Ans. પાલનપુર

( 52 ) કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની?
Ans. સંતશ્રી આપા ગીગા બાપુ

( 53 ) કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી?
Ans. મેકલેન્ડ

( 54 ) કવાંટ મેળો કયાં ભરાય છે?
Ans. છોટા ઉદેપુર

( 55 ) કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે?
Ans. શ્રી એલ.એ. શાહ લૉ કૉલેજ-અમદાવાદ

( 56 ) સૌ પ્રથમ વખત ઇંગ્લિશ ચેનલ કયા ગુજરાતી તરવૈયાએ પાર કરી હતી?
Ans. સુફિયાન શેખ

( 57 ) સિદ્ધપુરનો રૂદ્રમાળ કોણે બંધાવ્યો હતો?
Ans. મૂળરાજ સોલંકી

( 58 ) ગુજરાતમાં ‘વિધવા વિવાહ’ પર નિબંધ લખવા કયા સુધારકને ઘર છોડવું પડ્યું? Ans. કરશનદાસ મૂળજી

( 59 ) ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર કયાં આવેલું છે?
Ans. ખેડબ્રહ્મા

( 60 ) સત્તાધાર નામનું ખ્યાતનામ તીર્થ કોની તપોભૂમિ તરીકે ખ્યાતનામ છે ?
Ans. દાતાગીગા અને આપાગીગા સંત

( 61 ) વિશ્વપ્રસિદ્ધ પટોળા ગુજરાતમાં કયાં બને છે?
Ans. પાટણ

( 62 ) ગુજરાતના ઈતિહાસમાં કાયમી સ્થાન પામેલા શ્રેષ્ઠી, મહાજન અને ધર્મપ્રેમી જગડુશા કયાંના વતની હતા?
Ans. કચ્છ

( 63 ) ગુજરાતમાં જરી ઉદ્યોગ સૌથી વધુ કયાં વિકસ્યો છે?
Ans. સુરત

( 64 ) હેમચંદ્રાચાર્ય રચિત પ્રથમ ગુજરાતી વ્યાકરણ ગ્રંથનું નામ શું છે?
Ans. સિદ્ધહેમશબ્દાનુશાસન

( 65 ) પાટણમાં ડબલ ઈક્કત પદ્ધતિથી બનાવવામાં આવતી સાડીઓ માટે કયું ફાયબર ઉપયોગમાં લેવાય છે? Ans. સિલ્ક ફાયબર

( 66 ) ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો.
Ans. વાસૂકી

( 67 ) કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે?
Ans. પોરબંદર

( 68 ) ગુજરાતનાં એક જિલ્લા અને નદીના નામ સાથે સંકળાયેલી ડેરીનું નામ શું છે?
Ans. બનાસ ડેરી

( 69 ) ‘ગુજરાત’ શબ્દ કયા શાસનકાળમાં પ્રચલિત થયો?
Ans. સોલંકીકાળ

( 70 ) ગુજરાતના કયા મેળામાં દૂધાળા પશુઓનું ખરીદ-વેચાણ થાય છે?
Ans. વૌઠાનો મેળો

( 71 ) ‘પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે?
Ans. આદિલ મન્સુરી

( 72 ) ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસ જાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથ ‘કાન્હડદે પ્રબંધ’ના રચયિતા કોણ છે?
Ans. કવિ પદ્મનાભ

( 73 ) ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું?
Ans. વસ્તુપાલ-તેજપાલ

( 74 ) ગુજરાતી સાહિત્યની પ્રથમ કરુણપ્રશસ્તિ ‘ફાર્બસ વિરહ’ના રચયિતા કોણ છે?
Ans. કવિ દલપતરામ

( 75 ) ગુજરાત કેટલો લાંબો દરિયાકિનારો ધરાવે છે?
Ans. ૧૬૬૦ કિમી

( 76 ) ‘તમે ભલે દૂબળાં હો, પણ કાળજું વાઘ અને સિંહનું રાખો’ એવું કહેનાર નેતા કોણ હતાં?
Ans. સરદાર વલ્લભભાઇ પટેલ

( 77 ) ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ પારિતોષિક ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ પ્રાપ્ત કરનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા?
Ans. હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી

( 78 ) કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન ‘કુમાર’ની શરૂઆત કરી હતી?
Ans. રવિશંકર રાવળ

( 79 ) ગુજરાતમાં સૌથી મોટો બોટેનિકલ ગાર્ડન કયાં આવેલો છે?
Ans. વઘઇ

( 80 ) ગુજરાતી મૂળનો કયો ખેલાડી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતો હતો?
Ans. વિક્રમ સોલંકી

