Tuesday, 18 December 2018

પ્રથમ ટાઈપરાઈટર ફક્ત કેપિટલ લેટર્સ જ લખી શકતું હતું

ટાઈપરાઈટર એ મિકેનિકલ અથવા ઇલેક્ટ્રોમિકેનિકલ મશીન છે, જેના પર પ્રિન્ટરની જેમ અક્ષરો લખી શકાય છે. પણ પ્રિન્ટર અને ટાઈપરાઈટરમાં થોડો ફેર છે. પ્રિન્ટર મશીનમાં આપોઆપ કાગળ પર છપાઈ જાય છે. જ્યારે ટાઈપરાઈટરમાં ટાઈપિંગ કરીને અક્ષરો લખવા પડે છે.


સામાન્ય રીતે ટાઈપરાઈટરમાં અક્ષરો અને આંકડાના બટન હોય છે. જેને દબાવવાથી કાગળ પર લખાય છે. ટાઈપરાઈટરમાં પટ્ટી શાહીવાળી હોવાને કારણે કાગળ પર અક્ષર છપાય છે.

વ્યાપારી ધોરણે પહેલું ટાઈપરાઈટર ૧૮૭૪માં અસ્તિત્વમાં આવ્યું હતું. હસ્તલિખિત પત્રવ્યવહાર સિવાયનાં અન્ય લખાણમાં ટાઈપરાઈટર ઝડપી અને અનિવાર્ય સાધન બની ગયું હતું. પ્રથમ ટાઈપરાઈટરમાં શિફ્ટ-કી મિકેનિઝમ નહોતું. તેને લીધે મૂળાક્ષરો ફક્ત કેપિટલ લેટર્સમાં જ લખી શકાતું. બાદમાં લોઅર કેસની સગવડ મુકીને આ મર્યાદા ઉકેલવામાં આવેલી.

No comments:

Post a Comment