Monday, 10 December 2018

ડિસેમ્બર - ૨૦૧૮ (ભાગ - ૩)


( ૧ ) ભાર વિનાના ભણતર'ના સિદ્ધાંત અંતર્ગત ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા કેટલા ધોરણના વિદ્યાર્થીઓના દફતરનું વજન નક્કી કરવામાં આવ્યું છે?
A.  ઢીંગલી ઘરથી માંડીને ધોરણ ૮ સુધી
B. ધોરણ ૧ થી ૫
C. ધોરણ ૧ થી ૧૦
D. તમામ વિદ્યાર્થીઓને લાગુ પડે છે.

( ૨ ) મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ૨૦૧૮માં ભારતીય મહિલા બોક્સર મેરી કોમે ગોલ્ડ મેડલ જીતીને કુલ છ વખત વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ જીતનાર વિશ્વના પ્રથમ મહિલા બની ગયા. તેમનો જન્મ કયા રાજ્યમાં થયો હતો?
A. મણિપૂર
B. નાગાલેંડ
C. પંજાબ
D. હરિયાણા

( ૩ ) ૫ મે, ૨૦૧૮ના રોજ નાસા દ્વારા કયા રોકેટની મદદથી ઈન્સાઈટ નામનું લેન્ડર લોન્ચ કરવામાં આવ્યું?
A. એરિયન C ૨૦૧
B. સિયાન D ૩૧૦
C. એટલાસ V ૪૦૧
D. આર્ચિવ A ૪૧૩

( ૪ ) ફોર્બ્સે હાલમાં જ, ભારતમાં સર્વાધિક કમાણી કરનાર ૧૦૦ સ્ટારની સૂચિ બહાર પડી; જેમાં ટોચનું સ્થાન કોને પ્રાપ્ત થયું?
A. સલમાન ખાન
B. વિરાટ કોહલી
C. વિરેન્દ્ર સહવાગ
D. આમિર ખાન

( ૫ ) ભારતે હાલમાં જ, કયા દેશ સાથે મુદ્રા અદલા-બદલી કરાર કર્યા છે?
A. ઓસ્ટ્રેલિયા
B. યુએઈ
C. રૂસ
D. ચીન

( ૬ ) કયા રાજ્યની સરકારે તાજેતરમાં જ, ૨૮ લાખ કિસાનોને મફતમાં મોબાઈલ ફોન આપવાની ઘોષણા કરી છે?
A. ઝારખંડ
B. ગુજરાત
C. હરિયાણા
D. રાજસ્થાન

( ૭ ) વિશ્વની પ્રતિષ્ઠિત પત્રિકા ફોર્બ્સે ૪ ડિસેમ્બર ૨૦૧૮નાં વિશ્વની ૧૦૦ સૌથી શક્તિશાળી મહિલાઓની સૂચિ બહાર પાડી; જેમાં જર્મનીની ચાંસલર એન્જેલા મર્કેલ લગાતાર કેટલી વાર પ્રથમ સ્થાન પર રહી છે?
A. ૪
B. ૫
C. ૮
D. ૧૨

( ૮ ) તાજેતરમાં અભિનવ બિન્દ્રાને 'ધ બ્લૂ ક્રોસ'થી સન્માનિત કરવામાં આવ્યા. તે કઈ રમત સાથે સંકળાયેલા છે?
A. કબડ્ડી
B. શૂટિંગ
C. બોક્સિંગ
D. બેન્ડમિન્ટન

( ૯ ) વર્ષ ૨૦૨૨નાં G-૨૦ શિખર સંમેલનની મેજબાની કયો દેશ કરશે?
A. ઇટાલી
B. બ્રાઝિલ
C. ફ્રાંસ
D. ભારત

( ૧૦ ) હિન્દીનાં પ્રસિદ્ધ કથાકાર અને પત્રકાર હિમાંશુ જોશીનું હાલમાં જ નિધન થયું. તે કયા રાજ્યમાં વસવાટ કરતા હતા?
A. ઉત્તરાખંડ
B. મહારાષ્ટ્ર
C. ગુજરાત
D. હરિયાણા


જવાબ : 

( ૧ ) ધોરણ ૧ થી ૧૦
( ૨ ) મણિપૂર
( ૩ ) એટલાસ V ૪૦૧
( ૪ ) સલમાન ખાન
( ૫ ) યુએઈ
( ૬ ) ઝારખંડ
( ૭ ) ૮
( ૮ ) શૂટિંગ
( ૯ ) ભારત
( ૧૦ ) ઉત્તરાખંડ

No comments:

Post a Comment