( 81 ) કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો?
Ans. વઢવાણ

( 82 ) સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં સ્થાપેલ વિદ્યાર્થી છાત્રાલયનું નામ આપો.
Ans. ઈન્ડિયા હાઉસ

( 83 ) કયા ગુજરાતી ખગોળશાસ્ત્રીને અમેરીકન ખગોળ વિજ્ઞાન સંસ્થા ‘નાસા’માં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું?
Ans. ડૉ. ઉપેન્દ્ર દેસાઇ

( 84 ) કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ?
Ans. સુરખાબ નગર

( 85 ) ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીયક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે ?
Ans. સરદાર વલ્લભભાઇ એવોર્ડ

( 86 ) ‘સંભવામિ યુગે યુગે’ના લેખક કોણ છે?
Ans. હરીન્દ્ર દવે

( 87 ) ‘માણભટ્ટ’ વગાડનાર આખ્યાનકારનું નામ જણાવો.
Ans. વલ્લભ વ્યાસ

( 88 ) ગુજરાતમાં H.S.C.E. અને S.S.C.E. ની શરૂઆત કયારે થઇ?
Ans. ઇ.સ.૧૯૭૨

( 89 ) પાલીતાણામાં જૈન દેરાસર ઉપરાંત કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલ છે?
Ans. અંગરશા પીર

( 90 ) રણમલ્લ છંદમાં કયા રસનું આલેખન થયું છે?
Ans. વીર રસ

( 91 ) ભારતમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતો જિલ્લો કયો છે?
Ans. જૂનાગઢ

( 92 ) ‘એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ કાવ્યપંકિત કયા કવિની છે?
Ans. જ્ઞાની કવિ અખો

( 93 ) કવિ ન્હાનાલાલનું તખલ્લુસ શું છે?
Ans. પ્રેમભક્તિ

( 94 ) ભૂદાન ચળવળના પ્રણેતા વિનોબાભાવે કોના આધ્યાત્મિક વારસદાર ગણાય છે?
 Ans. ગાંધીજી

( 95 ) મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમ્યાન બાંધવામાં આવ્યું હતું?
Ans. રાજા ભીમદેવ પહેલો

( 96 ) નર્મદા નદીનું બીજું નામ શું છે?
Ans. રેવા

( 97 ) ચારેય વેદોની દૈવત સંહિતાઓના સંપાદક વેદમૂર્તિ સાતવલેકરના નામ સાથે જોડાયેલી સંસ્થા ગુજરાતમાં કયા સ્થળે છે?
 Ans. કિલ્લા પારડી (જિ. વલસાડ)

( 98 ) ‘ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર’ની ઉપમા કોને આપવામાં આવી છે?
Ans. નરસિંહરાવ દિવેટિયા

( 99 ) નર્મદા નદી કયા કયા રાજયોમાંથી પસાર થાય છે?
Ans. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત

( 100 ) ગુજરાતમાં આદિવાસી અને હરિજનોના બાપા તરીકે કોણ ઓળખાતા?
Ans. અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર (ઠક્કરબાપા)

( 101 ) નરસિંહરાવ દીવેટિયાના કાવ્યસંગ્રહનું નામ શું છે?
Ans. કુસુમમાળા

( 102 ) ગુજરાતમાં જોવા મળતાં કયા પક્ષીના માથે મોર જેવી કલગી હોય છે?
Ans. મોરબાજ

( 103 ) લંડનમાં સૌપ્રથમ ગુજરાતી મહિલા મેયર કોણ હતાં?
Ans. લતા પટેલ

( 104 ) ગુજરાતી ભાષાના જ્ઞાની કવિ અખાએ મુખ્યત્વે શું લખ્યું છે?
Ans. છપ્પા

( 105 ) આત્મ ઓઢે અને અગન પછેડીના દિગ્દર્શક કોણ હતા?
Ans. કાંતિ મડીયા

( 106 ) ‘આંધળી માનો કાગળ’ કૃતિના લેખક કોણ હતા?
Ans. ઈન્દુલાલ ગાંધી

( 107 ) પ્રેમાનંદની ‘મામેરું’ કૃતિ કોના જીવન સાથે જોડાયેલી છે?
Ans. નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ

( 108 ) સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં?
Ans. કૃષ્ણ સુદામા- 1920

( 109 ) કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે?
Ans. નગીનાવાડી

( 110 ) ગુજરાતનું મત્સ્યઉદ્યોગનું સૌથી મોટુ કેન્દ્ર કયું છે?
Ans. વેરાવળ

( 111 ) ગુજરાતી ભાષામાં ‘ટૂંકી વાર્તા’ સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા?
 Ans. ધૂમકેતુ

