Monday, 10 December 2018

ડિસેમ્બર - ૨૦૧૮ (ભાગ - ૨)( ૧ ) ભારતનાં કયા રાજ્યમાં દર વર્ષે કારતક મહિનામાં વિશ્વનો સૌથી મોટો પશુ મેળો ભરાય છે?
A. બિહાર
B. ગુજરાત
C. ઉત્તર પ્રદેશ
D. રાજસ્થાન

( ૨ ) તાજેતરમાં કોની જન્મજયંતીની ઉજવણીનાં ભાગરૂપે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર દેશમાં 'સ્વસ્થ ભારત સાયકલ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું?
A. સરદાર પટેલ
B. મહાત્મા ગાંધી
C. જવાહરલાલ નહેરુ
D. સુભાષચંદ્ર બોઝ

( ૩ ) અન્દ્રેસ મૈન્યુઅલ લોપેજ ઓબ્રાદોર હાલમાં કયા દેશના ૫૮માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધી?
A. મેક્સિકો
B. સ્લોવેનિયા
C. સિંગાપોર
D. નોર્વે

( ૪ ) રક્ષા અધિગ્રહણ પરિષદે હાલમાં જ કેટલી રકમનાં રક્ષા ઉપકરણો ખરીદવાની સ્વીકૃતિ આપી દીધી?
A. ૫૦૦૦ કરોડ ડોલર
B. ૩૦૦૦ કરોડ રૂપિયા
C. ૩૦૦૦ અબજ રૂપિયા
D. ૧૦૦૦ અબજ ડોલર

( ૫ ) ૧ ડિસેમ્બર ૨૦૧૮નાં જોર્જ એચ. ડબ્લ્યુ. બુશનું નિધન થયું. તે કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ હતા?
A. અમેરિકા
 B. મોરક્કો
C. રશિયા
D. જાપાન

( ૬ ) તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનાં કુલ કેટલા અછતગ્રસ્ત તાલુકાઓ માટે કુલ રૂ. ૬૪૦૦ કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે?
A. ૧૧૩
B. ૮૬
C. ૧૦૬
D. ૯૬

( ૭ ) ગુજરાતમાં કઈ જગ્યાએ દરિયાના ખારા પાણીને પીવાનું મીઠું પાણી બનાવતો ગુજરાતનો સૌપ્રથમ ડી-સેલીનેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે?
A. અંજાર, કચ્છ
B. માંડવી, કચ્છ
C. જોડિયા, જામનગર
 D. મુંદ્રા, કચ્છ

( ૮ ) ૧૭ નવેમ્બર ૨૦૧૮નાં રોજ 'ભારતીય જાહેરાત જગતના બ્રાંડ ફાધર' તરીકે પ્રસિદ્ધ ભારતના જાહેર ખબર નિર્માતા તેમજ ભારતના પ્રસિદ્ધ નાટ્ય કલાકાર શ્રી અલીક પદમશીનું નિધન થયું. તેમનો જન્મ ક્યાં થયો હતો?
A. કચ્છ
 B. મુંબઈ
C. નવી દિલ્હી
D. પોરબંદર

( ૯ ) ૨૬ જાન્યુઆરી, ૨૦૧૯નાં રોજ ભારતનાં પ્રજાસત્તાક દિનની ઉજવણીનાં મુખ્ય અતિથિ દક્ષિણ આફ્રિકાનાં રાષ્ટ્રપતિ હશે. ત્યાંના વર્તમાન રાષ્ટ્રપતિનું નામ?
A. શ્રી પ્રવિણ ગોરધન
B. શ્રી સિરિલ રામફોસા
C. શ્રી જેકબ ઝુનઝુના
D. શ્રી જેકબ ઝુમા

( ૧૦ ) ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કઈ જગ્યાએ મળેલી સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફની ૧૪મી મિટીંગમાં લેવાયેલા નિર્ણય અનુસાર ગુજરાતનાં ગિરમાં સિંહો અને અન્ય વન્ય પ્રાણીઓ માટે સ્ટેટ ઓફ ધ આર્ટ હોસ્પિટલ ક્યાં બનાવવામાં આવશે?
A. ગિર
B. તળાજા
C. ગાંધીનગર
D. જૂનાગઢ


જવાબ :
 
( ૧ ) રાજસ્થાન
( ૨ ) મહાત્મા ગાંધી
( ૩ ) મેક્સિકો
( ૪ ) ૩૦૦૦ કરોડ રૂપિયા
( ૫ ) અમેરિકા
( ૬ ) ૯૬
( ૭ ) જોડિયા, જામનગર
( ૮ ) કચ્છ
( ૯ ) શ્રી સિરિલ રામફોસા
( ૧૦ ) ગાંધીનગર

No comments:

Post a Comment