( 112 ) સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી?
Ans. જૈન ધર્મ

( 113 ) અખા ઉપરાંત કયા કવિએ ઉત્તમ છપ્પા લખ્યાં છે?
Ans. કવિ શામળ

( 114 ) હાલનો સૌરાષ્ટ્રનો વિસ્તાર પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો?
Ans. સુરાષ્ટ્ર

( 115 ) ગુજરાતના કયા શહેરમાં શાહઆલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે?
 Ans. અમદાવાદ

( 116 ) કયા ક્રાંતિકારી દેશભકત ઓકસફર્ડમાં સંસ્કૃતનાં અધ્યાપક હતાં?
Ans. શ્યામજીકૃષ્ણ વર્મા

( 117 ) આહવા કયા જિલ્લાનું મુખ્ય મથક છે?
Ans. ડાંગ

( 118 ) જુનાગઢના ગિરનાર પર્વતની પડખે આવેલી દાતાર ટેકરી પર કયા પીરની દરગાહ આવેલી છે ? Ans. જમિયલશા પીર

( 119 ) અહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી?
Ans. નરસિંહ માહ્યરો

( 120 ) પોરબંદરમાં કયા રાજવંશે સૌથી વધુ સમયગાળા માટે શાસન કર્યું હતું?
Ans. જેઠવા રાજવંશ

( 121 ) ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ કયાં આવેલું છે?
Ans. જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે

( 122 ) વલસાડ શહેર કઇ નદીના કિનારે વસેલું છે?
Ans. ઔૈરંગા

( 123 ) ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞએ શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે?
Ans. બ્રહ્મગુપ્ત

( 124 ) આદિ શંકરાચાર્યએ ભારતમાં પશ્ચિમ દિશામાં કયાં મઠ સ્થાપ્યો હતો?
 Ans. દ્વારકા

( 125 ) કયા બિનગુજરાતી સાહિત્યકાર ‘સવાઇ ગુજરાતી’ તરીકે ગણના પામ્યા હતા?
 Ans. કાકાસાહેબ કાલેલકર

( 126 ) નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું?
Ans. તળાજા

( 127 ) દક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે?
Ans. કાળી અને કાંપવાળી

( 128 ) ગુજરાતમાં લગ્ન સમયે ગવાતાં લગ્નગીતો કયા નામે ઓળખાય છે?
Ans. ફટાણા

( 129 ) પ્રથમ ગુજરાતી શાળા કયાં અને કયારે શરૂ થઈ?
Ans. સુરત?ઈ.સ. ૧૮૩૬

( 130 ) મધ્યકાલીન ગુજરાતી સાહિયમાં ‘આખ્યાન શિરોમણિ’ કોણ ગણાય છે?
Ans. પ્રેમાનંદ

( 131 ) અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી?
Ans. બાદશાહ અહમદશાહ

( 132 ) ‘સંગીત કલાધર’ નામે મહાગ્રંથ કોણે રચેલો છે?
Ans. ડાહ્યાલાલ શિવરામ નાયક

( 133 ) ‘ચકોર’ તરીકે ઓળખાતાં ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો.
 Ans. બંસીલાલ વર્મા

( 134 ) ગુજરાતનું સૌપ્રથમ સૌર ઉર્જા ગામ કયું છે?
Ans. ખાંડિયા

( 135 ) સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ કયા સ્થળે મફત અને ફરજીયાત શિક્ષણનો પ્રયોગ કર્યો હતો?
Ans. અમરેલી

( 136 ) ગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે?
Ans. કંડલા

( 137 ) ‘જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’? આ પ્રસિદ્ધ કાવ્ય કોણે રચ્યું છે?
Ans. અરદેશર ખબરદાર

( 138 ) ગિરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે?
Ans. ઝોંક

( 139 ) ગાંધીજીનો નિર્વાણ દિન કયો છે?
Ans. ૩૦ જાન્યુઆરી ૧૯૪૮

( 140 ) શ્રીકૃષ્ણના જીવન પર આધારિત નવલકથા‘માધવ કયાંય નથી’ કોણે લખી છે?
 Ans. હરિન્દ્ર દવે

( 141 ) ભાવનગરના કયા દીવાનને લોકો આજે પણ તેમની તિક્ષ્ણ બુદ્ધિપ્રતિભા અને લોકોપયોગી કાર્યોને કારણે યાદ કરે છે?
 Ans. પ્રભાશંકર પટ્ટણી

( 142 ) કનૈયાલાલ મુનશીએ ‘ગુજરાત અને તેનું સાહિત્ય’? એ વિષય કયા અંગ્રેજી ગ્રંથમાં ચર્ચ્યો છે?
Ans. ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર

No comments:

Post a Comment